Challenge - 14 in Gujarati Fiction Stories by Kanu Bhagdev books and stories PDF | ચેલેન્જ - 14

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ચેલેન્જ - 14

ચેલેન્જ

કનુ ભગદેવ

(14)

દગો…!

કહેવાની જરૂર નથી કે દિલીપના અવાજમાંથી ભારોભાર કટાક્ષ નીતરતો હતો.

જાણે અચાનક જ પગ પાસે કાળો ઈશ્ધાર આઈ પડ્યો હોય તેમ જોની દિલીપની વાત સાંભળીને એકદમ ચમકી ગયો.

‘ભ...ભગવાન જાણે...તમે આ શું બકો છો?’એ થોથવાતા અવાજે બોલ્યો.

જોની શા માટે આટલોબધો ગયો હતો એનું કારણ દિલીપને વળતી જ પળે સમજાઈ ગયું. ગુલાબરાય તો પોતાને ક્લબમાં પ્રવેશતાની સાથે જ ઓળખી ગયો હતો પણ ત્યારે જોનીને ખબર નહોતી કે ઉષાની સાથે, ઉષાના મહેમાન તરીકે પોતે જ આવવાનો છે એટલે જેવી એણે ખબર પડી કે ઉષાનો સાથી બીજો કોઈ નહીં પણ ગુલાબરાયનો હડહડતો દુશ્મન દિલીપ છે એળે હવે તે અજાણ્યો બનવાનો ઢોંગ કરતો હતો.

‘તો હું બકુ છું એમ ને?’ દિલીપે તેને એકવચનમાં સંબોધતા કહ્યું, ‘તો પછી શું તે અમને અહીં આવું અપમાનજનક વર્તન કરવા માટે બોલાવ્યા હતા?’

દિલીપની વાત સાંભળીને ગુલાબરાય અને નારંગ, બંનેના ચહેરા પર મૂંઝવણની રેખાઓ ફરી વળી. એ બંનેને પણ એવું લાગ્યું કે જોની પોતાનાથી કંઈક છુપાવે છે. બંનેએ અર્થસૂચક નજરે એકબીજા સામે જોયું અને પછી તેઓ ડારતી આંખે જોનીને તાકી રહ્યા.

પણ આ દરમિયાન જોની ઉર્ફે વિલિયમ માનસિક સ્વસ્થતા મેળવી ચુક્યો હતો.

‘શંકરે તમારા માથા પર જે ફટકો માર્યો હતો, એનાથી તમારા જ્ઞાનતંતુઓહચમચી ગયા હોય, ઢીલા પડી ગયા હોય એવું મને લાગે છે મિસ્ટર…!’ જોનીએ ઉપેક્ષાભર્યા અવાજે કહ્યું.

‘લે, કર વાત! અલ્યા, એક તો તે અમને બંનેને (દિલીપ અને ઉષાને) અહીં બોઅવ્યા અને હવે ઉપરથી અજાણ્યા હોવાનો ઢોંગ કરે છે. ટુ આટલોબધો બીકણ છો તો પછી શા માટે રમત શરુ કરી હતી?’

‘બ...બ...બોસ…!’ જોની ત્રુટક અવાજે બોલ્યો, ‘મને તો આ માણસ ગાંડો થઇ ગયો હોય એવું લાગે છે. સાંજ પછી મેં આને હમણાં જ જોયો છે.’

‘કેપ્ટન…’ ગુલાબરાયે કઠોર અવાજે કહ્યું, ‘આ બધું શું છે? તમે કહેવા શું માંગો છો?’

‘તમારા આ ઠેકાણા વિષે મને જોનીએ જ બાતમી આપી હતી એમ હું કહેવા માંગુ છું.’

‘સાલ્લા...બદમાશ…’ જોની ક્રોધથી પાગલ બની, મુઠ્ઠીઓ વાળતો દિલીપ તરફ ઘસ્યો, ‘આ ખોટું બોલે છે બોસ…!’

‘એકદમ ઉભો રહી જા…’ નારંગે વિષધરના ફૂંફાડા જેવા અવાજે કહ્યું.

જોનીના પગ જાણે ધરતી સાથે ચોંટી ગયા.

‘તમે તમારી વાત ચાલુ રાખો કેપ્ટન…!’ નારંગ બોલ્યો.

‘આગળ શું બોલું? જોનીના ચહેરા પ્ર્થ્હી જ તમે નથી સમજી શકતા કે એણે બિચારાને અત્યારે પોતાનો જીવ બચાવવાની કેટલી બધી ચિંતા વળગી છે?’ કહીને દિલીપ ગુલાબરાય સામે ફર્યો, ‘ગુલાબરાય, જો તમે આરતી જોશીના ખૂનમાં ગુનામાં સંડોવી દેવા માટે કોઈ બલીનો બોકડો શોધતા હો તો હું નથી માનતો કે તમારા આ જોની ઉર્ફે વિલીયમથી વધુ કોઈ સારું, ઉમદા મજાનું, રેડીમેઈડ પરની તમને મળે! શિકાર બહુ ઉમદા છે. ના...ના..આ તો હું તમને સાળા આપું છું. એમાં તમારે મારા પર ગરમ થવાની કે ખોટું લગાડવાની જરૂર નથી. હા, બાકી બીજી કોઈ બાબતમાં ઠંડા-ગરમ થવું હોય તો તમારા સમ ખાઈને કહું છું કે હું બિલકુલ વાંધો નહીં ઉઠાવું!’ દિલીપના અવાજમાંથી નર્યો કટાક્ષ નીતરતો હતો.

