પ્રકરણ ૧૮: નવી સવાર અને શ્રદ્ધાંજલિ
સમય: ટકરાવના ૪૫ દિવસ પછી – 'ઝીરો અવર' ના ૧૦ દિવસ બાદ.
સ્થળ: પૃથ્વીની સપાટી – એન્ટાર્કટિકાનું નવું મુક્તિ કેન્દ્ર.
આકાશમાં હજુ પણ ધૂળ અને રાખના વાદળો તરતા હતા, પરંતુ આજે પહેલીવાર એ વાદળોની તિરાડમાંથી સૂર્યનું એક નબળું, પીળું કિરણ પૃથ્વીની સપાટીને સ્પર્શ્યું હતું. તે કિરણ માત્ર પ્રકાશ નહોતું, તે આશાનું પ્રતીક હતું.
આર્યનનું બલિદાન નવી આશા અને આ તમામ બચેલા પૃથ્વી વાસીઓ માટે એક વરદાન સમાન હતું.
ઝીરો બંકરના કંટ્રોલ રૂમમાં હજુ પણ સન્નાટો હતો. સેલ્ફ-ડિસ્ટ્રક્ટ સિક્વન્સ અટકી ગઈ હતી, પરંતુ તેની કિંમત બહુ મોટી હતી. કદાચ આવનાર સમયમાં નવી આવનાર પેઢીઓ આની કિંમત યાદ કરશે. માયા અને કબીર બંકરની બહાર આવ્યા. આકાશમાં એક લાંબી, સળગતી લકીર દેખાતી હતી – 'ગ્રીન-ઝોન' સ્પેસ સ્ટેશનના અવશેષો ઉલ્કાની જેમ વાતાવરણમાં વિખરાઈ રહ્યા હતા.
"તેણે કરી બતાવ્યું.." માયાના અવાજમાં ગર્વ અને વેદનાનું મિશ્રણ હતું. આર્યને પૃથ્વીને બચાવવા માટે પોતાનું 'સ્વર્ગ' કુરબાન કરી દીધું હતું.
વિક્ટરનો અંત હવે આવી ચૂક્યો હતો. તેના સત્ય પરથી ઉઠેલા પડદા અને અત્યારે જે પરિસ્થિતિ હતી તેમાં હવે તે
બંકરની અંદર, વિક્ટર સ્ટીલ હવે કોઈ શક્તિશાળી તાનાશાહ નહોતો. જે સૈનિકો તેને ભગવાન માનતા હતા, તેમણે જ તેને બેડીઓ પહેરાવી હતી. તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી – જે બંકરો પર તે રાજ કરવા માંગતો હતો તેમજ તેજ બંકરમાં જે તેણે બીજાને કેદ કરવા બનાવ્યું હતું. હવે તે આધુનિક સુવિધાઓ વચ્ચે હતો, પણ સાવ એકલો. તેની સૌથી મોટી સજા એ હતી કે તેણે જે દુનિયા પર રાજ કરવું હતું, તે દુનિયા હવે તેને ભૂલી ગઈ હતી.
નવી વ્યવસ્થાની શરૂઆત થઈ હતી જેમાં હવે આર્યનની છેલ્લી ઈચ્છા મુજબ, ઈવા (AI) ને ફરીથી પ્રોગ્રામ કરવામાં આવી. હવે તે કોઈ એક વ્યક્તિની ગુલામ નહોતી.
સીમાઓ વગરની દુનિયા હતી હવે કોઈ દેશની સીમા ન હતી ના કોઈ જડતા ના નિયમો હતા. આલ્ફા અને બીટા બંકરો વચ્ચેની દીવાલો તોડી નાખવામાં આવી. સંસાધનોની સમાન વહેંચણી શરૂ થઈ.
એક સંયુક્ત કાઉન્સિલ બનાવવામાં આવી માયા, કબીર અને વિવિધ સેક્ટરોના પ્રતિનિધિઓએ સાથે મળીને આ નવી બનેલ કાઉન્સિલમાં બચેલી માનવ સભ્યતા માટે તેમનું પહેલું કામ પૃથ્વીની સપાટીને ફરીથી વસવાટ લાયક બનાવવાનું હતું.
એક મહિના પછી, જ્યારે વાતાવરણ થોડું શાંત થયું, ત્યારે પૃથ્વીના તમામ બંકરોમાં એકસાથે આર્યન અને તે તમામ લોકો માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું જેમણે આ જંગમાં જીવ ગુમાવ્યા હતા.જેને આ દુનિયા બચેલી સભ્યતા માટે પોતાના પ્રાણ અર્પણ કર્યા હતા તે માટે
માયાએ એન્ટાર્કટિકાના બરફ પર આર્યનની યાદમાં એક સ્તંભ બનાવ્યો, જેના પર લખ્યું હતું:
"જેણે આકાશમાંથી પૃથ્વીને પ્રેમ કર્યો અને પૃથ્વીને બચાવવા માટે આકાશ છોડી દીધું."
અંતિમ દ્રશ્ય હજુ આગળ હતું.
માયાએ પોતાના હાથમાં પકડેલા નાના ટ્રાન્સમીટર પર એક સિગ્નલ જોયું. તે સ્પેસ સ્ટેશનના કોઈ બચેલા મોડ્યુલમાંથી આવતું હતું. તેમાં આર્યનનો રેકોર્ડ કરેલો છેલ્લો અવાજ ગુંજ્યો જેને માયા તથા સાંભળનાર તમામને ગમગીન કરી મૂક્યા
"માયા... જો તમે આ સાંભળી રહ્યા છો, તો એનો અર્થ છે કે માનવતા જીતી ગઈ છે. પૃથ્વી માત્ર માટીનો ગોળો નથી, તે આપણી સંવેદનાઓનું ઘર છે. તેને ફરીથી લીલીછમ બનાવજો. નવી દુનિયામાં સરહદો નહીં, ઊભી કરતા માત્ર સહકાર થી જીવજો કેમ કે આ સહકારથી આજે તમે જીવંત છો માટે સહકાર રાખજો. અલવિદા..."
માયાએ આકાશ તરફ જોયું. ભલે પૃથ્વી અત્યારે રાખથી ઢંકાયેલી હતી, પણ તેને ખાતરી હતી કે આવતીકાલે સવારે જ્યારે તે જાગશે, ત્યારે તે કોઈ બંકરની લાઇટથી નહીં, પણ કુદરતના અસલી સૂર્યપ્રકાશથી જાગશે.
માનવતાનો નવો અધ્યાય શરૂ થઈ ચૂક્યો હતો.
સમાપ્ત