જૈવ વિવિધતા દિન -૨૨ મે
“પ્રકૃતિના કણ કણમાં રહેલ સૌદર્યનું આકંઠ કરવા તો ઈશ્વરે આપેલી પાચ ઇન્દ્રિયો પણ ઓછી પડે” એવું શ્રી રવીન્દ્રનાથ ટાગોર કહેતા..ઉગતો અને આથમતો સુરજ,કળા કરતો ચન્દ્ર,ઝગમગતા તારા,ખળખળ વહેતા ઝરણા,સાગરમાં સમાવવા ઉત્સુક ધસમસતી જતી નદી,સમુદ્રના ઉછળતા મોજા,ગગનચુંબી અ ધવલ-શ્યામ શૈલ શૃંગો એ સૂર્યનું કિરણ પણ પ્રેવીશી ન શકે એવા અડાબીડ જંગલો ...પ્રકૃતિના તત્વોનું આહ્વાન કરતા જ રોમાંચિત થઈ જવાય.આવી પ્રકૃતિની જાળવણી અને એ માટે જનજાગૃતિ સંદર્ભે રાષ્ટ્રસંઘ દ્વારા ૨૨ મેએ “જૈવ વિવિધતા દિન” જાહેર કરેલ છે. જૈવિક વિવિધતામાં પ્રાણીઓ,પશુઓ,પંખીઓ,જીવ જંતુઓ,દરિયાઈ જીવો,વિવિધ વનસ્પતિ,વૃક્ષો,ઔષધિઓવગેરેનો સમાવેશ થાય છે. જૈવિક સમાજને બનતા લાખો વર્ષો લાગી જાય છે પણ કુદરતી સંસધોના દુરુપયોગ અને પર્યાવરણની જાળવણીની ઉપેક્ષાને કારણે પૃથ્વીનું તાપમાન વધતા ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન ઉદભવ્યો,તો માનવ વસ્તીની વિવિધ પ્રવૃતિઓને કારણે અમુક પ્રજાતિઓ પૃથ્વી પરથી લુપ્ત થવાને આરે છે.એક અહેવાલ મુજબ છેલ્લી ૫ શતાબ્દી દરમિયાન ૮૦૦૦ થી વધુ વન્યજીવો અને વનસ્પતિની પ્રજાતિઓ લુપ્ત થઇ છે.તો ૧૭૦૦૦થી વધુ પ્રજાતિઓ વિનાશના આરે છે,ત્યારે ખાસ આજના દિવસે ખાસ જૈવવિવધતાની જાળવણીનું ગાંભીર્ય સમજવું ખુબ જરૂરી છે.
સમગ્રતયા જૈવિક વિવિધતા પર એક નજર નાખીએ તો વૈશ્વિક સ્તરે :લગભગ ૫૦ લાખથી ૫ કરોડ અંદાજીત અસ્તિત્વ ધરાવે છે.જેમાં ૩ લાખ જાતિઓ લીલી વનસ્પતિ, કીટકોની ૮ લાખ જાતિઓ,પૃષ્ઠવંશી ૪૦૦૦૦ જાતિઓ સુક્ષ્મ જીવાણુ ૩,૬૦,૦૦૦ જાતિઓ અસ્તિત્વ ધરાવે છે. રાષ્ટ્રીય સ્તરે જોતા વિશ્વમાં ૧૨ મહા જૈવ વિવિધતા ધરાવતા દેશો પૈકીનો એક આપણો ભારત દેશ છે.વિશ્વની ૧૧%જેટલી જીવ સમૃધ્ધી અહી છે.જેનું મુખ્ય કારણ ભારતની વિવિધ પ્રકારની આબોહવા અને અક્ષાંશના પરિસ્થિતિકીય લક્ષણો છે.ભારતમાં ૪૫,૫૦૦ વિશિષ્ટ વનસ્પતિ સભ્યોની વિવિધતા ધરાવે છે જેમાં માત્ર ઘાસની ૧૦૦ જાતિઓછે.પ્રાણીઓમાં ૮૬૮૪૭ જાતિઓ છે,તો દરિયાઈ જીવ વિવિધતામાં મેન્ગૃવ્સની ૪૫ અને પરવાળાની ૩૪૧ જાતિઓ નોંધાઈ છે.વૈશ્વિક સમૂહો પૈકી ૧૪%પક્ષીઓના સમૂહો ઉચી સ્થાનિકતા દર્શાવે છે.ગુજરાતસ્તરે જૈવવિવિધતા પર દ્રષ્ટિપાત કરતા..ગુજરાત વનસ્પતિ અને પ્રાણીઓ ૭૦૦૦ જેટલી જાતીઓનું નિવાસસ્થાન ગણાયછે.૪૩૨૦,વનસ્પતિ,૨૭૨૮પ્રાણીઓની,૧૪%મત્સ્ય,૯%ઉભયજીવી,૧૯%સરીસૃપ,૩૭%પક્ષીઓ, ૨૫%સસ્તન જાતીઓનું આશ્રયસ્થાન છે.