‘બહુ હોશિયારી રહેવા દો કેપ્ટન…! તમે એમ માનો છો કે…’

‘ચુપ...એકદમ ચુપ થઇ જાઓ ગુલાબરાય…! સાલ્લા કમજાત..આ બધું તમારી બેવ્કુફીનું પરિણામ છે.’ નારંગ લાલઘુમ આંખે ગુલાબરાયને તાકી રહેતો રોષભર્યા અવાજે બરાડયો.

ગુલાબરાય એકદમ ચુપ્થાઈ ગયો.

‘આ બનાવ સાથે જોનીને શું સંબંધ છે?’ નારંગે દીલ્લીપ સામે જોઇને પૂછ્યું.

‘આરતીનું ખૂન જોનીએ જ કર્યું છે, એ હું પુરવાર કરી શકું તેમ છું.’ દિલીપે જવાબ આપ્યો.

‘આ માણસ હળાહળ ખોટું બોલે છે.’ જોનીના અવાજમાં વિરોધનો સુર હતો, ‘મેં એને અહીં બોલાવ્યો જ નથી.’

‘તું ચુપ રહે…!’ નારંગે જોનીને ધમકાવતાં કહ્યું.

‘તમને લોકોને જો મારી વાત પર ભરોસો ન હોય તો હમણાં ઉષા ભાનમાં આવે ત્યારે પૂછી લેજો.’ દિલીપ બોલ્યો, ‘જોનીને આરતી સાથે લફરું હતું. પણ પછી એકએક આરતીને તેની સાથે પોતાનું પ્રેમ પ્રકરણ પૂરું કરી નાંખ્યું. આ એટલે કે જોની આરતીને મનાવી લેવા માટે એના ઘેર ગયો પણ તે ટસની મસ ન થઇ. બે વ્યક્તિઓએ રાત્રે અંદાજે સવા દસથી પોણા અગિયાર વાગ્યાની વચ્ચે આરતીને ઘેર આવીને આરતી સાથે બોલાછલી કરતો અને તેનું ભયંકર પરિણામ આવશે એવી ધમકી આપતો સાંભળ્યો હતો. આરતીનું ખૂન થઇ ગયા પછી અચાનક જ એના મગજમાં ટ્યુબલાઈટ થઇ કે આ બે વ્યક્તિઓની જુબાની પોતાને ફાંસીના માંચડા સુધી દોરી જઈ શકે તેમ છે. એટલે તે રાતોરાત બંનેને શોધવા નીકળ્યો. પણ એમાંથી એક તો એણે મળી જ નહીં. આ બે વ્યક્તિ બીજી કોઈ નહીં, પણ મરનારની બંને બહેનપણીઓ ઉષા અને સરલા છે. સરલાનો પત્તો તો એણે લાગ્યો નહીં પણ ઉષા વિષે તે જાણી ગયો કે એ મારી સાથે છે. એટલે અમારી સાથે સોદો કરીને, અમારી જીભ સીવેલી રાખવા માટે એણે અમને બંનેને તમારા આ ઠેકાણાનું સરનામું આપીને અહીં બોલાવ્યા. ગુલાબરાય, જો તમે મને અંદર દાખલ થતો ન જોયો હોત તો આરતી જોશીના ખૂનના બખેડાથી પોતાને દુર રાખવા માટે તમારી આ જોની અમને જીભ બંધ રાખીએ એના બદલામાં તમારી દરેકે પોલ અને તમારા કાળા કરતુત મારી પાસે છતાં કરી દેત એમાં બિલકુલ શંકા રાખશો નહીં. ગીવ એન્ડ ટેઈક જેવી નીતિ જોની અપનાવવા માંગતો હતો.’

‘સાલ્લા લબાડ…!’ કાળઝાળ ક્રોધથી કંપતો, ધ્રુજતો અને થરથરતો ગુલાબરાય જુસ્સાભેર પોતાના બંને હાથની મુઠ્ઠીઓ વાળીને માતેલા સાંઢની જેમ જોની તરફ ઘસી ગયો.

‘ગુલાબરાય…’ ગુલાબરાયના કાનમાં નારંગનો અવાજ ચાબુકના ફટકાની માફક વીંઝાયો.

ગુલાબરાયે પીઠ ફેરવીને નારંગની આંખો મિલાવી.

