વિશ્વા..સોહમ સાથે ચા પીવા આવી ત્યારથી થોડી વિચારો સાથે સાથે બધું કહી દઈ..ઊંડે ઊંડે માં પર
વીતેલી ભૂતકાળની વાતો..એ સોહમને બધું કહી રહી હતી પણ..કોઈ વાત એક સરખી સળંગ કહી નહોતી
રહી..એક વાત કરે..એ કરતા કરતા બીજી કહેવા માંડે..વચ્ચે સોહમને પ્રશ્નો પૂછે ..ખબર નહોતી પડી રહી ..કહેવું છે શું કહેવાય જાય છે..મનની વિહ્વળ સ્થિતિ જણાઈ આવતી હતી..એલોકો ઘરે જઈ રહેલાં અને હાઇવેથી ગામ તરફ જતા નેળીયા જેવા રસ્તે વિશ્વાનાં માંપાપા પાછા ફરી રહેલા..એ ઘરે પહોંચવાનો ટૂંકો રસ્તો હતો..
સોહમે કહ્યું“ વિશુ તારી મમ્મી પાપા આગળ જઈ રહયા છે એલોકો હમણાંજ આવ્યાં લાગે..વિશ્વાએ કહ્યું “ હા આવી ગયા તું પાછળ ધીમે ધીમે જવા દે એલોકોને પહેલાં પહોંચવા દે..મને લાગે બજાર તો ગયેલાં પણ કોઈને મળવા ગયેલા..ખબર નથી કોને..પાપાને પણ ખબરજ નહોતી તું અને દિગુકાકા આજે અહીં આવવાનાં છો..નહિતર બહાર ક્યાંય જાયજ નહીં..તમે લોકો પણ અગાઉ જાણ વિનાજ આવી ગયાં અમને કોઈને કશી ખબરજ નહોતી..પણ તારી સરપ્રાઈઝ મને ગમી સોહુ…”
વિશ્વા સોહમ ઘરે પહોંચ્યા પહેલાં ધર્મેશભાઈ ઘરે પહોંચી ગયેલાં..દિગુકાકા પણ એમની જોડેજ
બેઠેલાં..એલોકો વાત કરી રહેલાં ને આ લોકો પહોંચ્યા..દિગુકાકા સોહમ વિશ્વાને જોઈ બોલ્યા “ લો આ લોકો પણ આવી ગયાં… “ વિશ્વા ફળિયું આવતા પહેલાંજ બાઈક પરથી ઉતરી ગયેલી..સોહમ બાઈક લઈને આવ્યો..પાછળ વિશ્વા ચાલતી આવી રહી હતી..આ એક વડીલોની મર્યાદા પાળી રહી હતી જે એની માં પાસેથી શીખી હતી..વીરબાળા બહેન જ્યારે બાઈક પર ધર્મેશભાઈ સાથે જતા..થોડે આગળ સુધી ચાલતા જતા..ફળિયું પાર કરી આગળ જય પછી બાઈક પર બેસતાં.
વીરબાળાબહેન ઘરનાં બારણેથી ઉભા ઉભા વિશ્વાને આવી રહેલી જોઈ રહેલા..એમને એક સાથે ઘણા
વિચાર આવી ગયાં. સોહમે આવીને તરત એમની ખબર પૂછી..પૂછેલું ..કેમ છો કાકી..અને પછી દિગુકાકા સાથે જઈ બેસી ગયેલો..દિગુકાકા અને વીરબાળાબહેનની આંખો એક થયેલી જ્યારે સોહમ અને વિશ્વા સાથે બહારથી પાછા આવેલા.. બન્ને મૌનમાં વાત જાણે કરી લીધી હતી..
“ વિશ્વા બેટા..દિગુકાકુને પૂછી જો શેનું શાક ખાવુ છે? હું..અમે તાજી શાકભાજી બજારથી લાવ્યા છીએ..તો
એ સમારીને તૈયાર કર..ચલ રસોઈ કરી લઈએ.. હમણાં અંધારું થશે..બધાને ગરમ ગરમ જમાડી
લેવાય..દીગુભાઈએ સોહમ સામે જોયું બોલ્યાં“ બોલ સોહુ ક્યુ શાક ખાવું છે?” સોહમ બોલે પહેલાં વિશ્વા બોલી ઉઠી “ એને તો મમ્મીનાં હાથનું રીંગણ બટાકાનું શાક બહુ ભાવે છે..” એમ કહી શરમાઈને અંદર દોડી ગઈ.. ફરી પાછી દિગુકાકા અને વીરબાળા બહેનની નજર એક થઇ..દિગુકાકા નીચું જોઈ ગયા. ત્યાં ફળિયામાંથી પશાકાકાનો અવાજ આવ્યો..” દીગુભાઈ આવ્યા છો ? આવો ચા પીવા..જરીક બેસીએ..ધર્મેશ તું પણ આવ..થોડી વાત કરવી છે..” દીગુભાઈએ કહ્યું“ ઓહો પશાભાઇ તમે તો બીલીમોરા ગયા હતા એવું સુરેશ ટપાલીએ કહેલું..ચાલો આવીએ..તમારો વરંડો ઘણો મોટો છે હીંચકો શોભાવીએ..ચલ ધર્મેશ..”
