પ્રકરણ ૧૪: ડિજિટલ બળવો અને જાગૃતિનો વંટોળ
સમય: ટકરાવના ૨૬ દિવસ પછી.
સ્થળ: પૃથ્વીના વિવિધ સેક્ટરો (સેક્ટર-૯ થી સેક્ટર-૫૦૦) અને 'ગ્રીન-ઝોન' સ્પેસ સ્ટેશન.
આર્યને સ્પેસ સ્ટેશન પરથી જે બ્રોડકાસ્ટ કર્યું હતું, તેની અસર જંગલની આગની જેમ ફેલાઈ ગઈ. વિક્ટર સ્ટીલનો અસલી ચહેરો હવે માત્ર સેક્ટર-૯ પૂરતો સીમિત નહોતો રહ્યો. પૃથ્વીના પેટાળમાં ફેલાયેલા હજારો બંકરોમાં લાખો લોકોએ વિક્ટરનો એ અવાજ સાંભળ્યો હતો: "મેં માત્ર કુદરતને મદદ કરી છે... આ કાયામત એક આયોજન હતું." તમામ બેન્કરો હવે જનતા હતા કે આ માનવ સર્જિત આફત કોણ લાવ્યું હતું.
વૈશ્વિક પ્રતિક્રિયા ખુબજ સખત હતી
સેક્ટર-૪૨ (યુરોપ ઝોન): અહીંના સબ-બંકરોમાં રહેલા વૈજ્ઞાનિકોએ કામ કરવાનું બંધ કરી દીધું. તેમણે વિક્ટરના 'બ્લેક ગાર્ડ્સ' ને બંકરની અંદર પ્રવેશતા અટકાવવા માટે દરવાજા લોક કરી દીધા.
સેક્ટર-૧૦૮ (એશિયા ઝોન): હજારો મજૂરો અને ટેકનિશિયનોએ મશીનરી બંધ કરી દીધી. "જો આપણે મરવાના જ છીએ, તો આ તાનાશાહ માટે કામ કરીને કેમ મરવું?" એવો નારો ગુંજવા લાગ્યો.
આલ્ફા બંકરોમાં પણ તિરાડ પડી, જે ઉચ્ચ અધિકારીઓ વિક્ટરને ભગવાન માનતા હતા, તેઓ હવે શંકા કરવા લાગ્યા. વિક્ટરના પોતાના વફાદાર સૈનિકોના પરિવારો સબ-બંકરોમાં હતા, અને તેમને ખબર પડી કે વિક્ટર તેમને 'ફિલ્ટર' (ખતમ) કરવા માંગે છે, ત્યારે તેમની વફાદારી ડગમગવા લાગી.
સેક્ટર-૯ અંધકાર અને આશા વચ્ચે પાતળી રેખા પર હતું.
સેક્ટર-૯ માં પાવર કાપી નાખવામાં આવ્યો હતો, પણ ત્યાં હવે એક અલગ જ ઉર્જા હતી. કબીર અને તેની ટીમે ખૂબ મહેનત કરી જૂની બેટરીઓ અને ઇમરજન્સી જનરેટર્સનો ઉપયોગ કરીને એક નાનું 'કોમ્યુનિકેશન હબ' તૈયાર કર્યું.
"માયા, આપણે માત્ર આપણા સેક્ટર વિશે નથી વિચારવાનું," કબીરે નકશો ફેલાવતા કહ્યું. "આપણી પાસે પૃથ્વીની નીચે દોડતી વેક્યુમ ટનલનો નકશો છે. જો આપણે આ ટનલો દ્વારા બીજા બંકરો સાથે જોડાઈ શકીએ, તો આપણે વિક્ટરની સપ્લાય લાઇન કાપી શકીએ છીએ."
અવકાશમાંથી વ્યૂહરચના ને મદદ કરવા માટે તૈયારી થવા લાગી.
આર્યન સ્પેસ સ્ટેશન પરથી આ આખા બળવાને જોઈ રહ્યો હતો. તેણે જોયું કે ઈવા (AI) હવે મૂંઝવણમાં હતી. વિક્ટરના આદેશો અને પ્રોગ્રામિંગમાં રહેલા 'માનવ સુરક્ષા' ના પ્રોટોકોલ્સ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હતો.
"ઈશાન, આપણે ઈવાને પૂરી રીતે હેક કરવાની જરૂર નથી," આર્યને ઉત્સાહથી કહ્યું. "આપણે માત્ર તેને એ બતાવવાની જરૂર છે કે વિક્ટર પોતે માનવજાત માટે 'ખતરો' (Threat) છે. જો ઈવા વિક્ટરને 'ખતરો' જાહેર કરી દે, તો બંકરની સુરક્ષા સિસ્ટમ તેની જ વિરુદ્ધ થઈ જશે."
વિક્ટરનું વળતું પગલું શું આવશે તેની તમામ બેન્કરો માં ચર્ચા હતી.
વિક્ટર સ્ટીલ 'ઝીરો બંકર' માં પહોંચ્યો ત્યારે તે પાગલ જેવો થઈ ગયો હતો. તેને સમજાઈ ગયું હતું કે આખી પૃથ્વી પરના બંકરોમાં તેની વિરુદ્ધ ગણગણાટ શરૂ થયો છે.
"ઈવા! તમામ બંકરોમાં 'માર્શલ લો' (લશ્કરી શાસન) જાહેર કર!" વિક્ટરે ચીસ પાડી. "જે કોઈ પણ અવાજ કરે, તેને તાત્કાલિક બહારની ઝેરી હવામાં ફેંકી દો!"
"સર, લશ્કરી દળોના ૩૦% સૈનિકોએ આદેશ માનવાનો ઇનકાર કર્યો છે," ઈવાએ જવાબ આપ્યો. "તેઓ તેમના પરિવારોની સુરક્ષા અંગે ચિંતિત છે."
વિક્ટરે હિંસક સ્મિત કર્યું. "તો પછી આપણે 'ઓક્સિજન પોલિટિક્સ' રમીશું. જે બંકર બળવો કરે, ત્યાંનો ઓક્સિજન સપ્લાય ૫૦% ઘટાડી દો. તેમને શ્વાસ લેવા માટે ભીખ માંગવા દો."
પૃથ્વીના પેટાળમાં હવે એક વિશાળ જતરંગ છેડાયો હતો. એક બાજુ અત્યાધુનિક ટેકનોલોજી અને તાનાશાહી હતી, તો બીજી બાજુ કરોડો લોકોની એકતા અને સત્યની શક્તિ હતી. આર્યન અને માયા હવે પૃથ્વીના અલગ અલગ છેડા પર હોવા છતાં એક જ લક્ષ્ય માટે લડી રહ્યા હતા: માનવતાનો પુનર્જન્મ.
આગળ શું થશે?
શું ઈવા વિક્ટરને ખતરો માનશે? ઓક્સિજનના કાપ સામે બીજા બંકરો કેવી રીતે પ્રતિક્રિયા આપશે?