Amisha - 2 in Gujarati Love Stories by Ayesha Yusuf books and stories PDF | અમિશા - 2

Featured Books
Categories
Share

અમિશા - 2

મિત વાસુ ના ફોનની આતુરતા થી રાહ જોઈ રહ્યો હતો.અજંપા ના ભાવો તેના ગોરા ચહેરા ઉપર દૂર થી દેખાઇ રહ્યા હતા.કંટાળીને મિતે વાસુને ફોન કર્યો.

“મિષ્ટી આવી?”

“કેટલી વખત પૂછીશ?જેટલી વખત પૂછીશ એટલી વખત એજ જવાબ આપીશ…નથી આવી એ.. અડધી રાત થવા આવી.. એ ઘરેજ હોશે…એક વાર ચેક તો કરી જો.”

“હું એના રૂમ મા છું હાલ.. હવે કાંઇ?અને તુ હાંફી કેમ રહ્યો છે?ઑલ ઑકે?”

“કાંઈ નહી.ઑલ ઑકે.મને મળશે તો કહીશ”-વાસુ એ ઊતાવળે ફોન કટ કરી નાંખ્યો.

“યાઆઆઆઆરરર..”-અમિતે જોરથી દિવાલ પર મુકકો માર્યો.

એ રાત અમિત ની જિંદગી ની સૌથી બિહામણી રાત હતી.

સવારે એઊઠીને કૉલેજ ગયો ત્યારે ઊજાગરા નો થાક એના ચહેરા પર સ્પષ્ટદેખાતો હતો. એના ચહેરાનુ નૂર સાવ ઊડી ગયેલું.

“ગુડ મૉનિઁગ જાન.. હું વેઇટ કરતી હતી.. કેમ પિક કરવા ન આવ્યો?-સેમ એ અમિત ના ગળા ફરતે હાથ વિંટાળતા કહ્યું”

“સોરી.. હું ભુલી ગયો હતો”-અમિત એ સેમ ના હાથ છોડાવતા કહ્યું.

“મારો બાબુ ઊંઘ્યો નથી કે શું?મને મિસ કરતો હતો?સૉરી બાબુ.. રાતે હૂં સૂઈ ગયેલી..”

“લૂક.. હાલ મને એકલું રહેવું છે સો”

“શું થયું?ચલ ને લોન્ગ ડ્રાઇવ પર જઇએ.. હું બોર થઈ ગઈ છું”

“હું નોકર નથી તારો..હાલ મને કોઇના જોડે ક્યાંય નથી જવું”

“પ્રોબ્લેમ શું છે તારી?તું મારી સાથે આવી રીતે વાત કેવી રીતે કરી શકે?”

“તને સમજાતું નથી કે પછી સમજવા.માંગતી નથી.. જસ્ટ ગો.”

“પ્રોબ્લેમ શું છે એ.તો કહે”

મીશા કાલ થી ગાયબ છે. એનો ફોન લાગતો નથી. કોઈ પત્તો જ નથી.મારૂ મગજ કામ નથી કરતુ સહેજ પણ.એ કયાં હશે યાર..”-અમિત ની આંખ માંથી આંસુ વહેવા લાગ્યા.

“યાર આવી જશે.તુ પણ શુ લઈને બેસ્યો છે યાર…ચીલ ના…આવી જશે. ચલ લોન્ગ ડ્રાઈવ પર.”અમિત સેમ સામે જોઈ રહ્યો.

”તું આમ કેવી રીતે કહી શકે?મિશા બેસ્ટ ફ્રેન્ડ છે મારી.”

“બેબી મુડ ન બગાડ ને. ચલ જઈએ”-સેમ અમિત નો હાથ પકડીને તેને ઊભો કરવા લાગી

“ડીસ્ગસ્ટીંગ સેમ. મિશા નો કોઈ પત્તો નથી ને તને લોન્ગ ડ્રાઈવ ની પડી છે?-અમિતે પિત્તો ગૂમાવતા કહ્યું.

કેન્ટિનમાં બેસેલા બધાનું ધ્યાન અમિત તરફ ગયું.

“એ અટેન્શન સીકર માટે તુ મારા સાથે ઝગડે છે?આજસુધી મારા ડેડી મને ઊંચા અવાજે નથી બોલ્યા.”-સેમ બરાડા પાડવા લાગી.

“બોલ્યા નથી એનુ પરિણામ જાહેરમાં દેખાય છે. બોલ્યા હોત તો કમસે કમ માણસમાં ગણાતી હોત”-અમિતે સેમને રોકડું પરખાવ્યું

“યુ બ્લડી ચીપો.કહેવા શું માંગે છે?હું માણસ નથી?તો શું જાનવર છું?”