‘તમે હમણાં શાંત રહો ગુલાબરાય…!’ નારંગે કહ્યું, ‘તમે જ કહેત્તા હટકે કેપ્ટન દિલીપ નામનો આ વડવાંદરો ભારે ઉસ્તાદ છે. હળાહળ ખોટી વાતોને સચ્ચાઈના પડમાં લપેટીને એટલી બધી ખૂબીટી રજુ કરે છે કે ભલભલા તેની આન્તીમમાં આવી જાય. તમે એમ પણ કહ્યું હતું કે આરતી જોશીના ખૂનના મામલામાં કેપ્ટન પોતે પણ સંડોવાયેલો છે એટલે ફાંસીનો ગાળીયો પોતાના ગળામાં ન આવે તે ખાતર તમારું ધ્યાન ઈરાદાપૂર્વક જ જોની તરફ ખેંચે છે એટલું તમે નથી સમજતા? અને આમ કહો છો કે હું મોટો ઇન્સ્પેક્ટર છું. ધૂળ પડી તમારી ઇન્સ્પેક્ટરીમાં! તમે આટલા બધા બોકા હશો એવું મેં નહોતું ધાર્યું. હું નાહક જ તમને હપ્તા ખવડાવતો રહ્યો.’

‘મિસ્ટર નારંગ…!’ ગુલાબરાયના અવાજમાં જાણે કે સળગતા અંગારા ભભૂકતા હતા, ‘બોકો હું નહીં પણ તમે છો! એક સી.આઈ.ડી ના ઓફિસરની સામે જેમ ફાવે તેમ લવારો કરો છો એટમારી બેવકુફીનું પ્રદર્શન નથી તો બીજું શું છે? હવે અહી રહી આરતી જોશીના ખૂની તરીકે આ કેપ્ટનને સંડોવી દેવાની વાત! તો એણે મેં મારી રીતે લગભગ પુરેપુરો જ સંડોવી જ દીધો હતો. પણ મહેન્દ્રસિંહે તેને છોડી મુક્યો છે અને હવે અત્યારે કેપ્ટનની શું પોઝીશન છે એ હું નથી જાણતો.’’

‘અને…’ નારંગ જોનીને તતડાવતો હોય એવા અવાજી બોલ્યો, ‘તારે આ બનાવ સાથે શું સંબંધ છ્હે? જે કંઈ હોય તે સાચેસાચું ભસી મરજે! બોલ શું બખેડો છે?’

‘આ કહે છે…’જોનીએ દિલીપ સામે આંગળી ચીંધી, ‘એ જાતનો કોઈ સંબંધ નથી. હું અને આરતી પ્રેમમાં હતા. હું રાત્રે આશરે સાડા દસ વાગ્યે આરતીને ઘેર ગયો હતો અને ત્યાં મારે તેની સાથે બોલાચાલી થઇ હતી એ વાત સાચી છે પણ મેં એનું ખૂન નથી કર્યું.’

‘તો પછી મને અને ઉષાને અહીં શા માટે બોલાવ્યા હતા એ કહીશ?’ દિલીપે કઠોર અવાજે કહ્યું, ‘હું ગુલાબરાય માટે આફતના પડીકા જેવો છું એ તો તું જાણતો જ હતો. અમારા બંનેને વેરઝેર છે એની પણ તને ખબર હતી.ઉપરાંત ગુલાબરાય વિરુદ્ધ, ગુલાબરાયની વર્દી ઉતરી જાય અને એણે આખો દિવસ સરળતાપૂર્વક જેલના સળિયા ગણવાનું ફાવે એવો કોઈ નક્કર, સોલીડ પુરાવાઓની હું શોધમાં છું એ પણ ટુ જાણતો જ હતો. ટુ મારા મોંએથી ન કહે તો હું જ તને કહી દઉં છું જોની! સાંભળ, તને ભય હતો કે આરતીના ખૂનમાં સરલા અને ઉષાની જુબાનીથી તું પુરેપુરો સંડોવાઈ જઈશ એટલે તે મને અને ઉષાને અમારી સાથે સોદો કરવા માટે અહીં બોલાવ્યા. જો અમે અમારી જીભ બંધ રાખીએ તો બદલામાં ગુલાબરાયના, કાળા કરતુતના બધા પુરાવાઓ અમને આપી દેવાનું તે મનોમન નક્કી કરી લીધું હતું. પણ તારા કમભાગ્યે આ મિસ્ટર કાંટારાય...ભૂલ્યો, ગુલાબરાય મને ક્લબમાં દાખલ થતો જોઈ ગયા એટલે બાજી તારા હાથમાંથી નીકળી ગઈ.’

