જેવી રીતે આપણે દિલાસો ૭ના પ્રકરણમાં જોઈ ગયા કે રાજુ અને ધનજી જીવાની ભઠ્ઠી પર દારૂ વિશે વાતચીત કરવામાં મગ્ન હતા. અને સાથે અલગ માટલીમાંથી બનાવેલો દેશી દારૂનો સ્વાદ માણી રહ્યા હતા.
હવે સંધ્યા ઢળવાની થોડીક વાર હતી. અેટલે ધનજી એ દારૂના નશો ચઢવા હોવાથી અટકતા અટકતા કહ્યુ " અલા રાજુ હાજનો ટેમ થઈ ગયો ને.. તારે ઘેર જવાનું છે કે કેમ?
નહીંતર તારી બૈરી આમતેમ ખોતશે ( શોધશે )
જાણે દારૂ રાજુને પઈ ગયો હોય તેવી ભૂંડી દશા રાજુની થઈ ગઈ હતી. કારણ કે રાજુ ધનજી કરતા વધારે દારૂ પી ગયો હતો. એટલે તે ભાન ભૂલી બેઠો. તે અડધા અધુરા શબ્દો બોલ્યા " ના.. યાર ક્યાં જવું નહીં !"
" રાજુ.. તારા ઘરે વાળા વાટ જોતા હશે ?" ધનજીએ કહ્યુ
પણ રાજુ હવે બેભાન બની ગયો હતો. કારણ કે દારૂ તેને પી ગયો હતો. એટલે તે કોઈ પણ સવાલનો જવાબ આપવાના હાલતમાં ન હતો.
બીજી બાજુ સાજનો ટેમ થઈ જવા છતાં પણ રાજુ ઘેર આવ્યો ન હતો એટલે તેની પત્ની અને માં વધારે ચિંતાતુર બની ગયા. એટલે પત્ની એ કહ્યુ " માં જોયું ને દન ડૂબી ગયો છતાં પણ તમારો છોરો હજી સુધી ઘેર આવ્યો નહી ?"
" વહુ એ તો દારૂ પીને ક્યાંક પડ્યો હશે. એટલે એને ક્યાં ભાન રહે ઘેર આવવાનું..."
" માં માણસ કેટલો બધો પિધેલો હોય તોપણ એ પોતાના ઘેરની વાટ ના ભૂલી શકે ? "
" વહુ તું તો હારી રીતે તારા ધણીને જાણે.. ને એની દારૂ પીધા પછી કેવી કફોડી હાલત થાય છે. "
" હું તો માં રાજુથી સાવ કંટાળી ગઈ શું ? રોજ રોજ નવા નવા બાના બતાવીને દારૂ પીવા માટે ચટકી જવાનું એ પણ કોઈ પણ કામ વચમાં અડધું મેલીને.. ? આ વખતે તમે જોયું ને દારૂ છોડાવા માટે જોગણી માતાના મંદિરે લઈને જતા હતા ત્યાંજ રાજુ લઘુશંકાનું બાનું બતાવીને નાસી ગયો. તેમ છતાં આપણે તેની રાહ માતાજીના મંદિરે જોઈ જોઈને થાકી ગયા તે છતાં પણ તેનો હજી સુધી ક્યો એનો કોઈ અતોપતો નથી ? છેવટે આપણે થાકીને ઘેર પાછા આવી ગયા તોપણ રાજુ હજી ઘેર આવ્યો નહીં આખો દન ગુજરી જવા છતાં પણ એ ક્યો દારૂના અડ્ડા પર આળોટતો હશે ? "
જાણે દિલથી ' દિલાસો ' આપતી હોય એમ સાસુએ કહ્યુ " વહુ તું તો તારા પતિનો રંગ ઢંગ હારી રીતે જાણે ને.. એ રીઢો દારૂડિયો બની ગયો છે એને એકદમ હારા મારગ પર લાવવો ઘણું બઘું અઘરું કામ કહેવાય.. "
" મારી આમ તો સારી જિંદગી બરબાદ થઈ ગઈ છે આ દારૂડિયા જોડે લગન કર્યાં વગર પ્રેમમાં પાગલ બની હું તેની રહેવા ચાલી આવી એ પણ સમાજની પરવા કર્યા વગર નાસી આવી. કારણ કે એ ટેમે રાજુ એકદમ સીધો અને હારો હતો. એટલે એના પ્રેમ ઝાળમાં હું માછલીની જેમ જલદી ફસાઇ ગઈ, નહીંતર આવા કાળા દન જોવાનો વારો મારો ના આવોત.. પણ હવે સમયને સાથે થાય શું ? "
" વહુ હવે તું પહેલાંની વાતનો પિટારો ખોલવાનું રહેવા દે.. જે ભૂલ થઈ ગઈ છે. તેને ફરીથી સુધારી શકાતી નથી કારણ કે નદીમાં વહેલું પાણી ફરીથી પાછું આવતુ નથી તેમ આ જીવનમાં પણ કેટલીક ભૂલો સુધારી શકાતી નથી બસ તેના પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડે ! "
" વાતો હાચી કહી માં , પણ મારું નસીબનું પાદડું જરા પણ હાલતું નથી બસ કઠ પથ્થરા જેવું બની ગયું છે જેને બદલી પણ નથી શકાતું ?"
