The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મિત્રો, માનવ સ્વભાવ ની થોડી વિચિત્રતા પર આજ ની રચના છે,આશા છે આપ ને પસંદ આવશે. " વિચિત્ર માનવ મન" કેટલા વિચિત્ર માનવ મન હોય છે, શાંતિ માટે અશાંતિ ની સફર કરે છે. લાગે તરસ તે માટે પાણી સાથે રાખે છે આમ તો પોતે મૃગજળ તરફ વહ્યાં કરે છે કેટકેટલા નવા સાથી રસ્તા માં જોડે છે બસ જૂના સંબંધો થી હાથ જોડ્યા કરે છે જે સાથે હોય તેની જરી ગણના કરતો નથી જે સાથે નથી તેનો અફસોસ કર્યા કરે છે જે ક્ષણ મળી છે તેને જીવતો નથી એ ખુશીથી, આવતી કાલની ચિંતામાં આજ વેડફ્યા કરે છે. રેતીની જેમ સરકી જાય છે આખોય જન્મારો, ને મુઠ્ઠી મજબૂત રાખવાનો ભ્રમ રાખ્યા કરે છે. ખબર જ છે, જરા ચૂક્યા તો ખેલ ખતમ, છતાં, બેફામ બેધ્યાનપણે ગતિ વધાર્યા કરે છે. પ્રાણવાયુ શોધવા હાંફતો હાંફતો જાય છે, પછી બેસીને નિરાંતે ઊંડા શ્વાસ ભર્યા કરે છે. જો આપને યોગ્ય લાગે તો પ્રતિભાવ આપવા વિનંતી. અસ્તુ.......
મિત્રો, ફરી હાજર છું, અરમાનો ના બળતા રણ માં કોઈ કારણ વગર ઊગેલ ઘટાદાર વૃક્ષ જેવી ઊર્મિઓ ને શબ્દો ના સોનેરી તાંતણે ગૂંથી બનાવેલ સોહામણા શણગાર જેવી આ રચના સાથે, આશા છે આપ ને પસંદ આવશે. શું એવું ન બને કદી...? શું એવું ન બને કદી હું સપના જોઉં, સવારે તમે આવો? શું એવું ન બને કદી હું શ્વાસ લઉં, મહેક બની તમે આવો? ચાલતો જાવ છું નિષ્ફિકર, આ રસ્તોઓ પર તમારી ધૂનમાં, શું એવું ન બને કદી હું થોભું, વિસામો બની સામે તમે આવો? આ નયનના તીર લાગે તે માટે, હૃદય સમરાંગણમાં ઉતર્યો, શું એવું ન બને કદી હું ઘાયલ થાવ, દવા બની તમે આવો? પ્રસંગો બધા માણી લીધા, દુઃખના દર્દના, તકલીફના, શું એવું ન બને કદી હું અશ્રુ વહાવું, સ્મિત બની તમે આવો? સંવેદના આમ તો ઘણી અનુભવતો રહું છું, કહું પણ છું, શું એવું ન બને કદી હું મૌન રહું, અવાજ બની તમે આવો? લખ્યો નથી એક પણ અક્ષર, કોરું છે અરમાનોનું આ પુસ્તક, શું એવું ન બને કદી, હું કલમ ઉઠાવું, શબ્દ બની તમે આવો? સર્વત્ર યાદી ભરી છે આપ ની, હૃદયમાં છબી મઢી આપની શું એવું ન બને કદી વાત કરું પ્રસંગ ની કથા બની તમે આવો? નાસ્તિક બની રહ્યો છું આજ સુધી, માંગ્યું ન ઇશ્વર પાસે કઈ શું એવું ન બને કદી, હું મંદિર જાઉં, પ્રાર્થના બની તમે આવો? અસ્તુ.....
મિત્રો ફરી એક વખત આપ ની સમક્ષ પ્રસ્તુત છે મારી નવી રચના, આશા છે આપ ને પસંદ આવશે. "કથાનો સાર" પ્રેમ લખ્યું, પ્રીત પણ લખી, વાત મન ના ભાવ લખવાની હતી, ચાહત લખી, મુહોબ્બત લખી, પણ નિશાની અધૂરપ ની હતી , હવે સમજાયું પછી મને, વ્યર્થ મહેનત હતી આ બધી, જરૂરત તો ફક્ત અહીં પર તમારું નામ લખવાની હતી. ગગન ફરી લીધું, દુનિયા ઘૂમી લીધી, શાતા ના મળી, જરૂરત ફક્ત, આ ચહેરો તમારો, નીરખવાની હતી. જ્યાં સુધી દૃષ્ટિ પહોંચે અજંપો બેચેની દેખાય છે ધરા પર, મન ના આરામ માટે તો જરૂરત તમારી આંખો જોવાની હતી. સહુ સંબંધી શહેરમાં જોયા, મેળા પણ ઘણા ફર્યો, ભીડમાં પણ એકલો હતો હું, નિશાની તમારી યાદોની હતી. ભાષા ઘણી શીખી, વાતો પણ થોકબંધ કીધી, લાગણીની વાતો તો, તમારા આ મૌનની હતી. સમયના વહેણમાં વહ્યું જીવન, અવિરત નિરર્થક, સફરને સાર્થક કરવામાં કમી તમારા સાનિધ્યની હતી. નામ હૃદય પર તમારું લખી, કલમ ને તિલાંજલિ આપી, આખી આ કથાનો સાર, ઈચ્છા તમારા સુધી પહોંચવાની હતી. ..આપ ના પ્રતિભાવ ની આશા સાથે, અસ્તુ...
