Quotes by Harshida Joshi in Bitesapp read free

Harshida Joshi

Harshida Joshi

@joshihjanu56gmail.com211720


દરેક નુ પોતપોતાનું એક જંગલ હોય છે જેમાં જે ખોવાઈ જાય છે. એમાંથી જે નીકળી શકે એ જ નીકળી શકે છે પણ એ નીકળી ને પણ એ જંગલ માં ફરી થી ખોવાઈ જાય છે. એમાં એને સુકુન મળતું હોય છે.એમાં એ એ પોતાનુ અતીત, વર્તમાન અને ભવિષ્ય જુએ છે. ભવિષ્ય એના હાથ માં નથી અને વર્તમાન માં એ અતીત અને ભવિષ્ય માંથી બહાર નીકળી શકતો નથી જેથી એ વર્તમાન માં જીવી શકતો નથી. એ જોઈ નથી શકતો કે એની આસપાસ કુદરતે છુટ્ટા હાથે પ્રકૃતિ ને વિખેરી છે. એની આસપાસ એક હુંફાળું વ્યક્તિત્વ, એક પ્રેમ, એક સાનિધ્ય, એક સાથ, એક આભા એને વિટળાઈ ને ઘેરી ને એની સાથે સતત ઓરા ની જેમ સાથે છે. એના ખાલી મન , લાગણીઓ ને સ્પર્શવા માટે બેતાબ છે.એ મહેસુસ પણ કરે છે પણ એની એકલતાને સાથ વગર મિટાવી શકતો નથી. બસ ઝંખનાઓ થી મહેસુસ કરીને પીડાય છે.

Read More

જબ કોઈ ફૂલ ખીલેગા તો મૈં સમજ જાઉંગી કી તુમ મેરે સામને હો.
જબ ભી હવાએ ચલેગી તો મૈં સમજ જાઉંગી કી તુમ મુજસે કુછ કહે રહે હો.
જબ ભી બારીશ હોગી તો મૈં સમજ જાઉંગી કી તેમ મુજસે મિલને આયે હો.
જબ બર્ફ ગીરેગી તો મૈં સમજ જાઉંગી તો મૈં સમજ જાઉંગી કી તુમ ખુશ હો.
જબ હવાએ મહેકેગી તો મૈં સમજ જાઉંગી કી તુમ મેરે સાથ હો.

- Harshida Joshi

Read More

જે ન થઈ શક્યું એનો અફસોસ ન કર,

જે થયું એ સારુ થયું

જે થશે એ સારુ અને બહેતર થશે.



- Harshida Joshi

મને દૂધ માં સાકર ની જેમ ભળી જવાની આદત હતી પણ હવે જમાનો સુગર ફ્રી નો છે ભુલાઈ ગયું હતું.

જ્યારે પવન મને સ્પર્શ કરે છે ત્યારે હું અનુભવું છું કે તેં મારો હાથ પકડ્યો છે.

જ્યારે ફૂલો ની સુગંધ મારા શ્વાસ માં અનુભવું છું ત્યારે તને મારા સમાયેલ અનુભવું છું.

જયારે વૃક્ષો ના પાંદડા નો અવાજ સાંભળું છું ત્યારે હું માનું છું કે તું મારી સાથે ગોષ્ટી કરી રહ્યો છું.


- Harshida Joshi

Read More

જે છે એ તારું છે,
જે નથી એની ઝંખના એ
પોતાને પરેશાન ના કર.
- Harshida Joshi