Amisha in Gujarati Love Stories by Ayesha Yusuf books and stories PDF | અમિશા

Featured Books
Categories
Share

અમિશા

અમિશા….

‘અમિઇઇઇઇઇઇઇઇતત….’અડધી શેરી સાંભળે એમ મે ઘાંટો પાડયો..

‘એ લાઉડસ્પીકર…ધીમે જરા..બધા તારી જેમ બેહરા ન હોય.. સવાર સવાર મા શું છે લી?’-અમિત એ વાવાઝોડા માફક ધસી આવતી મિશા ને જોઈને કહયું

“મારી ચાવી કયાં છે?”

“તુ તો કાંઈ રમકડુ છે જે તારી ચાવી હોય?”- અમિત હસ્યો.

“મગજ ના બગાડ ડોબા.. ચલ ફટાફટ ઓકવા માંડ..”

“એમાં એવું છે કે હું કહી શકું પણ મને શું મળશે?”

મિશા એને મારવા ધસી..

“સ્ટેચ્યુ”-અમિત એ આંગળી વડે બંદૂક બતાવી. મિશા ત્યાં જ રોકાઈ ગઈ.

“બુલેટ હું લઈ જવાનો છું.. સોરી મિષ્ટી.. તુ ભાઇ સાથે આવજે.સાંજે હુકકાબાર ની ટ્રીટ મારા તરફ થી.”-અમિત મિશા ને ધબ્બો મારી આંગળી માં ચાવી ઘૂમાવતો બહાર નીકળી ગયો.

મિશા ધૂંવાપૂવા થતી નિખીલ સાથે કૉલેજ ગઈ..નિયમ મુજબ ઉપાધ્યાય નો લેકચર બંક કરીને એ કેન્ટિન મા અમિત ની રાહ જોઈ રહી હતી.મિશા કંટાળીને ડાયરી લખવા માંડી..

“હેય મિષ્ટી”-અમિત એ પાછળ થી આવીને ધબ્બો માર્યો.

“નોનસેન્સ…કયાં મરી ગયેલો?”-મિશા કંઈક લખી રહી હતી.

“હેલ્લો મિષ્ટી”-એક મધુર રણકો સંભળાયો. મિશા એ ઊંચુ જોયુ. એક રૂપ રૂપ નો અંબાર સમી યુવતી સ્મિત વેરતી સામે ઊભી હતી.. પિંક કલર નુ ઑફ સોલ્ડર ચુસ્ત ટોપ અને વ્હાઇટ શોર્ટ માં તે ચિત્તાકર્ષક લાગી રહી હતી.. પિંક કલર ની પેન્સિલ હિલ થી તેના ભરાવદાર ઉરોજ થોડા વધારે ઉત્તેજક લાગી રહયા હતા.અત્યંત ઉજળા ચેહરા પર ડાર્ક પિંક લિકવિડ લિપ્સટિક થી તે આખી કૉલૅજ માં સૌથી સુંદર લાગી રહી હતી..

“મિશા…મિષ્ટી માત્ર મીત કહી શકે..”-મિશા એ રૂક્ષતા થી જવાબ આપ્યો.

“ઑકે સોરી…હાઉ આર યુ?”

“કૂલ…એન્ડ યુ મિસ…??”

“સમાયરા”-અમિત વચ્ચે બોલ્યો..

“કેમ એને એનું નામ બોલતા નથી આવડતું?”

“મિષ્ટી.. હું તો જસ્ટ..”

