પ્રકરણ - 4
(ગયા અંકથી આગળ)
વેદિતા - ગાડીમાં બેસી આગળ જવા રવાના થાય છે. અને તે આખા રસ્તે પણ એ જ વિચાર કરે છે કે આ પ્રોજેક્ટ વ્યવસ્થિત રીતે થઈ જાય તો ઘણા લાભ થશે. તે ગાડીનો મિરર નીચે કરે છે. અને આજુબાજુ જુએ છે. અચાનક તેનું ધ્યાન રસ્તાની સામેની તરફ એક નાના બાળક પર જાય છે. તે જુએ છે તો કેટલાક માણસો તે બાળકની મજાક કરી રહ્યા હતા.
વેદિતા ડ્રાંઇવરને ગાડી રોકવાનું કહે છે. અને કહે છે કે હું હમણાં થોડીવારમાં આવુ છું. સામેની દુકાનેથી એક પાણીની બોટલ લઈને. તમારે કંઈ ખાવુ છે તો ચાલો.
ડ્રાઈવર - ના ના મેડમ તમે નિરાંતે જઈને આવો હું અહીં જ તમારી રાહ જોઉં છું.
વેદિતા - ઠીક છે.
પછી વેદિતા ગાડીમાંથી ઉતરે છે અને પેલી દુકાને જવા માટે રોડ ક્રોસ કરે છે. રોડ ક્રોસ કરી તે દુકાને આવે છે. અને પેલા માણસો નાના બાળકને ખીજવે છે.
બાળક - દુકાનવાળાને કહે છે. ભાઈ મને ભૂખ લાગી છે કંઈક ખાવાનું આપો.
દુકાનવાળો - જા જા નીકળ તારા જેવા ગરીબડા તો આવ્યા જ કરે મારી દુકાન ધંધાથી ચાલે છે. કોઈની મહેરબાનીથી નહિ.
બાળક - ફરીથી દુકાનવાળા સામે હાથ જોડીને કરગરે છે ભાઈ મારી માં મારા નાના નાના ભાઈ બહેન ભૂખ્યા છે તેઓ ખાવા માટે રો કકળ કરે છે. તમે થોડું ખાવાનું આપોને ભગવાન તમારું સારું કરે. મહેરબાની કરી હું તમને હાથ જોડું છું મને કંઈક તો ખાવાનું આપો. અને જોર જોરથી તે બાળક રડવા લાગે છે.
દુકાનવાળો - અતિશય ગુસ્સામાં આવી જાય છે. અને પેલા બાળકને જોરથી ધક્કો મારે છે.
તે બાળક વેદિતા પાસે જઈ ભટકાય છે. અને વેદિતા તેને સાંભળે છે. અને પૂછે છે શુ થયું? આ લોકો તારી સાથે આમ શુ કામ કરે છે?
બાળક - કાંઈજ બોલતો નથી અને વેદિતા સામે જુએ છે.
દુકાનવાળો - વચ્ચે અચાનક બોલે છે. કંઈ જ નથી મેડમ આ તો તેનું રોજનું નાટક છે.
વેદિતા - કેવું નાટક?
દુકાનવાળો - એ રોજ અહીં આવી અને ફ્રીમાં ખાવાની વસ્તુ લેવા માટે આવે છે હું અહીં ધંધો કરવા બેઠો છું સેવા કરવા નહિ. હું રોજ આવા લોકોને ફ્રી માં બધું આપ્યા કરું તો મારે દુકાન વહેંચી નાખવી પડે.
વેદિતા - શુ કહ્યું તમે કે આ બાળક નાટક કરે છે? તે બાળકને લઈ વેદિતા દુકાન નજીક જાય છે. અને દુકાનવાળાને કહે છે. કોઈની નબળી પરિસ્થિતિને તમે નાટક કહો છો. આ બાળક ખાવા માટે વલખા મારે છે. અને તમે એમ કહો છો કે આ બાળક ખોટા નાટક કરે છે. તમે માણસ છો કે પથ્થર સમજાતું નથી. બીજાની તકલીફમાં મદદ કરવાનું તો દુર રહ્યું પણ ઊંધુ તેને ખીજવવા. જો તમે બીજાની તકલીફને સમજીને તેને મદદ ન કરી શકો તો તેની તકલીફમાં હસવાની કોઈ જ જરૂર નથી. અને તમે બધા તમારે કોઈ કામ ધંધો નથી. તમારા બાળક સાથે કોઈ આવુ વર્તન કરે તો તમને ગમશે? ન ગમે ને તો બીજાને શુ કામ હશો છો?
દુકાનવાળો - મને માફ કરી દો મારી ભૂલ થઈ ગઈ. બેટા તારે જે જોઈતું હોય તે લઈલે હું તને ક્યારેય ના નહીં કહીશ.
બીજા બધા પણ વેદિતાની માફી માંગે છે.
વેદિતા - પેલા બાળકને કહે છે તારે જે લેવું હોય તે લઈલે જા બેટા.
બાળક - દુકાનમાં જઈ થોડો નાસ્તો લઈલે છે. અને પાછો બહાર આવે છે. અને વેદિતા સામે હાથ જોડીને કહે છે તમારી ખુબ ખુબ મહેરબાની ભગવાન તમારી બધી ઈચ્છા પુરી કરે.
વેદિતા - ના ના બેટા એમાં હાથ ન જોડવાના હોય તારે બીજી કોઈ વસ્તુ જોતી હોય તો લઈલે.
બાળક - ના ના આટલું મળી ગયું એ જ બસ છે.
વેદિતા - મને એક વોટર બોટલ આપો.
દુકાનવાળો પાણીની બોટલ આપે છે.
વેદિતા - પોતાના પર્સમાંથી પૈસા કાઢે છે અને કહે છે કે આ પૈસા આલ્યો અને આ બાળકને રોજનું જે કંઈ જોઈએ તે આપજો. ના ન પાડતા.
દુકાનવાળો - ભલે.
વેદિતા - જો આ ભાઈ કોઈ વસ્તુની ના પાડે તો મને કહી દેજે.વેદિતા તે બાળકને પોતાનું કાર્ડ આપે છે.
બાળક - ખુશ થતો થતો જાય છે.
વેદિતા - પાણીની બોટલ લઈ અને પોતાની ગાડી પાસે પરત ફરે છે.
(ક્રમશ: )
આલેખન - જય પંડ્યા