Feelings in the dark alleys - 3 in Gujarati Drama by Hiren B Parmar books and stories PDF | અંધારાની ગલીઓમાં લાગણીઓ - 3

Featured Books
Categories
Share

અંધારાની ગલીઓમાં લાગણીઓ - 3

શીર્ષક: અંધારા ની ગલીઓમાં લાગણીઓ - 3
- હિરેન પરમાર 
જીનલના મનમાં હવે એક જ વિચાર હતો –
"જો પ્રદીપ સાથે ખુલીને ન મળી શકું, તો જીવનભર પસ્તાવો જ રહેશે."
એક બપોરે, ઓફિસમાંથી બહાર નીકળતાં જીનલએ ડ્રાઈવરને ઘરે જવા નહિ કહ્યું.
તેને સીધું જ પ્રદીપની નવી કંપનીનું સરનામું આપ્યું.
કાર શાંતિથી પ્રદીપની કંપની આગળ આવીને ઊભી રહી. કાચની ઈમારતની સામે ઊભી જીનલનું હૃદય જોરથી ધબકતું હતું. બહારથી જોઈ શકાતું હતું કે અંદર બધું કાર્યશીલ છે – કર્મચારીઓ, મશીનો, મીટિંગ રૂમમાં લોકો… પણ એની નજર માત્ર એક ચહેરો શોધતી હતી – પ્રદીપનો.
જેમ જ તે અંદર પ્રવેશી, બધા કર્મચારીઓ આશ્ચર્યથી જોઈ રહ્યા. પ્રદીપ સુધી સમાચાર તરત જ પહોંચ્યા –
“સાહેબ, બહાર જીનલ મેમ આવ્યા છે.”
પ્રદીપ તાત્કાલિક પોતાની કેબિનમાંથી બહાર આવ્યો.
બન્નેની નજર મળતાં જ જાણે આખું જગત અટકી ગયું હોય એમ લાગ્યું.
પ્રદીપ ધીમે હસ્યો –
👉 “જીનલ…! તું અહીં?”
જીનલની આંખો ભીની થઈ ગઈ.
👉 “હા પ્રદીપ… મેં વિચાર્યું કે હવે છુપાવીને વાત કરવાની નથી.
મને તારી સામે બેસીને બોલવું હતું.”
બન્ને કેબિનમાં ગયા.
પ્રદીપે પાણી આપ્યું, પછી શાંતિથી પૂછ્યું –
👉 “બધું સારું છે ને? તારા ચહેરા પર કંઈક ભાર દેખાય છે.”
જીનલનો અવાજ કંપી ગયો –
👉 “પ્રદીપ, પપ્પાને ખબર પડી ગઈ છે કે હું તારા સંપર્કમાં છું.
એ ખુબ ગુસ્સે છે.
એ કહે છે કે તું આપણો દુશ્મન છે… પણ મને ખબર છે, તું ક્યારેય દુશ્મન ન હોઈ શકે.”
પ્રદીપ થોડા સમય સુધી મૌન રહ્યો.
પછી ગહન અવાજમાં બોલ્યો –
👉 “જીનલ, તારા પપ્પા ખોટા નથી.
તેમના દૃષ્ટિકોણથી હું ભૂલ કરનાર છોકરો છું, જે કંપનીને ખોટમાં નાખી ગયો હતો.
પણ મારા દૃષ્ટિકોણથી, એ ભૂલ જ મારા જીવનનો સૌથી મોટો પાઠ હતી.
આજે જો હું ઊભો છું, તો એ જ પરિક્ષાના કારણે.”
જીનલની આંખોમાં વિશ્વાસની ચમક હતી.
👉 “મને ખબર છે પ્રદીપ.
અને એટલા માટે જ હું હવે તારી બાજુએ ઊભી છું.
ભલે દુનિયા સામે જવું પડે.”
પ્રદીપ સ્મિત કરીને બોલ્યો –
👉 “તું હિંમત રાખે છે, તો પછી કશું અશક્ય નથી.”
એ ક્ષણમાં, બન્ને વચ્ચેનું અંતર જાણે ઓગળી ગયું.
પણ બહાર, દુનિયા હજુ પણ એમના સંબંધને સ્વીકારવા તૈયાર નહોતી.
---
જીનલ ઘરે પરત આવી ત્યારે રાત્રિ થઈ ગઈ હતી.
હાલાકે એની આંખોમાં શાંતિ હતી, પણ ચહેરા પર થાક અને ડર છૂપાતો નહોતો.
મહેન્દ્રસિંહ પહેલેથી જ હોલમાં બેઠા હતા.
