To be successful. in Gujarati Motivational Stories by Hitesh books and stories PDF | સફળ થવા માટે.

The Author
Featured Books
  • विलक्षण - 1

    विलक्षण १ जानेवारी २०२५जानेवारीचा महिना हवेत खुप गारवा होता....

  • आसरा

    आज त्याचा वाढदिवस होता अप्पाना माहित होते की, आज तो येणार भे...

  • पत्र सुमने..तुझी खास वाक्ये भाग ६

    प्रिय सोनाआपले शेजारी वर्षातील बरेच दिवस बाहेरगावी असतघरी आल...

  • मोफत मिळालं की महान

    मोफत मिळालं की महान: मानवी मानसिकतेवर एक शुद्ध विनोदी प्रहार...

  • Marine Drive

    आज Marine Drive ला भेटायचं ठरलं होतं. संध्याकाळी सात वाजता भ...

Categories
Share

સફળ થવા માટે.

સફળ થવા..

દોસ્તો આપણે સફળ વ્યક્તિને જોઈએ છીએ ત્યારે મનમાં તરત વિચાર આવી જાય છે કે 'આ માણસ તો જો કેટલો આગળ વધી ગયો છે! એની લાઈફમાં તો જલસા છે.' પરંતુ  એ વ્યક્તિ અહીંયા એટલે કે સફળતાની ટોચે પહોંચ્યો એ પહેલા શું હતો, એણે અહીંયા સુધી પહોંચવા કેવો અને કેટલો સંઘર્ષ કર્યો એના વિશે આપણે વિચારતા નથી કે એ આપણને દેખાતો નથી. સફળતા એમ ને એમ નથી મળતી એના માટે તપવું પડે છે એના માટે સખત મહેનત કરવી પડે છે અને એના માટે આપણી જાત સાથે સખત થવું પડે છે.
જાત સાથે સખત એટલે જીવનમાં શિસ્ત લાવવું પડે છે, જીવનમાં સફળતા માટે સાધના કરવી પડે છે અને સખત પરિશ્રમ કરવો પડે છે. આજનો જમાનો શોર્ટકટનો છે. જે જમાનામાં એક મિનિટની રીલ પણ લોકો પૂરી જોવા નથી માંગતા એ જમાનો છે. લોકોને બધું તરત જોઈએ છે. કામ તરત થઈ જવું જોઈએ, રસોઈ તરત થઈ જવી જોઈએ અને મંજિલ પણ તરત મળી જવી જોઈએ. આજનો માણસ જાજુ વિચારતો નથી બસ બધું તરત મળી જવું જોઈએ. સફળતા મેળવવા માટે આ શોર્ટકટનો જે ધંધો છે એને બાજુએ મૂકી આપણે વિચારવું જોઈએ કે આપણે આપણી જાત સાથે કેવા છીએ?

આપણે આપણી જાત સાથે કેવા છીએ એના ઉપર આપણી સફળતા કે નિષ્ફળતાનો આધાર રહે છે. આપણે આપણી જાત સાથે જો નરમ વ્યવહાર અખત્યાર કરીશું તો આપણે જીવનમાં ઢીલ છોડીશું પરંતુ જો આપણે આપણી જાત સાથે સખત થઈશું તો આપણે આપણી જાતને સખત મહેનત કરવા પ્રેરીશું. જ્યારે આપણે કઈ નવું કરવા જઈએ છીએ ત્યારે આપણું મગજ પણ પ્રતિક્રિયા આપે છે. જગત ઉપરનું કોઈ પણ પ્રાણી સહજ જીવન જીવવા માટે બનેલું છે અને એનું મગજ પણ એ રીતે વિકાસ પામેલું છે. જ્યારે આપણે કઈ નવું કરવા જઈએ છીએ ત્યારે શરીરને વધારે ઊર્જાની જરૂર પડે છે. જ્યારે શરીરને વધારે ઊર્જાની જરૂર પડે છે ત્યારે મગજ શરીરને કામ કરવાની જગ્યાએ આરામ કરવાનું સિગ્નલ આપે છે અને આપણું શરીર આળસ અનુભવે છે.

