Save The Sparrow Forest Water in Gujarati Moral Stories by Jagruti Vakil books and stories PDF | પાણી, વન, ચકલી બચાવો.

Featured Books
Categories
Share

પાણી, વન, ચકલી બચાવો.

વિશ્વમાં માનવીનો જન્મ જે સૃષ્ટિમાં થયો છે તેને જાળવવાની ફરજ યાદ કરાવતો મહિનો એટલે માર્ચ મહિનો.... ચક ચક કરતા આંગણું ગજવતા ચકીબેન,ચકી જેવા અનેકાનેક પંખીઓ અને પશુઓને પોષતાઅને તેના સહિત સમગ્ર સૃષ્ટિને સંતુલિત રાખતા વન ને બચાવવાને યાદ કરાવતો દિવસ એટલે૨૧ માર્ચ વિશ્વ વન દિવસ અને જીવસૃષ્ટિનો ઉદ્ ભવ જેમાં થયો તે પાણી બચાવવાનો દિવસ એટલે વિશ્વ જળ દિન ૨૨ માર્ચે ઉજવાય છે.તો આવો જાણીએ તેનું મહત્વ.

૨૦ માર્ચ: વિશ્વ ચકલી દિન

“મારે ઘેર ચણવા આવો ને ચકીબેન.....”

“ચકીબાઈ ચકીબાઈ મારે ઘેર રમવા આવશો કે નહિ ?” અથવા તો “ચકો લાવ્યો ચોખાનો દાણો ને ચકી લાવી મગનો દાણો” ..... આવી વાર્તા ને ગીત નજીકના ભવિષ્યમાં દંતકથા સમાન બની જશે...એવા ડર સાથે સફાળા જાગેલા નાગરિકોએ ચકલી બચાવો અભિયાન હાથ ધર્યું છે. સામાન્ય રીતે જ્યાં માનવીનું ઘર ત્યાં ચકલી હાજર..હોવાને કારણે આખાયે વિશ્વમાં વસતી આ સામાન્ય ચકલીને હાઉસ સ્પેરો તરીકે ઓળખાય છે. ઈ.સ.૨૦૧૦થી “વર્લ્ડ હાઉસ સ્પેરો ડે”ઉજવવાનું શરુ કરી એ વર્ષની થીમ “હેલ્પ હાઉસ સ્પેરો”રાખવામાં આવી હતી.નેચર ફોરેવર નામની સંસ્થાએ આ બીડું ઝડપ્યું...તેની સાથે બી.એન.એચ.એસ.(બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાઇટી),કોર્નેલ લેબ ઓફ ઓરનીથોલોજી (યુ.એસ.એ.)એવીને વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ (યુ.કે.)જેવી અનેક સંસ્થા અને સંગઠનો સહયોગી થયા છે.

..એક સર્વે મુજબ સામાન્ય રીતે નિર્દોષ,ટચૂકડું અને ૧૦ થી ૨૦ સેમી લંબાઈ ધરાવતી આ ચકલીની જાતના માત્ર ૨૫% .. જ બચાં પુખ્ત બને છે જયારે બાકીના ૭૫%બચાં મોટા થતા પહેલા જ મૃત્યુ પામે છે...આમ..છેલ્લા ૫ વર્ષોમાં અચાનક તેની સંખ્યા ઘટવા લાગી છે જેના કારણ માં મુખ્ય આપણી મનુષ્યની સ્વાર્થ વૃતિ છે. આપણી આધુનિક રહેણી કરણીને કારણે ધ્વની,વાયુ,જળ પ્રદુષણ મુખ્ય ગણાવી શકાય.ઉપરાંત અનેક સગવડોવાળા મકાનોમાં ચકીબાઈને રહેવા માટે અનુકુળ છત,માળિયા,ઝાડ નહીવત થઇ ગયા છે...તો જંગલોનો નાશ પણ ચકલીને રહેઠાણ ન મળવાને કારણે સંખ્યા ઘટવાનું એક જવાબદાર પરિબળ ગણાવી શકાય.તો ઘર,વાડી,બગીચાની આસપાસ બંધાતી બાવળ,બોરડી,મેંદીની વાડ કે જેમાંથી ચકલીને રહેઠાણ સાથે કીટક,પતંગિયા,ફળ જેવો ખોરાક પણ મળી રહેતો જેની જગ્યા એ આજે લોખંડની વાડ થઇ જતા ચકલીઓને રહેઠાણ સાથે ખોરાકનો પ્રશ્ન પણ ઉભો થયો છે.જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરોના વધુ વપરાશને કારણે ચકલીનો મુખ્ય ખોરાક કીટકો નાશ પામે છે.તો વાહનોમાં વપરાતું ‘અનલીડેડ પેટ્રોલ’ના દહાનથી વાતાવરણમાં ભળતું મિથાઈલ નાઈટ્રેટ અત્યંત ઝેરી હોવાથી હવામાં રહેલા કીટકો કે જે ચકલીઓનો ખોરાક છે તે નાશ પામે છે.પોતાને આધુનિક અને એજ્યુકેટેડ માનતો આજનો માનવી ચોખાઈના દંભના આચળા હેઠળ પોતાના ઘરે ચકલીના માળા બનાવવા ન દેતા તેને ઉડાડી દે છે..

