navvadhu in Gujarati Moral Stories by Salima Rupani books and stories PDF | નવવધૂ

Featured Books
Categories
Share

નવવધૂ

ડોક્ટર લતાબેન અમદાવાદના એક જાણીતા વિસ્તારમાં ગાયનેક તરીકે પ્રેકટીસ કરતા હતા. એમના પતિ ડૉક્ટર રાજીવ જનરલ પ્રેકટીસનર હતા.

લતા બેનના ભત્રીજાની આજે સાંજે સગાઈ હતી, અને એ નક્કી કરીને બેઠા હતા કે એકનો એક ભત્રીજો ..( ભાઇ તો સ્વર્ગે સીધાવ્યા હતા ) તો ભાભીને સાથ આપવા માટે અને દીકરા સામાન પૂજનની સગાઈમાં તો જવુ જ છે, છોકરી જોવા માટે પણ ભાભીએ કહ્યુ જ હતુ , પણ એમના વ્યસ્ત
સિડયૂલમાં એ શકય નહોતુ બન્યુ.

"સગાઈમાં ને લગ્નમાં કોઈ બહાનુ નહીં ચાલે." એવુ ભાભીએ કહ્યુ ત્યારે પોતે હસી પડ્યા હતા અને પાકુ કર્યું હતુ. સ્ટાફને કહી દીધુ હતુકે "4 વાગ્યા પછી કોઈ કરતા કોઈ જ અપોઇટમેંન્ટ નહી. "

કાન્જિવરમ સાડી, હળવો મેક અપ, સિમ્પલ જ્વેલરી, અરીસામાં જોઇ ને લાગ્યુ કે ખરેખર પોતે જાજરમાન દેખાતા હતાં. પતિદેવ ઈંટરનેશનલ કોન્ફરન્સમાં અમેરિકા ગયા હતા, બાળકો તો પોતાને હતા જ નહીં એટલે એકલા જ જવાનુ હતુ.

ડ્રઇવર મુકેશને કહ્યુ કે ગાડી કાઢે, " અમદાવાદના ટ્રાફિકના ક્યાં ઠેકાણા હોય છે.' ગાડીમાં બેઠા અને મોબાઇલ રણક્યો, પોતાની પ્રિય એવી જીના યહાં મરના યહાની કોલર ટ્યુન વાગી, થોડો ડર લાગ્યો કે ક્યાંક ક્લિનિકથી તો નથીને કોઈ ઇમરજંસી હોય ને પ્રોગ્રામ ફેરવવો ના પડે, પણ નંબર જોયોને હાશ થઈ, રેણુ ભાભીનો જ કોલ હતો, " ક્યારે પહોંચો છો?" એવું પૂછતા હતા.

લતા બેને કહ્યુ "બસ 10 મિનીટ" અને રીલેક્સ થઈ, જુના સોંગ્સ પ્લે કર્યા, ત્યાં ફરીથી કોલ આવ્યો , "ઓહ નો, આ વખતે ક્લિનિકથી હતો.'

રિસીવ કર્યા વગર ક્યાં છૂટકો હતો, "વ્હોટ" એ બોલી પડ્યા, મુકેશે ગાડી સ્લો કરી, 12 વર્ષથીએ લતા બેન સાથે હતો, એ સમજી ગયો કે કદાચ કોઈ ઇમર્જન્સી હોયને રસ્તો ક્લિનિકની દિશામાં બદલવો પડે.

લતા બેન ચમકી ગયાં. "પલક? એને તો 8મો જ....ઓહહ ઓકે, આવુ છું". વગર કહ્યે મુકેશે યુ ટર્ન લીધોને સ્પીડ વધારી.

લતા બેનના મોં પર નિરાશા આવી ગઇ પણ આવા સંજોગોમાં શુ થાય, પલક કે જે એમની પેશન્ટ હતી, ડેટ આવતા મહિનાની આપી હતી એને બ્લીડીંગ શરૂ થઈ ગયુ હતુ અને એમની ગાયનેક મિત્ર બેક ટુ બેક બે ડિલિવરીમાં બીઝી હતી.

પહેલેથી નબળા બાંધાની પલક, લતા બેન પહોંચ્યા ત્યાં તો સાવ ફિક્કી પડી ગઇ હતી.

એમણે ફટાફટ બંગડીઓ કાઢી ગ્લોવસ પહેર્યા, માસ્ક અને ગાઉન પહેરતા ઓ.ટી. તરફ દોડયા, સ્થિતી ખરેખર ગંભીર થતી જતી હતી.. એનેશથિયા આપવા માટે ડોક્ટરને ક્લિનિક પર સ્ટાફે બોલાવી રાખ્યા હતાં. લતાબેને ભગવાનનું નામ લીધુ અને કામ શરુ કર્યું.

થેન્ક ગોડ, આટલા કોંપ્લિકેશન્સ છતા પણ બધુ સુખ રુપ પાર પાડી શક્યા, મા અને દિકરી બન્ને બચી ગયા, બાળકનુ વજન ઓછું હતુ પણ એકંદરે સ્વાસ્થ્ય સારુ હતુ.