‘ખોટું…આ વિષે હું કંઈ જ નથી જાણતો.’ જોનીએ ફિક્કા અવાજે કહ્યું. અને પછી ડહાપણનો દરિયો ડહોળતા ઉમેર્યું, ‘ઇન્સ્પેક્ટર ગુલાબરાય સાહેબ એક ખુબ જ કર્તવ્ય્નીસ્ઠ અને ઈમાનદાર ઓફિસર છે તો પછી તેમના કાળા કરતુતની આમાં વાત જ ક્યાં આવી? આવી ખોટી જુઠ્ઠાણાની જલ ફેલાવીને તમે આરતીના ખુનનો આરોપ મારા પર ઓઢાડી દેવા માંગો છો પણ તમારી આ જાળ બહુ મોટા ખાનાવાળી છે. કારણ કે ગુલાબરાય સાહેબ બરાબર સમજે છે કે તમે કેવાક સચ્ચાઈના પુતળા છો. ભલા માણસ, એટલો તો વિચાર કરો કે ઉષા સાથે તમે અહીં આવવાના છો એની મને થોડી ખબર હતી?’

‘આ ઉષા કોણ છે?’ નારંગે ઘૂરકતા અવાજે જોનીને પૂછ્યું.

‘બોસ..’ જોનીનો અવાજ ઢીલોઢફ હતો, ‘બાજુના રૂમમાં જે છોકરી બેહોશ પડી છે, એ જ ઉષા છે અને નારંગ સાહેબ...’ એના અવાજમાં સહેજ ગરમી આવી, ‘તમે એમ ન માનતા કે હું દગાખોર કે બેઈમાન છું. જોગાનુજોગ જ આ બખેડામાં હું એટલા માટે ફસાઈ ગયો છું કે આરતીને ઘેર સરલા અને ઉષાએ મને આરતીને ધમકી આપતો સાંભળ્યો હતો પણ ક્રોધના આવેશમાં માણસ કોઈને મારી નાંખવાની ધમકી આપે એનો અર્થ એવો નથી થતો કે પછી તે પોતે આપેલી ધમકીનો અમલ કરે જ! ઘણીવાર ઘણાં બધા માણસો, ઘણીબધી જાતજાતની ધમકીઓ સમા માણસોને રોજીંદા વ્યવહારમાં રોજેરોજ આપતાં જ હોય છ. પણ જો બધી ધમકીઓનો રોજ અમલ થતો હોત તો હિન્દુસ્તાનના દરેક સહ્હેરમાં રોજના પચાસ-સો ખૂન થઇ જાય માટે આવી કોઈ ગેરસમજ રાખશો નહીં. અત્યારે સરલાં ક્યાં છે, એ હું નથી જાણતો. અલબત્ત, આ ખૂનના મામલામાં ઉ સંડોવાઈ જઈશ એવો ભય મને જરૂર લાગ્યો હતો, એટલે મને થયું કે સરલા ન મળે તો કંઈ નહીં. ઉષાને બોલાવીને હું એણે સમજાવી દઉં કે આ ધમકી મેં ક્ષણિક આવેશમાં જ આપી હતી, માટે મહેરબાની કરીને તું ચુપ જ રહેજે નહીં તો નાહક જ હું ગરીબ માણસ ફાંસીના માંચડે લટકી જઈશ. બસ, આટલું જ સમજાવવા ઉષાને મેં અહીં બોલાવી હતી. અને આ સમજાવવા પાછળ પણ મને તો લાભ હતો જ પરંતુ સાથે સાથે મને તમારી ફિકર પણ હતી નારંગ સાહેબ! ખાસ તો તમારા ભલા માટે જ મેં એણે અહીં બોલાવી હતી.’ એનો અવાજ ટાઢા માટલા જેવો હતો અને હોઠ પર નારંગ પ્રત્યે લુચ્ચું હાસ્ય ફરકતું હતું.

નારંગના કપાળ પર એકસાથે આઠ-દસ કરચલીઓ પડી.

આંખો હતી એના કરતાં સહેજ મોટી થઇ.

‘કેમ…? મારું ભલું કેવી રીતે?’ એણે પૂછ્યું

‘એટલા માટે…’ એ ફરીથી ટાઢા માટલા જેવા અવાજે બોલ્યો, ‘કે ઉષાની જુબાની પછી પોલીસ હાથ ધોઈને અને આદું ખાઈને મારી પાછળ પડી જાત અને સૂંઘતી સૂંઘતી કદાચ અહીં પણ આવી પહોંચત અને પોલીસ અહીં આવે એ તમને કોઈ પણ સંજોગોમાં ગમતું નથી તે હું બરાબર જાણું છું બોસ! બસ, એટલા માટે મારે આ દેખાડો કરવા ખાતર ઉષાને અહીં બોલાવવી પડી. હકીકતમાં અ મારો અંગત મામલો હતો ને એ હું પોતે જ પતાવવા માંગતો હતો. હું તમને આટલી નાની વાતમાં વચ્ચે લાવવા નહોતો માંગતો અને એટલા માટે જ મારે આ ખુલાસો કરવો પડ્યો છે.’