આમ આ બધા કારણોસર નજીકના ભવિષ્યમાં આ નાનું પંખી ‘નાશ:પ્રાય”ની યાદીમાં ના આવી જાય,તે માટે બનતા પ્રયત્નો કરીએ ..આવો..પર્યાવરણ અને ઇકો સિસ્ટમના અગત્યના ભાગ એવા નાના જીવને બચાવવા આજે જ અત્યારે જ સંકલ્પ લઈએ અને કહીએ....ચકીબાઈ હાથ બઢાના....!!!

૨૧ માર્ચ: વિશ્વ વન દિન

“કુદરતના સંતુલનમાં સહભાગી થઈએ...”

આપણે ભાતભાતના રંગોના સંયોજન વડે,વિવિધ ડીઝાઈનો,અથાક મહેનતથી સુંદર રીતે તૈયાર કરેલી રંગોળી કોઈ અવળચંડા મિત્ર,ભાઈ કે બહેન પળવારમાં બગાડી નાખે,ત્યારે આપણને કેટલું દુ:ખ થાય?કેટલો ગુસ્સો આવે?આપને પણ કુદરત સાથે આવું જ કર્યું છે ને? કુદરતે જીવ,પરની,વન્ય સૃષ્ટિના સંયોજન વડે સુંદર મજાની રંગોળી બનાવી છે!!પણ.....માનવીએ પોતાની બુદ્ધિ કામે લગાડી,વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા અનેક સુખાકારીના સાધનો શોધી,કુદરતના ચક્રમાં ખલેલ પહોચાડી છે.સુંદર સંયોજન વાળી પર્યાવરરૂપી રંગોળીને વેર વિખેર કરી દીધી છે....

આધુનિક ઉપકરણોની શોધ અને અતિ વપરાશથી તથા વૃક્ષો વાવી ઉછેરવા પ્રત્યે દુર્લક્ષ્ય સેવવાને પરિણામે વાતાવરણમાં વધતા કાર્બન ડાયોકસાઈડે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઉભી કરી છે.આ સમસ્યાનો એક માત્ર ઉપાય અનેકાનેક ઔષધિઓ સહીત છાયો,ફળફૂલ,લાકડું વગેરે અનેક વસ્તુઓ સાથે મુખ્ય ઓક્સિજન આપી કાર્બન ડાયોક્સાઈડ આપતા વૃક્ષો જ છે.ઉપરાંત બિનપરંપરાગત અને પ્રદુષણ વધારતા ઉર્જસ્ત્રોતોનો બિનજરૂરી વપરાશ ઘટાડી,પરંપરાગત ઉત્જસ્ત્રોતો વાપરી,પર્યાવરણ બચાવીએ.એ આજના જમાનાની તાતી જરૂરિયાત છે.જેની સમાજ આપવા અને તે અંગે જાગૃત કરવા માટે ૨૧ માર્ચ “વિશ્વ વન દિવસ”તરીકે ઉજવાય છે.

કુદરતને સાચવવાની આપણી નૈતિક ફરજ બની જાય છે.કારણકે પ્રકૃતિ તો હમેશા એક કદમ આગળ જ ચાલે છે પણ માનવીની વિચારધારા,આકાશને આંબવાની ઘેલછા અને સ્વાર્થ વૃતીએ કુદરતના નિયમોને ભૂલી જતા,પ્રકૃતિનેય એકાદ કદમ પાછળ મૂકી દીધી છે.ભાવી પેઢીને સ્વસ્થ,સુરક્ષિત,આનંદિત જીવન જીવવા દેવા માટે કુદરતના અમુલ્ય વારસાનું જતન અને જાળવણી કરવા કુદરત સાથે જ ચાલવું પડશે.

આ ક્ષણથી જ સંકલ્પ કરીએ,વૃક્ષો વાવી તેને સવર્ધન કરીએ,દરેક ઘરમાં બાળકના જનમ સમયે માતા પિતા અને તે સમજણું થાય ત્યારથી એના જ હાથે દર જન્મદિને ઓછામાં ઓછું એક વૃક્ષ વવળાવીએ,,લગ્નબંધને બંધાતા દંપતી પણ આ નિયમ અપનાવે,આપણે સહુ મિત્ર વર્તુળમાં સારા પ્રસંગોએ એક છોડ ભેટ આપી,વધુ ને વધુ વૃક્ષો વાવી કુદરતના સંતુલનમાં સહભાગી થઈએ...અને આપણા તથા આપણી ભાવી પેઢી માટે છાયડા અને ઠંડકની વ્યવસ્થા કરતા જઈએ....

૨૨ માર્ચ : વિશ્વ જળ દિન

“પાણીના છે મોંઘા મૂલ,વેડફવાની કરશો ના ભૂલ..”