આ સમયે જો આપણે આપણી જાત સાથે સખત નહીં થઈએ તો આપણે આળસ જ અનુભવીશું અને આપણે કોઈ નવી શરૂવાત નહીં કરી શકીએ, માટે આપણે આપણી જાત સાથે કેવું વર્તન કરીએ છીએ એના ઉપર આપણી મહેનતનો આધાર રહે છે અને સખત મહેનત જ સફળતા અપાવે છે. તમે મગજ જે નકારાત્મક સિગ્નલ આપે છે એની પાળ તોડીને આગળ વધશો તો જ તમે તમારી જાત સાથે સખત થઈ શકશો અને જો તમે તમારી જાત સાથે સખત થશો તો જ તમે સખત મહેનત અને સાચી દિશામાં મહેનત કરી શકશો. એટલે યાદ રાખજો પ્રારબ્ધ સખત મહેનતથી જ ચમકે છે.

ઘણા લોકો ફક્ત સફળતાના વિચારો જ કર્યા કરે છે અને માની લે છે કે મને સફળતા મળી જશે! પરંતુ એવું થતું નથી. આપણે જ્યારે કોઈ ભોજનમાંથી ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ એ એમ જ મળતી નથી એના માટે પહેલા ભોજન બનાવવું પડે છે પછી ખાવું પડે છે અને પછી એનું પાચન થાય છે ત્યાર પછી ઉર્જા મળે છે. ખાલી ભોજન સામે બેસી રહેવાથી કે એની સામગ્રીને જોઈ રહેવાથી ઉર્જા મળતી નથી. આવી જ રીતે ખાલી સફળતાનો વિચાર કરીને બેસી રહેવાથી સફળતા મળતી નથી એને માટે પહેલા વિચાર કરવો પડે છે પછી પ્લાનિંગ કરવું પડે છે અને છેલ્લે કરેલા પ્લાનિંગનો જીવનમાં અમલ કરી સખત મહેનત કરવી પડે છે.

સફળ થવા માટે તમારે તમારા જીવનમાં શિસ્તનો અમલ પણ કરવો પડે છે. જો તમે શિસ્તમાં નહીં રહો અને સખત મહેનત કરશો તો પણ કઈ ફાયદો થવાનો નથી. સફળ થવા માટે તમારે એક રસ્તો નક્કી કરવો પડે છે એનો મેપ મનાવવો પડે છે અને એને માટે તમારે કામનું અને સમયનું શિડયુઅલ બનાવવું પડે છે અને એનું ચુસ્ત પાલન કરવું પડે છે. પહેલાના સમયમાં લોકો પાસે ચોક્કસ સમય હતો, લોકો એના માટે વિચારી શકતા હતા અને એનો એની રીતે અમલ કરી શકતા હતા, પરંતુ અત્યારે મોબાઇલનો અને એમાંય સોશિયલ મીડિયાનો જમાનો આવ્યો છે. આ સોશિયલ મીડિયાના જમાનામાં લોકો વિચારતા ઓછું થઈ ગયા છે અને એની સલાહ લેતા વધારે થઈ ગયા છે. આને લીધે જીવનમાં વિચારવાની શક્તિ ઓછી થઈ ગઈ છે અને લોકો સોશિયલ મિડિયામાં વધારે સમય આપતા થઈ ગયા છે.

તમે તમારી જાતને સવાલ કરજો, ‘તમે સવારમાં ઉઠીને આખો દિવસ શું કરવાનું છે એ ધાર્યું છે? અને જો ધાર્યું હોય તો એ પ્રમાણે તમે કરી શકો છો!' તમે તમારી જાત સાથે આ સવાલ કરશો તો જ ખબર પડશે કે તમે સફળ થવા માટે કેટલા લાયક છો. કોઈ મારી જેમ લખતો હોય એણે નક્કી કરવું પડે છે કે આજે કે આ અઠવાડિયામાં હું આટલું તો લખીશ જ અને એનું ચુસ્ત પણે અમલ કરવો પડે છે, એ રીતે કોઈ કામ કરતો હોય તો એના ક્ષેત્ર પ્રમાણે એણે નક્કી કરવું જોઈએ કે હું આટલું તો કરીશ જ. તમે આવું કરશો તો જ તમને એ કરવાનું મન થશે. કદાચ પહેલા એક બે પ્રયાસમાં મગજ તમને ના કહેશે પરંતુ તમે તમારા મગજને જવાબ આપીને આગળ વધશો તો તમે એ જરૂરથી કરી શકશો.

ધારોકે તમે સફળ થઈ ગયા છો પરંતુ સફળ થવાનો મતલબ શું છે? જિંદગી સારી રીતે જીવવી, જિંદગીમાં સુખ મેળવવું. એકવાર તમે સફળ થયા પછી એની પાછળ આંધળી દોટ મૂકવાની જરૂર નથી, બસ એને ટકાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવાનું છે. ઘણા લોકો સફળ થયા પછી પણ ખૂબ મહેનત કરતા હોય છે. આવા લોકો પછી એની જિંદગી સાથે સમાધાન કરતા હોય છે અને પછી દુઃખી થતા હોય છે. જ્યારે તમે સફળતા મળ્યા પછી પણ દુઃખી થાવ છો ત્યારે તમને મળેલી સફળતાની કિંમત સમજાતી નથી, તમને એ ઓછી લાગ્યા કરે છે અને તમે વધારે મહેનત કરવા લાગો છો જે તમને તોડી નાખે છે, અંદરથી વિખિ નાખે છે.

અત્યારે કોર્પોરેટ કલ્ચર આવી ગયું છે. આ કલ્ચરમાં સફળતા માટે ફક્ત એકજ મંત્ર આપવામાં આવે છે બસ મહેનત કરો, તમારી અંગત જિંદગી અને કામ કરવાની જિંદગી એક કરીદો, બસ કામ ને કામ જ કરો. કામ કરવાના કલાકો અને તમારી જિંદગીના બીજા કલાકોને મિક્સ કરવા એ સફળતા નથી પરંતુ એક વેંઠ છે. આમાં ક્યારેય સંતોષ મળતો નથી. સફળતાનો એક સંતોષ હોવો જોઈએ. જેને માટે તમારે કામનો સમય અને ઘરનો સમય અલગ કરવો જોઈએ. સફળતા ફક્ત કામ કરવાથી મળતી નથી પરંતુ માનસિક શાંતિથી રહેશું તો સારું વિચારી શકીશું અને જો સારું વિચારીશું તો જ સફળતા મેળવવા કંઈક અલગ કરી શકીશું.

સફળતા મેળવવી એ દરેક માણસનું સ્વપ્ન હોય છે. પરંતુ સફળતા માત્ર ઈચ્છાથી મળતી નથી; તે માટે મહેનત, અનુશાસન અને પોતાની જાત સાથે થોડી સખ્તાઈ જરૂરી હોય છે. ઘણીવાર આપણે જીવનમાં આરામ, આળસ અને ટાળટૂકીને પસંદ કરીએ છીએ, પરંતુ સફળ થવા માટે આ બધાથી બહાર આવવું પડે છે.

પોતાની જાત સાથે સખત થવાનો અર્થ એ નથી કે આપણે પોતાની ઉપર દબાણ વધારીને જીવન મુશ્કેલ બનાવી દઈએ. તેનો અર્થ એ છે કે આપણે આપણા લક્ષ્ય માટે પ્રતિબદ્ધ રહીએ. જ્યારે કામ કરવાની ઇચ્છા ન હોય ત્યારે પણ જવાબદારી સમજીને કામ કરવું, સમયનો સાચો ઉપયોગ કરવો અને સતત પ્રયત્ન કરવો, આ બધું પોતાની જાત સાથે સખત થવાનો ભાગ છે.

અંતમાં, સફળતા મેળવવા માટે પોતાની જાત સાથે એટલી સખતાઈ રાખવી જોઈએ કે આપણે આપણા લક્ષ્યથી દૂર ન જઈએ. નિયમિત મહેનત, સકારાત્મક વિચાર અને આત્મવિશ્વાસ રાખીને આગળ વધીએ તો સફળતા ચોક્કસ મળે છે.

અસ્તુ.