"હવે વાતો વાતોમાં અંધારું આંખો પર છવાઈ ગયું છે. એટલે વહુ રાજુને શોધવા માટે આસપાસના દારૂવાળાને ઘરે જવું પડશે ? નહીંતર કોઈ અણસાર બનાવ ન બની જાય. "
" શુભ.. શુભ..બોલો માં નહીંતર તમારા વેણ ( શબ્દો ) હાચા પડી જશે ?"
" વહુ હું હારી રીતે જાણું છું તારો રાજુ પ્રત્યે લાગણીનો સંબંધ.. !"
જાણે હળવું અજવાળું પકડીને વહુ અને સાસુ નિકળી પડી એ પણ વાટનો સહારો લઈ એક હાથમાં લાકડી બીજા હાથમાં જૂના જમાનાનું દીવો લઈને. જીવાની ઘેર પાસે જઈને કહ્યું " ઓ જીવા ભંઈ.. આજે રાજુ તમારે ઘેર બાજુ આવ્યો હતો કે નહિ... ? "
" ના.. બૂન આજે તો રાજુ આ બાજુ આવ્યો નથી.."
" હા... ભલે જીવા ભંઈ..! "
" શું થયું બૂન આટલા ચિંતાતુર કેમ ? "
" ભંઈ આખો દન થઈ જવા છતાં પણ રાજુ ઘેર આવ્યો નથી."
" બૂન તમે જરા ચિંતા ના કરો એ વધારે દારૂ પી ગયો હશે એટલે ત્યાંજ રોકાઈને હવારે આવી જશે. "
ત્યાંથી સાસુ અને વહુ અાગળ બીજાના ઘર તરફ જવા લાગ્યા એટલામાં વહુ એ કહ્યું " આટલું અંધારુ થઈ જવા છતાં પણ રાજુના ક્યાં ભાળ નથી. "
" વહુ આગળ કાવજીના ઘરે પૂછીએ તો કદાચ રાજુ વિશે કંઈક વાત મળે ..? "
"મારું હ્રદય પણ આજે ચિંતામાં વધારે ધબકે ને.. "
" વહુ મારું મન પણ રાજુ વિશે ખરા-ખોટા વિચારો આવ્યા લાગ્યા ! "
આમ રાજુને શોધવા નીકળેલી સાસુ અને વહુ ગામના ઘણા બધા દારૂવાળા ઘરોમાં ફરી વળ્યા પણ રાજુ વિશે કોઇ વાવડ મળ્યા નહી એટલે પાછી આછો પાતળો અંધારાનો સહારો લઈ પોતાના ઘર તરફ આવવા લાગી.
એટલામાં રાજુ કંઈ થયું ગયું હશે એમ માની તેની પત્ની ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી " ઓ મારો ધણી ક્યાં મરી ગયો મને એકલી આમ નિરાધાર મેલીને ..!"
"વહુ આટલું બધું ખોટું હૈયાફાટ રૂદન ના કર તારો ધણી હજી જીવે છે એ હવાના ટેમ ગમેતેથી આવી જશે. "
( please wait next chapter - 9 )
- શેખર ખરાડી ઈડરિયા