‘ઓહો...ટુ તો ભાઈ ભારે સમજદાર નીકળ્યો.’ નારંગ કુટિલ હાસ્ય કરતાં બોલ્યો, ‘મને પોલીસથી દુર રાખવા માટે તે જે કંઈ કર્યું એ માટે હું તારો આભાર માનું છું પણ તે મને કહ્યું હોત તો હું જરૂર તારે માથે કોઈ પણ જાતની આંચ ન આવે એવી વ્યવસ્થા કરત. ખેર, જે થયું તે. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. બીજી વાર ધ્યાન રાખજે.’

‘તમે કદાચ નારાજ થઇ જશો એવો મને ભય હતો,’ જોનીએ કહ્યું, ‘ઉષા આ વડવાંદરા સાથે અહીં આવી, એ કરને જ હું તમારી પાસે એ લોકોને મેં બોલાવ્યા છે એવો ખુલાસો નહોતો કરી શક્યો.’

‘તમે બંને...’ દિલીપ નારંગ અને ગુલાબરાય સામે જોતાં બોલ્યો, ‘ફીફા ખાંડવાનું રહેવા દો અને ચુપચાપ જોનીને મારે હવેલે કરો. મારે તમારા કાળા-ઘોળા ધંધા સાથે કંઈ જ નિસ્બત નથી. તમે અફીણ વેચો કે કોકેન, ગાંજો વેચો કે ચરસ, જે કરવું હોય તે કરો. અમરે તો આરતીના ખૂનીની જરૂર છે. જો તમે એમ માનતા હો કે હું અહીં તમારી કેદમાં ફસાયો છું અને મારા અહીંના આગમન વિષે કોઈ જાણતું નથી તો જરૂર તમે બંને ઊંઘની વગર ટીકડીએ ઊંઘમાં છો. હું અહિંન આવ્યો છું એની બીજાઓને ખબર છે માટે મારી સાથે કોઈ પણ જાતની ચાલબાજી રમવાનો પ્રયાસ કરશો નહીં, નહી તો તમને ભારે પડી જશે. તમે બસ ચુપચાપ જોનીને મારે હવાલે કરી દો.’

‘માળું, તમારી વાત તો સાચી છે હો…!’ નારંગ, જાણે પોતે સર્કસનો કોઈ જોકર હોય એવા અવાજે બોલ્યો પછી એણે ગુલાબરાય સામે જોઇને કહ્યું, ‘બોલો, તમે શું કહો છો?’

‘મને આ માણસ પર જરા પણ ભરોસો નથી. આરતીના ખૂનના આરોપમાંથી ઉગરી જ્જવા માટે આને કોઈક ઘેટો જોઈએ છે એ સમજી શકાય એવી વાત છે. આની બીજી ખાસિયત એ છે કે જોની નામના આ ઘેટાને આપણે સોંપી દઈશું તો પણ પાછળથી એ હાથ-પગ વાળીને બેસશે નહીં, કારણ કે આપણે બંને ચોર-પોલીસ છીએ અને એકબીજાના મળતિયા છીએ એ વાત તે જાણે છે. એટલેતે અપના બંને કંઈ અહિત કરે એ પહેલાં જ હું એને આરતીના ખૂનના આરોપી તરીકે ફરીથી સંડોવી દેવા માંગુ છું. વચ્ચે મહેન્દ્રસિંહ નામનો ઈમાનદાર માણસ ન આવ્યો હોત તો આ લગભગ ફસાઈ જ ચુક્યો હતો. પણ વાંધો નહીં. હું ફરીથી સરી ગયેલી બાજીને સંભાળી લેવા માંગુ છું.’ કહીને ગુલાબરાયે દિલીપ સામે ખંધુ હાસ્ય કર્યું.

‘અરે ભલા માણસ…!’ દિલીપ ગુલાબરાય સામે જોઈ, જાણે સમા માણસના કાનમાં મીઠું મધુર શરબત રેડાતું હોય એવા અવાજે બોલ્યો, ‘ખૂનના સમયે હું એ ઈમારતમાં હતો એટલું જ તમે પુરવાર કરી શકશો. એથી કરીને દુનિયાની કોઈ પણ કોર્ટ મને ખૂની નહીં માને. એથી વિપરીત ફાંસીના ગાળિયા માટે જોનીની ગરદન આબાદ, એક સેન્ટીમીટર પણ આઘી પાછી ન થાય, એ રીતે એકદમ બંધબેસતી ને ફીટોફીટ આવે છે કારણ કે એણે આપેલી ધમકી સાંભળનારા બે જીવતાજાગતા સાક્ષીઓ છે. ઉપરાંત જોની પાસે આરતીના ખૂનનું કારણ પણ હતું. માટે મારું માનો તો તમે શાંતિથી તમારો ધંધો ચાલુ રાખો અને ચોર-પોલીસની રમત રમો. મને એમાં કંઈ વાંધો નથી. જો તમે મને જોની સોંપી દો તો હું તમને વચન આપું છું કે તમારા ગોરખધંધા વિષે હું હંમેશને માટે મારી જીભ બંધ રાખીશ. જાઓ, આ મારું વચન છે તમને! જે કામ માટે હું આ શહેરમાં આવ્યો હતો, એ હવે પૂરું થયું છે એટલે આમેય હવે હું ચાલ્યો જવાનો છું.’