“એમના મા પણ લાગણી હોય છે. તારી સરખામણી એમના જોડે કરીને એમને શરમમાં ન મૂક”-અને આ સાથે જ આખી કૅન્ટિન માં હાસ્યનું વાવાઝોડું ફરી વળ્યું.અમિત જતો હતો ત્યાંજ સેમે કહ્યું-“પહેલે મિષ્ટી ને છોડેલી ને તને હું મળેલી.હવે મને છોડીને જાય છે પણ જેના માટે છોડે છે જો એ જ નહી મળે તો શું કરીશ?”-અમિત સડક થઈ ગયો. એના કાન માં શબ્દો ગૂંજી રહ્યા હતા. એને સેમ સામે જોયું. સેમના ચહેરા પરનું ખંધુ સ્મિત જોઈ અમિત ચોંકી ગયો.

“તુ જાણે છે મિષ્ટી કયાં છે?”

“ના.હું તો જસ્ટ તને કહેવા માંગુ છું કે હજુ પણ માફી માંગી લે.બાય”-સેમ ચાલી ગઈ.પણ પાછળ હજારો સવાલોનું તોફાન અમિતના મનમાં જગાવતી ગઈ.

“હું શરત જીતી ગઈ.”સેમે ભાર્ગવને મેસેજ કર્યો.ત્રણ મહિના પહેલા એ અને ભાર્ગવ સોશ્યલ સાઈટ પર કોન્ટેકટમાં આવેલા.બંને વચ્ચે કોઈ વાતમાં એવી શરત લાગેલી કે જો એ કોઈ એવા દોસ્તને છૂટા પાડે કે જેઓ દોસ્તીની જીવતી જાગતી મિશાલ હોય તો ભાર્ગવ સેમનો આસિસ્ટન્ટ બનીને રહેશે. અને થોડા મહિનામાં જ સેમ એના ભાઈ સાથે કંપનીની નવી ઑફિસના કારણે અહીં આવેલી અને કૉલેજના પહેલા જ દિવસે એને મિશા અને અમિતની જોડી મળી અને એને શરત જીતવાનો ગોલ્ડન ચાન્સ દેખાયો.

***

મિશાને એક અઠવાડિયું થવા આવેલુ પણ મિશા નો કોઈ પત્તો ન હતો. એના હોવાની શકયતા વાળી બધીજ જગ્યાઓ અમિત અને વશિષ્ઠ એ ફેંદી નાંખેલી.અમિત રઘવાયો થઈ ગયો હતો. જયારે પણ એ અરીસામાં જોતો એને એની જાત પર ધિકકાર આવતો.આજે એના કારણે જ મિશા એનાથી દૂર હતી.જયારે પણ એ મિશાની મમ્મીની આંખમાં આંસુ જોતો ત્યારે એને એના ઉપર ગુસ્સો આવતો.

ઘડિયાળમાં રાતના એકના ડંકા વાગી રહ્યા હતા. અમિત અને વશિષ્ઠ હુકકાબારમાં બેસા હતા.વશિષ્ઠે પિંક લેડીમાં સ્ટ્રો થી બુડ..બુડ અવાજ સાથે બુલબુલા બનાવી રહેલા અમિત સામે જોયું.અમિત જયારે પણ ટેન્શનમાં હોય ત્યારે આ રીતે ડ્રીંકમાં બુલબુલા બનાવવાની એની આદત હતી.વધી ગયેલી દાઢી,વિખરાયેલા વાળ,ક્રીમ કલરનો ઝભ્ભો લેંઘો, અને ઊજાગરાના કારણે લાલઘૂમ થઈ ગયેલી આંખો.અમિતની હાલત કફોડી બની ગયેલી.એને જોઈને સ્પષ્ટ રીતે ખ્યાલ આવી જતો કે અમિત મિશા માટે ઝૂરી રહ્યો હતો. એને સારી રીતે સમજાઈ ગયું હતું કે મિશા વગર એ કાંઇજ નથી.વશિષ્ઠે એના ખભે હાથ મૂકયો.અત્યાર સુધી બાંધી રાખેલી એક ખારી નદી ગાંડીતૂર બની વહી રહી હતી.

“આઈ લવ હર.એના વગર હું એક ક્ષણ પણ નથી રહી શકતો.એના ગયાં પછી જ મને ભાન થયું કે એને હું કેટલો પ્રેમ કરૂ છું.એ મારા આસપાસ હતી ત્યારે મે એની કદર જ ન કરી.એને ઈગ્નોર કરીને સેમ પાછળ લટ્ટુ થઈ ગયેલો.એકવાર પણ એને પુછયુ નહી કે તને કેટલુ હર્ટ થયું?હું આને જ લાયક છું”-અમિત નાના બાળકની જેમ રડી રહ્યો હતો.

“ઑલરેડી ઘણા આંસુઓ આ પિંક લેડીમાં મિક્ષ થઈ ગયા છે. લે નાક લુછી લે નહી તો હવે લીંટ પણ મિક્ષ થશે”

અમિત ને એના કાન પર વિશ્ર્વાસ થઈ રહ્યો ન હતો. હા.. આ મિશનો જ અવાજ હતો.એ જ આમ બોલી શકે.એ કૂદકો મારીને ચેર પરથી કૂદી પડયો.

“વાસુ તે સાંભળ્યું?મિષ્ટી નો જ અવાજ છે આ.મિષ્ટીઈઈઈ…ઓય કયાં છે તું?લુક બહુ છૂપાછૂપી થઈ.જલદી બહાર આવ.મને મારી ભુલ સમજાઈ ગઈ છે. હું કૉલેજમાં બધા સામે મુરઘો બનવા તૈયાર છું બસ જલદી સામે આવ.મિષ્ટીઈઈઈ..”-અમિત હુકકાબારમાં આમતેમ દોડાદોડી કરી રહયો હતો. વશિષ્ઠે તેને પકડીને બેસાડયો.વશિષ્ઠ અમિત સામે પ્રશ્ર્નાર્થ ભરી નજરે જોઈ રહ્યો હતો. એને અમિતને સોફા પર બેસાડયો.

“શું માંડયું છે ભાઈ?આમ એક વાગે ઊઘાડી આંખે શેના સપના જુએ છે?કયાં છે મિશા?કયો અવાજ?એ ભાઈ.હું સારી રીતે સમજુ છું તને પણ એકાએક આમ બોખલાઈ ગયો છે કે શું?ઘાંટા કેમ પાડે છે?હમણા તારો મામો આવીને શટર ખોલાવશે ને નાહકની ભારેખમ ચોંટશે.તું સુઈ જા અહિંયા જ.”

અમિત આખી રાત હુકકાબારમાં જ ઊંઘી રહ્યો.સ્વપ્ન માં પણ મિશા એના વાળમાં હાથ ફેરવી રહી હતી.

સવારે વાસુએ અમિતને જગાડયો.અમિતનુ શરીર તાવથી ધગધગતુ હતું.વાસુ એને ઘરે લઈ ગયો.ઘરમાં પ્રવેશતા વેંત એની નજર મંદિરમાં મરક મરક મુસ્કુરાઈ રહેલા ક્રિષ્ણા પર પડી.એને સૌથી વધુ વિશ્ર્વાસ એની ઉપર હતો.બધીજ સમસ્યાનું નિવારણ કરનાર ભગવાન કમ એનો મિત્ર વધુ એવો કનૈયો.અમિત એના સામે જઈને ફસડાઇ પડયો.

“હું જાણુ છું મે ભૂલ કરી છે.એની આટલી મોટી સજા ન આપ.તું પણ સુપેરે વાકેફ છે મારી હાલતથી.દરેક વખતે મારો હાથ પકડયો છે તે. આજે ન છોડીશ.રાધા થી વિખૂટા પડવાના વિરહમાં તુ પણ તો ઝૂરેલો છે ને.તારાથી વધુ બેહતર કોણ જાણે છે મારી મનોસ્થિતિ ને.પ્લીઝ કિશન. હું ભીખ માંગુ છું તારી આગળ.મિષ્ટી વગર હું પણ એટલો જ અધૂરો છું જેટલો તુ તારી રાધા વગર.અમિતની આવી હાલત ત્યારે પણ ન હતી જયારે એને મિષ્ટીની વાસ્તવિકતા જાણેલી.ફોન આવતા વાસુ બહાર નિકળ્યો.

“આખરે સમય આવી ગયો છે ભાર્ગવ…એને આખી દુનિયામાં જીવવા લાયક નહી છોડું.મારૂ અપમાન કર્યું એને.-સેમ નુ અટ્ટહાસ્ય સાંભળી સામે છેડે વાત કરી રહેલા ભાર્ગવનો ચહેરો ચમકી રહ્યો હતો.

“હા સેમ.આખરે એ દિવસ ઘણો નજીક છે જયારે દુનિયા સામે સચ્ચાઈ આવશે અને કાંટો હંમેશા માટે દુર થઈ જશે.ચલ બાય.”-ભાર્ગવના ચહેરા પર વિજેતા બનવાની ખુશી સ્પષ્ટ દેખાઈ આવતી હતી.

દવાના ઘેનથી ગાઢ નિંદ્રામાં પોઢેલા અમિતની આંખ સતત વાગી રહેલી ફોનની રિંગથી ઉઘડી.

“હલો…”-અમિતે ઊંઘરેટા અવાજમાં ફૉન રિસિવ કર્યો.

“કાલે સવારે ટાઈમથી કૉલેજ આવી જજે.મિશા મળી જશે તને અને મેન્ટલી પ્રિપેર રહેજે મિશાને ગુમાવવા માટે.”-ફૉન કટ થઈ ગયો. અમિતને ઉપરાછાપરી સરપ્રાઈઝ કમ આંચકાઓ મળી રહયા હતા. એ હજુ વિચારી રહ્યો હતો.

પહેલા કહ્યું મિશા મળી જશે અને પછી કહ્યું ગુમાવવા માટે તૈયાર રહેજે.આનો અર્થ શું હોય શકે?એકબાજુ એની ખુશી સમાતી ન હતી તો બીજી બાજુ એને આ ખુશી ક્ષણભંગુર હોવાના એંધાણ વર્તાઈ રહ્યાં હતાં. એને વાસુને ફૉન કરી કહ્યું.વાસુએ માત્ર એટલુ જ કહ્યું કે ફીકર ન કરીશ.મિશા ને કંઈ પણ નહી થાય. અમિતને વાસુનો જવાબ સંતોષકારક ન લાગ્યો.એના મનમાં વિચારનું વાવાઝોડુ ચાલી રહ્યું હતું. કાંઈ સમજાઈ રહ્યું ન હતું. એને મનોમન પ્રાર્થના કરી, “આઈ લવ સરપ્રાઈઝ પણ હવે હું કોઈજ ધમાકા માટે રેડી નથી.કાલનો સૂરજ બધોજ અંધકાર હરી લે બસ એ જ કર ક્રિષ્ણા.”

એ આખી રાત એને સવાર પડવાની રાહમાં પડખા ફેરવીને પસાર કરી.અમિતે બારીમાંથી હજુ રતુંબડા સૂરજ તરફ જોયું.એને આંખ બંધ કરી એની મિશાને યાદ કરી.એ વિચારવા લાગ્યો,”આ સૂરજ જેવીજ છે મિશા પણ.એની હાજરીમાં કોઈ એના તરફ ધ્યાન ન આપે પણ એના જતાં જ બધે અંધકાર ફરી વળે. જેમકે હાલ મારી જિંદગી બની ગઈ છે. અંધકારનો પર્યાય.તારા પ્રકાશનું મહત્વ તારી ગેરહાજરી એ સમજાવી દીધું મને.પાછી આવી જા અને ફરી એકવાર મારી લાઈફને તારા અજવાળાથી ઝગમગાવી દે.”-અમિતના ગાલ પર વહી રહેલું આંસુ સૂરજના કોમળ કિરણને ભેટીને ચમકી રહ્યું હતું. અમિત ઉતાવળે કૉલેજ જવા રેડી થયો.એને વાસુને પણ સાથે લીધો. પ્રત્યેક પળ અમિતના ધબકારા વધારી રહી હતી.

“એ ભાઈ….આ સુપરસોનિક જેટ નથી એ તો જાણે છે ને?બુલેટ ઉડાવવા માટે નથી.શાંતિભાઈને ઝાલીને ચલાવ.”

“આજે શાંતિભાઈ જાય ભાડમાં.મારી મિશા માટે તો સાયકલ પણ ઉડાવી લઉં.બસ એને જોવી છે.એને કસીને હગ કરવુ છે.”-અમિતના અવાજમાં આનંદ છલકાઈ રહ્યો હતો.કૉલેજ પહોંચીને જોયું તો ઘણી ભીડ જામી હતી. અમિતનું હ્દય એક ધબકારો ચૂકી ગયું. એના કાનમાં ફરી પેલા શબ્દો ગૂંજયા.

“મેન્ટલી પ્રિપેર રહેજે એને ગુમાવવા માટે.”-અમિતે વાસુ સામે જોયું. હર્ષઘેલા અમિતના ચહેરા પર ચિંતાનુ આવરણ પથરાઈ ગયું.આનંદની ચમક ગૂંથેલી આંખમાં ભય તરી રહ્યો હતો.

“રડવા ન બેસજે.હું છું ને યાર.મિશા મારી પણ જાન છે.અને તુ જાણે જ છે ને એ કેટલી મજબૂત છે.ચલ હવે.સ્માઈલ કર.એને આમ રોતલુ થોબડુ ન બતાવજે.”

બંન્ને કૉલેજમાં દાખલ થયા. એક એક પગલુ અમિતના ધબકારા વધારી રહ્યુ હતુ. ભીડ ચીરતા બંન્ને આગળ આવ્યાં.એ દ્દશ્ય જોઈને જ અમિતના પગ ઢીલા થઈ ગયા. એનો શ્ર્વાસ જાણે રૂંધાઈ ગયો હતો. મિશા બેહોશ પડેલી હતી.અમિતે જઈને એને બાથમાં લઈ એટલી વારમાં જ ડૉકટરને લઈને સેમ પણ આવી પહોંચી.મિશાને જોઈને સેમના પગ નીચેથી ધરતી ખસી ગઈ.લૉ બ્લડપ્રેશરના કારણે મિશા બેહોશ થઈ ગયેલી.મિશાને અલગ કલાસમાં સુવાડી ને બધા કલાસમાં ગયા.પ્રિન્સીપલે અમિત, સેમ અને વાસુને ઑફિસમાં બોલાવ્યાં.સેમના મોં પરથી રંગ ઊડી ગયો હતો.

“વેલડન સમાયરા.મને ગર્વ છે કે તે આટલુ સરસ કામ કર્યું. “

“તને સેમ કયાંથી મળી?”-ઊતાવળા બનેલા અમિતે સરની વાત કાપતા પુછયું. સેમ વારાફરતી બધાના સામે જોવા લાગી.

“ડાફોડિયા શું મારે છે?બોલને જલદી”

“એકચ્યુલી એ મને…..હું બધાં સામે કેવી રીતે બોલું?”-સેમની જીભના લોચા વળી રહ્યા હતા.

“બોલે છે કે પછી..”-અમિત સેમ તરફ ધસ્યો પણ વાસુએ તેને પકડી રાખ્યો.

“સર મને મિશા વિલ્સન રૉડ પર બેહોશ મળેલી.પાનના ગલ્લા વાળો કહેતો હતો કે આ અહીયાં રહેતી હતી અને ઘણી પ્રખ્યાત પણ છે.”-સેમ છેલ્લુ વાકય ધીમેથી બોલી.વિલ્સન રૉડ રેડલાઈટ એરિયા હતો.આ સાંભળતા જ અમિતની કમાન છટકી.

“સેએએએએએમ..તારી જગ્યાએ કોઈ અન્ય હોત તો અત્યાર સુધી બે લાફા ખાઈચુક્યુ હોત.ભાન છે કે નહી તને?ખબરદાર જો આરોપ લગાવ્યો છે તો.આઇ સ્વેર આઇ વીલ કીલ યુ.”-ગુસ્સામાં અમિતે ચેતવણી આપી.

“મને શું છે?એવા ધંધા જ શું કામ કરવા પડે કે મો છુપાવવાનો વારો આવે”

“અને આપણે એવા ધંધા શું કામ કરવા પડે કે કૉલેજ છોડવાનો વારો આવે?”-અત્યાર સુધી ચૂપ બેસેલા વાસુએ કહ્યુ.સેમ,અમિત અને પ્રિન્સીપલે અચંબીત ચહેરે વાસુ સામે જોયું.ત્રણેને સમજાયુ નહી કે વાસુ શું કહી રહ્યો હતો.

“જોયું?આવા કામ કરવા વાળાને કાઢી મૂકવા જોઈએ.તારો ફ્રૈન્ડ પણ સમજે છે અને તુ છે જેને લાગે છે કે મે મિશાને ગાયબ કરી.તને….”

“ભાર્ગવ સાથે મળીને.”-વાસુ સેમની વાત કાપતા બોલ્યો.સેમની આંખ ફાટી ગઈ. એને એના કાન ઉપર જાણે વિશ્ર્વાસ આવી રહ્યો ન હતો. અમિત અને પ્રિન્સીપલ સર બાઘાની જેમ જોઈ રહ્યા હતા .તેઓ નકકી જ ન હતા કરી શકતા કે આ શું ચાલી રહ્યું છે?

“તમે બંને અમને સમજાવશો કાંઈ?”

“હું સમજાવુ કે તુ તારા મોઢેથી તારા કરતૂત કહીશ?”-વાસુ એ સેમ સામે જોયું. સેમને પરસેવો છૂટી ગયો.

“આ શું છે?તમે મારા પર ચડો છો?અમિત.. મિશાને પૂછ જઈને.કે એ ત્યાં કેવા કરતૂત કરીને”-સેમ બોલવાનું પૂરૂ કરે એ પહેલા જ અમિતે એક સટ્ટાક કરતી મારેલી થપ્પડ ઑફિસમાં ગુંજી ઊઠી.

“ઈનફ.એક શબ્દ પણ બોલીશ તો જાનથી જઈશ”-અમિતે કહ્યુ

“આ થપ્પડ તારા પપ્પા એ પહેલા મારી હોત તો આજે અમિતને જરૂર ન પડતી.ચલ ફોન કર ભાર્ગવને. હું સમજાવુ છુ સર,તમે એના ભાઈને પણ બોલાવો.”

સેમ પાસે હવે કોઈજ વિકલ્પ ન હતો. એને ભાર્ગવને ફોન કર્યો.રિંગ વાગી રહી હતી અને સેમના શરીરમાંથી જાણે લોહી સુકાઈ ગયું હતું. એને કાપો તો લોહી ન નિકળે એવી પરિસ્થિતિ હતી.ફોન વાસુના હાથમાં વાગી રહ્યો હતો.અમિતને સમજાઈ રહ્યુ ન હતું.

“મે કહેલું ને મિત કે મિશાને કાંઈ નહી થાય.”

“મારૂ મગજ ફાટી જશે હવે.મને સમજાવીશ કાંઈ વાસુ?પઝલ રમવાનુ બંધ કરો”-અમિત બરાડયો.થોડી વારમાં સેમનો ભાઈ આવી પહોંચ્યો.

“કાંઈ બોલીશ હવે કે આમ મૌનબાબા બનીને બેસ્યો રહીશ?”

“જપી જા.હું મિશાને લઈને આવું. એને હોશ આવી ગયો હશે.”-વાસુ મિશાને લઈને થોડી વારમાં આવ્યો.અમિતે સેમ સામે પ્રેમભરી નજરે જોયું.

“વાસુ હવે કહીશ?”

“વાત એમ છે કે એક દિવસ મારી એક સોશ્યલ સાઈટ પરની આઈ. ડી.કોઈએ હેક કરી.મે હેકરને શોધ્યો અને એને સબક શીખવાડવા એના જ પિકચર્સ લઈને એના નામની આઇ.ડી.બનાવી.એક દિવસ સેમનો મેસેજ આવ્યો ને બાય ચાન્સ અમે વાત વાતમાં શરત લગાવી.થોડા સમય પછી એને કહ્યુ કે તેને એક કપલ મળ્યુ છે અને તે હવે જીતી જશે.એ જ દિવસે સાંજે સેમ અમિત સાથે બારમાં આવી અને હું એને જોતા જ ઓળખી ગયો.મને એક વાતની તો પાકકી ખબર હતી કે સેમ માટે એના ઈગોથી મોટું કોઈજ નથી.કોઈની જિંદગી પણ નહી અને એને મે ધારેલુ એમજ કર્યુ.અને આ બુધ્ધિના લઠ્ઠ એ કાંઈ જ સમજયા વિના આની વાત માની લીધી.સેમે જૂઠ બોલીને મિશાને દૂર કરી અને આ ડફોળે એક વાર પણ મિશા સાથે ચોખવટ કરવુ જરૂરી ન સમજયું.

“મિષ્ટી તને કહેવુ જોઈએ ને મને યાર.”-અમિતે મિશાનો હાથ પકડતા કહ્યું

“તે પૂછયું?તને જરૂરી જ ન લાગ્યું.”-વાસુ એ જવાબ આપ્યો.

લાળ ટપકાવવા માંથી ઊંચો આવે તો ટપકતા આંસુ નજર આવે ને?”-મિશાએ અમિતને થપ્પડ મારી.પ્રિન્સીપલ મૂછમાં હસ્યા.

“યાદ છે અમિત મિશા ગાયબ થઈ એ સાંજે આપણે ત્રણ બેસેલા અને અચાનક ફોન આવતા સેમ ઊઠીને જતી રહેલી?એ હુકકાબાર આવવા જ નિકળી હતી.સેમે મિશા પર નજર રાખવા એના જ બોડીગાર્ડને રોકેલો અને બારની બહાર જ એને કિડનેપ કરાવેલી.ખૂન કરાવવા.”-સૌ કોઈને આ માન્યમાં આવી રહ્યુ ન હતું.સેમની આંખમાં ખુન્નસ હતુ.

