Quotes by Shailesh Joshi in Bitesapp read free

Shailesh Joshi

Shailesh Joshi Matrubharti Verified

@shaileshjoshi0106gma
(1.8k)

ફળ માટે
ખાલી ઝાડ પર ચડતા આવડે
એ ત્યાં સુધી પૂરતું નથી,
કે જ્યાં સુધી
કયા ઝાડ પર ચડવું
એનું જ્ઞાન ના હોય
- Shailesh Joshi

Read More

"મન" થી કે પછી "તન" થી
આજે હું જ્યાં ઉભો રહીશ,
એના પરથી જ નક્કી થશે કે,
"કાલે હું ક્યાં પહોંચીશ"
- Shailesh Joshi

છોડી દેશે મને મારા, એવા વિચારોથી હું ડરતો રહ્યો, ને એટલે જ...
ગઈકાલ સુધી એ જેમ કહે
એમ હું કરતો રહ્યો
છતાંય,
ભલે મારી લાખ લાખ કોશિશો
નિષ્ફળ ગઈ, પણ
મને અણધાર્યો ફાયદો કરાવતી ગઈ,
કેવી રીતે ખબર છે ?
કે
જેમ જેમ હું એકલો પડતો ગયો
એમ એમ મને રસ્તો મળતો ગયો
- Shailesh Joshi

Read More

ઢાળમાં એક્ષીલેટર આપીને,
અને ચઢાણ સમયે બ્રેક મારીને,
ઘણીવાર આપણે જ,
આપણા સુખને આપણાથી
આઘુ ઠેલવા માટે
ધક્કો, અને દુ:ખ ને
આપણી નજીક લાવવા માટે
આમંત્રણ આપતા હોઈએ છીએ.

Read More

જે દિવસે લગ્નના પવિત્ર બંધને બંધાય,
એ દિવસે જ તેઓ પતિ-પત્ની,
અને લગ્નના બીજા જ દિવસથી,
એ ઓળખ,
માત્ર સમાજ કે દુનિયા માટે,
બાકી એ બંનેની એકબીજાની ઓળખ તો,
માત્ર એકજ કરી દેવી,
અને એ ઓળખ એટલે.....
🙏એકબીજાનાં જીવનસાથી🙏

- Shailesh Joshi

Read More

શ્રેષ્ઠતા સુધી પહોંચવું
એ પ્રત્યેક મનુષ્ય જીવનનું પહેલું કર્તવ્ય છે,
પણ હા, ત્યાં સુધી પહોંચવા માટેનું અંતર,
અને સમયગાળો
વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોઈ શકે, બાકી
વહેલા કે મોડા પહોંચે તો એજ,
કે જે વ્યક્તિની ગતિ સતત એ તરફની હોય.
- Shailesh Joshi

Read More

વગર સિઝને વરસાદ
આપણને એવું કહી જાય છે કે,
ચેતવણી રૂપે રીમાઈન્ડર આપવાનું હોય,
કે પછી આશીર્વાદ રૂપે
અમીછાંટણા કરવાનાં હોય,
એ પણ મારી જવાબદારીમાં આવે છે.
વરસાદ ક્યારેય એવું નથી કહેતો કે,
હું તો મારા સમયે જ વરસીસ.
- Shailesh Joshi

Read More

માણસ
વગર વિચાર્યું કરે,
તો પછી કુદરત
અણધાર્યું ન કરે...
તો શું કરે ?
- Shailesh Joshi

ખાલી મહેનત કરવાથી તો
ત્યાં સુધી સફળ નથી થઈ શકાતું,
કે જ્યાં સુધી,
એ મહેનતની સાથે-સાથે
અમુક નિયમનું પાલન ન કરવામાં આવે.
- Shailesh Joshi

Read More

જીવનની સૌથી સાચી અને બેસ્ટ સમૃદ્ધિ માટે કરવાનું છે ફક્ત આ એકજ કામ, ને એના માટે મક્કમતા સિવાય બીજા કશાની જરૂર નથી.
જુઓ આ YouTube Shorts
👇👇👇
https://youtube.com/shorts/nA28YuyUoYo?si=3brhnxKkNqfWiT1o

Read More