The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સવાર પડી જાય છે સૂર્યોદય પહેલાં, સપનાં હવે નથી આવતાં; રોજ ઊઠીને કામે નથી જવું એવાં, બહાનાં હવે નથી આવતાં. એક સાંજે રખડવાના આનંદને મંઝિલ ગણી મોજ કરતા, ફરી ફરીને થાકી જવાય છે જિંદગી, ઠેકાણાં હવે નથી આવતાં. કેટલાંય માણસોથી છે સારો સંબંધ મારે આજકાલ તો, રાહ જોઉં પણ બાળપણની જેમ, રમવા હવે નથી આવતા. મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં તો ખિસ્સું મોં ચઢાવી દે છે, સંકટ સમયની સાંકળ જેવા, ગલ્લા હવે નથી આવતા. ડૂબી રહ્યો છું સતત જવાબદારીઓના અસહ્ય બોજ હેઠળ, ગળાની ગાંઠ જેવા મિત્રને બચાવવા, દોસ્તો હવે નથી આવતા. ✍️ પંકજ ગોસ્વામી 'કલ્પ'
જિંદગી જીવતાં જીવતાં શીખવાડી ગઇ, જિંદગીને જીવવી કેટલું મુશ્કેલ કામ છે....!! - પંકજ ગોસ્વામી 'કલ્પ'
કોણ જાણે ક્યારે તેડું આવશે, આતમો આમ ક્યાં લગી પંપાળશે; આકળા થઇ વેડફો ના જિંદગી, માંહ્યલો છે સાથે યાદ રાખીને કરજો બંદગી; જીવન કેરી નૈયાને તારી એ જ તારશે, કોણ જાણે ક્યારે તેડું આવશે. મંદિર-મસ્જિદને વળી ચર્ચમાં જાવાનું તો ઠીક, કરમ કરતી વેળાએ રાખજો ઉપરવાળાની બીક; આખરી વેળાએ સત્કર્મો જ સંભાળશે, કોણ જાણે ક્યારે તેડું આવશે. મળતું રહેશે ક્યારેક થોડાં-ઘણું તો દુ:ખ, ક્યાં લગી ગોતતો ફરીશ હંમેશાં સુખ; સાધુ સાચો તો એનું નિવારણ ગોતશે, કોણ જાણે ક્યારે તેડું આવશે. - પંકજ ગોસ્વામી 'કલ્પ'
જીવવું હોય તો જીવી જવાય છે, ભલેને વારેઘડીએ તૂટી જવાય છે; કોઇ હો એકલું મારી સામે આવતું, અમસ્તા હાથ લાંબો કરી દેવાય છે; દુ:ખ, દર્દ કે પીડા ભલે મળે સામટી, રાખી સ્મિત મજાનું જીવી જવાય છે; હોય ભલેને તમારી પાસે સોનું-ચાંદી, પારકી વસ્તુઓ ક્યાં કદી લેવાય છે; જીવન છે મીઠા મધુરા સંગીત જેવું, સાંભળી એના સૂર જીવી જવાય છે...!! - પંકજ ગોસ્વામી 'કલ્પ'
લાગણી જેવું કંઈ હોતું નથી, પ્રેમ જેવું ય કંઈ હોતું નથી; ચાલતું રહે છે જીવન વિશ્વાસથી, શ્વાસ જેવું ય કંઈ હોતું નથી; માણસાઈ હો તો સઘળું કામનું, જ્ઞાન જેવું ય કંઈ હોતું નથી; તું છે મારામાં તો જીવું છું ખરો, લાશ જેવું ય કંઈ હોતું નથી; વાત છે સઘળી જનમના ફેરની, મોત જેવું ય કંઈ હોતું નથી..!! - પંકજ ગોસ્વામી 'કલ્પ'
થાય માળા કામની તો છે ઇબાદત, જાત સાથે જાતની તો છે ઇબાદત; છે ભરમ કોઈકના રંજાડવાનો, રાહ જુઓ તાતની તો છે ઇબાદત; કોણ જાણે કેમ જીવી જાણતો તું, જાપ માળા ઈશની તો છે ઇબાદત; પાપ-પુણ્યોના હિસાબો શું કરો છો? બીક રાખો કર્મની તો છે ઇબાદત; બારણે વાગે ટકોરા કાળ કેરા, હોય શ્રદ્ધા રામની તો છે ઇબાદત..!! - પંકજ ગોસ્વામી 'કલ્પ'
તું માને છે જેને પોતીકા, એ સૌ માણસ તો તકવાદી છે; તારી નજરોમાં લાગે પાકાં, વચનો સઘળાં તો તકલાદી છે; શેર સટ્ટામાં રાખે છે આશા, માણસની એ તો બરબાદી છે; કરે જે વાતો મીઠી મીઠી, એ ખરેખર તો ફરિયાદી છે; તમને લાગે છે જુદા જુદા, બેઠા એ તો અમદાવાદી છે...!!! - પંકજ ગોસ્વામી'કલ્પ'
સવાર પડી જાય છે સૂર્યોદય પહેલાં, સપનાં હવે નથી આવતાં; રોજ ઊઠીને કામે નથી જવું એવાં, બહાનાં હવે નથી આવતાં. એક સાંજે રખડવાના આનંદને મંઝિલ ગણી મોજ કરતા, ફરી ફરીને થાકી જવાય છે જિંદગી, ઠેકાણાં હવે નથી આવતાં. કેટલાંય માણસોથી છે સારો સંબંધ મારે આજકાલ તો, રાહ જોઉં બાળપણની જેમ પણ, રમવા હવે નથી આવતા. મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં તો ખિસ્સું મોં ચઢાવી દે છે, સંકટ સમયની સાંકળ જેવા, ગલ્લા હવે નથી આવતા. ડૂબી રહ્યો છું સતત જવાબદારીઓના અસહ્ય બોજ હેઠળ, ગળાની ગાંઠ જેવા મિત્રને બચાવવા, દોસ્તો હવે નથી આવતા. ✍️ પંકજ ગોસ્વામી 'કલ્પ'
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser