Sajish - 1 in Gujarati Adventure Stories by Tarun Vyas books and stories PDF | સાજીશ - 1

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

સાજીશ - 1

સાજીશ (ભાગ-૧)

નોંધ.} સાજીશ એક કાલ્પનિક વાર્તા છે. જેના તમામ પત્રો કાલ્પનિક છે. કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે એને કોઈ સબંધ નથી. વાર્તા ઉલ્લેખ કરેલા સ્થળો, પાત્રો, ઘટનાઓ માત્ર વાચકો ના મનોરંજન માટે છે.

પ્રસ્તાવના.

સાજીશ કહાની એના મુખ્ય પત્ર સ્નેહા ની આસપાસ ફરે છે. સ્નેહા એક બહુ જ સુંદર દેખાવડી છોકરી છે. સ્નેહા કોલેજ માં ભણતી હોય છે. અચાનક એક દિવસ એની મુલાકાત એક છોકરા સાથે થાય છે. મુલાકાત ધીરે ધીરે પ્રેમ માં બદલે છે. પણ અચાનક એક દિવસ એ છોકરો ક્યાંક જતો રહે છે. સ્નેહા નું જીવન સાવ નીરસ થઇ જાય છે. એવું કેમ બને છે, અને પછી એ છોકરો અચાનક સ્નેહા ના જીવન માં પાછો કેમ આવે છે, અને શું સાજીશ રચે છે, એ જાણવા માટે વાંચો સાજીશ.

રાજકોટ શહેર. રાજકોટ ની તો વાત જ શું કરું .કાઠીયાવાડ નું હદય એટલે રાજકોટ. રાજકોટ શહેર દિવસે દિવસે વિકાસ પામી રહ્યો હતો. રંગીલું રાજકોટ જેટલું પોતાના વહેપાર, ઉદ્યોગ માટે પ્રખ્યાત છે એના થી વધારે રાજકોટ એના માણસો ના લીધે પ્રખ્યાત છે. ભલે ને અમીર હોય કે ગરીબ પણ પોતાની હિંમત અને ખુમારી થી જીવતી પ્રજા છે રાજકોટ ની. મોજશોખ ખેલકૂદ દરેક વસ્તુ માં આગળ છે રાજકોટ. એટલે જ તો રાજકોટ ને રંગીલું રાજકોટ કહેવામાં આવે છે. રાજકોટ ના પોષ એરિયા માં આવેલી બહુ ફેમસ સોસાયટી માં ની એક એટલે વૃંદાવન સોસાયટી.ખુબ આધુનીક ઢબે બનેલી હતી. આ સોસાયટી માં બધી જ સુવિધાઓ હતી. સોસાયટી માં પોતાનું ક્લબ હાઉસ હતું. નાના હોય કે મોટા દરેક પ્રસંગો સોસાયટી માં જ ઉજવાય એટલા માટે કલબ હાઉસ બનાવેલું હતું. સોસાયટી ના લોકો અહી હળીમળી ને પ્રસંગો ઉજવાતા. સોસાયટીનો પોતાનો સ્વીમીગ પુલ પણ હતો જેમાં રાજા ના દિવસે સોસાયટી ના છોકરાઓ નહાતા, અને શીખાઉ છોકરાઓ ને ટ્રેનીંગ પણ અપાતી.. સોસાયટી માં બહુ જ સુંદર ગાર્ડન આવેલું હતું, જેમાં છોકરાઓ માટે નવી નવી સ્લાઈડ હતી, હિચકાઓ પણ હતા અને ગાર્ડન ની ચારેબાજુ બાઉન્ડ્રી નજીક પ્લેટફોર્મ બનાવેલું હતું જ્યાં સાંજના સમયે વૃધો અને સવારે વોકિંગ માટે સોસાયટીના લોકો ઉપયોગ કરતા, બેસવા માટે સીટો પણ ગોઠવામાં આવી હતી. ગાર્ડન માં વિવિધ વૃક્ષો પણ વાવેલા હતા, લીમડા થી માંડી ને ગરમાળો, ગલગોટા, ગુલાબ ના રોપા પણ લગાવેલા હતા. ગાર્ડન ને અડી ને જ બાજુ માં શિવ મંદિર આવેલું હતું. સોસાયટીની સ્ત્રીઓ ત્યાં પૂજા, દર્શન કરવા માટે આવતા. cctv કેમેરા પણ સોસાયટી ના મેઈન ગેટ અને દરેક શેરી ની સરુઆત ની સ્ટ્રીટ લાઈટ ના થાંભલા પર લગાવેલા હતા. સિક્યોરીટી માટે વોચમેન પણ રાખવામાં આવેલો હતો. સોસાયટીમાં દરેક મકાન મીની બંગલો થી કમ નતા. બહુ જ સુંદર અને લેટેસ્ટ આર્કિટેક્ચર દ્વારા બનાવામાં આવેલા હતા. સોસાયટીના તમામ રસ્તાઓ rcc દ્વારા બનાવેલા હતા. આમ તો આ સોસાયટી શહેરથી થોડે દુર આવેલી હતી, એટલે જ પાયા ની બધી જ સુવિધાઓ ઉપલબ્ધ હતી. એટલ માટે બહારના માણસો ની અવરજવર થોડી ઓછી રહેતી. અને સોસાયટીમાં હમેશા શાંત વાતાવરણ જ બની રહેતું. સોસાયટી માં ઉચ હોદ્દેદારો ના બંગલો વધારે હતા જેમકે પોલીસ માં DSP એવા જયરાજસિંહ જાડેજા, એન્જીનીયર પ્રદીપ શુક્લા, ડો.જીતેન્દ્ર જાની, અને જજ શ્રીકાંત મિશ્રા. અને ઘણા વેપારીઓ પણ રહેતા હતા.