ગુજરાતના ઘણા જિલ્લાઓના જૈવભૌગોલિક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પરિસ્થિતિ મુજબ અનેકવિધ વિવિધતા જોવા મળે છે.કચ્છના મોટા રણમાં સુરખાબનગર,વિશ્વનું એકમાત્ર ઘુડખર અભયારણ્ય કચ્છના રણમાં,ભાલપ્રદેશમાં ભાલીયા ને રાતા ઘઉં,વલસાડના વાંસદામાં નાશ:પ્રાય પેઈન્ટેદ દેડકાની જાતિ,ભાવનગરના વેરાવદરમાં કાળીયાર જેના માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન અહી બનાવેલું છે,જુનાગઢના ગીરના જંગલમાં સિંહો,કચ્છના નારાયણ સરોવર વિસ્તરમાં નાશ:પ્રાય જાતિઓ ચિંકારા,ખડમોર,કંટકીય પૂછવાળી ઘો, પંચમહાલમાં રીંછનું અગત્યનું નિવાસસ્થાન,નર્મદા જીલ્લામાં આવેલે શુલપાનેશ્વર વન્યજીવ અભયારણ્યમાં મહાકાય ઉડતી ખિસકોલી,સાબરકાંઠા જીલ્લાના વિજયનગરના જંગલો,બનાસકાંઠાના દાંતાનાજંગલોમાંથી સફ્ર્દ મુસળી પ્રાપ્ત થાય છે.
દરેક પ્રદેશની પોતાની આગવી જૈવિક વિવિધતાને આધારે તેના સંવર્ધન અને એ મહામુલા વારસાના જતન માટે ભારતભરમાં જીવ વિવિધતા મેનેજમેન્ટ સમિતિની રચના કરવામાં આવી છે.જેના દ્વારા જીવ વિવિધતાનો ટકાઉ ઉપયોગ,સંરક્ષણ,જે તે વિસ્તારના ભૂમિ,પશુ,પક્ષી,સુક્ષ્મ જીવોના સંરખ્ન માટેનું વ્યવસ્થાપન કરવામાં આવે છે.ઉપરાંત જીવ વિવિધતા અને તેનું પારમ્પરિક જ્ઞાન મેળવી પ્રજાજનોને અવગત કરે છે.
કુદરતમાં અસંતુલનની સમસ્યાનો એક માત્ર ઉપાય અનેકાનેક ઔષધિઓ સહીત છાયો,ફળફૂલ,લાકડું વગેરે અનેક વસ્તુઓ સાથે મુખ્ય ઓક્સિજન આપી કાર્બન ડાયોક્સાઈડ આપતા વૃક્ષો જ છે.ઉપરાંત બિનપરંપરાગત અને પ્રદુષણ વધારતા ઉર્જસ્ત્રોતોનો બિનજરૂરી વપરાશ ઘટાડી,પરંપરાગત ઉત્જસ્ત્રોતો વાપરી,પર્યાવરણ બચાવીએ.એ આજના જમાનાની તાતી જરૂરિયાત છે.
કુદરતને સાચવવાની આપણી નૈતિક ફરજ બની જાય છે.કારણકે પ્રકૃતિ તો હમેશા એક કદમ આગળ જ ચાલે છે પણ માનવીની વિચારધારા,આકાશને આંબવાની ઘેલછાને કારણે કુદરતના નિયમોને ભૂલી જતા,પ્રકૃતિનેય એકાદ કદમ પાછળ મૂકી દીધી છે.ભાવી પેઢીને સ્વસ્થ,સુરક્ષિત,આનંદિત જીવન જીવવા દેવા માટે કુદરતના અમુલ્ય વારસાનું જતન અને જાળવણી કરવા કુદરત સાથે જ ચાલવું પડશે.દરેક માનવી સાથે પ્રકૃતિ અભિન્ન પણેજોડાયેલી છે.આપણા હાસ્ય અને ગાયન સંગાથે એ ઝૂમી ઉઠે છે.તો પ્રકૃતિના ગીતો આપણા મનને ઝંકૃત કરે છે.આવી અગાધ જૈવ વિવિધતા ધરાવતા પર્યાવરણની જાળવણી કરી એ એ જ આજના દિનની સાર્થકતા.