“તારા ગયાં બાદ જયારે હુ ફુટેજ ચેક કરતો હતો ત્યરે જ આનો મેસેજ આવ્યો અને મને ખબર પડી કે મિશા કિડનેપ થઈ છે. સદ્દનસીબે એના બોડીગાર્ડે બેકાબૂ મિશાને કાબૂમાં લેવા જેને બોલાવ્યો એ મારો બાઉન્સર હતો.એને મિશાને કોથળામાં બંધ કરી દાટવામાં મદદ કરી અને બંન્ને ઘર જવા રવાના થયા પણ મારો માણસ વફાદાર છે જે પૈસાની લાલચમાં આવ્યા વિના એને રસ્તામાં જ મને મેસેજ કર્યો ને ત્યાં જઈને તરત લોકેશન મોકલ્યું.એ લોકો નિકળ્યાં એની પાંચ મિનિટ માં હું ત્યાં પહોંચ્યો અને એને બહાર કાઢી.”-વાસુ હાંફી ગયો.સેમના ભાઈએ કોઈને ફોન કર્યો.

“તપોધન કૉલેજ આવો.પ્રોબલેમ થઈ છે. પ્લીઝ.”-સેમ સત્યની બહેન હતી અને એને જાનથી વધુ પ્રિય હતી.મિશા, અમિત અને વાસુ એ એકબીજા સામે જોયું.

“આ છે પૈસાની તાકાત.એને તમારા જેવા બે કોડીના માણસ નહી સમજી શકે. તમારા જેવા આખી લાઈફ સચ્ચાઈ,ઓનેસ્ટી નુ પૂંછડુ ઝાલીને બરબાદ થતા રહે.બ્લડી ચિપો.મારો ભાઈ મારો વાળ પણ વાંકો નહી થવા દે.”-સેમ સત્ય સામે જોઈને નફફટાઈ ભર્યુ હસી.

“પછી શું થયું?”-સત્ય બોલ્યો.

“યાદ છે અમિત તારો ફોન આવેલો અને તે પૂછેલુ કે કેમ હાંફે છે?આપણી મિષ્ટીને બચાવવા અટકયાં વિના એકધારૂ ખોદી રહ્યો હતો ત્યારે હું.મિશા બેહોશ હતી.એને બહાર કાઢી હૉસ્પિટલ લઈ ગયો અને હોશ આવ્યા બાદ બાર લઈ ગયો.કોઈને ખબર નથી પણ મે હુકકાબારમાં એક સિક્રેટ રૂમ બનાવેલો છે ત્યાં રાખી.કોઈને ખબર ન પડે એટલે. અને તને ને આ મેડમને સબક શીખવાડવો જરૂરી હતો.અને એ જ થયુ.આના ગાયબ થયા બાદ તુ રસ્તો ભટકેલો સાચા ઠેકાણે આવ્યો.અને ગુસ્સાથી પાગલ બનેલી સેમે બધું જ ભાર્ગવને કહી દીધું. એના માટે તો મિષ્ટી મરી ગઈ હતી.એને મને કહ્યું કે એ સેમના બદલે કોઈ બીજી છોકરીનામડદાને મિશા જેવા કપડાં પહેરાવી મડદાનુ મોઢું પથ્થરથી છૂંદીને વહેલી સવારે ચૂપકેથી કૉલેજ કમ્પાઉન્ડમા કોથળામાં છોડી જશે અને બધાં આવશે ત્યારે ડૉકટરને બોલાવવા જશે અને પછી ડૉકટર જાતે જ મરેલી સાબિત કરશે અને એ શરત જીતી જશે અને કોઈને ગંધ પણ નહી આવે.એને હવે ખબર પડી જાય એમ હોવાથી મે એને વિશ્ર્વાસમાં લીધી અને આ કામ એને મને સોંપ્યું.તે જોયું નહી કે મિશાને જોઈને સેમના હોશ કેવા ઉડી ગયેલાં!અને એને કેવી રીતે ખબર કે ડૉકટરની જરૂર છે કૉલેજમાં?એ તો આપણા બાદ આવેલી.”

“મને મેસેજ મળેલા સો મે……..”-સેમ બોલે એ પહેલાં જ સત્યે તેને ઊપરાછાપરી ત્રણ-ચાર થપ્પડ મારી.એટલી વારમાં પૉલીસ ઈન્સપેકટર મનહર આવી પહોંચ્યાં.

“ભાઈ આ શુ કરે છે?”-સેમ હવે ગભરાઈ.તેની આંખમાં તેના અંધકારમય ભવિષ્યનો ભય દેખાઈ રહ્યો હતો.

“મને શરમ આવે છે કે તું મારી બહેન છે.આનો ચહેરો પણ મને નથી જોવો.”