“યુ કૉલ મિ સેમ..અને મારા નામ મા એવો કૉપીરાઈટ નથી કાંઈ.. હે ના મિત?”-એને વચ્ચે થી વાત કાપતા અમિત ના ખ ભા પર હાથ મૂકતા કહયુ.અમિત અને સમાયરા ખુરશી લઈને બેસ્યા.મિશા એ ત્રાંસી નજર કરીને જોયું કે અમિત સમાયરા ની અડોઅડ બેસેલો.. કેન્ટીનમાં હાજર તમામની આંખો અત્યારે અમિત અને સમાયરા પર હતી..કેન્ટીન નુ વાતાવરણ એકાએક જાણે વધી ગયું હતું.અને આ તો થવાનુંજ હતું.. અમિત કૉલૅજ નો મોસ્ટ પોપ્યુલર ચોકલેટ બોય હતો.તે કૉલેજમા શાહિદ કપૂર તરીકે પ્રખ્યાત હતો…દેખાવમા અદ્દલ શાહિદ કપૂર જેવો લાગતો અમિત અભ્યાસ ઉપરાંત બીજી બધી જ ઈતર પ્રવૃત્તિ માં એક્કો હતો.વળી હસમુખો અને મિલનસાર હતો.કૉલૅજ ની છોકરીઓનો ડ્રિમબૉય. એના સાથે વાત કરવા અને એની નજરે ચડવા છોકરીઓ નીતનવા ગતકડા કરતી પણ એ કોઈને પણ ઘાસ ન નાંખતો.. જયારે ધગધગ કરતી બુલેટ લઇને તે આવતો ત્યારે બધીજ છોકરીઓનું હ્દય કંઈક વધારેજ જોરથી ધકધક કરતું.. પરંતુ પાછળ બેઠેલી મિશાને જોઈને તેઓ અધમણ ના નિસાસા નાંખતી મોં વકાસતી જોઈ રહેતી..કૉલૅજ માં મિશા ને લોકો કંઇક આ રીતે ઓળખતા..મિશા એટલે લેડી ગબ્બર.ગૌર વર્ણ,નીલી આંખો અને પ્રમાણ માં થોડી ઠિંગણી એવી મિશા થી ઉલજવાની ભૂલ ખુદ પ્રોફેસર પણ ન કરતા. અમિત પાછળ બેસીને કૉલૅજ આવતી મિશાના હવામાં ઉડતા વાંકડિયા ગોલ્ડન ટૂંકા વાળ જોઈને પરાણે વ્હાલ જાગે એવી મિશા નો જેને પ્રત્યક્ષ અનુભવ થાય એને આજ મિશા ઝેર જેવી લાગવા માંડે..એ માત્ર શારીરિક દ્રષ્ટિ એ જ છોકરી હતી બાકી એનામાં સ્રી સહજ લજજા,નમણાશ, નમ્રતા જેવા ગુણ ને દૂર દૂર સુધી જાણે કોઇ લેવાદેવા જ ન હતા.હંમેશા શર્ટ પેન્ટ અને બુટ પહેરતી મિશા નો બેસ્ટ ફ્રેન્ડ એ અમિત.. અલબત્ત એક માત્ર મિત્ર પણ.. વિશાળ મિત્રવર્તુળ ધરાવતા અમિત ની બેસ્ટ ફ્રેન્ડ મિશા ના કૉલૅજ કે ઘરે કોઈ મિત્ર ન હતા..દેખાવડી મિશા સાથે વાત કરતા પણ લોકો બેહજાર વાર વિચારતા.એના વિશે લોકો મજાક ઉડાવતા એકજ વાત કહેતા કે,’સાત પુરૂષ મર્યા હશે પછી આ જન્મી હશે ..એને બદલવા આતુર લોકો ની ભીડ વચ્ચે એક અમિત જ એવો હતો જેને મિશા ના વર્તન, પહેરવેશ થી કોઈ જ પ્રોબ્લેમ ન હતી.. એને એ આમ જ ગમતી.

“ઓર્ડર આપ ફટાફટ.. ભૂખ લાગી છે હવે”

“દોસ્ત.. બે પ્લેટ ડબલ ચિઝ કલબ સેન્ડવીચ ને બે કૉક.. ચાલશે ને તને પણ સેમ?”-અમિત એ ઑર્ડર આપ્યો.

“નો વે દીયર.. ઈટ્સ ટુ મચ હેવી.. આટલી બધી કૅલરી!!હું તો મરી જ જાઉં.. માર માટે ઑન્લી ડાયેટ કૉક”

“ઑકે..”-અમિત એ ઑર્ડર આપી વાત ચાલુ કરી.મિશા ઊંધુ ઘાલીને ડાયરી લખવામાં વ્યસ્ત હતી..

“મિષ્ટી સાંભળ તો..”

“હમમ.. ભસ”-મિશા એ ડાયરી બંધ કરી.તેને સેમ તરફ નજર કરી. ડાબા હાથ પર દાઢી ટેકવીને બેસેલી સેમ નો સહેજ ત્રાંસો ચહેરો લોહચુંબક થી કમ ન હતો.

“સેમ એ આજે જ એડમિશન લીધું છે. એ મુંબઈ થી આવી છે.”

“તને કોણે કહ્યું?”

“પ્રિન્સિપલ સર એ.. અને ખાસ કીધું છેકે એને મારા સાથે રાખું”

“વેરી ગુડ..ઘણી લકી કેવાય.. “

“હા..લકી તો હું છુ જ.. મિત ની કંપની…રિચ ફેમિલી.. ટુ મચ કેરિંગ ડેડી.. યુ નો વ્હોટ મિત.. ડેડી એ જસ્ટ એક વિક પહેલા જ મને ન્યુ મર્સિડીઝ ગિફટ કરી.”

“મિત?”-મિશા એ પૂછ્યું

“અમિત યાર…સ્ટુપિડ યુ”

મિશા બોલવા જ જતી હતી કે અમિત એ ચૂપ રહેવાનો ઈશારો કર્યો.. મિશા સમસમી ગઇ. ભોલુ આવીને એક પ્લેટ માં કલબ સેન્ડીઅને ત્રણ કૉક મૂકી ગયો.

“હેય!તે તો બે પ્લેટ ઑર્ડર કરેલો ને..”

“હા..આ બે જ પ્લેટ છે.. અમે એક જ પ્લેટ માંથી જ ખાઈએ છે.”-અમિત એ કહ્યું

“સો ડર્ટી યાર. આમ એંઠુ કેમ ભાવે જ?”..

“અમે તો ડર્ટી જ છીએ.. તને ના ફાવે તો સામે ટેબલ ખાલી જ છે.. તુ જઈ શકે”-શાંત બેસેલી મિશા એ જવાબ આપ્યો..”

“સો રૂડ યાર…મે તો એમજ કહયું.એની વેય હું થોડી ફોર્માલિટીઝ પતાવીને આવું છું.પછી સાથે જશુ આપણે.”

“આપણે?”-મિશા એ કૉક નો સિપ લેતા લેતા પૂછયું

“આઇ મિન હું અને મિત. મિત મને ડ્રોપ કરવાનો છે.હું કાર લઈને નથી આવી સો”

“કેમ ડ્રાઈવર ને ચલાવવા રાખી છે?બુલેટ પર કોઈને બેસવાની પરમિશન નથી.”

“વ્હોટેવર.. હું વેઈટ કરીશ..”-સમાયરા કમર લચકાવતી લચકાવતી જતી રહી..સાથે છોકરીઓની હાય અને છોકરાઓની વાહ લેતી ગઈ..

“ડ્રોપ કરવાનો બહુ શોખ હોય તો ઑટો મા જઈને ડ્રોપ કરી આવ. બુલેટ હું લઈ જઈશ.

“યાર સમજ ને.. આમ શું કરે?”

“ચલ ફૂટટટ…ડ્રાઇવર નથી તુ એનો.”

“કેવી લાગી તને?”

“વાહિયાત”

“આમે તને કોણ ગમે જ છે?”-અમિત ના ફોન ની રિંગ વાગી..

“ચલ હું જઉં..ભાઇ સાથે આવી જજે.”

“મિત તને ખબર છે હું તારા સિવાય કોઈ સાથે નથી જતી. હું વેઈટ કરીશ”

મિત અડધુ-પડધુ સાંભળીને ચાવી રમાડતો જતો રહયો.

અમિત એ સેમ ને તેના ઘર ની બહાર ઉતારી. તે જવા.જ જતો હતો કે સેમ એ રોકયો

“હેયય…આ શહેર માં હું નવી જ છું અને મે અહિયાં કાંઈ જોયેલું પણ નથી એન્ડ તારા સિવાય મારો કોઈ ફ્રેન્ડ પણ નથી અને આજે ઘરે પણ કોઈ નથી તો આઇ થૉટ ઘરે બૉર થઉં એના થી બેટર છે તું મને તારું શહેર ઘુમાવે ઈફ યુ ડૉન્ટ માઈન્ડ.. પ્લીઝ”-સેમ એ અમિત ના ગોરા ગાલ પર એની માખણ જેવી આંગળી મૂકતા કહયું.અમિતે હા પાડી.. શહેર ના જાણીતા સ્થળો ફર્યા બાદ બન્ને ડિનર કરીને છૂટા પડયા. સૌથી ખૂબસુરત છોકરી સાથે ની ખૂબસુરત યાદો મમળાવતો અમિત આછા સ્મિત સાથે આંગળીમાં ચાવી ઘુમાવતો ઘરમાં દાખલ થયો.

“આવી ગયો રખડીને?”

“હા મમ્મી..આજનો દિવસ બેસ્ટ હતો. સુપર્બ યાર.”

“સુપર્બ જ જાય ને તે…બન્ને હરાયા ઢોર માફક જીવો છો.. જેવુ તેવુ ખાવાનુ, આખો દિવસ રખડવાનું..”

“તને કોણે કહયું?”

“મને કોણ કહે?રસિલા બેન જાતે આવેલા.. મિશા નો ફૉન સ્વિચ ઑફ આવતો હતો તો.જુવાન દિકરી ની ફીકર તો થાય ને. તમે બન્ને કેરલેસ છો. તારો ફૉન તો ચાલુ જ હતો ને.. તને તો ફૉન કરવો હતો ને.”

અમિત ને ફાળ પડી.તેના કાન માં મિશા ના શબ્દો ગુંજી રહયા..”હું વેઇટ કરીશ.”

“આમ આંખો ફાડીને શું જોઈ રહ્યો છે?બોલ કંઈ..”-મમતા બહેન એ અમિત ને હલાવ્યો.

“હું આવું છું. તું જમી લેજે”-

“અરે કયાં જાય છે?હાલ તો આવ્યો છે”-અમિત જવાબ આપ્યા વગર જ ભાગ્યો.

અમિતે બુલેટ કૉલેજ તરફ વાળી…અડધા કલાક નો રસ્તો જાણે કેમે કરીને કપાય રહયો ન હતો. તેને સ્પીડ વધારી…ત્યાં પહોચીને તેને જોયું કે ગેટ પર તાળું લટકી રહયુ હતું. અને મિશા નો ફોન સતત ઑફ આવી રહયો હતો.અમિત નું મગજજાણે બહેર મારી ગયું.

“કયાં ગઇ હશે યાઆઆઆરર..મિષ્ટી….મિષ્ટી….”-તે બૂમો પાડવા માંડયો.. તેનો અવાજ સાંભળી ને ગેટ કીપર બહાર આવ્યો.

“કાકા.. મિષ્ટી ને જોઇ?તમને ખબર છે કે એ કયાં છે?મતલબ કોઇ ના સાથે ગઇ હોય?

“ના તો…મેતો નથી જોઇ એને.કેમ શું થયું તો?”

“એ ઘર નથી આવી કાકા..”

“મિતતત..”-ગેટ કૂદીને બહાર આવતી મિશા એ બૂમ પાડી.

“તુ પાગલ છે?અકકલ જેવુ કશુ છે કે નથી?ઘરે બધા કેટલા ટેન્શન મા છે.. નોન્સેન્સ.રાહ જોઈ રહ્યા છે બધા…”

“રાહ તો હું પણ જોઈ રહી છું.”-મિશા એ વાત કાપતા કહયું. અમિત ચૂપ થઈ ગયો. તેને મિશા સામે જોયું અને એને ગળે વળગી ગયો..

“આઇ એમ સો સોરી મિષ્ટી.હું સેમ સાથે હતો તો મને લાગ્યુ તુ જતી રહીશ. સોરી મિષ્ટી.ચલ પનિશમેન્ટ આપ.”

“હાલ ભૂખ લાગી છે તો કાંઇ ખવડાવીશ?જમીને આપીશ પનિશમેન્ટ.”

બંને તેમના ફેવરીટ ચેન્નાઈ એકસપ્રેસ ધાબા પર ગયા.

“વન ચીઝ મસાલા ઢોંસા..”

“કેમ એક જ?તે જમી લીધું છે?”

“હા…સેમ સાથે જ ડિનર કર્યુ હતું.”

મિશા કંઈ ન બોલી.. ઢોંસા આવતા ચૂપચાપ ખાવા લાગી. અમિત હાથ થી ભૂકો કરીને ઢોંસા ખાતી મિષ્ટી ને જોઇ રહ્યો.બંને ઘરે આવ્યા.અને ગુડનાઈટ કહીને છૂટા પડ્યા.

બીજે દિવસે સવારે મિશા તૈયાર થઈ ને અમિત ને બોલાવવા ગઈ.. એને જોયું કે સેમ સોફા પર બેસેલી હતી અને આન્ટી એની સાથે વાત કરી રહ્યા હતા..

“હાઇઇ મિશા…”-સેમ આદત વશ મધમીઠુ બોલી.

મિશા જવાબ આપ્યા વિના જ સીડી ચડવા લાગી.

“મિશા…”-સેમ એ મિશા ને રોકી.. તેની પાસે જઈ ને તે બોલી .”આજે હુ અને મિત મારી કાર માં કૉલેજ જવાના છે.. ઈફ યુ ડૉન્ટ માઈન્ડ તુ એકલી જતી રહીશ?”

“ના.. મિત ને હુંજ જઈએ છીએ.. તુ આવી જજે”

“ઑકે.. મને તો મિત એ કહેલુ કહેવાનુ..કાલેજ અમે નકકી કરેલું સો..તે કાર ન જોઇ ઊભેલી બહાર?”

“ના.બીજા ની વસ્તુ સામે જોવાની આદત નથી મારી”-મિશા એ ટોન્ટ મારતા કહ્યું

મિશા અમિત ના રૂમ માં ગઈ.

“ચલ ફટાફટ હવે.”

“મિષ્ટી.. સેમ સ્પે.મને પીક અપ કરવા આવી છે. ચલ ને તુ પણ જોડે”-અમિત એ રૂમ ની બહાર નીકળતા કહ્યું.

“તુ મારી સાથે આવી રહ્યો છે.. ચલ.”

“મિષ્ટી એને ખરાબ લાગશે.”

“તે એને બોલાવેલી જે એને ખરાબ લાગશે?”

“યાર મગજમારી ના કરીશ.. ચુપચાપ ચલ”

“નો થેંક્સ.એન્જોય..”

“મિષ્ટી સાંભળતો..”-મિશા ગુસ્સામાં દાદર ઉતરીને જવા લાગી.

