અનોખી સફર
પ્રકરણ-39
ધનુષે મોબાઈલની રિંગ સાંભળી..તરતજ ફોન લઇ નામ વાંચ્યું..ઉપાડ્યો..” હાં બોલ..મનોજ..મારો
મેસેજ જોયો ? મને 15 હજાર ડોલર જોઈએ છે..મેં બેંકમાં ફોન કરી ત્યાંથી બેલેન્સ જાણી ઉપાડવાનું નક્કી કર્યું છે.મારે ભૈરવી સાથે અચાનકજ ઇન્ડિયા જવાનું થયું છે..તાત્કાલિક ટિકિટ કરાવવાની છે..થોડું શોપિંગ છે..વધુ રૂબરૂમાં.. મનોજે પૂછ્યું ” એવું શું થયું છે ઇન્ડિયામાં? તારી ત્યાં કોણ રાહ જુએ છે?? અને ભૈરવી સાથે જવાનું છે ? શું થયું એતો કહે.હમણાં ગઈ રાત્રેતો આપણે મળ્યા તેતો કશું કીધું નહીં..તારા પેલા ફ્રેન્ડ માટે..એટલા સમયમાં શું બની ગયું? ધનુષે કહ્યું“ અરે..જે થાય અચાનકજ થાય છે યાર..ભૈરવીની નાની બહેન પૂનામાં સિરિયસ છે..એની આઇનો ફોન હતો..એમણે તાત્કાલિક આવવા કહ્યું છે..તને તો..” ત્યાં મનોજે વાત કાપીને કહ્યું “ ઓહ..ભાભીની નાની બહેન ? ઓહ વધુ સિરિયસ છે? મારું કામ છે? પૈસાની વ્યવસ્થા કરું છું..થઇ જશે..આપણે ઉઘરાણી છેજ..હું પણ સાથે આવું ઇન્ડિયા ? “
“ ના ના એવી તારી ત્યાં જરૂર નથી હમણાં..અહીં પણ જોવું પડશેને..ભૈરવીનો ખાસ આગ્રહ છે…પણ
મારીજ ઈચ્છા છે કે એની આઈને મળીને અમારા લગ્ન પણ નક્કી થઇ જાય હું લગ્ન કરીનેજ પાછો
આવીશ..પછી હસ્યો અને બોલ્યો..” અહીં આવી ખુબ સ્ટ્રગલ કર્યું છે..ના કરવાના કામ…ગોરખધંધા કર્યા
છે..ગિગો…એકલા એકલા કેટલા રાત દિવસ કાઢ્યા છે..કેવા પસાર કર્યા છે તું શું નથી જાણતો.. હવે ઠેકાણે પડી જવું છે..બીજું હવે..છોડ કશું યાદ નથી કરવું..તું પૈસાની વ્યવસ્થા કરી સાંજ સુધીમાં ઘરે મળ. હું તને વિગતવાર વાત કરીશ.ત્યાં ઇન્ડિયા પહોંચી જરૂર લાગે તને બોલાવી લઈશ..”
મનોજ હવે બગડ્યો “ કેમ આમ બોલે? જરૂર પડે બોલાવી લઈશ એટલે.હવે મારી જરૂર નથી રહી ?
તારા લગ્ન કરવાની વાતો કરે અને હુંજ ત્યાં હાજર નહીં હોઉં? વાહ..જોઈ તારી ભાઈબંધી.. હવે મને એકલો પાડીશ ? બૈરું મળી ગયું એટલે ભાઈબંધ સાપ…વાહ મારા બાપ..આઘો રાખવાનો..બરાબરને? ઠીક છે તને સાંજ સુધીમાં પૈસા મળી જશે ઘરે..હું તો એમ પણ અનાથજ હતો..અહીં કેવી રીતે પહોંચ્યો.. તને હવે કશું યાદ નહીં રહે..મને ફરી અનાથ હોવાનો એહસાસ થઇ ગયો…” એમ કહી ફોન કાપ્યો.. “ “
અરે…અરે..મનોજ..કાય..એય…” ધનુષ બોલતો રહ્યો અને મનોજે ફોન કાપી નાખ્યો..
