નદીના કિનારે થોડા પાણીના ખાબોચીયામાં દારૂની ભઠ્ઠી ધમધમતી હતી, તે જોઈએ રાજુ મનમાં હસવા લાગ્યો કારણ કે દારૂ બનતો હતો એટલે પીવા તો અવશ્ય મળશે ? પછી નજીક જઈને રાજુ એ કહ્યુ " જીવા ભંઈ કેટલી માટલી દારૂ બનાવ્યો, અલ્યા રાજુ તું.. હાલ તો ત્રણ બનવાની સે ' આ સાંભળીને રાજુ એ કહ્યુ ' કેમ આટલી જ ? તને નથી ખબર કે ગરમીના દન છે એટલે દારૂ ખાટો થઈ જાય એટલે પીવા માટે ભાવે નહિ એટલે શહેરના અડ્ડાવાળા કડક દારૂ ઓછો લઈ જાય પણ તેનો ડબલ બનાવે છે ક્યારેક ઝહેર જેવો પણ બની જાય, તે પીવાથી શરીરને ઘણું બધુ નુકસાન થાય પણ લોકો ક્યાં માને ? એમને તો બચ પીવામાંજ મજા આવે ને , આ સાંભળી ને રાજુ એ કહ્યું " ભાઈ ગુજરાતમાં તો દારૂ બંધી છે ને !"
હસતાં હસતાં જીવાએ કહ્યુ " ગુજરાતમાં દારૂ બંધી તો નામની છે અસલ તો દેશી દારૂ અને ઈંગ્લિશ દારૂનો ધંધો જબરદસ્ત ચાલી રહ્યો છે તે પણ કાનૂની પરવા કર્યા વગર ગલી, શહેરમાં અડ્ડાઓ ધમધમી રહ્યા છે કારણ કે કાનૂનના રખેવાળી જ ચોર બની ગયા ને ....પછી તો આપણા જેવા દારૂ બનાવનાર ડીલરોનું શું લૂંટાઈ જવાનું ? બસ આપણે થોડાક વહેલા ઉપર જતાં રહેવાના , પણ હવે થાય શું ? આ દારૂ પીવાની આપણી આદત બની ગઈ એટલે તેને છોડવા જોઈએ તો પણ છૂટતી જ નહિ, બસ તેને પીવા માટે લોકો હવાર, હોજ ચાની જેમ વળગી પડ્યાં ને, પછી ઘરનો કંઈ રીતે ઉધ્ધાર થતો હતો.
ટગર-ટગર સાંભળ્યા પછી રાજુ એ કહ્યુ " જીવા તારા સેઠ દારૂ બનાવવાનો હપ્તો પોલીસને આપે છે કે નહી ? "
તને નથી ખબર કે મહિનો થયો નહિ કે પોલીસ વાળા દારૂવાળાના ઘરે ભૂખ્યા કૂતરાની માફક હપ્તા લેવા આવી જશે ?
એમને તો સરકાર પગાર આપે છે ને પછી પણ તેઓ હપ્તો લેવા આવે છે ?