તેમની નજર ખૂબ કડક હતી.
જીનલ ઘરમાં પ્રવેશતાં જ એ અવાજ ગાજ્યો –
👉 “ક્યાંથી આવી છે તું?”
જીનલ થોડું ગભરાઈ ગઈ, પણ સત્ય છુપાવ્યું નહીં.
👉 “હું પ્રદીપને મળવા ગઈ હતી, પપ્પા.”
આ સાંભળતાં જ મહેન્દ્રસિંહ ક્રોધથી કાંપવા લાગ્યા.
👉 “તો આખરે મારી મનાઈ તોડીને તું એ છોકરાને મળી આવી?
જીનલ, તું સમજે છે કે આ શું અર્થ આપે છે?”
જીનલના આંસુ વહી ગયા, છતાં એણે હિંમત ન ગુમાવી.
👉 “પપ્પા, હું હવે સત્ય છુપાવી શકતી નથી.
મને પ્રદીપમાં ખોટ દેખાતી નથી.
એ આજે મહેનતથી ઊભો થયો છે, પોતાના પરિશ્રમથી નામ કમાવ્યું છે.
અને હું એને છોડીને જીવવા તૈયાર નથી.”
મહેન્દ્રસિંહ ગુસ્સાથી ઉભા થઈ ગયા.
👉 “તું મારી અવગણના કરી છે, જીનલ. તું આ કંપનીની વારસદાર છે, મારા ગૌરવની છાયા છે અને તું એ માણસની બાજુએ ઊભી છે, જે કાલ સુધી અમારો દુશ્મન હતો? હું આ ક્યારેય સ્વીકારી શકતો નથી.”
એક ક્ષણ મૌન છવાયું.
પછી મહેન્દ્રસિંહે કડક નિર્ણય જાહેર કર્યો –
👉 “આજથી… તું પ્રદીપ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખી શકતી નથી. જો તું મારી દીકરી રહીને મારા ઘર અને મારી કંપનીમાં જીવવું હોય,
તો તારે એ છોકરાને હંમેશા માટે ભૂલી જવું પડશે.”
જીનલની આંખોમાંથી ઝરણાં ફૂટી પડ્યાં.
👉 “પપ્પા… આ તો મારી સજા નથી, મારી આત્માને તોડવાનો આદેશ છે.”
મહેન્દ્રસિંહે પાછળ ફરીને નજર પણ ન કરી.
તેમના શબ્દો કડક હતા –
👉 “સજા નહીં, સુરક્ષા છે. તું એક દિવસ સમજી જશે.”
જીનલ પોતાના રૂમમાં દોડી ગઈ.
દરવાજો બંધ કરીને એણે પોતાનું માથું તકીયા પર દબાવી દીધું.
હૃદયમાંથી માત્ર એક જ અવાજ ઉઠતો હતો –
"પ્રદીપ, તારા વગર હું અધૂરી છું…"
---
જીનલ આખી રાત ઊંઘી શકી નહીં. રૂમમાં અંધકાર હતો, પણ ફોનની સ્ક્રીન તેની ભીની આંખોમાં ઝળહળી રહી હતી. હૃદયમાં ભાર અને આંસુઓ સાથે એણે પ્રદીપને મેસેજ લખ્યો –
👉 “પ્રદીપ… પપ્પાને ખબર પડી ગઈ છે કે હું તને મળી હતી. એ હવે મને તારી સાથે કોઈપણ સંબંધ રાખવા દેવા તૈયાર નથી. એમણે કહ્યું છે કે જો હું તને નહીં છોડું, તો મને ઘર અને કંપનીમાંથી દૂર કરી દેશે.
પ્રદીપ… હું શું કરું?”
મેસેજ મોકલતાં જ જીનલ ફફડાઈ ગઈ.
આંખો મીંચીને પ્રદીપના જવાબની રાહ જોતી રહી.
થોડા જ પળોમાં પ્રદીપનો જવાબ આવ્યો –
👉 “જીનલ, તું ડરે કેમ છે?
પ્રેમ ક્યારેય સહેલો નથી હોતો. અમે પહેલેથી જ બહુ તોફાનો જોઈ ચૂક્યા છીએ. પણ એક વાત યાદ રાખ… હું તને ક્યારેય એકલી નહીં છોડી દઉં.”
જીનલનાં આંસુ વધુ વહેવા લાગ્યા. એણે લખ્યું –
👉 “પ્રદીપ… પપ્પા સામે ઊભી રહી શકું એવી હિંમત નથી મારી પાસે. એમનો ગુસ્સો… એમની ઇચ્છા… એ બધું તોડી નાખે છે મને.”
