Sajish - 15 in Gujarati Love Stories by Tarun Vyas books and stories PDF | સાજીશ - 15

Featured Books
Categories
Share

સાજીશ - 15

સાજીશ

(ભાગ-૧૫)

અત્યાર સુધી ....

(આદર્શ ને સાજીશ ની જાણ થતા બીજા જ દિવસે સવારે શિમલા થી રાજકોટ આવી જાય છે. મૌલિક ના ગુંડાઓ ની પૂછપરછ કરી કંડલા જવા નીકળે છે. કંડલા નજીક મૌલિક ના માણસો ની ધરપકડ કરી ને સાજીશ વિશે જાણે છે, અને કંડલા થી ભુજ તરફ જાય છે, રણોત્સવ નજીક એક રીશોર્ટ માં રોકાય છે. બીજા દિવસે સવારે વહેલા આદર્શ અને એના સાથી ઓફિસર રણોત્સવ જવા નીકળે છે, ત્યાં પહોચી ને વ્યવસ્થાપક ને માળે છે હેલ્પ કરવા નું કહે છે વ્યવસ્થાપક એક લીસ્ટ અને રજીસ્ટર cctv રેકોર્ડીંગ આદર્શ ને આપે છે......)

હવે આગળ......

આદર્શ બધા રજીસ્ટર ને ધ્યાન થી જોએ છે પણ પહેલી નજરે તો કઈ ધ્યાન માં આવતું નથી. બધી એન્ટ્રીઓ બરાબર જ જણાતી હતી. એમના સ્ટાફ ના દરેક વ્યક્તિ ની એન્ટ્રીઓ પણ બરાબર હતી, આ તરફ CCTV રેકોર્ડીંગ પણ જોઈ ને કોઈ સંદેહનીય હલન ચલન જણાતી નહોતી. સવાર ના ૧૧ વાગ્યા આવ્યા હતા છતાં કોઈ કલુ મળતો નહોતો. આદર્શ ફરી થોડો સીરીયસ થઇ ગયો હતો. હવે છેલ્લો ઉપાય આદર્શ અજમાવવા જઈ રહ્યો હતો, આદર્શે વ્યવસ્થાપક ને કહી ને એમના માટે સ્ટાફ ના યુનિફોર્મ ની વ્યવસ્થા કરવા કહ્યું. આદર્શ સમક્ષ હવે દરેકે દરેક ટેન્ટ ની તલાશી લેવા સિવાય કોઈ ઉપાય સૂઝતો નહોતો. આદર્શે બંને ઓફિસરોને યુનિફોર્મ પહેરી ને તપાસ કરવાનો આદેશ કરી દીધો.

અને આદર્શ હજુ પોતે ચેર માં બેઠો બેઠો કૈક વિચારતો હતો, બપોર થવા આવી હતી બધા મહેમાનો આવી ગયા હતા, તેથી તે સ્લીપર સેલ પણ જરૂર આવી ગયો હશે એવી આદર્શ ને ખાતરી હતી. સાથોસાથ મીટીંગ નો પણ સમય થઇ રહ્યો હતો, કોઈ પણ સમયે સી.એમ. એને એમનો કાફલો પહોચી શકે એમ હતો. ટેન્ટ સીટી માં કુલ ૧૦૦ જેવા નાના મોટા ટેન્ટ આવેલા હતા. અને દરેક ટેન્ટ માં જઈ ને સામાન ચેક કરી ને અંદાજો લગાવવો ખૂબ જ મુશ્કેલ હતું. તેમ છતાં પણ બંને ઓફિસરો એ નક્કી કર્યું કે એકે ડાબી તરફ અને બીજા એ જમણી તરફ થી શરુઆત કરવી અને બંને કામે લાગી ગયા.

તો આ તરફ આદર્શ જાણતો હતો કે એક એક ટેન્ટ ચેક કરવામાં બહુ જ સમય વેડફાશે એટલે પોતે હજી પોતાના મગજ ને દોડાવી ને કઈક નવો રસ્તો વિચારી રહ્યો હતો. શું કરવું એ એને સમજ માં આવતું ન હતું, અચાનક જ એક વિચાર એના તેજ દોડતા મગજ માં આવ્યો, અને ફરી પાછો રજીસ્ટર લઇ ને ધ્યાન થી છેલ્લા ૨ દિવસ માં ટેન્ટ માં આવેલા મહેમાનો ના નામ જોવા લાગ્યો. અને નામ સાથે ફોર્મ માં લીધેલા I.D. પ્રૂફ ચેક કરવા લાગ્યો, આદર્શે ત્રણ થી ચાર ફોર્મ અલગ કાઢ્યા જેમના ફોર્મ માં લગાવેલા ફોટા પોલીસ અધિકારી જેવા લાગતા નહોતા. આદર્શ તરત જ CCTV ચેક કરે છે એમના ફોર્મ માં ચેક ઇન કરવાના સમય ના ફૂટેજ ને જોવા લાગે છે, ચાર માંથી એક વ્યક્તિ પર આદર્શ ને શંકા જાય છે કેમ કે cctv માં એ વ્યક્તિ સાથે એક સ્ટાફ નો માણસ હોય છે જે હાથ માં નાની બ્રીફકેશ પકડી ને ટેન્ટ સુધી છોડવા જાય છે અને ટેન્ટ બહાર એ બંને હાથ મિલાવતા નજરે પડે છે.

