Sajish - 5 in Gujarati Adventure Stories by Tarun Vyas books and stories PDF | સાજીશ - 5

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

સાજીશ - 5

સાજીશ (ભાગ-૫)

અત્યાર સુધી .....

(સ્નેહા અમદાવાદ થી રાજકોટ શા માટે રહેવા આવે છે અને એની ઉદાસી નુ કારણ, મૌલિક અચાનક કોલેજ છોડી ને કેમ જતો રહે છે એ તમે વાંચ્યું.)

હવે આગળ........

આદર્શ નું ઘર સ્નેહા ના ઘર ની સામે ની લાઈન માં ત્રણ મકાન છોડી ને જ હતું. એટલે ખૂદ આદર્શ પણ સોસાયટી માં આવેલા પરિવર્તન થી અજાણ નહતો. અને આદર્શ હજુ થોડા મહિના પહેલા જ IPS માં સિલેક્ટ થયો હતો. અને ફીઝીકલ અને મેન્ટલી આટલો ચુસ્ત અને હોશિયાર હોવાથી સિલેક્ટના થવા નો તો સવાલ જ નતો. આદર્શ ના પપ્પા મોટી પોસ્ટ પર હતા અને આખા શહેર માં એમની ઓળખાણ હતી છતાં એમને આદર્શ ને પોતાની મહેનત થી જ સફળતા પ્રાપ્ત કરતા શીખવ્યું હતું અને એ વાત નો એમને ગર્વ હતો. આદર્શ ખરેખર એક આદર્શ પુત્ર હતો. આદર્શ ની હોશિયારી અને બહાદુરી નો પરચો એના સીનીયરો ને બહુ જલ્દી થઇ ગયો હતો. આથી આદર્શ ને એની ગમતી પોસ્ટ ATS (anti terrorist scwad) માં અન્ડર કવર એજન્ટ તરીકે ખૂદ એના સીનીયરો એ જ નિમણુંક કરાવી હતી.

આદર્શ ના કામ વિશે એના પરીવાર સિવાય કોઈને ખબર જ ન હતી. આદર્શ નું કામ કોઈ ની નજર માં આવ્યા વગર સમાજ અને દેશ માં થી ગેરકાયદેસર અને આતંકી પ્રવૃતિઓ રોકવાનું હતું. એના માટે આદર્શ ગુજરાત અને દેશ માં ગમે ત્યારે અને ગમે ત્યાં કોઈ ની પણ પરવાનગી વગર જઈ શકતો. આદર્શ ના આવ્યા પછી રાજકોટ માં ચાલતા ગેરકાયદેસર ધંધાઓ બંધ થઇ ગયા હતા. આદર્શ ની ઉમર નાની હતી પણ એનું કામ બહુ મોટું હતું.

****************************************

સ્નેહા અહી રહેવા આવી એને ચાર મહિના થવા આવ્યા હતા. સ્નેહા પણ હવે જૂની યાદો ને ભૂલી ને જીવન માં આગળ વધી હતી. હવે સ્નેહા ને વૃંદાવન સોસાયટી માં ગમવા લાગ્યું હતું. સ્નેહા હવે થી બહાર પણ નીકળવા લાગી હતી. સ્નેહા એના મમ્મી ને ઘર કામ માં હેલ્પ કરતી. હવે ચોમાસા નો સમય હતો અને સ્નેહા એક દિવસ રવિવાર ના સાંજે મોલ માં ઘર નો સામાન ખરીદવા ગઈ હતી, સ્નેહા મોલ માં થી સામાન ખરીદીને બહાર નીકળે છે ત્યાં વરસાદ શરુ થાય છે. હજી ધીરે ધીરે છાંટા પડતા હોવાથી સ્નેહા જલ્દી થી બધો સામાન સ્કૂટી માં ગોઠવી ને વૃંદાવન સોસાયટી તરફ નીકળે છે. રસ્તા માં વરસાદ ખૂબ જ ફાસ્ટ શરૂ થતા સ્નેહા ખૂબજ પલડી જાય છે. થોડે આગળ વધતાં તો લાઈટ પણ જતી રહે છે. સ્નેહા મનો મન થોડી ડરવા લાગે છે. વૃંદાવન સોસાયટી શહેર થી થોડે દુર હતી એટલે વચે થોડો સુમસામ રસ્તો હતો અને એમાં પણ રસ્તા માં લાઈટ ના હોવાથી બહુ જ ડરામણો લાગતો હતો, સ્નેહા જલ્દી થી ઘરે પહોચી જાય એટલે થોડી ઉતાવળ માં હતી. ત્યાજ અચાનક પાછળ થી ચાર પાંચ બાઈક પર ટપોરી છોકરાઓ ફૂલ સ્પીડ માં આવે છે,અને સ્નેહા ની સ્કુટી ને રોકી ને રસ્તા માં વચે બાઈક આડી ઉભી રાખી દે છે. અને સ્નેહા ને એકલી જોઈ ને છેડતી કરે છે.

“ક્યા રે જાનેમન કહા જા રહી હો, હમકો ભી સાથ લેલો.” એકે કહ્યું.

“ક્યાં મસ્ત માલ હે કસમ સે.” બીજા એ કહ્યું.

“હમારે સાથ ચલો તો હમારા ભી દિન બન જાયે.” ત્રીજા એ કહ્યું.