‘વાહ કેપ્ટન વાહ…! રંગ છે તમને! તમારા જેવા સીધા સાદા માણસના દર્શન કરીને જાણે મારાં આગલા-પાછલાં બધાં જ જન્મોના પાપ ધોવાઇ ગયા હોય એવું મને લાગે છે. તમારી વાત સાચી છે. જોની ખરેખર જ ડરપોક માણસ છે. શંકર ભગવાનના ત્રીજા લોચનની જેમ પોલીસને પણ ત્રીજી આંખ હોય છે. હકીકતમાં અમારો આ જોની, આ ત્રીજા લોચનથી જ ગભરાય છે. જો પોલીસેની સામે ત્રીજી આંખ ઉઘાડી જુ તો તે અમારે વિષે બધું જ બકી નાખે તેમ છે અને એ હું નત્થી ઈચ્છતો. એના કરતાં મને તમારામાં વધારે ભારોસોછે. એટલે હું જોનીને તમારે હવાલે કરવા તૈયાર છું.’

‘આ શું બકો છો તમે…?’ જોની બંને પગે ઠેકડો મારતાં બરાડયો, ‘તમે બીજા કોઈને નહીં ને મને જ ઘેટો બનાવવા માંગો છો? તમારું માથું તો નથી ફરી ગયું ને?’ જોનીનો અવાજ નર્યાતીનર્યા ભય અને ત્રાસથી ધ્રુજતો હતો. એના ચહેરા પર મોતના ઓછાયા ફરી વળ્યા હતા. નારંગ પોતાની સામે ઊંડી ચાલબાજી રમે છે એ તે સમજી ગયો હતો.

‘ભાઈ જોની, તો તો જબરો માનસશાસ્ત્રી નીકળ્યો.’ નારંગ જોની સામે જોઇને લુચ્ચું હાસ્ય કરતો બોલ્યો, ‘તારી વાત તદ્દન સાચી છે. મારું માથું ફરી ગયું છે એ તું આબાદ પારખી ગયો છે હો?’ પછી તેણે ગુલાબરાય સામે જોયું, ‘કેમ મારી વાત સાચી છે ને ગુલાબરાય…?’

‘મને તો આ કેપ્ટન પર જરા પણ ભરોસો નથી બેસતો નારંગ…! એની મીઠી મીઠી વાતોમાં ફસાઈને આપણે માથે લટકતી તલવાર રાખવી એના કરતાં એને જ ફાંસીના માંચડે પહોંચાડી દેવો જોઈએ એમ હું માનું છું.’

‘તમે આર્તીનની બંને બહેનપણીઓ ભૂલી જાઓ છો ગુલાબરાય!’ દિલીપ બરફ જેવા ઠંડા અવાજે બોલ્યો, ‘એ બંનેની જુબાની જ જોનીને ફાંસીના માંચડે લઇ જવા માટે પુરતી છે. જયારે મારી વિરુદ્ધ મને સોએ સો ટકા ખૂની પુરવાર કરનારા કોઈ જ જોર્દાર્ર પુરાવાઓ નથી. અને તેમ છતાં ય મને જ ફસાવવાનો આગ્રહ રાખશો તો એ પહેલાં તમારે ઉષા અને સરલા નામની બંને સાક્ષીઓના ખૂન કરવા પડશે. તમારા કાળા ધંધા આમેય કંઈ ઓછા નથી અને મારા વચન પ્રમાણે હું તો તમારે માટે જીભ બંધ રાખીશ જ પણ મારા પછી બીજો કોઈ માથાફરેલો, મહેન્દ્રસિંહ જેવો ઇન્સ્પેક્ટર તમારી પાછળ પડી જશે ત્યારે બંને યુવતીઓનાં ખૂણો પણ તમે લોકોએ જ કર્યા છે એ જાહેર થઇ જશે. ત્યારબાદ તમે લોકો કોઈ પણ સંજોગોમાં ઉગરી શકો તેમ નથી માટે તમને છેલ્લી વાર વણમાંગી સલાહ આપુછું કે આરતીના ખૂની જોની ઉર્ફે વિલિયમને આરે હવાલે કરીને તમે તમારે બંને આરામથી ડનલોપોની તળાઈમાં સુઈ રહો. આથી વધારે હું બીજું તમારે શું કરું? પછી જેવી તમારી મરજી?’

‘કેપ્ટન સાચું કહે છે ગુલાબરાય…!’ નારંગ બોલ્યો, ‘આપણી સલામતી માટે આપણે જોનીને મોકલવો જ પડશે અને ભાઈ જોની, તું એમ માનજે કે તારું આયુષ્ય પૂરું થઇ ગયું છે. એમાં હું શું કરી શકું તેમ છું?’

‘તમે...તમે…’ જોની ક્રોધથી પાગલ બની ગયો, ‘માણસ છો કે રાક્ષસ?’