મિત્રો, ફરી હાજર છું એક નવી રચના સાથે આશા છે આપ સહુ ને પસંદ આવશે. || અશક્ય મિલન || મારો મારા ખુદ પર ચાલતો નથી કાબૂ કોઈ, તમારી આંખો ના કામણના જાદુ ચાલશે કેમ? અમારા માટે અમારી ખુમારી જીવનતત્વથી કિંમતી, તો પછી આ મસ્તક તમારા ચરણોમાં ઝૂકશે કેમ? નિજ મન-ઉપવનમાં ખુદની શોધમાં મગ્ન છું, મારી સૂની આંખોમાં તમારી છબી મળશે કેમ? સંસાર ના બજારમાં અમારી કોડીની કિંમત નથી, મારાથી તમારા જેવું મોંઘામૂલું રતન વહોરાશે કેમ? હાથની લકીરોમાં ક્યાંય તમારો ઉલ્લેખ નથી, તો પછી નસીબ આપણને મેળવશે કેમ? આમ પણ દુનિયાના બંધનો નડે છે ડગલે ને પગલે, આ રીત-રિવાજો આપણો સાથ સ્વીકારશે કેમ? અમારી ખુદની કોઈ ઓળખાણ મળતી નથી, તમારું નામ અમારાથી અમારી સાથે જોડાશે કેમ? આમ જોવો તો એ જ ફર્ક છે જીવવાની રીતમાં બંનેની પ્રિય, તમે વિચારીને જીવો છો, મારા થી જીવ્યા પહેલાં વિચારાશે કેમ?
મિત્રો વર્ષા ની અદભૂત ઋતુ માં આ વર્ષે જેમ વાદળા તરસાવે છે તેમ જ, બધા ને પ્રિયતમ પણ તરસાવતા હોય છે , આવી પ્રેમ ની આ મોસમ સાવ કોરી જતી હોય ત્યારે પ્રેમીજન આવું કંઈક કહેતા હોય. ઋતુ તમારી આ વરસતો વરસાદ અને હોય વાત તમારી, તરબતર તનને ભીંજવે યાદ તમારી. કાળા વાદળ છવાય આસમાન પર, લાગે ચહેરા પર ઝુલ્ફ વિખેરાઈ તમારી. ભીની માટીની સુગંધ સૃષ્ટિને મહેકાવે, શ્વાસની સાથે આવે ચોતરફ મહેક તમારી. બધી બાજુ કુદરત સોળે કળાએ ખીલી હોય, પણ રંગત આવે જોઈને મનોરમ્ય છબી તમારી. અકળાવાની હદ સુધી બેચેની પહોંચે હૃદયમાં, રાહત મળે જો બે ઘડી મળે સન્મુખતા તમારી. નભ ધરા બધું સૂનું સૂનું લાગે તમારા વગર, ઝળહળાટ થાય જો નિશાની મળે તમારી આ વરસતા વરસાદમાં આસ જાગે હૃદયમાં, કાશ, થાય આ ચોમાસે એક મુલાકાત તમારી. વીજળીના ચમકારે પણ દેખાય ચહેરો તમારો, આ વહેતા ઝરણામાં સંભળાય વાત તમારી. પવનની લહેરખીસ્પર્શે તો લાગે કે તમે આવ્યા, રોમેરોમમાં પ્રસરી ગઈ છે આ મોસમ તમારી કેવી લાગી આ રચના મિત્રો, જણાવશો. અસ્તુ......
મિત્રો, પ્રસ્તુત છે મારી નવી રચના આશા છે, આપને પસંદ આવશે. આપના પ્રતિભાવ ની આશા છે, તત્વ ચિંતન સંઘર્ષયાત્રામાં પોતપોતાના, સહુ વ્યસ્ત છે, ક્યાંક ક્યાંક સૂર્યોદય છે, ક્યાંક ક્યાંક અસ્ત છે. મોટાભાગના આત્મજ્ઞાની પર 'હું' પણું સવાર છે, તો થોડાઘણા અહીં લઘુતાગ્રંથિથી ગ્રસ્ત છે. ફિક્ર-ચિંતા કોઈ કોઈની કરતું નથી, આ દુનિયામાં ભગવાન જ સરપરસ્ત છે. અહીં ચહેરા પર મુખવટો પહેરીને ફરે છે લોકો, અંદરથી જે તૂટેલા છે, બહારથી મસ્ત છે. પ્રેમ, લાગણી, સન્માનનો ક્યાં કોઈ વિચાર કરે છે? અહીં દુનિયા સદવિચારના વિચારથી ત્રસ્ત છે. થોડી સમજણ મળે તો જીવન સુધરે એમ બને, બાકી તો શ્વાસ, શરીર અને મન રોગગ્રસ્ત છે. વ્યક્ત થાય નહીં પણ, બદદુઆ પીછો કરે છે જ, આશીર્વાદનો ભલે લોકો પાસે હાથી અલમસ્ત છે!
મિત્રો, ફરી હાજર છું, મારી નવી રચના સાથે, આશા છે આપ સહુ ને પસંદ આવશે
મિત્રો, ફરી હાજર છું, આપ સમક્ષ મારી નવી રચના સાથે, આશા છે આપને પસંદ આવશે, જો કોઈ ત્રુટિ હોય કે સુધારા ની જરૂરિયાત હોય તો જરૂર જણાવજો. અસ્તુ......
મિત્રો, આ નવી રચના કેવી લાગી જણાવશો તો આભારી થઈશ અસ્તુ... "વાત તમારી"
મિત્રો, લેખન ના આ નવા સફર માં આપ સહુ જ્ઞાની , જાણકાર, અને સંવેદનશીલ લોકો માટે પ્રસ્તુત છે મારી નવી રચના. આપ ને આ કેવી લાગી જણાવશો તો આભારી થઈશ. અસ્તુ....
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Custom Web Development Company India.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser