Divorce in Gujarati Motivational Stories by Pragna Ruparel books and stories PDF | ડિવોર્સ

Featured Books
Categories
Share

ડિવોર્સ

  આ શબ્દ આજકાલ બહુ સાંભળવા મળે છે. એક સંશોધન પ્રમાણે 54% જેટલા લગ્ન આજે તૂટે છે .સાંભળીને તમને આશ્ચર્ય થશે. આજકાલની જનરેશન ઉપર સવાલ ઉઠે છે. કે આજના બાળકો સહન નથી, કરતા સમજતા નથી ,સ્વીકારતા નથી .આવી બહુ બધી ચર્ચાઓ ચાલે છે .સાચું કહું, આજના ડિવોર્સ એવા હોય છે. કે કેટલીક વખત આપણે વિચારી પણ ના શકીએ. એવા નાના ઇશ્યૂ માટે કે નાના પ્રોબ્લેમ માટે તેઓ અલગ થઈ જાય છે.

  હું પોતે રિલેશનશિપ મેન્ટોરનું કામ કરું છું .કેટલાક સંબંધોમાં, 

 'ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર' એવું બને. તમે જ્યારે મૂળમાં જાવ ને ત્યારે એવું લાગે કે વાતમાં કંઈ જ માલ નથી અરે નાની વાતોનો મોટું સ્વરૂપ લઈ લે છે .ત્યારે 50 પ્લસ લોકોને પણ આવી વાતોમાં ઝઘડો થાય. પરંતુ આવું ના વિચારી શકીએ.     

      બીજી પણ એક વાત છે યુએસના લોકો 50% ડિવોર્સ લે છે. કદાચ એનાથી વધારે હોય કે ઓછા હોય પણ ડિવોર્સ જરૂર લે. છે. આપણે ત્યાં તો પહેલા ડિવોર્સ લેવા એ એક આઘાતજનક વાત હતી . આ સ્ત્રી અને પુરુષ અને ફેમિલી બધા માટે શરમાવા જેવું લાગતું હતું. આજે એવું નથી. આપણી સંસ્કૃતિમાં એટલે જ રામ ભગવાન અને સીતાજીનું ઉદાહરણ દાંપત્ય જીવન માટે આપવામાં આવે છે .એ જ રીતે શંકર ભગવાન અને પાર્વતીજીનું ઉદાહરણ આપવામાં આવે છે. અને આજે કોર્ટમાં લાખોની સંખ્યામાં ડિવોર્સના કેસ ચાલે છે. અને રોજ કેટલા લોકો છુટા પણ પડે છે .પેલાના લોકો સહન કરી લેતા એવું નથી ક્યારેક એવી પરિસ્થિતિ હોય તો ડિવોર્સ પણ લે છે. એ જરૂરી પણ છે પરંતુ આજના જેવુ નહીં.

  આપણને બધાને ખબર છે કે પરિવારની આબરૂ માટે બાળકો માટે અથવા સ્ત્રી પાસે કોઈ વિકલ્પ ન હતો. એટલે ડિવોર્સ ન હતા લેતા. પણ દિલથી તો ઘણા બધાના ડિવોર્સ હતા. આજે પણ એવું છે .કારણ કહેવાય છે .કે માતા-પિતા ડિવોર્સ નથી લેતા. બાળકો માટે .પતિ પત્ની ડિવોર્સ જરૂર લે. એટલે આજકાલ બાળકો મોટા થાય સમજુ થાય પછી ગ્રે ડિવોર્સ લે છે. અને તેનું પ્રમાણ પણ પહેલા કરતા ઘણું વધી ગયું છે.

    પહેલા મા બાપ પણ કોઈ પ્રોબ્લેમ હોય તો ડિવોર્સ માટે સપોર્ટ ન હતા કરતા. એટલે ખરેખર ,જેને તકલીફ હોય એવા લોકો પણ સહન કરીને ભાગ્યમાં લખ્યું છે .એટલે ભોગવે જ છૂટકો એવું વિચારીને પોતાનું જીવન પસાર કરી દેતા. આમાં સ્ત્રી અને પુરુષ બંને આવી જાય. કારણ કે એ લોકો પાસે ઓપ્શન ન હતા. અને એકલા રહેવાની હિંમત ન હતી. આવા અનેક કારણો હતા. જેના કારણે ડિવોર્સ લેતા લોકો અચકાતા હતા. 

   પણ હવે આ ડિવોર્સ લેવા એ નવું નથી .પણ એની પાછળ જે ડ્રામા થાય છે. એમાં બેયને નુકસાન છે. અને એકબીજાને દેખાડી દેવાની ભાવનામાં જે ઈગો છે. એ બહુ જ બધાને નડે છે. બાકી પહેલા પણ ન હતું ભળતું .પાત્ર ગમતા ન હોય, બેઉના વિચાર અને સમજણ એ મળતા ન હોય. એવા કેટલાય કપલ પોતાના બાળકો માટે, અથવા પડ્યું પાનું નિભાવી લેવું .એવું વિચારીને ડિવોર્સ ન હતા લેતા. અને પોતાના સંબંધ ઘસરતા ઘસરતા પૂરા કરી નાખતા .ઘણી વખત ઘરની ચાર દીવાલની અંદર . એ વિચારીને કે બહારના લોકો વાતો ના કરે .શું કહેશે લોકો.? એવા ડરના લીધે કેટલા લોકો ડિવોર્સ નથી લેતા .પહેલું કહેવાય છે, .'સબસે બડા રોગ ક્યા કહેગે લોગ.'

   આપણે એવું નથી કહેતા કે ડિવોર્સ લેવા એ ખોટું છે. એવા કેટલાય કારણો હોય છે .એમાં ડિવોર્સ લેવા જ પડે છે. પણ નાની નાની બાબતોને મોટા સ્વરૂપ આપી દે છે. એ થોડું વધારે પડતું છે. તમને ખબર છે ?જ્યારે આવા લોકો મારી પાસે સલાહ માટે આવે ને ત્યારે તેઓ સગાઈ થઈ હોય ત્યારથી વાર્તા શરૂ કરે અને લગ્નને બે ત્રણ પાંચ કે દસ વર્ષ થઈ ગયા હોય ત્યારે આવી વાતો કરે. એટલે મને વિચાર આવે છે .કે એક વખત કોઈની નેગેટિવ વાત વિચારવા માંડીએ તો કેટલા પોઇન્ટ મળે અને પોઝિટિવ માટે તમને ખબર જ છે કે કેટલા પોઈન્ટ મળે 

સંબંધોની આ દુનિયામાં જેટલા સાથે મળે એટલા છુટા પણ પડે. એ નક્કી જ હોય છે. પતિ પત્ની સિવાયના પણ તમારા દરેક સંબંધમાં ડિવોર્સ થાય છે. એક વખતના ખાસ ફ્રેન્ડ સાથે બોલવાનો પણ વ્યવહાર ના હોય. અરે લાગણીના સંબંધ સાથે આમાં લોહીના સંબંધો પણ આવી જાય છે. બરાબર ને મિત્રો 

કોઈપણ સંબંધ તૂટે એ લાગણીનો હોય કે લોહીનો? ખરેખર તો તે એક પ્રકારનો ડિવોર્સ જ છે. તમારું શું માનવું છે? મિત્રો. 

    રિલેશનશિપ મેન્ટોર પ્રજ્ઞા રૂપારેલ