ભૈરવી તૈયાર થઇ આવી બોલી “શું થયું મનોજ ભાઉ સાથે?” ધનુષે સંક્ષિપ્તમાં સમજાવવા પ્રયત્ન
કર્યો બોલ્યો “ કેવું કારણ આગળ કરી એણે ખરાબ લગાડ્યું..હજી મને પૂરો સાંભળે પહેલા ફોન કાપી નાખ્યો..સાંજે મળશે હવે..ફોન કરીશ તોય નહીં ઉપાડે ખબર મને..” ભૈરવીએ કહ્યું“ ભલે..પણ તમે ફરી પ્રયત્ન કરો..લગાવો ફોન હું વાત કરું છું ..તમારો ખાસ ભાઈબંધ રિસાય થોડું ચાલે? એતો ખાસ તમારો હમરાઝ છે.. તમારું એકબીજાનું તમે લોકો જાણો એટલું તો અમને પણ નહીં ખબર હોય..ના તમે કદી બધું કહેશો..હું જાણું છું..લગાવો ફોન…”
ધનુષે ફોન લગાવ્યો..બીજીજ રિંગે ફોન મનોજે ઉપાડ્યો..એણે ઉપાડ્યો એવો ધનુષે ફોન ભૈરવીનાં
હાથમાં પકડાવી દીધો..” હા બોલ દગાખોર..કેમ ફોન કર્યો ? જવાબમાં મનોજને.. રૂપાની ઘંટડી જેવો મધુર સ્વર સાંભળવા મળ્યો..” અરે મનોજ ભાઉ..મી ભૈરવી..તમે નારાજ ના થાવ..મારે લીધે બધું અચાનક નક્કી થયું છે..આઈની ઈચ્છા હશે તો લગ્ન કરીશું.. તમને હુંજ ફોન કરીશ પછી તમે આવી જજો..મારી બહેનની તકલીફ ગંભીર છે તાત્કાલિક તો એટલેજ જઈએ છીએ..અહીં એકલા એકલા રહી તમે લોકો લાગણી વિહીન..થઇ ગયા છો..હૃદય થોડું મોટું સાથે કુણું રાખો..કઈ નહિ સાંજે તમે આવો..”
મનોજે ભૈરવીને સાંભળી કહ્યું“ અરે એવું કાંઈ નથી ભાભી..આતો..મને લગ્નમાં પણ યાદ ના કરેતો
મને કેવું લાગે? મારે જે હોય એ માત્ર ધનુષજ છે એટલે થોડું,,ઓછું આવી ગયું.. કાંઈ નહીં સાંજે રૂબર
મળીએ..કશું લાવવાનું છે? હું લેતો આવું?? ભૈરવીએ કહ્યું“ ના તમે આવી જાવ..બધું આવી ગયું..ધનુષ રાહ
જોશે..સાંજે સાથે જમીશું..મુકું ફોન.એમ અમે તમને ક્યારેય એકલા પડવા નહીં દઈએ...” કહી ફોન મૂકી દીધો.. ધનુષ…ભૈરવીને ફોન પર વાત કરતી જોઈ રહેલો..મનોજની ફરિયાદ તો સાચી છે આ દુનિયામાં
એનું મારા સિવાય છે કોણ? અને મારો હારેહારનો ભાઈબંધ છે..કાશ એની સાથે..ભીરૂની બહેનનું ગોઠવાઈ ગયું હોત તો સારું થાત..પણ હવે શું? મનેજ ભૈરવી ક્યારે મળી? પછી ભૈરવીને જોઈને બીજું ભૂલી બોલ્યો “ ચાલ ભીરુ તું તૈયાર છે? આપણે શોપિંગ પતાવી આવીએ ? આપણે ઇન્ડિયા તારા ઘરના બધા માટે કાઇને કઈ લેતા જઈએ..હું તો તારી આઈ અને માહીને પહેલીવાર મળીશ..