હમેશા શાંત વાતાવરણ ધરાવતી આ વૃંદાવનસોસાયટી માં છેલ્લા એક મહિના માં તો બહુ ચહલપહલ રહેવા લાગી હતી. સોસાયટી ના મેઈન ગેટ થી આગળ જતા શેરી નં ૪ ના વળાંક પાસે છેલ્લા દસ દિવસ માં તો અત્યાર સુધી માં કેટલાય બાઈક ના એક્સીડેન્ટ થઇ ગયા હતા.છેલ્લા એક મહિના માં તો વૃંદાવનસોસાયટી માં અજીબ પરિવર્તન આવી ગયું હતું.અને એ પરિવર્તન ની જવાબદાર હતી સ્નેહા. સ્નેહા હજુ ગયા મહીને જ એના માતા-પિતા સાથે અમદાવાદ થી વૃંદાવન સોસાયટીમાં આવેલ શેઠ હસમુખ પટેલ ના મકાન માં રહેવા આવી હતી. શેઠ હસમુખ પટેલે નવો બીઝનેસ મુંબઈ માં શરૂ કર્યા પછી ત્યાજ શિફ્ટ થઇ ગયા હતા. હસમુખ પટેલ સ્નેહા ના પપ્પા ના ખાસ મિત્ર હોવાથી અહી રહેવા આવ્યા હતા.સ્નેહા ના પપ્પા એ અમદાવાદ થી પોતાની બદલી રાજકોટ માં કરાવી લીધી હતી. માત્ર ૧૦ દિવસ માં તો આજુબાજુ માં રહેતા દરેક છોકરા ઓ ને ખબર પડી ગઈ કે કોઈ સુંદર છોકરી વૃંદાવન સોસાયટી માં રહેવા આવી છે, એટલે સ્નેહા ને જોવા. સ્નેહા ને મળવા ની તરકીબો અજમાવા વૃંદાવન સોસાયટીમાં બાઈક લઇ ને આવતા.

