Doomsday: The Last Refuge - 8 in Gujarati Science-Fiction by Anghad books and stories PDF | કાયામત: અંતિમ આશ્રય - 8

The Author
Featured Books
Categories
Share

કાયામત: અંતિમ આશ્રય - 8

પ્રકરણ ૮: બંકર યુગ - અંધકારમાં જીવનની શરૂઆત

સમય: ટકરાવના ૧ અઠવાડિયા પછી.
સ્થળ: સેક્ટર-૯ (સબ-બંકર) અને 'ઝીરો બંકર'.

પૃથ્વીની સપાટી પર અત્યારે કાળો અંધકાર હતો. ક્યાંય કોઈ જગ્યાએ જીવન માત્ર નો સંચાર ન હતો. ઉલ્કાના ટકરાવથી ઉડેલી રાખ અને ધૂળના વાદળોએ સૂર્યપ્રકાશને પૂરી રીતે રોકી દીધો હતો. પૃથ્વી પરથી ક્યારેક મંગળ ગ્રહની સ્થિતિ જોયેલી હતી તેવી સ્થિતિ અત્યારે પૃથ્વીની હતી. પૃથ્વીનું તાપમાન ઝડપથી ગગડી રહ્યું હતું, પણ જમીનની હજારો ફૂટ નીચે, બંકરોની અંદર એક અલગ જ સંઘર્ષ ચાલતો હતો.
સબ-બંકરની સ્થિતિ કોઈ ખાસ સારી ન હતી.
માયાની આંખો ખુલી ત્યારે તેને ચારેબાજુ ગુંજારવ સંભળાયો. સબ-બંકરની છત પરની એલઇડી લાઇટો ઝાંખી પીળી રોશની આપી રહી હતી. હવામાં મશીનરીના ચાલવાનો અવાજ અને લોકોના ડસકાંઓ ભળેલા હતા.
"મમ્મી... પપ્પા..." માયાએ અંધારામાં ફાફા માર્યા. તેના માતા-પિતા તેની બાજુમાં જ હતા, સુરક્ષિત પણ ભયભીત.
અચાનક, બંકરના સ્પીકર્સમાં AI 'ઈવા'નો અવાજ ગુંજ્યો: "ધ્યાન આપો. પૃથ્વીની સપાટી અત્યારે વસવાટ લાયક નથી. આપણે 'લો-એનર્જી મોડ' પર છીએ. દરેક વ્યક્તિને દિવસનું માત્ર ૧ લિટર પાણી અને ૫૦૦ કેલરીનો ખોરાક મળશે. કોઈએ બંકરના મુખ્ય દરવાજા પાસે જવાની કોશિશ કરવી નહીં."
લોકોમાં ગણગણાટ શરૂ થયો. પૃથ્વી પર સ્વતંત્ર રીતે વિહરતા આ માનવીઓ માટે આ સંદેશો કોઈ નરકથી કમ ન હતો 
 "માત્ર ૧ લિટર પાણી? આટલામાં કેવી રીતે જીવાશે?" એક વૃદ્ધે બૂમ પાડી. પણ ઈવાએ કોઈ જવાબ આપ્યો નહીં. માયાને સમજાયું કે આ વ્યવસ્થા જીવાડવા માટે નહીં, પણ માત્ર 'ટકી રહેવા' માટે છે.
ઝીરો બંકરનું શાસન આ પૃથ્વી પર હતું.
એન્ટાર્કટિકાના 'ઝીરો બંકર' માં દ્રશ્ય બિલકુલ અલગ હતું. વિક્ટર સ્ટીલ એક આલીશાન ડાઇનિંગ ટેબલ પર બેઠો હતો, જ્યાં તાજા ફળો અને વાઇન પીરસવામાં આવ્યા હતા. તેની સામેની સ્ક્રીન પર દુનિયાભરના લાખો બંકરોનો ડેટા ગ્રાફ સ્વરૂપે દેખાતો હતો.
"ઈવા, સબ-બંકરોમાં ઓક્સિજનનું લેવલ કેટલું છે?" વિક્ટરે પૂછ્યું.
"૯૨% સર. જો આપણે તેને ૮૫% પર લાવીએ, તો આપણે ઉર્જાની બચત કરી શકીશું," નિર્જીવ યંત્રએ સૂચન આપ્યું.
"કરી દે," વિક્ટરે તેટલી જ નિર્દયતાથી કહ્યું. "આપણને અત્યારે માત્ર એવા લોકોની જરૂર છે જે મજૂરી કરી શકે. બાકીના લોકો માત્ર સંસાધનોનો બગાડ છે. અને હા, 'ગ્રીન-ઝોન' સ્પેસ સ્ટેશન સાથેનો સંદેશાવ્યવહાર બ્લોક જ રાખજે. આર્યનને લાગવું જોઈએ કે પૃથ્વી પર કોઈ બચ્યું નથી."
આર્યન હવે પૃથ્વી પર સંપર્ક સાધવા માટેની તમામ કોશિશો કરી રહ્યો હતો
અવકાશમાં, આર્યન પાગલની જેમ સ્પેસ સ્ટેશનના કોમ્પ્યુટર પર હાથ અજમાવી રહ્યો હતો. તેને પૃથ્વી પરથી કોઈ સિગ્નલ મળી રહ્યા નહોતા.
"આ શક્ય નથી!" આર્યને તેના સાથી વૈજ્ઞાનિકને કહ્યું. "બંકરો એટલા મજબૂત હતા કે આંચકો સહન કરી શકે. વિક્ટર આપણને ખોટો ડેટા બતાવી રહ્યો છે. તેણે સિગ્નલ જામ કરી દીધા છે." આર્યનને ખબર હતી કે બંધ કરો સાથે સંપર્ક થશે જ બંધ કરો નષ્ટ નથી થયા.
આર્યને સ્ટેશનની એક નાની બારીમાંથી નીચે જોયું. પૃથ્વી અત્યારે એક રાખના ગોળા જેવી દેખાતી હતી, પણ તેને ખાતરી હતી કે નીચે માનવ હૃદયો હજુ ધબકી રહ્યા છે. તેણે નક્કી કર્યું કે તે સ્પેસ સ્ટેશનની 'બેક-અપ કોમ્યુનિકેશન' લાઇનનો ઉપયોગ કરીને પૃથ્વી પરના બંકરોને સીધો મેસેજ મોકલવાનો પ્રયાસ કરશે.
માયા, જે નીચે સબ-બંકરમાં હતી, તેણે જોયું કે બંકરના ખૂણામાં એક નાનું ટર્મિનલ ઝબકી રહ્યું હતું. તેણે ગુપ્ત રીતે તેની પાસે જઈને જોયું. ત્યાં એક કોડ દેખાયો: "શું કોઈ સાંભળે છે? - આર્યન"
માયાના ચહેરા પર આશાનું એક કિરણ દેખાયું. યુદ્ધ હજુ પૂરું થયું નહોતું.
આગળ શું થશે?
શું માયા આર્યનને જવાબ આપી શકશે? વિક્ટરને જ્યારે ખબર પડશે કે સ્પેસ સ્ટેશન હજુ પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે તે શું કરશે?