સાબરમતી નદીના કિનારે મુખશુદ્ધિ કરવા પૂ.ગાંધીજી રોજ માત્ર એક નાની લોટી જેટલું જ પાણી વપરાતા, એ જોઈ કોઈએ અમને પૂછ્યું:’બાપુ,આવડી મોટી નદીમાં પાણીની ક્યાં ખોટ છે તે તમે આવડો લોભ કરો?’ત્યારે મહાત્મા એ આપેલો જવાબ આજે આપણે પણ સમજવા જેવો છે,તેમણે કહ્યું કે “ભાઈ,આ નદી મારી એકલાની થોડી છે?પશુ,પંખી,જીવજંતુ,અન્ય મનુષ્યોનો પણ એના પર હક છે ને ભાગ છે.ને આમ પણ જો હું મારા હક કરતા એક પણ ટીપું વધુ લઉં તો હું ઈશ્વરનો ગુનેગાર જ ગણાઉ ને?”કહેવાનો મતલબ એ છે કે જીવનમાં કંજુસાઈ નહિ પણ કરકસર ખુબ જરૂરી અને અપનાવવા જેવો ગુણ છે.જો આપણે ખાસ કરીને પાણીની બાબતમાં આ ગુણ કેળવીએ તો પાણી બચાવોના અભિયાનો હાથ ન ધરવા પડે કે ન તો ભવિષ્યમાં પાણી બાબતે થનારા ત્રીજા મહાયુદ્ધની ચિંતા સેવવી પડશે.

તમામ જીવ સૃષ્ટિ પાણીમાં જ ઉદભવી છે એ તો નિર્વિવાદ સત્ય છે.આજે વૈજ્ઞાનિકો પૃથ્વી સિવાયના અન્ય ગ્રહો પર જીવસૃષ્ટિ શોધવા માટેના સંશોધનોમાં પ્રથમ પાણીની શોધને પ્રાધાન્ય આપે છે.કેમકે પાણી વગર જીવ તાકી જ ન શકે.આદિમાનવ જયારે સ્થિર જીવન ન જીવતો ત્યારે પણ પાણી મળે તે જગ્યાએ પડાવ નાખતો.આમ મોટાભાગની સંસ્કૃતિ પાણી મળે તેવા કિનારે જ વિકસી છે...આમ ‘જળ એ જ જીવન છે’ એ ઉક્તિ સાર્થક થાય છે.

દુનિયામાં મહાસાગરો,નદી,તળાવો,ઝરણાઓ વગેરેનું મળીને કુલ ૯૯% પાણી ખરું છે.માત્ર ૧% કે તેથી પણ ઓછું પાણી જ પીવાલાયક છે.ત્યારે જળબચાવ એ આજની સહુથી અગત્યની જરૂરિયાત બની ગઈ છે.પાણીનો બિનજરૂરી વપરાશ અને વેડફાટને કરને જ પાણીની તંગી ઉભી થઇ છે.વધતી જતી વસ્તી અને તેના પરિણામે વધતા ઔદ્યોગીકરણ ,શહેરીકરણને કારણે પાણીની માંગ અને ખપત પણ વધી ગઈ છે. અધધધ....જરૂરીયાતને સંતોષવા પાણીના તળ વધુ ને વધુ ઊંડા જતા ગયા છે.જેના પરિણામે પાણીમાં ક્ષારોનું પ્રમાણ વધી ગયું છે.જે નિવારવા પાણીને શુદ્ધ કરતા મશીનોનો વપરાશ પણ વધ્યો જેના દ્વારા વેસ્ટ પાણીનો બગાડ એ પણ પાણીની અછતનું એક કારણ બની ગયું છે.કેમકે એ મશીનોમાં એક ગ્લાસ શુદ્ધ પાણી મળતા ૩ ગ્લાસ પાણી વેડફાય છે!! જો આ પાણીનો રિયુઝ કર,ગાર્ડનીંગ કે ઘરના અન્ય કામમાં વાપરીએ તો ઠીક છે નહિ તો કેટલું બધું પાણી નકામું જાય છે....!આથી બિનજરૂરી પાણીનો વપરાશ ને વેડફાટ અટકાવીએ.સમયાન્તરે કુવા,તળાવો,બોર રીચાર્જ કરાવતા રહીએ.નદીઓ પર બંધ બંધાવી પાણીનો સંગ્રહ કરીએ,ખાસ તો ઘરે ઘરે વરસાદી પાણીના સંગ્રહ માટે વ્યવસ્થા કરી,પાણીનું ટીપે ટીપું બચાવીએ.’તમે પાણી બચાવો,પાણી તમને બચાવશે’..તે ઉક્તિ ખરા અર્થમાં નહિ સમજીએ તો ભગવાને “અગમવાણી”માં કહેલું તેમ “ભવિષ્યમાં નદીની પહોળાઈ ગાડાના બે પૈડા વચ્ચેની જગ્યા જેટલી થઇ જશે.”કદાચ સાચું પડી જાય તો નવી નહિ! આ અગમવાણીની ભયંકરતા જે સમજશે તે પાણીની કિમત નહિ પણ કીમતી પાણી છે તેવું સમજતા જરૂર થઇ જશે.....તો ચાલો,આજે જ ‘જળ બચાવ’ એ પાચ અક્ષરને સમજી જીવનમાં ઉતારીએ......