જે વાત ની બીક હતી એજ થયું, સ્નેહા મન માં વિચારે છે. સ્નેહા ખૂબ જ ડરી જાય છે. અને રડવા લાગે છે. મનોમન ભગવાન ને પ્રાર્થના કરવા લાગે છે. ત્યાજ એક બુલેટ બાઈક નો અવાજ દુર થી સંભળાય છે. એ બુલેટ સ્નેહા તરફ જ આવતી હતી. સ્નેહા ખુશ થાય છે, અને હેલ્પ હેલ્પ એમ ચીસ પાડવા લાગે છે. બુલેટ બાઈક ત્યાં આવી ને ઉભું રહે છે, એક હેન્ડસમ,જવાન છોકરો એના પરથી ઉતરે છે, પણ બાઈક ની લાઈટ સ્નેહા પર પડતી હોવા થી કોણ છે એ સ્નેહા જોઈ શકતી નથી.

“કયું બે કયું રૂકા હે તું યહા પે ?, રીસ્તેદાર હે તેરી જો તું ઇસકો બચાને આયા હે?’’ ટપોરી નો લીડર લાગતો એક ગુંડો બાઇક વાળા છોકરા તરફ આગળ વધતા કહે છે. ત્યાજ “સટ્ટાક...” એવો જોરદાર આવાજ આવે છે. બુલેટ બાઈક ની જ એક લાઈટ ચાલુ હોવાથી બહુ દેખાતું નથી પણ બધા અવાજ તરફ ધ્યાન થી જોયે છે. ત્યાજ ટપોરીઓ નો લીડર નીચે પડે છે. બસ એક લાફો એના ગાલ પર પડ્યો એમાં એની આંખ આગળ અંધારા આવી ગયા હતા. અને જાણે કોઈ એ લોખંડ નો ઘણ માર્યો હોય એમ નીચે ચત્તો પડી જાય છે, એના કાન માંથી લોહી વહેવા લાગે છે. એના કણસવા નો અવાજ સાંભળી ને બાકી ના બધા બાઈક ત્યાં જ મૂકી ને સાક્ષાત યમરાજ જોયા હોય એમ ડરી ને ભાગવા લાગે છે.

વરસાદ હવે બહુ ધીમો થઇ ગયો હતો, સ્નેહા એ યુવાન તરફ એનો આભાર માનવા આગળ વધે છે. ત્યાં જ અચાનક લાઈટ આવી જાય છે. સ્નેહા એ હેન્ડસમ યુવાન તરફ જોય છે એ આદર્શ હોય છે, પણ હજુ સ્નેહા આદર્શ ને ઓળખતી ન હતી.

“થેંક યુ મી..” સ્નેહા બોલે છે.

“આદર્શ મારું નામ આદર્શ છે.”

“હા....થેંક યુ આદર્શ. મારો જીવ બચાવવા માટે તમે સમયસર ના આવ્યા હોત તો....”

“વેલકમ મિસ સ્નેહા... એ તો મારી ફરજ હતી.” આદર્શે વચે જ વાત કાપતા કહે છે.

સ્નેહા ને આશ્ચર્ય થાય છે “તમને મારું નામ.....”

“કેમ ખબર એમ ને..” આદર્શ સ્નેહા ને વાક્ય પૂરું જ કરવા નથી દેતો.

“મને તો એ પણ ખબર છે કે તમે વૃંદાવન સોસાયટીમાં શેરી નં. ૪ ના કોર્નર ના મકાન માં રહો છો.”

“પણ.......”

“આટલું ચોંકવા ની જરૂર નથી હું પણ તમારી સામે જ ત્રણ મકાન છોડી ને જ રહું છું. મી. શ્રીકાંત મિશ્રા મારા પપ્પા છે.” આદર્શે કહ્યું.

“ઓહ...” આટલા નજીક રહેવા છતા હું ઓળખતી નથી સ્નેહા મન માં વિચારે છે.

“તો.. ચાલો જઈશું...” આદર્શે કહ્યું. અને બંને જાણ સાથે જ વૃંદાવન સોસાયટી તરફ જવા નીકળે છે.

********************************************

એ દિવસે જાણે ખૂદ કુદરતે બંને ને મળાવી ને સ્નેહા અને આદર્શ વચે એક નવા જ સબંધ ની શરુઆત કરાવી હતી.. સ્નેહા એ દિવસે બનેલી ઘટના ને મોડે સુધી યાદ કરતી વિચારે છે કે જો આદર્શ ત્યાં ના આવ્યો હોત તો શું થઇ જાત, અને અચાનક આદર્શે એને કોઈ ફિલ્મ માં હીરો હિરોઈન ને બચાવે એમ બચાવી લીધી હતી. વારંવાર સ્નેહા ની નજર સામે આદર્શ નો ચહરો જે એણે પહેલી વાર જોયો હતો એ આવતો હતો. મનોમન એ આદર્શ તરફ આકર્ષાય છે. પછી ઘણી વખત સ્નેહા આદર્શ ને જોતી ત્યારે એના હસી પડાતું. અને આદર્શ પણ સ્નેહા ને સ્માઈલ આપી ને જતો રહેતો. સ્નેહા આદર્શ ને મનોમન પસંદ કરવા લાગે છે. આ બાજુ આદર્શ પણ સ્નેહા ને મનોમન પસંદ કરતો હોય છે.....

વધુ આવતા અંકે................

શું સ્નેહા અને આદર્શ બીજી વખતમળશે અને શું સ્નેહા અને આદર્શ એકબીજા ને પત્પોતાના દિલ ની વાત કરી શકશે. જાણવા માટે વાંચતા રહો સાજીશ.......

અને તમારા રીવ્યુ જરૂર થી જણાવશો.....

તરુણ વ્યાસ.

મો. ૯૦૩૩૩૯૦૫૦૭

mail. vyas.tarun@yahoo.com