પ્રદીપે ધીમે ધીમે લખ્યું –
👉 “તને ફક્ત એક વાત યાદ રાખવી છે…
તારી માટે હું બધું કરીશ. આ લડાઈ હું લડીશ, તારે ફક્ત મારી બાજુએ ઊભું રહેવું છે.
તું મારો વિશ્વાસ છે, મારી તાકાત છે.
જીનલ… આ પ્રેમ અધૂરો નહીં રહે.”
જીનલ એ શબ્દો વાંચીને થોડી શાંતિ અનુભવી.
ફોન છાતી પાસે રાખીને એણે આંખો મીંચી લીધી.
એના મનમાં એક જ આશા જીવંત થઈ ગઈ –
"પ્રદીપ હંમેશા મારા માટે લડશે…"
---
પ્રદીપને હવે સ્પષ્ટ સમજાઈ ગયું હતું કે જો એ પોતાની લાગણીઓ અને પ્રેમને સાચવવા માંગે છે, તો એણે ખુલ્લેઆમ મેદાનમાં ઉતરવું જ પડશે. જીનલ માટેનો એનો પ્રેમ હવે તેની કંપની માટેની લડાઈ સાથે જોડાઈ ગયો હતો. સવારે ઓફિસમાં પ્રવેશતાં જ એણે પોતાની મુખ્ય ટીમને મીટિંગ રૂમમાં બોલાવી. એના ચહેરા પર થાક નહીં, પણ એક જુદો જ આત્મવિશ્વાસ ઝળકતો હતો.
👉 “મિત્રો, હવે આપણું આગળનું પગલું સામાન્ય નથી.
અમે સીધા મહેન્દ્રસિંહની કંપની સામે ઊભા થવાના છીએ. આ ફક્ત નફો-નુકસાનની રમત નથી, આ મારી પ્રતિષ્ઠા અને જીવનનો પ્રશ્ન છે.”
ટીમના સભ્યો એક ક્ષણ માટે ચોંકી ગયા.
પણ પ્રદીપની આંખોમાં ઝળહળતો જુસ્સો જોઈ સૌએ સમજી લીધું કે આ છોકરો માત્ર બિઝનેસ માટે નહીં, પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યો છે.
બધાએ એકસાથે અવાજ કર્યો –
👉 “અમે તમારી સાથે છીએ, સાહેબ!”
થોડા જ દિવસોમાં પ્રદીપે એક વિશાળ પ્રેસ કૉન્ફરન્સ યોજી. બધાં અખબારી પ્રતિનિધિઓ, સમાચાર ચેનલો અને ઉદ્યોગ જગતના મહત્ત્વના લોકો ભેગા થયા.
પ્રદીપ સ્ટેજ પર ઊભો રહ્યો.લોકોની ભીડ સામે એની વાણી ગૂંજી ઉઠી –
👉 “હું ક્યારેક એ કંપનીનો નાનો કર્મચારી હતો, જ્યાંથી મને એક ભૂલના કારણે બહાર કરાયો હતો.
પણ એ ભૂલ જ મારા માટે સૌથી મોટું શીખ બની.
આજે હું મારી પોતાની ઓળખ સાથે અહીં ઊભો છું.
અને હું જાહેર કરું છું કે મારી નવી કંપની હવે મહેન્દ્રસિંહની કંપની સામે સીધી ટક્કર આપશે.”
હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો.
મીડિયા ચમકી ઉઠી –
"પ્રદીપનો કમબેક – હવે માલિક સામે જંગ!"
પરંતુ આ સમાચાર સાંભળીને મહેન્દ્રસિંહના ચહેરા પર ગુસ્સાની છાયા ફેલાઈ ગઈ. એણે તરત નીતિનને બોલાવ્યો.
👉 “આ છોકરો હવે અમારી સામે ખૂલ્લો પડકાર ફેંકી રહ્યો છે. આને કાબૂમાં લાવવું પડશે.”
નીતિન ચતુર સ્મિત સાથે બોલ્યો –
👉 “સાહેબ, ચિંતા ન કરો. હું એવી ચાલ ચલાવીશ કે પ્રદીપનું સામ્રાજ્ય તૂટી જશે.”
પણ મહેન્દ્રસિંહના હૃદયમાં અજાણતો ભય ઉઠવા લાગ્યો –
"શું આ છોકરો ખરેખર એટલો મજબૂત બની ગયો છે કે મારી સામે ઊભો રહી શકે?"
---
પ્રદીપની જાહેર જાહેરાત અને કમબેકની ખબર આખા શહેરમાં આગની જેમ ફેલાઈ ગઈ. સમાચાર ચેનલ, અખબાર, સોશિયલ મીડિયા – બધે જ એનું જ નામ ગુંજતું હતું.