“મિશા ચલને તુ પણ અમારા જોડે. મારી કાર મા મારા ફ્રેન્ડસ ને બેસવાની પરમિશન છે.”-સેમ એ મિશા ને રોકીને કહ્યું.મિશા ટેબલ પર પડેલી ચાવી લઈને જતી રહી.

“મે એને ઘણી જીદ કરી આપણા સાથે આવવા માટે પણ એને મારા સાથે ખુબજ બદતમીઝી કરી.આજ સુધી કોઈએ આમ નથી કર્યુ.”-અડધે રસ્તે વાત કરતે કરતે સેમ રડવા લાગી. અમિત ને ખૂબજ ખરાબ લાગ્યું.આટલીસુંદર છોકરી ની આંખ માં આંસુ જોઈ તેને મિશા પર ખૂબ ગુસ્સો આવ્યો.

“આઈ એમ સોરી.. એ આમજ છે.હું દિલગીર છું એના વ્યવહાર બદલ.. સોરી.. પ્લીઝ રડીશ નહી..નહી તો આ ચાંદ જેવા ચેહરા પર ધબ્બા જેવું કાજળ ફેલાય જશે”

સેમ હસી પડી. તેને હેન્ડ બેગ માંથી મેકઅપ કીટ કાઢી અને ટચઅપ કરવા માંડી.અમિત ત્રાંસી આંખે તેને થોડી થોડી વારે જોઈ લેતો.સેમ એ તેના પહેલે થી જ રંગેલા હોઠ પર ફરી એક હળવો લસરકો કર્યો. મિત માટે ડ્રાઇવિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવું અઘરુ થઈ રહ્યું હતું. એવુ ન હતુ કે એને સુંદર છોકરી ન હતી જોઈ પણ સેમ ની વાત જ ઓર હતી.તે પ્રથમ મુલાકાત થી જ જાણે એના મન મગજ પર છવાઇ ગઇ હતી.

“શુ જોઈ રહ્યો છે ?આમ ચલાવીશ તો કૉલેજ ના બદલે હૉસ્પિટલ પહોંચી જઈશું.”-સેમ એ આંખ મિચકારતા કહ્યું.અમિત છોભીલો પડી ગયો. બંને કૉલેજ પહોંચ્યા. કલાસ માં જતી વખતે સેમ અમિત નો હાથ પકડીને ચાલવા લાગી. અમિત નું હ્દય ઝૂમી ઊઠયું. આખી કૉલેજની પબ્લિક એમને આંખો ફાડીને જોઈ રહી હતી.કલાસ માં પણ એ અમિત ની સાથે જ બેસી. થોડી વાર પછી મિશા આવી. એને સેમ ને એની જગ્યા પર બેસેલી જોઈ. બધાંજ જાણતા હતા કે હવે શું થશે. બધાં જ એ તરફ થનારા એક ફ્રી ડ્રામા ને જોવા માંડયા.

“ચલ ઊઠ. આ મારી સીટ છે”

“બીજી આટલી સીટ ખાલી છે તો ત્યાં જઈને બેસી જા ને પ્લીઝ”

“તું જા. મિત પાસે મારી સીટ છે.”

“મિત એ જ કહ્યું બેસવાનું”

“કેમ એના બાપ ની છે?ઊઠ હવે. બકવાસ સાંભળવાનો ફાલતુ ટાઇમ નથી.”

“તો તારા બાપ ની પણ નથી. આમે ફાલતુ માણસ નો બકવાસ હું સાંભળતી પણ નથી”

મિશા એ મિત સામે જોયું. એ ચૂપ હતો. કોઈ બીજી છોકરી હોત તો અત્યાર સુધી કલાસ છોડી દીધો હોત. મિશા એ બાવડે થી સેમ નો હાથ ઝાલી એને એક જ ઝાટકે ઊઠાડી દીધી. આખો કલાસ ફાટી આંખે જોઈ રહેલો. મિત ડઘાઈ ગયો.મિશા સીટ પર બેસી ગઈ.ધુંવાપુવા થતી સેમ પાછળ જતી રહી.

“તું પાગલ છે?નાના બાળક જેવું કેમ વર્તન કરે છે?એને કેટલું બધું હર્ટ થયું હશે. સવારે પણ તે આવું જ મિસબિહેવ કરેલું. એને તો સારા માટે કહેલું. એ કેટલું રડતી હતી. તુ આમ કેમ કરી જ શકે એના સાથે?”

“તને કેમ મરચા લાગે છે?બહુ લાગણી થતી હોય તો એના પાસે જઈ શકે છે. મે રોકયો નથી”

“ચલ સૉરી કહે એને.”

“કંઈ ખુશી માં?”

“તે મિસબિહેવ કર્યુ એના માટે”

“એ કંઈ પહેલી વ્યકિત નથી.”

“ભલે.ચલ ઊઠ જલદી. એ કેટલી સારી છે અને તુ એને આમ બોલે છે”

“એની મોંઘી કાર માં એનો ડ્રાઇવર બનીને એને લઈને આવ્યો એટલે સારી લાગી?”

“શટઅપ. તારા થી વાત કરવું જ બેકાર છે..બાય”-અમિત ઊઠીને સેમ પાસે જઈને બેસી ગયો. આખો કલાસ અચરજ ભરી નજરે જોઈ રહ્યો. આવું થશે એવી તો કોઇને કલ્પનાજ ન હતી. મિશા ને પણ. મિશા સમસમી ગઈ.કલાસ માં જે કોઈ પ્રોફેસર આવતા તેઓ ને પણ આશ્ચર્ય થયું. રજા પડતા મિશા અમિત ની બુલેટ પાસે.રાહ જોઈ રહી હતી ત્યારે સેમ આવી.

“મિત તારા બાપ નો નોકર નથી જે તારા વિના ડગલું પણ નહિ માંડે. લોકો બેવકૂફ છે જે માને છે કે મિત અને મિશા એક બીજા વિના શ્ર્વાસ પણ ન લે. દમ હોવો જોઈએ. આમે તારા જેવી લુઝર મિત ને લાયક જ નથી. બ્લડી ટોમબોય”-સેમ આગળ કંઈ બોલે એ પહેલા જ એક જોર થી થપ્પડ મિશા એ મારી.

“અમારા વિશે વીચારવાની પણ ઔકાત નથી તારી.. વાત કરવાનુ તો અશકય છે.”અને મિશા બુલેટ લઈને જતી રહી.

સેમ ચૂપચાપ કાર માં જઈને બેસી ગઈ.

“હું તારી કયારની રાહ જોઈ રહ્યો છું તુ હતી કયાં?”-ત્યાંજ સેમ અમિત ના ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. અમિત ને કંઇ જ સમજાય રહ્યું ન હતું. એને મહા મેહનતે સેમ ને ચૂપ કરાવી.

“પ્લીઝ કહે તો શું થયું?કોઈએ કાંઈ કહ્યું?કોઈ છોકરા એ કાંઈ કર્યું?”

“મિશા. હુ તો એને જસ્ટ સોરી કહેવા ગયેલી કારણકે મારા કારણે તમારા વચ્ચે પ્રોબ્લેમ થઈ. આઇ એમ સોરી મિત. અને મિશા ઉશ્કેરાઈને જેમ તેમ બોલવા લાગી. મે એને રોકી તો એને મને લાફો મારી દીધો.”-સેમ ફરી રડવા લાગી. અમિત ને આ સાંભળીને ઝાટકો લાગ્યો. તેને સેમ ને આલિંગન મા જકડી લીધી..

“પ્લીઝ રડ નહી. આઇ રીક્વેસ્ટ યુ.. પ્લીઝ.”

“આપણે લોંગ ડ્રાઈવ પર જઈએ?પ્લીઝ.. હુ અપસેટ થઉ છુ તો લોંગ ડ્રાઈવ પર જઉ છું.”બંને અમિત ની ફેવરીટ જગ્યા એ ગયા..હુકકા બાર. અમિત સાથે નવીછોકરી જોઈને વશિષ્ઠ ને ઘણીજ નવાઈ લાગી. વશિષ્ઠ એ હુકકાબાર નો ઑનર હતો અને અમિત નો કલૉઝ ફ્રેન્ડ પણ. અમિત સિવાય એક વશિષ્ઠ જ હતો જેના જોડે મિશા સારી રીતે બોલતી.ત્રણેય બાળપણ થી એકજ સ્કુલ મા સાથે ભણેલા.

“વ્હોટસ અપ બ્રો?આજે આ કૃષ્ણ એની રાધા વિના કેમ પધાર્યા?કયાં છે તારી મિષ્ટી?”-વશિષ્ઠ એ બોલતે બોલતે સેમ સામે એક નજર કરી.

“તારી મિષ્ટી” આ સાંમળીનેજ સેમ ના હ્દય માં કોઈએ એસીડ રેડયો હોય એને એવી બળતરા થઈ.એ મોં ફેરવી ને બેસી ગઈ.

“જવા દેને વાસુ. પાગલ થઈ ગઈ છે એ. જયાં ત્યાં જેને તેને મારી દે છે.”

“કેમ શું થયું ફરી?”

“ફરી?એટલે?”-મોં ફેરવી ને બેસેલી સેમ સતર્ક થઈ ગઈ. વાસુ એ એના સામે જોયું.

“તું વાત મૂકે છે કે હું અહીયા થી જતો રહુ?ઑલરેડી મગજ ની પથારી ફેરવાઈ ગઈ છે.”