સાથે આવેલી મહિલા પોલીસ સેમને પકડીને લઈ જવા ગઈ.બધાંએ રાહતનો શ્ર્વાસ લીધો.

“એ રાત્રે પિંક લેડી પીતા તે કોઈ જ સપનુ ન’તુ જોયું.તને આમ ભાંગરતો જોઈ એ રહી ન શકી અને રૂમની બહાર આવી હતી.તને કોઈ ભાસ ન’તો થયો.એને મે ટેબલ નીચે સંતાઈ જવાનું કહેલુ.આખી રાત તારા વાળમાં હાથ ફેરવતી બેસી રહેલી.”-વાસુ અને મિશા હસી પડ્યા.

અમિતે બધા સામે એને કસીને ગળે લગાવી.

“તારા વિના હું કાંઈજ નથી.આઈ એમ સૉરી મિષ્ટી.એન્ડ વન્સ અગેઈન સૉરી ફોર ધીસ”-મિશા કાંઈ પૂછે એ પહેલા જ અમિતે તેને પ્રિન્સીપલ અને વાસુની સામેજ મિશાને કિસ કરી.મિશા શરમથી લાલઘૂમ થઈ ગઈ. અચાનક એની નજર સત્ય પર પડી.એને તો બધું જ મળી ગયેલુ પણ કોઈ એવુ પણ હતુ જેનુ સર્વસ્વ છીનવાઈ ગયેલુ.શાયદ ત્યાં કોઈનુ ધ્યાન ગયું જ ન હતુ.એક ખરતો તારો જઈ રહ્યો હતો.

સત્ય ઢીલા પગલે ભાંગેલા હૈયે જઈ રહ્યો હતો. મિશા એ જોયું.

“સત્ય..”-મિશા દોડતી એના પાસે ગઈ..સત્યની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા.અમિત અને વાસુ પણ આવ્યા.મિશા ઘણી ગુસ્સામાં હતી.

“મને જે સહન કરવુ પડયુ એનુ શું?હું માફ કરવાના મુડમાં નથી.સેમના લીધે મારા આખા પરિવારને સજા મળી.”

“તમે મને જે સજા આપશો મને મંજૂર છે”-સત્ય એ નીચી નજરે ઢીલા અવાજે કહ્યું.સેમે માનવતાની હદ વટાવી હતી.અમિત અને વાસુને ખબર હતી. મિશા કોઈને બક્ષતી નથી.એ મિશાને સમજાવવા જેવા જ આગળ આવ્યાં કે મિશાએ બંન્ને સામે જોયું. મિશા ભગવાનનુ પણ ન માનત.એ બંન્નેને સત્ય પર દયા આવી.

“શું કહેતી હતી તમારી બહેન?સચ્ચાઈ, ઑનેસ્ટી બરબાદ કરે એમને.કોણ ડફોળ કહે છે?હવે જુઓ…એવી સજા આપીશ કે આખી જિંદગી યાદ રહેશે”

“મિષ્ટી એમનો શું વાંક છે યાર”-અમિતે છેલ્લો પ્રયાસ કર્યો.સત્યની આંખો હજુ જમીનને જોઈ રહી હતી.

અચાનક મિશા નીચે બેસી ગઈ.

“તમે મારી સામે પણ નથી જોતા એટલે આઈ કોન્ટેકટ માટે નીચે બેસવુ પડયુ.મારા પાસે મમ્મી છે.મિત અને વાસુ છે.પણ ભાઈ નથી.આખી લાઈફ રાખી બાંધવા દેશો પ્લીઝ?”-સૌ કોઈ માટે આ સુખદ આશ્ચર્ય હતુ.મિશાનુ નવુ જ રૂપ.સત્ય એ મિશાને ઉઠાડીને ગળે વળગાડી દીધી.મિશા પહેલી વાર જાહેરમાં મોકળા મને રડી રહી હતી. મંદ મંદ પવન વાય રહ્યો હતો. સૂર્યદેવતા પણ જાણે કુમળા કિરણો વડે ભાઈ બહેન ને આશિર્વાદ આપી રહ્યા હતા.

“થોડા વિદાય માટે પણ બચાવી રાખજો.”-અમિતે નજીક આવી કહ્યુ.

“આજથી આ લાડકી તારી જવાબદારી.ખબરદાર જો રડાવી છે તો.જાન તો નહી લઉ પણ જવા પણ નહી દઉં.

મિશા મમ્મી થી નહી મળાવે?”

“મિષ્ટી…મિશા પારકા માટે છે.”-બધા ખડખડાટ હસી પડ્યા.