જીનલ પોતાના રૂમમાં બેઠી-બેઠી આ સમાચાર જોતી રહી. ટેલિવિઝન સ્ક્રીન પર પ્રદીપનો આત્મવિશ્વાસભર્યો ચહેરો ચમકતો હતો.
એના દિલમાં એક અજાણી ગર્વની લાગણી ઉઠી –
👉 “આ તો મારો પ્રદીપ છે, જે કદી હારવાનો નથી.”
પણ સાથે જ મનના એક ખૂણામાં ભય પણ ઉભો થયો.
👉 “આ લડાઈ બહુ મોટી છે… જો એ હારી જશે તો?
જો એની સાથે કંઈ ખોટું થઈ ગયું તો?”
રાત્રે એણે ફોન હાથમાં લીધો, પણ વારંવાર ટાઈપ કરીને ડિલીટ કરતી રહી. અંતે હિંમત કરીને મેસેજ મોકલ્યો –
👉 જીનલ: “પ્રદીપ, તું બહુ મોટો નિર્ણય લીધો છે… મને ગર્વ છે, પણ ડર પણ લાગે છે.”
થોડા જ પળોમાં પ્રદીપનો જવાબ આવ્યો –
👉 પ્રદીપ: “ડરીશ નહીં જીનલ. આ લડાઈ ફક્ત મારી નથી, આપણા સપનાની છે. હું જીતીને જ તને મળવા આવું છું.”
આ શબ્દોએ જીનલના આંખોમાં આંસુ લાવી દીધા.
એણે મનમાં નક્કી કર્યું –
👉 “હવે હું એને ક્યારેય એકલો નહીં છોડીશ, દૂર રહીને પણ એને મારી પ્રાર્થના, મારી શક્તિ અને મારી લાગણીઓથી હંમેશા સાથ આપતી રહીશ.”
તે વચ્ચે, મહેન્દ્રસિંહના ઑફિસમાં કાવતરાંની નવી રચના થતી હતી. નીતિન હવે સીધા પ્રદીપના વ્યક્તિગત જીવન પર હુમલો કરવાની યોજના ઘડી રહ્યો હતો…
---
નીતિન હવે કંપનીની હારથી કંટાળ્યો હતો.
તેને સમજાયું કે પ્રદીપને માત્ર બિઝનેસમાં હરાવવું અસંભવ છે. તેથી એણે નક્કી કર્યું કે હવે એ સીધો પ્રદીપના વ્યક્તિગત જીવનમાં ઝેર ઘોલશે.
એક ગુપ્ત મિટિંગમાં નીતિન પોતાના સાથીઓને કહે છે –
👉 “પ્રદીપની કમજોરી એનો પ્રેમ છે. જો એ બાંધણી તોડી નાખીશું તો એનું આત્મવિશ્વાસ જ ધરાશાયી થઈ જશે.”
તે જીનલ વિશે ખોટા અફવા ફેલાવવાની યોજના ઘડે છે.મીડિયા સુધી ખોટા સમાચાર પહોંચાડવામાં આવે છે કે –
👉 “જીનલ હવે નીતિનની નજીક છે, કારણ કે નીતિન પાસે પાવર છે અને પ્રદીપ પાસે ફક્ત સપના.”
આ સમાચાર સાંભળીને જીનલ તૂટી પડે છે. એણે તરત જ પ્રદીપને મેસેજ કર્યો –
👉 જીનલ: “આ ખોટું છે… મારો વિશ્વાસ રાખજે.”
પ્રદીપનો જવાબ આવ્યો –
👉 પ્રદીપ: “હું તને મારા દિલથી ઓળખું છું, જીનલ.
મને દુનિયા શું કહે છે એની ચિંતા નથી. મારા માટે તું હંમેશા એ જ શુદ્ધ લાગણી છે.”
પણ, બહારની દુનિયામાં આ અફવાઓએ જીનલના પિતાને ખૂબ ગુસ્સે ભર્યા. એમને લાગ્યું કે દીકરીના નામ પર દાગ લાગી રહ્યો છે. એથી જીનલ પર ઘેરા દબાણ આવવા લાગ્યા –
👉 “આ સંબંધ તોડી નાખ, નહીં તો તારી જિંદગી બરબાદ થઈ જશે.”
જીનલનું દિલ ફાટી પડ્યું.એક બાજુ પિતાનું દબાણ, બીજી બાજુ પ્રદીપ પ્રત્યેનો સાચો પ્રેમ.

ક્રમશઃ