“ઈટ્સ ઑ.કે. મિત. ફરગેટ ઈટ ના. એના લીધે તારુ મુડ ન બગાડ. એને જાણી જોઈને થોડુ કર્યુ છે?એ અપસેટ હતી. આઈ કેન અંડરસ્ટેન્ડ”-સેમ એ અમિત નો હાથ એના હાથ મા લેતા કહ્યુ.અમિત એની સામે જોઈ રહ્યો.

“જોયું વાસુ. સી ઈઝ સો ગુડ. કોઈ આટલુ સારુ કઈ રીતે હોઈ શકે એ પણ આ જમાના મા!ખરેખર તુ ઘણા વિશાળ હ્દય ની છે. આઈ એમ લકી.”-સેમે અમિત ને હુંફાળુ આલિંગન આપ્યુ. વાસુ જોઈ રહ્યો હતો. એક જ દિવસ માં અમિત માં જે બદલાવ આવ્યો હતો એ અકલ્પનીય હતો.

વાસુ ટેબલ પર બેઠા બેઠા હુકકો ફૂંકી રહેલા અમિત અને સેમ ને જોઈ રહ્યો હતો. અંગારા ભલે હુકકા મા હતા પણ આગ તો કયાંક બીજે જ લાગી હતી. રાત્રે જયારે સેમે અમિત ને એના ઘરે ડ્રોપ કર્યો ત્યારે એના ગાલ ઉપર ગુડનાઈટ કીસ કરી. અમિત માટે આ કોઈ સપના થી કમ ન હતું. ખુશી એના મોં પર છલકાઈ રહી હતી. સીટી વગાડતો વગાડતો અમિત એના રૂમ મા ગયો. લેટનાઈટ સુધી સેમ સાથે વાત કરીને તે નિરાંતે ઊંઘી ગયો. આજે તો આખી રાત એને સપના આવવાના હતા.બીજી બાજુ મધરાતે ઘોર અંધકાર વચ્ચે પાસેના જ ધાબા પર એક માનવ આકાર કોઈ ની રાહ જોતો બેસી રહેલો. ગમે તેવો ઝઘડો થયો હોય પણ રોજ રાત્રે ધાબા પર બેસીને વાત કરવાનો નિત્યક્રમ બંને એ જાળવી રાખેલો.

બીજે દિવસે સવારે જયારે મિશા અમિત ને બોલાવવા ગઈ ત્યારે એને ખબર પડી કે મિત કયારનો જતો રહ્યો હતો. મિશા એકલી જ ગઈ.આખો દિવસ મિતે મિશા સામે જોયું પણ નહી. તે સેમ માં એવો ખોવાય ગયેલો કે એને મિશા યાદજ ન આવી. આવું સળંગ અઠવાડિયું ચાલ્યું.મિશા વગર પાણી ન પીતો મિત આજે મિશા વગર ખુશી ખુશી થી જીવી રહ્યો હતો. મિશા હંમેશ ની જેમ એની રાહ જોતી.

એક દિવસ મિશા પાર્કીંગ માં બેસી હતી ત્યા સેમ આવી.

“બિચારી…બહુ ઘમંડ હતો ને તારી સો કોલ્ડ ફ્રૈન્ડશીપ પર.શુ કહેતી હતી મને કે મારી ઔકાત નથી એમ સમજવાની તો વાત કરવી અશકય છે નહિં?જોયું..તમારી વાત કરવી જ અશકય બની ગઈ છે મિત સાથે.બોયઝ રૂપ ના દિવાના હોય.. આઇ પ્રુવ્ડ ઈટ અગેઇન.લુઝર ટોમબોય”

“ભસવાનું બંધ કર ને નિકળ. એ દિવસે એકલી હતી તું.હવે બોલીશ તો કૉલેજ સામે પડશે તને”

“એકલી તો તું છે. દોસ્તી તૂટી ગઈ પણ અકડ નથી તુટી હો.. માની ગયા તને”

“તુ નહી સમજે. રહી વાત દોસ્તી ની તો બેટા તુ એક અઠવાડિયા થી છે. હું અઢાર વર્ષથી એની સાથે છું.”

“તું સાવ અકકલ વગર ની છે. યુઝલેસ.”

“અને તુ મારી બૉસ.હટ હવે.”-મિશા બુલેટ લઈને જતી રહી.

આખી કૉલેજ અમિત મા આવેલા બદલાવ ને નોટિસ કરી રહી હતી. કેન્ટિન થી માંડીને સ્ટાફ રૂમ સુધી બધાના મોં પર એક જ વાત હતી. સેમ સામે અહોભાવ ની નજર થી જોતા લોકો હવે એને ધૃણાની નજર થી જોવા લાગ્યા.બધાનો માનીતો અમિત હવે સેમ સિવાય કોઈથી બોલતો નહી. એની દુનિયા જાણે સેમ પૂરતી સિમિત થઈ ગયેલી.એક દિવસ રાત્રે સેમ અને અમિત હુકકાબાર માં બેસ્યા હતા.અચાનક ફોન આવતા સેમ ત્યાંથી નીકળી ગઈ.અમિત ઊઠીને ટેબલ પાસે બેસેલા વશિષ્ઠ પાસે ગયો. વશિષ્ઠ કંઈ દોરી રહ્યો હતો.