ભૈરવી કહે “હા ધનુ લઇ જઈશું મેં વિચારી રાખ્યું છે..આમતો આઈ કશું લેવાની નાજ પાડશે એને કશામાં રસ નહીં પડે..આઈને તો એની છોકરીઓ સુખી થાય એ લોકોને આનંદમાં જોવાજ જીવી રહી છે. માહી માટે યાદ રાખી બધું અહીંથી લઈશ એ શોખીન છે મારાથી નાની છે અને એના સિવાય કોઈ છેજ કોણ મારું ? એની આંખો બોલતા બોલતા ભીંજાઈ ગઈ..હું એ લાડકીને
કેટલા સમય પછી મળીશ ? અને મળવાનું કારણ પણ એજ બની..પણ કેવું દુઃખી કારણ..એની સ્થિતિ આઈ એ વર્ણવી છે સાંભળી મારું દિલ તૂટી ગયું છે પેલા પ્રમોદ પર એટલો ગુસ્સો આવ્યો છે કે હું ત્યાં પહોંચીને એનો ટોટો પીસી નાખું સાલો પિશાચ..”
ધનુષેભૈરવીનો ગુસ્સો જોઈ એનો હળવેથી શાંત કરવા એનો હાથ દાબ્યો..ધનુષ કહે બીજું શું લેવાનું છે એ
યાદ કર હમણાં આ ગુસ્સો ચિંતા છોડ.. ભૈરવીએ કહ્યું હું તાઇ માટે અને આજુબાજુના છોકરાઓ માટે થોડા કપડાં અને ખુબ ચોકલેટ્સ લઇ જવા માંગુ છું.અને હા માહી માટે એકદમ ફેશનેબલ અહીંથી કપડાં..જ્વેલરી પર્સ ઊંચી એડીની સેન્ડલ ચપ્પલ બધુંજ ખરીદીશ. ધનુષે કીધું “ તારે માહી માટે જે લેવું હોય બધુંજ લેજે કશામાં ભાવ પૈસા ના જોઇશ..પણ જ્વેલરી તો બધી અહીં ઈન્ડિયાથીજ આવે છે એ આપણે મુંબઈથી લઈશું આપણી ખરીદી કરીએ ત્યાંથી ત્યારે..” ભૈરવીએ કહ્યું “ભલે એવું કરીશું..કઈ નહીં આપણે જઈએ પણ તારે બધા સાથે વાત થઇ ગઈ ?” ધનુષે કહ્યું“ ના ના માત્ર મનોજ સાથેજ વાત થઇ..ખાસ તો સોહમને લગાવેલો પણ એનો ફોન નથી આવ્યો.. આપણે રહેવાનું લંબાઈ જાય તો એને મળાશે નહીં..હું ફરી એને ટ્રાય કરી જોઉં.” એમ કહી ફરી ફોન લગાવ્યો..
ધનુષે 2 થી 3 વાર ટ્રાય કર્યો પણ સોહમનો સામેથી કોઈ જવાબ નથી એના ફોનનો કોઈ રિસ્પોન્સ જ
નહોતો..કદાચ બંધ થઇ ગયો હશે..છેવટે ફોન ખીસામાં મુક્યો..ભૈરવી તૈયારજ હતી..બન્ને બહાર જવા નીકળ્યા.. ભૈરવીને હજી મનોજ ના વિચાર આવતા હતા..કઈ નહીં સાંજે વાત.. ધનુષે હવે કારમાં બેસતાં પહેલા સારાને ફોન કર્યો ..” હેલો સારા..મી ધનુષ..કેમ છે? તને ખાસ એક સમાચાર આપવા ફોન કર્યો છે કે અમે ઇન્ડિયા જઈએ છીએ…અમે એટલે હું ભૈરવી..કદાચ મનોજ પણ.તારે..”
વધુઆવતા અંકેપ્રકરણ-40 અનોખી સફર..