રસોઈ થાય ત્યારે વિશ્વા બોલાવવા આવજે..એમેલોકો આવી જઈશું..સોહમ તું કાકી સાથે બેસ..હમણાં
ફળિયામાંથી કોઈને કોઈ બોલાવવા આવશે.. ધર્મેશભાઈ કહે અરે..પેલો પરાગ હમણાં આવ્યો સમજો..પત્તા ટીચવાનો એને ખુબ શોખ છે..જોકે વિશ્વાનેપણ ખુબ ગમે છે..ઘણીવાર તો આ છોકરાઓ મોડી રાત સુધી રમે છે કેટલી બૂમો પાડીએ ત્યારે ઉઠે..” ચલો દીગુભાઈ..” એમ કહી પશાકાકાને ઘરે ગયાં.
સોહમે કહ્યું..” હુંજ જાઉં છું પરાગના ઘરે..જમવા સમયે આવી જઈશ..કાકુ કહે છે એવું હોય તો રાત્રે પત્તા રમીશું..આમ પણ આજે જલ્દી ઊંઘ નહીં આવે” એમ બોલી ફળિયામાં જવા નીકળી ગયો..એણે વિશ્વાની સામે જોવાનું ટાળ્યું..મનમાં નવા
વિચારો સાથે ગયો પશાભાઈના વરંડામાં દીગુભાઈ અને પશાભાઇ હીંચકે બેઠા અને આરામ ખુરશીમાં ધર્મેશભાઈ બેઠા..મોટો વિશાળ વરંડા..એમ્મા હીંચકો બાંધેલો..પિત્તળની કલાકારીવાળી સાંકળો હતી.. રજવાડી હીંચકો ગાદી તકિયા મુકેલા. એકદમ આરામદાયક આરામ ખુરસી જેના પગ લાંબા કરવા લાકડાના પટ્ટા હતા પોલિશ કરેલી ખુરશી ખુબ સરસ લાગતી હતી..બીજા બે પાટીવાળા ખાટલા હતાં એમાંએક ઢાળેલો હતો એક ઉભો મુકેલો હતો..રાત્રે
બધાં ફળિયાના અહીં આવીને બેસતાં અહીં છોકરાઓની જમાત જામતી અને મોટાઓની જ્યાફત..બધાંજ માટે એક મસ્ત મિટિંગ પોઇન્ટ હતું. બપોરે આજ જગ્યાએ ફળિયાના બૈરા ભેગા થઇ બેસતા..બધાની આ મનગમતી જગ્યા..પશાકાકા મોટાં દિલનાં એમની પાસે ખુબ મોટી જમીન વાડીઓ… ખાનાર કોઈ નહીં..એ અને એમની પત્ની યશોદાબેન બેજ જીવ..બેઉ મોટાં દિલના..બધો ઘસારો સહેતાં.. આખો વખત આનંદમાં રહેતાં. શેર માટીની
ખોટ હતી..પણ નાનપણથીજ વિશ્વાનેદીકરી જેવી માનતા..વીરબાળાબહેન એમની ખાસ સખી.. બન્નેને એકબીજા સાથે ખુબ બનતું … .
વીરબાળા નાના હતાં ત્યારથી બેઉ બહેનપણાં એમની જિંદગીના બધા પ્રસંગો…સારું ખોટું બધું જાણતા.. એકમેકનાં સાક્ષી…બેઉ એકબીજાની બધી વાત જાણતા..ધરબાયેલી બધી વાતના બેઉ સાક્ષી..ખુબ
સાથ સહકાર આપતા..
ત્રણે હીંચકે અને ખુરશીમાં ગોઠવાયાં..પશાકાકાએ પૂછ્યું“ ધર્મેશ તમે બેઉ જઈ આવ્યાં શું વાત હતી ? કેમ તમને બોલાવેલા ?..
વધુ આવતે અંકે..પ્રકરણ-33 અનોખી સફર..