just little adjustment in Gujarati Moral Stories by Salima Rupani books and stories PDF | જસ્ટ લિટલ એડજસ્ટમેન્ટ

Featured Books
Categories
Share

જસ્ટ લિટલ એડજસ્ટમેન્ટ

ચાર્મી બહુ જ ખુશ હતી. નજર ફેરવી તો આખા રૂમમા બુકે, ગિફ્ટસ, ચોકલેટ્સના બોક્સ જ દેખાતા હતા. ફોન તો એણે કંટાળીને થોડી વાર સ્વીચ ઓફ કરી દીધેલો.

મિસિસ ઇન્ડિયા બનવુ એટલુ એકઝાઇટિંગ લાગતું હતું કે ખુશી છલકાયે રાખતી હતી. કાલથી સતત મેસેજીસ, ફોનકોલ્સનો મારો ચાલુ જ હતો. ફરી ફરીને એ ન્યૂઝપેપરમાં પોતાનો ફોટો અને મોબાઈલમાં ક્લિપ્સ જોયા કરતી હતી. એ આટલી ખુબસુરત દેખાય શકે. જો કે સુંદર તો પોતે હતી જ, પણ એમાં આ બ્રાન્ડેડ,ટેઇલર મેડ ડ્રેસીઝ, જ્વેલરી...અફલાતૂન મેક અપ..આ બધાએ ચાર ચાંદ લગાવી દીધેલો. અચાનક એને ફેશન ડિઝાઈનર નિમિષ યાદ આવ્યો. થોડો અણગમો થઈ આવ્યો, ખરબચડો ચહેરો, ગીધ જેવી આંખો. અચાનક એની જીભ ફરીથી પોતાના ગાલ પર, શરીર પર ફરી રહી હોય એવુ ચાર્મીને લાગ્યું અને કમકમી ગઈ. પણ મન મક્કમ કર્યું. "કંઇક મેળવવુ હોય તો થોડુ તો એડજસ્ટ કરવુ જ પડે ને." આ વાક્ય એ વારે વારે સાંભળતી થઈ ગયેલી.

પણ નિમિષ તો ઠીક, એ કોમ્પિટિશનના મેલ જજ, ઓર્ગેનાઇઝર સ્પોન્સરર, બધા જ એની પાસે એક જ વસ્તુ ઇચ્છતા હતા 'એડજસ્ટમેન્ટ".

એક વિચાર મનમાં આવી ગયો"ક્યાંક પોતે ભૂલ તો નથી કરી બેઠીને, આમ એક હાથથી બીજા હાથમાં રગદોળાવુ. કેવા કેવા મેસેજ અને ફોન આવવા મન્ડેલા. કોઈ એને ગર્લફ્રેન્ડ બનાવવા ચાહતુ હતુ. કોઈએ લિવ ઇન ઓફર કરેલી."

અચાનક કેતુલ યાદ આવ્યો.નક્કી કરેલુ કે હવે એને યાદ પણ નથી કરવો તો પણ, અંદર કઈક ચચરતુ હોય એવુ લાગ્યુ.

"કેતુલ તો કેવો પ્રેમથી એને અને આ બધા નિમિષસ્પોન્સરર ગજરાજસિંહ, મેક અપમેન અશ્વિન એ બધા તો એને જાણે વસુલ કરવુ હોય એમ" પણ કેતુલ થોડો એને આટલી સફળ જોઈ શકે. વિશ પણ ક્યાં કર્યું.


હોય એ તો એણે વિચાર્યું. હવે તો મિસિસ ઇન્ડિયા બની ગઈ. હવે આ બધા એડજસ્ટમેન્ટથી છુટકારો."

ત્યાં ડોરબેલ રણકી. મણી દરવાજો ખોલવા ગઈ. ગજરાજસિંહ હતા. આવતાની સાથે એને બે હાથ પહોળા કરીને હગ કરતા કરતા કહેવા લાગ્યા. " ટીવી ન્યૂઝમાંપેપરમાં બધે બહુ મસ્ત કલીપીંગ્સ અને પીક્સ આવ્યા છે. ડાર્લિંગ યુ લુક સુપર્બ યાર."