‘રાક્ષસ માં...માણસ માં...ટુ જેમાં રાજી રહેતો હો એ માન્વવાની છૂટ છે. એના પર મારો કોઈ પ્રતિબંધ નથી.’ નારંગની ભાષામાં નફ્ફટાઈ અને મક્કારી હતી, ‘હા, આથી વધુ કોઈ સારો ઉપાય કે એવું બીજું કંઈ તને સૂઝતું હોય તો મને કહે.’

મોતના ભય્તી નારંગની જીભ તાળવે ચોંટી ગઈ હતી. એની આંખો સામે ફાંસીનો ગાળીયો તરવરતો હતો. જો પોતે ફાંસીના માચડામાંથી બચી જશે તો નારંગના રાઈ રાઈ જેટલા કટકા કરી નાખશે એવી એણે મનોમન પ્રતિજ્ઞા લીધી અને પ્રાર્થના કરી કે હે બજરંગબલી, જો આ ફંદામાંથી હું છૂટી જઉં તો તને સવામણ તેલ અને સાત નાળીયેર ચડાવીશ. એ પોતે ક્રિશ્ચિયન હતો પણ પોતાના એક હિંદુ મિત્ર પાસેથી એણે બજરંગબલીના ખુબ જ જોરદાર પરચા સાંભળ્યા હતા એટલે આ વકહ્તે એણે ક્રિશ્ચિયન હોવા છતાં પણ બજરંગબલીની માનતા કરી.

‘અને પેલી બીજી છોકરી?’ અચાનક કંઈક યાદ આવ્યું હોય એમ નારંગ દિલીપ સામે જોઇને બોલ્યો અને સાથે બીજો પ્રશ્ન પણ પૂછી નાખ્યો, ‘શું બંને છોકરીઓ એકસરખી જુબાની આપશેને?’

‘હા..એ બંને જોનીએ આરતીને ધમકી આપી ત્યારે ત્યાં હાજર હતી.’ દિલીપે કહ્યું, ‘પછી ઉષા તો ત્યાંથી ચાલી આવી. પણ સરલા આરતીને ઘેર જ રોકી હતી. એણે એટલે કે સરલાએ જોનીને ખૂન કરતો પણ કદાચ જોયો હોય એની પણ પુરેપુરી શક્યતા છે.’ સહેજ અટકીને તે જુઠ્ઠાણાની જાળને વિસ્તરતા બોલ્યો, ‘કદાચ અત્યાર સુધીમાં ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ સરલા પાસે પહોંચી પણ ગયો હશે અને…’

અચાનક જ ટેબલ પર પડેલા ટેલીફોનની ઘંટડી રણકી ઉઠી.

નારંગે રીસીવર ઊંચકીને જવાબ આપ્પ્યો.

થોડી પળો સુધી સામેથી કહેવાતી વાતો સાંભળીને છેવટે તેને સંકેતથી ગુલાબરાયને પોતાની નજીક બોલાવીને રીસીવર તેના હાથમાં પકડાવી દીધું.

ગુલાબરાય થોડી વાર સુધી સાંભળતો રહ્યો.

‘શું…?’ એ માઉથપીસમાં બોલ્યો. અને પછી વાત કરતાં કરતાં જોની સામે જોયું.

જોનીના છાતીના ધબકારા વધી ગયા. તે જડ જેવો બનીને ગુલાબરાય સામે તાકી રયો હતો. ફોન પર વાત કરી રહેલા ગુલાબરાયના ચહેરા પર પળે પળે હાવભાવ પલટાતા જતા હતા. પછી એણે માઉથપીસ પર ખુબ જોરથી હાથ દબાવ્યો.

‘આરતીના ઘરમાં ઉષા સિવાય બીજી જે છોકરી હતી તેનું નામ શું છે?’ એણે જોનીને પૂછ્યું.

‘સરલાં..પૂરું નામ સરલા દિવાન…!’ જોનીએ જવાબ આપ્યો.

ગુલાબરાયની આંખો કપાળ પર ચડી ગઈ.

‘ઠીક છે...’ હાથ ખસેડીને એણેજવાબ આપ્યો, ‘ઉ હમણાં જ આવું છું. જ્જ્ય્ન સુદ્ધી હું ન આવું ત્યાં સુધી કોઈ ને છોકરી પાસે ફરકવા દેશો નહીં.’ વાત પૂરી કરીનને એણે રીસીવર મૂકી સૌની સામે પીઠ ફેરવી અને બોલો, ‘સરલા દીવાને ઝેર ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો છે અને અહીંથી નીકળીને હું સીધો જ જઉં છું.’ કહીંને એ ઝડપભેર દરવાજામાંથી બહાર નીકળી ગયો.

એના ગયા પછી વાતાવરણમાં થોડી વાર ચુપકીદી છવાયેલી રહી.

જોની આકુળ-વ્યાકુળ ચહેરે દીવાલ સામે પીઠ અઢેલીને નતમસ્તકે જમીનને તાકી રહ્યો.

