પ્રકરણ - 1
એક યંગ ગર્લ દોડતી દોડતી સીડી પરથી નીચે ઉતરી રહી હતી. અને પાછળથી તેના પિતા અરુણભાઈ કહેતા હતા વેદિતા બેટા બહુ દોડાદોડ કરીશ નહિ. પડી જઈશ તો લાગી જશે.
વેદિતા - સીડી પરથી ઉતરી અને અરુણ પાસે આવે છે. શુ ડેડ તમે પણ કેટલા ડરપોક છો મને કંઈ જ ન થાય મને આ બધી આદત છે.
અરુણ - મને ખબર છે કે તને આ બધી બાબતની આદત છે પણ મને તારી ચિંતા થાય છે એટલે બીજું કંઈ જ નહિ બેટા.
વેદિતા - ડેડ હવે થોડીવાર કામની વાત કરીએ?
અરુણ - ઓકે.
વેદિતા - ઓફિસમાં આજે શુક્લા ગ્રુપ સાથે મિટિંગ છે. તેનું પ્રેઝન્ટેશન મેં તૈયાર કર્યું છે તે તમને ચેક કરી લેજો.
અરુણ - ઠીક છે. આમ પણ તે પ્રેઝન્ટેશન રેડી કર્યું હોય પછી ચેક થોડું કરવાનું હોય.
વેદિતા - તો પણ આ એક ઓફિસના એમ ડી ની રિસ્પોન્સિબિલિટી છે કે તે જે કંઈ પણ વર્ક રેડી કરે તેની ખરાબ અસર ઓફિસની રેપિટેશન કે સામેની વ્યક્તિ પર ન પડે. એટલે તમે ચેક કરી લેજો.
અરુણ - ઠીક છે બેટા તું કેટલી સમજદાર છે. તું ઓફિસની નાની નાની બાબતોનું ધ્યાન પણ મારા કરતા સારી રીતે રાખે છે. મારે થોડા સમયમાં આ ઓફિસનું બધું જ કામ તને સોંપી દેવું છે. અને હું આ બધા માંથી હવે રિટાયર્ડ થવા માંગુ છું. અને મને પૂરો વિશ્વાસ છે કે તું આ ઓફિસની જવાબદારી મારાથી પણ વધારે સારી રીતે રાખીશ. અને આ ઓફિસને સારામાં સારી સક્સેસ અપાવડાવીશ.
વેદિતા - ડેડ તેમાં શુ આ બધું કરવું તે મારી ફરજ છે. અને ઓફિસ તમારી જવાબદારી છે. એમ મારી પણ તેના માટે કંઈક ફરજ છે. અને તમે શુ કહો છો કે તમારે ઓફિસનું કામ મૂકી દેવું છે. અને રિટાયર્ડ થઈને બધું જ મને સોંપી દેવું છે. પણ ડેડ હું હમણાં થોડા ટાઈમથી જ ઓફિસમાં કામ કરું છું. અને તમે તો મારા બર્થ પહેલા આ ઓફિસ સ્ટાર્ટ કરી હતી. અને એટલા વર્ષોથી તમે આ ઓફિસ સંભાળી રહ્યા છો અને હું હજી તો કંઈ શીખી નથી. અને મને ઓફિસ વર્કનો કંઈ જ એક્સપિરિયન્સ પણ નથી. તો પછી તમને એવો વિચાર કેમ આવ્યો કે હું આ એકલા હાથે સંભાળી લઈશ તેવી કેપેબલ છું. ના હ ડેડ તમારે ઓફિસ છોડવાની નથી. ઓફિસના ક્લાઇન્ટની મિટિંગ અટેન્ડ કરવી, ઓફિસનું મેનેજમેન્ટ કરવું, સ્ટાફ અને બીજું ઘણું બધું છે કે જે તમેં એકલા હાથે સંભાળી ચુક્યા છો અને તમને એ બધું એકલા હાથે મેનેજ કરવાની પ્રેક્ટિસ છે. પણ હું એ બધું એકલી ન કરી શકું. થોડો ટાઈમ તો તમારે મને સપોર્ટ કરવો પડશે. આ બધી સક્સેસ તમારા એકલાની છે. તો હું તમારી જેમ આ બધું ન કરી શકું એટલે તમારે ઓફિસ તો છોડવાની જ નથી.
અરુણ - ઠીક છે મારી માં હું તારી સાથે ઓફિસમાં રોજ આવીશ બસ.
વેદિતા - હા હવે રેડી. તો ચાલો ઓફિસે.
અરુણ - હા ચાલ.
પછી અરુણ અને વેદિતા બંને કારમાં બેસી ઓફિસે જવા માટે નીકળે છે.
વેદિતા - લેપટોપ ઓપન કરે છે. અને પોતાનું પ્રેઝન્ટેશન અરુણને બતાવે છે. ડેડ આપણા પરચેઝ અને ઇન્વેસ્ટમેન્ટની ફાઈલ મેનેજર પાસે છે. તે આપણે ઓફિસે જઈને ચેક કરી લઈશું. બાકી બધું તો લગભગ પરફેક્ટ છે. છતાં તમે આ પ્રેઝન્ટેશન સ્ટડી કરી લેજો.
અરુણ - ઓકે ફાઈન.
પછી બંને કારમાંથી ઉતરી ઓફિસમાં મિટિંગ માટે એન્ટર થાય છે.
( ક્રમશ )