બસ આદર્શ માટે એક નાનો સરખો કલુ કાફી હતો, તરત જ આદર્શ વ્યવસ્થાપક ને બોલાવી ને એ સ્ટાફ ના માણસ ને બોલાવી ને લાવવા કહે છે, અને એના ઓફિસરો ને પાછા ઓફીસ માં આવવા માટે કહે છે. થોડી જ વાર માં એ વ્યક્તિ ને આદર્શ સમક્ષ લાવવામાં આવે છે, આદર્શ એને ખુરશી માં બેસવા કહે છે, એ ખુરશી માં બેસે છે, આદર્શ લેપટોપ માં એના હાથ મિલાવવા વાળા દ્રશ્ય ને બતાવે છે

એ દ્રશ્ય ને જોઈ ને સ્ટાફ નો વ્યક્તિ થોડો નર્વસ થઇ જાય છે અને એના માથા પર વળેલા પરસેવા ને જોઈ ને આદર્શ ને ખ્યાલ આવી ગયો કે એ સાચી દિશા માં આગળ જઈ રહ્યો હતો.

“મારી પાસે સમય ઓછો છે એટલે સીધો સવાલ કે, એ વ્યક્તિ કોણ છે અને કેમ એનાથી હાથ મિલાવ્યો ?” આદર્શે પૂછ્યું.

“હું નથી ઓળખતો સાહેબ.”

આટલું બોલતા જ એક જોરદાર સટ્ટાક અવાજ આવ્યો ને એ સ્ટાફ નો એ માણસ ખુરશી સાથે છેક રૂમ ના દરવાજા પાસે જઈ ને પડ્યો. આદર્શ જરા પણ સમય વેડફવા માંગતો નહોતો. ત્યાં તો બંને ઓફિસર ઓફીસ પાસે પહોચે છે, અને અંદર આવી ને એ સ્ટાફ ના વ્યક્તિ ને ઉભો કરે છે, એના કાન માંથી એક લોહી ની ધાર વહેવા લાગી હતી, અને એના પગ લથડવા લાગ્યા હતા, ઓફિસર ના ટેકા વગર સીધો ઉભો પણ રહી નહોતો શકતો, ઓફિસર પાછો એને ખુરશી માં બેસાડે છે, ૫ મિનીટ પસાર થઇ પણ એને હજી પણ ચક્કર આવતા હતા.

“તો હવે કઈ કહેવું છે કે હજી પણ તું એને નથી ઓળખતો?” આદર્શે ગુસ્સા માં કહ્યું.

“કહું છુ સાહેબ.” એટલું તો માંડ ધીમા અવાજે એ કહી શક્યો.

એક ઓફિસરે એને ટેબલ પર રાખેલો પાણી નો ગ્લાસ આપ્યો. અને પાણી પીધા પછી એ પોતાને થોડો બરાબર મહેસૂસ કરી રહ્યો હતો. એટલે એ હવે કહેવા લાગ્યો.

“સર ગયા વર્ષે રણોત્સવ માં એક પોલીસ ક્મીશનર અહી ફેમીલી સાથે ફરવા આવ્યા હતા, ત્યારે હું જ એમની વ્યવસ્થા માં હતો, એટલે મને એ સારી રીતે ઓળખતા હતા, થોડા દિવસ પહેલા એમનો ફોન આવ્યો હતો અને એમના ખાસ દોસ્ત અહી થનારી મીટીંગ માં એમની જગ્યાએ આવશે અને અહી લીસ્ટ માં એમની જગ્યાએ એમના દોસ્ત નું રહેવાનું સેટીંગ કરવાનું કહ્યું હતું. અને એના માટે મને ૫૦,૦૦૦ રૂપિયા ની ઓફર આપી હતી. આથી ફોર્મ અને બીજી બધી જગ્યાએ કમિશ્નર ના બદલે મે એમનું નામ એન્ટ્રી માં નખાવ્યું હતું. અને ટેન્ટ નં. ૪૫ માં રહેવાની વ્યવસ્થા કરવી. ”

એકી શ્વાસે એણે બધું જ જણાવી દીધું.

“પૈસા માટે તે કોની હેલ્પ કરી છે એ તને ખબર નથી દોસ્ત, આનું પરિણામ તો તારે ભોગવવું જ પડશે.” આદર્શે કહ્યું.

અને આદર્શ સ્ટાફ નો યુનિફોર્મ રી ને એના સાથી ઓફિસરો સાથે ટેન્ટ નં. ૪૫ તરફ જવા નીકળે છે, સ્ટાફ ના કપડા પહેર્યા હોવાથી એમના પર કોઈ ને શક જઈ શકે એમ નહતો. અને દરેક ટેન્ટ નં. ૪૫ તરફ આગળ વધી રહ્યા હતા. ટેન્ટ પાસે પહોચી ને આદર્શ ઈશારો કરીને એના સાથી ને ટેન્ટ ના દરવાજા પાસે આવેલી એક નાની બારી માંથી અંદર જોવા કહે છે, એક ઓફિસર અંદર જોએ છે, પણ અંદર કોઈ દેખતું નથી આથી આદર્શ ને ઇશારા થી ના પાડે છે, આદર્શ અને એના સાથીઓ ટેન્ટ ના દરવાજા પર બંધ કરેલા પડદા ને હટાવી ને અંદર જાય છે.

ક્રમશ.......

આદર્શ એ બોંબ ને મેળવવા માં કઈ રીતે સફળ થશે, આદર્શ કઈ રીતે આ સાજીશ ને નાકામિયાબ બનાવે છે, એ જાણવા માટે વાંચતા રહો સાજીશ....

ફ્રેન્ડસ જો તમને આ સ્ટોરી ગમે તો તમારા રીવ્યુ જરૂર થી આપશો.....

તરુણ વ્યાસ.

Whatsapp. 9033390507

mail. vyas.tarun@yahoo.com