‘હું ખુબ જ દિલગીર છું જોની…!’ નારંગના અવાજમાં સહાનુભુતિ હતી, પણ આંખોમાં લુચ્ચાઈ તરવરતી હતી, ‘કે ન છુટકે મારે તને કેપ્ટનને હવાલે કરવો પડશે. આ મારો અફર નિર્ણય છે.’

‘પ..પ..પણ…’ જોની કરગતા અવાજે કંઈક બુલવા ગયો પણ શું બોલવું એની કદાચ એણે સૂઝ નહોતી પડતી એટલે થોથવાઈને રહી ગયો. જ્યાર્રે દિલીપ હવે માનસિક, અને શારીરિક બંને રીતે સંપૂર્ણ સ્વસ્થતા મેળવી ચુક્યો હોવાથી ગુલાબરાયે ખાલી કરેલી ખુરશી પર બેસી ગયો હતો. જોકે એનું ગળું ખુબ જ સુકાઈ ગયું હતું. એકાદ ડ્રીન્કસ લેવાની એને તીવ્ર ઈચ્છા થઇ આવી હતી.

‘તમે ખરેખર જ જોનીને મારે હવેલે કરો છો મિસ્ટર નારંગ?’ દિલીપે પૂછ્યું.

‘હા…’ નારંગના અવાજમાં તટસ્થતા હતી, ‘પણ એટલું યાદ રાખજો કે એના બદલામાં તમારે ગુલાબરાય તેમજ મારે વિષે, મર ધંધા વિષે હંમેશને માટે જીભ સીવેલી રાખવી પડશે. તમે એમની ભૂલી જજો અને અમે જોનીને ભૂલી જશું. જો તમે અમારો વિશ્વાસઘાત કરશો તો હું તમને પાતાળમાંથી પણ શોધી કાઢીશ એટલી વાત મગજમાં રાખજો.’

‘તમાર્રે છ્હેક પાતાળ સુધી ધક્કો નહીં ખાવો પડે, દિલીપ સ્મિત ફરકાવતો બોલ્યો, ‘વચન આપ્યા પછી હું ક્યારે નથી ફરતો. પ્લીઝ, આવે આપણે મૈત્રીભર્યા વાતાવરણમાં છીએ. મને વ્હીસ્કીની તલપ લાગી છે. એકાદ પેગ મળશે.’

‘કેમ નહીં...કેમ નહીં...જરૂર..’ ખને નારંગે વારાફરથી જોની અને શંકર સામે જોયું. પછી ઇન્ટરકોમ પર ચાર ડ્રીન્કસ લાવવાનો હુકમ આપ્યો.

થોડી વાર પછી એક વેઈટર દ્રીન્ક્સની ટ્રે ઊંચકીને અંદર આવ્યો અને નારંગના સંકેતથી સૌથી પહેલાં એણે દિલીપના હાથમાં એક ગ્લાસ મૂકી દીધો.

‘આ બહુ ઉમદા વ્હીસ્કી છે.’ નારંગ દિલીપ સામે ધ્યાનથી જોતા બોલ્યો, ‘ગળા નીચે ઉતાર્યા પછી તરત જ તમારામાં તાજગી આવી જશે.’

‘તમારી ખુબ જ આભાર!’ કહીને દીઈપે એક જ શ્વાસે ગ્લાસ ખાલી કરી નાંખ્યો.

‘બાકીના ત્રણેય ડ્રીન્કસ પાછા લઇ જા.’ નારંગે વેઈટર સામે જોઇને ઊંચા અવાજે કહ્યું.

‘ના. ફક્ત અત્યારે તમારે માટે જ ડ્રીન્કસ મંગાવ્યું હતું.’ નારંગે જવાબ આપ્યો, ‘વાત એમ છે કેપ્ટન, કે સમગ્ર પરિસ્થિતિ પર શાંતિથી વિચાર કરવા માટે મારે થોડો સમય જોઈએ છે અને ત્યાં સુધી તમે તમારી ગર્લફ્રેન્ડ ઉષા સાથે બેહોશીના દરિયામાં ડૂબકી મારી જાઓ.’

દિલીપે આશ્ચર્યચકિત નજરે તેની સામે જોયું.

જરૂર વ્હીસ્કીમાં બેહોશ કરનારી દવા ભેળવવામાં આવી છે એ વાત તે સમજી ગયો.

નારંગે અત્યંત સિફતથી જોનીને પોતાને હવાલે કરવાનું નાટક ભજવીને પોતાની સાથે આબાદ ચાલબાજી ખેલી હતી એ વાત પણ તેને મોડે મોડે સમજાઈ ગઈ.

પછી તે કંઈ બોલી શકે એ પહેલાં જ તેની પાંપણો પર જાણે કે મણ મણનો બોજો ખડકાયો. હાથ પગ સુન્ન થયા.

તેનો દેહ ખુરશી પરથી નીચે જમીન પર ઉથલી પડ્યો.

એ બેભાન થઇ ગયો હતો.

***