( ગયા અંકથી આગળ )
સવાર પડે છે. વેદિતા બેડ પર સૂતી હોય છે. અને અરુણ પોતાની અને વેદિતા માટે ચા બનાવીને લાવે છે.
અરુણ - વેદિતા ઉઠીજા બેટા સવાર થઈ ગયું. ચાલ જલ્દી ઉઠીજા હું તારી અને મારી માટે ગરમ ચા નાસ્તો લઈ આવ્યો છું. પછી ઓફિસે પણ જવાનુ છે ને બેટા. ચાલ પછી અરુણ વેદિતાને ઉભી કરે છે.
વેદિતા - પાછી સુઈ જાય છે. ડેડ તમને તો ખબર છે ને કે કાલે ઓફિસમાં મિટિંગ હતી એટલે મેં તેની માટે આખી રાત જાગી પ્રેઝન્ટેશન તૈયાર કર્યું હતું. સોં હું થાકી ગઈ છું. મને બહુ નીંદર આવે છે. મને સુવા દો ને પ્લીઝ.
અરુણ - પણ બેટા આજથી આપણે પ્રોજેક્ટ શરૂ કરવાનો છે. અને હું તને રિમેમ્બર કરાવી દઉં કે તે પ્રોજેક્ટ તારે કમ્પ્લીટ કરવાનો છે. જો તું આમ જ થાકી જઈશ તો બિઝનેસ કંઈ રીતે કરી શકીશ માટે ઉભી થઈજા બેટા. હું નીચે ડાઇનિંગ ટેબલ તારી રાહ જોઉં છું. તું રેડી થઈને આવીજા ઓકે.
વેદિતા - ઓકે ફાઈન. પછી વેદિતા ઉઠે છે. અરુણ પછી નીચે ચાલ્યો જાય છે. અને બ્રશ કરવા માટે જાય છે. થોડીવાર પછી તે રેડી થઈને નીચે આવે છે. પછી બંને બ્રેકફાસ્ટ કરે છે.
અચાનક વેદિતાના મોબાઈલમાં એક મેસેજ આવે છે. અને તે નાસ્તો કરતી હોય છે. તે મેસેજ જુએ છે. વેદિતા સિરિયસ બની જાય છે.
અરુણ - વોટ હેપન્ડ બેટા?
વેદિતા - મોબાઈલમાં આવેલો મેસેજ અરુણને વંચાવે છે. અને અરુણ તે મેસેજ વાંચે છે.
અરુણ - તે ઝડપથી ઉપર વેદિતાના રૂમ તરફ જાય છે.
વેદિતા - ક્યા જાવ છો ડેડ? ડેડ.
અરુણ - હમણાં આવુ બેટા તું ઝડપથી બ્રેકફાસ્ટ ફિનિશ કર.
વેદિતા - ઝડપથી પાણી પીવે છે. ડાઇનિંગ ટેબલ પરથી ઉભી થાય છે.
અરુણ - વેદિતાનું બેગ લઈ ઝડપથી નીચે આવે છે. અને વેદિતાના હાથમા આપે છે. બેટા જલ્દી જા મિસ્ટર આહુજાની ઓફિસે જવાનુ છે. હું ડ્રાંઇવરને કહું છું તે તારી સાથે અમદાવાદ આવશે. લોન્ગ રનમાં ડ્રાંઇવિંગ કરી તું થાકી જઈશ.
વેદિતા - થૅન્ક્સ ડેડ તમે મારું કેટલું ધ્યાન રાખો છો.
અરુણ - ઇટ્સ ઓકે બેટા તું પણ આપણા બિઝનેસ પ્રોજેક્ટ માટે કેટલી દોડાદોડી કરે છે. તો પછી હું તારી આટલી કેર ન કરી શકું?
વેદિતા - ડેડ તે મારી ફરજ છે. તેમાં શુ થઈ ગયું?
અરુણ - બેટા જો તું તારી ફરજ પ્રત્યે રિસ્પોન્સીબલ હોય તો પછી આ પણ મારી ફરજ છે.
વેદિતા - થૅન્ક્સ ડેડ એટલું બોલી તે અરુણને ભેટી પડે છે.
અરુણ - બસ બેટા હવે અહીં ઉભી ઉભી વાતો જ કર્યા કરીશ તો અમદાવાદ પહોંચવામાં મોડું થશે. ચાલ પહેલા ભગવાનના દર્શન કરી લઈએ પછી હું તને ગાડી સુધી ડ્રોપ કરી જાવ છું.
વેદિતા - ઓકે ડેડ.
પછી બંને મંદિર પાસે આવે છે. અને ભગવાનને પ્રાર્થના કરે છે.
અરુણ - હે ભગવાન મારી દીકરીની આ બિઝનેસ ડીલ પરફેક્ટલી થઈ જાય. અને તે મારા કરતા પણ સારી રીતે બિઝનેસ કરે અને મારી કંપનીને અને બિઝનેસ સક્સેસફૂલી હેન્ડલ કરે. અને મારા કરતા પણ વધુ નામ અને રેપીટેશન તે બિઝનેસ વર્લ્ડમાં મેળવે એ જ પ્રાર્થના અને મારી દીકરી હંમેશા ખુશ રહે અને સુખી રહે. બસ મારે બીજું કંઈ જ નથી જોઈતું.
વેદિતા - હે ભગવાન મને મારા ડેડ ખુબ સપોર્ટ કરે છે. અને મારી મમ્મીના ગયા પછી તેમણે જ મને ઉછેરી અને મોટી કરી છે. ઘરની બધી જવાબદારી, બિઝનેસ અને મને ભણાવવી એ બધું અને હજી મારી હેપ્પીનેસનું તેઓ પૂરું ઘ્યાન રાખે છે. તેમણે કદી મને અપસેટ થવા દીધી નથી. હંમેશા મને પ્રેમથી હિંમત આપી છે. આ બધું જ મારા ડેડ એકલા કરતા આવ્યા છે. છતાં તેમણે કદી ભગવાનને ફરિયાદ કરી નથી. અત્યારે હવે મારી પાસે એવી તક મળી છે કે હું તેમના માટે હું કંઈક કરું અને હું તેમની હેલ્પ કરું. તેમનું ઘ્યાન રાખું. તેમની ઈચ્છા પુરી કરું. અને તેઓ જે રીતે બિઝનેસ સાંભળે છે. તે રીતે હું પણ સાંભળું. અને તેમની નામના ઉતરોતર વધે તેવી પ્રાર્થના.
પછી બંને દર્શન કરી બહાર ગેટ પાસે આવે છે. અને ડ્રાંઇવર ગાડી લઈને આવે છે. અને પછી વેદિતા અરુણને પગે લાગે છે.
અરુણ - ગોડ બ્લેસ યુ માય ચાઈલ્ડ એન્ડ ઓલ ધ બેસ્ટ.
વેદિતા - થૅન્ક્સ ડેડ.
પછી તે ગાડીમાં બેસે છે.
અરુણ - ડ્રાંઇવર મેડમને કોઈ પ્રોબ્લેમ ન થાય એ રીતે કેરફૂલી ચલાવજે.
ડ્રાંઇવર - ઓકે સર.
પછી વેદિતા અમદાવાદ જવા માટે રવાના થાય છે.
વેદિતા - બાય ડેડ.
અરુણ - બાય બાય બેટા.
પછી અરુણ ઘરની અંદર જાય છે.
( ક્રમશ :)