Quotes by Pravin Bhalagama in Bitesapp read free

Pravin Bhalagama

Pravin Bhalagama

@shivbhalagama.781462
(3.1k)

|| હા— મને પ્રેમ છે ||

અંતત: જ્યારે એણે મને સામેથી પૂછી લીધું કે "શુ તને મારાથી પ્રેમ છે ?"

ત્યારે...

કઈ સમજાયું ન હતું કે
શુ જવાબ આપુ એના સવાલનો ?
કોઈ ત્રાજવે તોલાય નહીં,
એટલો પ્રેમ છે એના વ્હાલનો,
નથી કોઈ લાગણી કે
નથી એક તરફી પ્રેમ એનાથી મને
બઉ દિવસો વીત્યા નથી હજુ,
આ તો કિસ્સો છે ગઈકાલ નો !

હા, મને પ્રેમ છે એનાથી
અને એની વાતોથી,
પ્રેમ છે મને બે અઠવાડિયે થતી
અમારી મુલાકાતો થી,
હા ! થોડી જલન થાય
જ્યારે બીજા સાથે કરે વાતો હસી હસીને એ
અને, એ પણ કે મને પ્રેમ છે એની યાદોમાં
વીતતી બધી અંધારી કાળી રાતો થી.

જ્યારે મારા હાથમાં
એનો હાથ હોય છે,
પ્રેમ છે એ ક્ષણોથી જ્યારે
એનો સંગાથ હોય છે,
અને હોય છે એ જ્યારે
આજુબાજુ મારા !
પ્રેમ છે એ પ્રસંગોથી પણ,
જ્યારે જ્યારે એ મારી સાથ હોય છે.

હુ તો જીવનભર
એની સાથે રહેવા માંગુ છુ,
બોલવુ કંઇ નથી આગળ એની,
હુ તો બસ— મન ભરી એને સાંભળવા માંગુ છુ.
અને મરી જઉં કોઈ કારણસર
જો પેલા એની તો હુ !
તો એની જ કોખે એનો બાળક થઈ,
આખુ એક જીવન એની સાથે ગુજારવા માંગુ છુ.

-> પ્રવીણ ભલગામા
( માધવની કલમ )

Read More

|| અંતિમ ફરિયાદ ||


જેમ હુ યાદ કરુ છું એને,
એમ એ પણ કોઈક ને રોજ યાદ કરે છે,
હુ ખુશી માંગુ છું એની,
તો બીજાને યાદ કરી દુઃખમાં જીવ્યા કરે છે
લખજે એને નસીબમાં તુ મારા,
હુ ખુશ રાખીશ એને જીવનભર ! માધવ
બનીશ હુ— એ વ્યક્તિ એના માટે
જેના ગુમાવ્યાની રોજ તને એ ફરિયાદ કરે છે.


જેના માટે રાતોના હુ ઉજાગરા કરુ છું,
મારા પોતાના આત્મ સન્માનના,
હુ મારી જાતે ધજાગરા કરુ છું,
કરુ છું યાદ પળ પળ એને હુ,
બસ એક ઝલક અમથી જોવા એની
બસ— કદાચ આ એક છેલ્લી અરજ
ભગવાન જે હુ,
તારા મંદિરીયે કરુ છું.


સાથે હસ્યા 'તા, સાથે રડ્યા 'તા
મને એકધારે યાદ છે,
જો ગુમાવ્યું એ વ્યક્તિને,
તો જાણે જીવન આખુ બરબાદ છે,
કમોતે મરુ કે મરુ છેલ્લા શ્વાસ ભરીને
બાકી તને જેમ ઠીક લાગે એમ,
મને તારા પર પૂરો વિશ્વાસ છે.


-> પ્રવીણ ભલગામા
( માધવની કલમ )

Read More

સમય સાથે બધું શાંત થઈ જાશે.
ઉગ્ર સ્વભાવે અનુભવાતી લાગણીઓ બધી નિરાંત થયી જાશે.
સુખ, દુઃખ, લોભ - લાચચની તો બધી માયા છે, માધવની
એક ક્ષણે એક જ પળ માં એ પણ બધું રાખ થઈ જાશે.
- Pravin Bhalagama

Read More

|| સપના ||

તારી સાથે જોયેલા સપના હવે અધૂરા રહી જાશે,
મારા બદલે કોઈ બીજો તને પરણી લઈ જાશે,
વિચારોમાં પણ હું તેને કોઈ બીજા સાથે નથી જોઈ શકતો
ખબર નહી મારી આ સગી આંખે તારા લગન કઈ રીતે જોવાશે ?
- Pravin Bhalagama

Read More

|| સપના ||

તારી સાથે જોયેલા સપના હવે અધૂરા રહી જાશે,
મારા બદલે કોઈ બીજો તને પરણી લઈ જાશે,
વિચારોમાં પણ હુ એને કોઈ બીજા સાથે નથી જોઈ શકતો ,
ખબર નહી મારી આ સગી આંખે તારા લગન કઈ રીતે જોવાશે ?

Read More

"आपने मेरे लिए किया ही क्या है?"


बच्चे जब पूछते हैं,
मां-बाप से अपने
"कि आपने मेरे लिए किया ही क्या है?"

वो क्या जाने,
उनको पाने के लिए
वो मंदिर, मस्जिद, हर दरगाह पर गए थे
हर पत्थर पर,
माथा टेक कर,
वो घंटों तक रोए थे

कितनी रातें उन्होंने
खुली आँखों के साथ गुज़ारी थी
बस, तुम्हारी एक किलकारी सुनने के लिए,
बिन पानी मछली की तरह
कितने तड़प-तड़प कर रोए थे

यूँ ही नहीं तुमने
इस दुनिया में क़दम रखा है
उनकी हर दुआ,
हर साँस ने तुम्हें जन्म दिया है

नादान बच्चे गुस्से में सवाल करते हैं
अपने ही मां-बाप से अपने जब,
तो उनका कलेजा फट सा जाता है,
जब वो बच्चे पूछते हैं —

"आपने मेरे लिए किया ही क्या है??"

Read More