થાકેલા પાકેલા હાથ ધોતા એમને આવી જ એક ડિલિવરી યાદ આવી ગઇ. નામ....હા પૂર્વી હતુ એનું નામ, છોકરી અતિ સુંદર, લાખોમાં એક હોય એવી હતી. એક વાર જુઓ તો ભૂલી ન શકાય અને એનો પતિ કંઇક ગભરાટમાં હતો, પોતાના પેશન્ટ નહોતા પણ, ના નહોતા પાડી શક્યા, ખબર નહીં કદાચ પુર્વીનો ચાંદ જેવો માસુમ ચહેરો જોઈને..ખુલાસો પણ ગળે નહોતો ઉતર્યૉ કે અમદાવાદ ખરીદી કરવા આવ્યા ને અચાનક....પેપર્સ પણ એમની પાસે ખાસ નહોતા. મુંબઇના ડૉક્ટરના અને 3 દિવસમાં કોઈ સગુ કે સંબંધી પણ ફરકયૂ નહોતુ એવુ જ્યારે સ્ટાફે કહ્યુ , અજીબ લાગ્યું હતુ, પણ પોતાને શાંતિ હતી કે માં અને દિકરા બન્નેને બચાવી શકી. દિકરો પણ કેવો, આટલા વર્ષો માં હજારો ડિલિવરી કરાવી હતી, પણ આટલૂ સુંદર બાળક તો પહેલી વાર જોયુ હતુ.

અચાનક સગાઈ યાદ આવી. મોબાઇલ જોયો..8
મિસકોલ હતાં. ઓહ નો. પણ શાંતિથી ભાભીને સમજાવ્યા, ત્યાં ભાભીએ ધડાકો કર્યો કે" લગ્ન કાલેજ છે." , લતા બેનને સમજાયું નહી કે રાજીવ પણ બે દિવસમાં આવવાનો છેને ને આટલી ઉતાવળ વળી શાની.. પણ કંઇક એટલું સમજ્યા કે "છોકરીના મમ્મી સિરિઅસ છે ને લગ્ન જોઈને જ જવુ છે."

લતા બેનને કાંઇક વિચિત્ર લાગવા માંડ્યું અને અસુખ
અનુભવાયૂ પણ એટલા થાક્યા હતાં કે ઘરે જઈ ને સુઈ જવું પડશે એવુ જ લાગ્યુ જતા પહેલા બીજા બે ગાયનેક સાથે વાત કરીને રીકવેસ્ટ કરી કે "કાલે પ્લીઝ સંભાળી લેજો."

બધુ ગોઠવીને ઘરે ગયા રાજીવને ફોન કર્યો અને એક ગ્લાસ દૂધ સાથે ઉંઘની ગોળી લઇને સુઈ ગયા.

સવારે ફ્રેશ થઈ રેડી થઇને બજારમાં ગયા. પૂજન માટે ચેન, વીંટી, લક્કી લીધી અને વધૂ..ઓહ પોતે નામ પણ પુછ્યું નહી રાજીવ તો ફોટો મંગાવતો હતો, પૂજન તો એને બહુ જ વહાલો હતો ને....કેટલાયે સવાલ પૂછતો હતો..નામ શું છે છોકરીનું...કેવી દેખાય છે...સંસ્કારી તો છેને... એણે એનાં માટે 10 તોલાનો સુંદર સેટ લીધો, વહોટસ એપમાં રાજીવ ને બતાવ્યું. રાજીવે કહ્યુ "ભાભી માટે પણ કૈક લઇ લે." એેક સુંદર કંગન લઇ લીધુ અને ઉત્સાહથી ભાભી ને ત્યાં પહોંચ્યા. ભાભીની ખુશી તો સમાતી ન્હોતી બોલ્યા "છોકરી બહુજ સુંદર છે, તમે જોશો તો ઓવારી જશો. " કહેતા દોડાદોડીમાં મશગુલ થઈ ગયા. કાકી, ફોઇબા વગેરે આવ્યાં. લતા બેન બધા સાથે વાતોએ વળગ્યા.

છોકરી વાળા આવી ગયા, કોઇએ બૂમ પાડી, ઘડિયા લગન હતા તો લિમિટેડ માણસો જ બોલાવ્યા હતાં, ભાભી છોકરીના મમ્મીને મલાવવા લાગ્યા, ચૂપચાપ બેસી રહ્યાં હતાં."..આ સિરિયસ હોઇ શકે?" પણ અત્યારે ઇસ્યુ બનાવવાનો અર્થ નહોતો. પૂજનની મન્ગેતર ના દેખાઈ.

ફેરાનો સમય થઈ ગયો હતો, ચોઘડીયૂ સચવાય એટલે ઝડપ રખાવેલ. ત્યાં મોબાઇલની રિંગ વાગી...ક્લિનિક..પણ કંઈ સમજાતું નહોતું, કદાચ બહાર નેટવર્ક સારુ આવે, અને બહાર નીકળી વાત કરવા લાગ્યા,,ઉષ્મા... એમની પેશન્ટ ને લેબર પેન હતુ. એણેે તરત ડૉક્ટર નીતાને ફોન કર્યો. સદનસીબે નીતા પોતાના ઓટીમાંથી ફ્રી થઈ ગયા હતાં, તેને ઉષ્માની બધી ડિટેલ્સ સમજાવી. ખાસ તો ના હાઈ બી પી. વીષે..ને અંદર ગયા...છેલ્લો ફેરો ચાલતો હતો. તેમને નવાઈ લાગી.. આટલું ઝડપી...ત્યાં નવવધૂનો ચહેરો દેખાયો અને વીજળીનો ઝાટકો લાગ્યો હોય તેમ સુન્ન રહી ગયા.

આ ચહેરો તો..ઓહ નો. આ તો ક્યારેય ભુલાય નહીં એવો ચહેરો..આ તો પૂર્વી છે જેની ડિલિવરી સાંજે જ યાદ આવી ગઇ હતી. અને એનો ચાંદના ટુકડા જેવો દિકરો? એ ખુરશીનો સહારો લઇને બેસી પડ્યા. ભાભી દોડતા આવ્યાં અનેં "બી.પી વધી ગયું કે શુ ?" એવી ફિકર કરવા લાગ્યા.
અને આજે જ એમને સહદેવની પીડા કેવી હશે તે સમજાઈ ગયું!