ચાર્મીએે માંડ પોતાને છોડાવી, મણી જોઈ રહી હતી. ચાર્મી છોભીલી પડી ગઈ.
ત્યાં ગજરાજ કહે " આજે રાત્રે મેરીએટમા પાર્ટી છે. યુ હેવ ટુ લુક નાઈસ એન્ડ હોટ. નો ટ્રેડિશનલ કલોથસ.અને હા તારી વન નાઈટ રિકવાયરમેન્ટ સાથે લઈ લેજે. મિનિસ્ટર તારી સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરવા માંગે છે. એ તને એક ફ્લેટ પણ ગિફ્ટ કરવા માંગે છે. ક્યાં સુધી આ ભાડાના ઘરમાં, આમેય આ સોસાયટીવાળા હવે તને અહીંયા લાંબુ રહેવા નહી દે. યુ નો આ પ્રોફેશન એવો છે ને. આ બધા સંસ્કારી લોકોથી મોડેલની લાઈફ સ્ટાઇલ સહન જ ન થાય, અને હા પાર્ટીમાં ક્રિએટિવ એડ એજન્સીના માલિક સંદીપ સિંહા પણ હશે. એને પટાવી લે તો એક મોડેલિંગ અસાઈનમેંન્ટ મળી જાય. જો કે એ જનરલી ત્રણ ચાર દિવસ તને ટુર પર સાથે જવા કહેશે. બધી મોડેલસ સાથે એ એમજ કરે છે..પણ બધી ગર્લ્સ એને નાઈસ પર્સન ટુ બી વિથ કહે છે...સો નથિંગ ટુ બોધર. પણ એ કલીક થઈ જાય તો તારી કેરિયર સરસ સ્ટાર્ટ થઈ જાય. જસ્ટ લિટલ એડજસ્ટમેન્ટ યુ નો. અને આમ પણ તું એક વર્ષના કોન્ટ્રેક્ટથી અમારી સાથે બન્ધાએલી છો..એટલે અમે કન્સેન્ટ આપીએ એ જ તું કરી શકીશ." ગજરાજ નોનસ્ટોપ બોલતો રહ્યો.

ચાર્મી સ્તબ્ધપણે સાંભળતી રહી.
ત્યાં ગજરાજ પર એની વાઇફનો ફોન આવ્યો અને એ ઉતાવળે જતો રહ્યો. મણી એનો ટચુકડો ફોન લઈને આવી...નીચુ જોતા કહે "સાહેબનો ફોન છે...એટલે કે કેતુલ સાહેબ.' ચાર્મી મણી સાથે નજર મિલાવી નહોતી શકતી. કેતુલ કહે "અભિનંદન..તારો ફોન તો નથી લાગતો. તું કદાચ સેલિબ્રેશનમાં વ્યસ્ત હોઈશ. મેં તારી શરત પાળી. તું કોન્ટેસ્ટ જીતે ત્યાં સુધી તને મારી પત્નીનુ સ્ટેટસ યુઝ કરવા દીધું, પણ હવે બસ. કાલ તારી આદર્શ પત્ની વિશેનો જવાબ ટીવી પર જોયો તો હું તો વિચલિત થઈ ગયો છું. જો કે તારે હવે મારી સાથે જરા પણ એડજસ્ટ કરવાની જરૂર નથી. તારી મહત્વાકાંક્ષાઓ પુરી કરવા માટે આમેય હું સક્ષમ નથી.. કાલે કોર્ટમાં સાઈન કરવા આવી જજે. તારી કોન્ટેસ્ટના ચકકરમા બહુ મોડુ થઈ ગયુ છે. " ચાર્મી બેડ પર ફસડાઈ પડી.