ભાઈ આ તો ઘોર કળિયુગ ચાલે છે , લોકો પૈસા પાછળ આંધળી દોટ લગાવી રહ્યા છે , કારણ કે તેની આજે ઘણી બોલબાલા છે , એટલે ખોટું સાચું કોઈ આ જમાનામાં જરા પણ જોતું નથી, બસ બધાં પૈસાનો પોટલો બાંધવામાં પડ્યાં છે, પછી આપણા જેવા ગરીબ માણસોની શું વાત થાય ? કારણ કે આપણી પરિસ્થિતિ પહેલેથી જ હાકલ, ડોકલ છે, પણ આપણે બે રોટલી ખાઈને નિરાંતે ઊંઘ શકીએ છીએ પણ પેલા વધારે પૈસાવાળા લોકો શાંતિથી ઊંઘ પણ નથી શકતા, બસ રાત દન પૈસા પાછળ પાગલ બની દોડ્યા કરે છે '
એમ બે જણા વાતો કરવામાં ખોવાઈ ગયા હતા. એટલામાં બૂમ પડી કે ' પોલીસની રેડ પડી છે ? એટલું સાંભળતાં જ રાજુ અને જીવો ચાલું ભઠ્ઠી છોડીને દોડતા, દોડતા ડુંગરે ચઢી ગયા જાણે પાછળ પોલીસ પડી હોય તેમ થોડે ઉપર ચઢીને રાહતનો દમ લીધો, પછી નીચે નજર ફેરવીને જોયું તો ધુળાની બે ધમધમતી દારૂની ભઠ્ઠી પોલીસે તોડી નાખી અને જે દારૂ બનાવ્યો હતો. તે પોલીસે કબ્જે કરીને પોલીસ જીપમાં મુકી દીધો ! એટલાં જ ધુળાને સેઠ દોડતા આવ્યા , પછી તો એક પોલીસ ઓફિસર અને સેઠ બાજુમાં જઈને પૈસાની તોડ કરવા લાગ્યા. થોડીવારમાં જ મામલો થાળે પડી ગયો કારણ કે પોલીસને પૈસા મળી ગયા હતા. એટલે પોલીસે પકડાયેલો દારૂ પાછો પરત આપીને તુરંત જીપ લઇને આગળ જાવા લાગ્યા , જોયું ને રાજુ પોલીસની ન દોસ્ત હારી ન દુશ્મની હારી ' એ ક્યારે પોતાનો રંગ દેખાડી દે તે ચોક્કસ નક્કી કહી શકાતું નથી , એટલે ભાઈ બને એટલું આ પોલીસ નામની બલાથી દૂર રહેવું એમાં જ આપણી ભલાઈ રહેલી છે નહીંતર આપણે જેવો ગરીબ માણસ પકડાઈ જાય તો પોલીસ અને કોર્ટ ના ચક્કર કાપી કાપીને મરી જાય, તો પણ અડધી જિંદગી કેસનો નિકાલ ન આવે કારણ કે તે પહેલાથી જ પૈસા એ દૂબળો , પાતળો હોય, તેને ક્યાં યોગ્ય ન્યાય મળવાની આશા હોય, તે તો અંધારામાં ડૂબવા લાગે ને..!
આવી વાતો સાંભળીને રાજુ આશ્ચર્ય ચકિત થઈ જાય છે કારણ કે જીવો ચાર ચોપડી ભણેલો હતો. પણ બધી જાણકારી ભણેલા કરતા પણ વધુ યાદ રાખતો , તેમજ સારા, ખોટાની સમજ પણ સારી રીતે જાણતો, બસ એની કમજોરી હતી દારૂ બનાવવો અને પીવો.. તેમજ મહેનત પણ સારી કરતો .
હવે બંને જણાં ડુંગર પરથી વાતો કરતા નીચે ઉતરી રહ્યા હતા તે ટેમ સંધ્યા ઢળવાનો હતો એટલે રાજુ એ કહ્યું " જીવા ભઈ બે લોટી દારૂ પીવો પડશે ? નહીંતર સારી રીતે હાજે ઊંઘ ના આવે , તું ચિંતા ના કર જેટલો પીવો એટલો મળી જશે ! આમ કહીને જીવા એ પ્લાસ્ટિકના કેરબામાંથી દેશી દારૂ લોટીમાં રેડીને કાઢી આપ્યો , લેએ.. રાજુ તું જલદી પી લે, ના ભઈ હું એકલો ના પીવું સાથે તારે પણ થોડું પીવું પડશે ?" હા ભઈ આપણે બે પંઈ એ, એમ કહી બંને જણાં પીવા લાગ્યા , ત્યાંજ હળવું અંધારું થવા લાગ્યું ? પણ પેલા બે પીવામાંજ વ્યક્ત હતા, ન તેમને ઘર જવાનું ખબર હતો કારણ કે તેઓ ભૂલી ગયા હતા.
( વધુ સ્ટોરી ક્રમશઃ )
-- શેખર ખરાડી ઈડરિયા