“શું ચિત્રે છે લ્યા?”

“વાસ્તવિકતા”.અમિત એ ચિત્ર હાથ માં લીધું.

અમિત એ જોયું કે એ ચાર ભાગ માં વિભાજિત ચિત્ર હતું. જેમાં પહેલા ભાગ માં હાથ માં હાથ પરોવીને બેસેલા પ્રેમીઓ હતા.બીજા ભાગ માં લખોટી રમતા બે બાળકો હતા. ત્રીજા ભાગમાં છોકરો કાદવ માં ખુંપેલો હતો જેને મદદ માટે હાથ છોકરી તરફ લંબાવેલો પણ છોકરી ત્યાંથી પાછળ જોયા વિના જતી હોય છે જયારે ચોથા ભાગમાં કાદવ માં ફસાયેલા છોકરા ને લાકડી વડે ખેંચીને બહાર કાઢતી છોકરી હતી જેના હાથમાં થી લોહીના ટીપા પડી રહ્યા હતા.

અમિત ને મિશા યાદ આવી.

“પોતાના ને છોડીને પડછાયા પાછળ ભાગવાનું જયારે માણસ ચાલુ કરે છેને ત્યારે એ એની અધોગતિ તરફ દોડતો હોય છે. આ સમજાય એને અભિનંદન ને ન સમજાય એને વંદન. તારુ શું માનવું છે દોસ્ત?”

અમિત ની પરિસ્થિત કાપો તો લોહી ન નીકળે એવી હતી. તે સુપેરે જાણતો હતો વાસુ ને..

“મોડુ થઈ ગયુ છે. મને જવુ જોઈએ”-અમિત વાસુ નો સામનો કરી શકે તેમ ન હતું આથી તે ઊભો થયો.

“હા તને જવુ જ જોઈએ. કેમકે હજુ મોડુ નથી થયું”-વાસુ એ અમિત ના સામે જોયું. અમિત નીચુ જોઈને જતો રહ્યો.

અમિત આવીને સીધો મિશા ના ઘરમાં ગયો. એને મિશા ન મળી

“માસી…મિષ્ટી કયાં છે?”

“તમારા બે વચ્ચે શું થયું છે?”

“બધું જ કહીશ.. પહેલા કહો એ કયાં છે?”

“એને કહેવા ની ના પાડી છે.”

“પ્લીઝ માસી.. મને જરૂરી કામ છે.”

“એને કહ્યું છે કે એક શબ્દ પણ કહેશો તો મારૂ મરેલુ મોં જોશો”

અમિત આ સાંભળીને સડક થઈ ગયો. એને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે મિશા આવું કરશે. એ વિચારવા લાગ્યો. કોઈ પણ હિસાબે એને મિશા ને મળવુ હતુ.

“માસી..બોલીને કહેવા ની ના પાડી છે. લખીને કહેવાની તો છુટ છેને.. પ્લીઝ માસી.”-અમિત રીતસર કાલાવેલા કરવા લાગ્યો. અંતે રસીલા બહેન એ હથિયાર હેઠે મુકી દીધા.

અમિત એ મિશા ને ફોન કર્યો. ફોન સ્વિચ ઑફ આવતો હતો.અમિત મનોમન પ્રાર્થના કરવા લાગ્યો.

અમિત એ વાસુ ને ફોન કર્યો.

“હેલ્લો વાસુ.. મિષ્ટી ત્યાં છે?”

“ના તો. શું થયું?”

“સાચુ બોલને યાર. મજાક ના કર પ્લીઝ.”

“યાર હુ શું કામ જુઠુ બોલીશ?”

“વાસુ પ્લીઝ.. માન્યુ મે ભૂલ કરી છે પણ મને મળવુ છે એને. કયાં છે એ?”

“નથી એ અહીયાં. ચલ હું તપાસ કરીને કહું તને. બાય. ટેક કેર”

“વાસુ…સાંભળ તો..મિશા એજ કહ્યું છે કે એ હુક્કાબાર તને મળવા જાય છે.એ આવી છે ત્યાં?”

“ના તો..અહીયાં તો નથી આવી એ.”

“હમમમમ.. ઑકે.તો એ આવે તો તરત જ મને ફોન કરજે.”

“હા ચોક્કસ.. ચલ હું તપાસ કરી ને કહું.”

રાત ના એક વાગવા આવેલા