પણ સ્નેહા વધારે પડતી ઘર માં જ રહેતી એટલે બધા છોકરાઓ ની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. ધીરે ધીરે બહાર ના છોકરાઓ નું આવવા નું બંધ જ થઈ ગયું હતું, માત્ર સોસાયટી માં જ રહેતા જ છોકરાઓ વારંવાર સ્નેહા ના ઘર ની પાસે થી નીકળવા ના બહાના શોધતા રહેતા. સ્નેહા રોજ એના ઘર ની બાલ્કની માં સમય પસાર કરવા હીચકા પર બેસી ને ઝૂલતી. પણ જયાર થી સ્નેહા અહી વૃંદાવન સોસાયટીમાં રહેવા આવી હતી ત્યાર થી ખૂબ જ ઉદાસ રહેતી હતી, કામ સિવાય ઘર ની બહાર પણ નીકળતી ન હતી. સ્નેહા માં આવેલ આવા પરિવર્તન વિશે એના માતા પિતા સિવાય કોઈ જાણતું ન હતું. અહી તો બધા નવા લોકો હતા એટલા માટે જાણ હોવી અશક્ય હતી. પણ જૂની યાદો ને ભૂલવી સ્નેહા માટે ખૂબ જ અઘરૂ કામ હતું. એકલી બેઠી હોય ત્યારે ન ચાહવા છતાં પણ જૂની યાદો સ્નેહા ને ઘેરી વળતી.

*****************************************

સ્નેહા એટલે તો શું કહેવું ખૂદ કુદરતે જેને ફુરસત ના સમયે સ્નેહ થી ભરપુર હાથો વડે, પ્રેમ ભર્યું હ્રદય અને અદભૂત સુંદરતા આપેલ અપ્સરા.ખુબસુરતી માં તો તે મેનકા, રંભા ને પણ પાણી ભરાવે એવી હતી સ્નેહા . સ્નેહા એટલે ખૂબસૂરત ગોળ ચહેરો, પાણીદાર ભૂરી આંખો, ગુલાબી હોંઠ, મુલાયમ કોમળ હાથ, હૃષ્ટપૃષ્ટ પણ મરોડદાર બંધો. દુનિયા નો કોઈ પણ છોકરો પહેલી નજર માં જેના પ્રેમ માં પડી જાય એની ફૂલગેરંટી એટલે સ્નેહા .સ્નેહા કોઈ કયામત થી કમ ન હતી. પણ સ્નેહા ને ક્યારેય એના રૂપ પર ઘમંડ નહોતું.

સ્નેહા ને પામવા માટે એની કોલેજ ના છોકરાઓ રીતસર ની શરતો લગાવતા, પણ સ્નેહા એ ક્યારેય કોઈ તરફ ધ્યાન નહોતું આપ્યું. સ્નેહા ને પણ ખબર જ હતી ક બધા એના રૂપ માં જ મોહી ને એની આગળપાછળ ફરે છે. પણ હજુ સુધી સ્નેહા ને કોઈ એવું નહોતું મળ્યું કે જેને જોઈ ને સ્નેહા ના દિલ ના ધબકારા વાગ્યા હોય. પણ સ્નેહા ને ક્યાં ખબર હતી કે એને પણ કોઈ એની ટક્કર નું મળવા નું હતું.

******************************************

સ્નેહા જ્યાર થી વૃંદાવનસોસાયટી માં આવી હતી ત્યાર થી રોજ સાંજે બાલ્કની માં બેસતી. પણ સ્નેહા ના ચહેરા પર હમણાં થી બહુ ઉદાસી છવાયેલી રહેતી. તો એવું તો શું બન્યું હતું કે સ્નેહા જેવી ખૂબસુરત છોકરી આમ સાવ નીરસ જીવન જીવતી હતી, અને સ્નેહા કેમ કોલેજ છોડી ને ફેમીલી સાથે અમદાવાદ થી રાજકોટ માં આવી ગઈ હતી. જાણવા માટે વાંચતા રહો સાજીસ.

ક્રમશ....)

મિત્રો જો તમને આ સ્ટોરી ગમે તો જરૂર થી લાઇક કરજો, તમારા રીવ્યુ નો હમેશા ઈંતેજાર રહેશે અને આગળ લખવાની પ્રેરણા આપશે.