સપ્ટેમ્બર ૨૪, ૧૫૯૮ ના રોજઇંગ્લેન્ડના પાટનગર લંડનમાં લિડનહોલસ્ટ્રીટ ખાતેના જર્જરિત મકાનમાં ૨૪અંગ્રેજ વેપારીઓ નિર્ણાયક મીટિંગ માટેભેગા મળ્યા. મીટિંગ બોલાવવામાંનિમિત્ત બનેલું કારણ સામાન્ય હતું.ઇંગ્લેન્ડને વેચવામાં આવતા ભારતીયમરીનો રતલદીઠ ભાવ નેધરલેન્ડના ડચસોદાગરોએ નફાની લાલચે પાંચ શિલિંગજેટલો વધાર્યો હતો, એટલે અંગ્રેજવેપારીઓ માટે નફાનું માર્જિન ઘટ્યું હતું. ભાવવધારો પાછો ખેંચવા માટે તેમણેનેધરલેન્ડની સરકારને પત્ર લખ્યો, પણતેનો વળતો જવાબ ન આવ્યો. પરિણામેમરીમસાલાના વેપારની ડચ મોનોપલીતોડવા અંગેની ચર્ચા કરવા માટે ૨૪અંગ્રેજ વેપારીઓ સંગઠિત બન્યા. હોલ સ્ટ્રીટ ખાતેના મકાનમાં યોજાયેલીઐતિહાસિક મીટિંગનો સમય બપોરનોહતો. ઘડી જે હોય તે, પરંતુ ભારત માટેકાળસમી હતી. નિર્ણયપર આવ્યા પછી ચોવીસ માલેતુજારવેપારીઓએ ભેગા મળીને ૩૦,૧૩૩પાઉન્ડની શેરમૂડી એકઠી કરી ઇંગ્લિશઇસ્ટ ઇન્ડિયા કંપનીનું સર્જન કરી નાખ્યું.થોડા વખત બાદ કંપનીના સૂચિતકારોબારમાં રસ લેનારા વેપારીઓનીસંખ્યા વધીને ૧૨૫ થઇ અને શેરભંડોળપણ વધીને ૬૮,૩૭૩ પાઉન્ડ થયું.નિકાસ વેપાર શી રીતે ચલાવવો,કંપનીનાં મથકો ભારતમાં ક્યાં ક્યાંસ્થાપવાં તેમજ આયાતી માલ યુરોપનાઅન્ય દેશોને શા દામે વેચવો તે અંગેનીરૂપરેખા નક્કી થયા પછી કંપનીનાકેટલાક ડિરેક્ટરો ઇંગ્લેન્ડની રાણીએલિઝાબેથના દરબારમાં ગયા અનેભારતમાં મરીમસાલાના કારોબાર માટેપરવાનગી માગી. રાજકીય સલાહકારોસાથે લાંબી મસલતો યોજ્યા પછી આખરેડિસેમ્બર ૩૧, ૧૬૦૦ના દિવસે રાણીએમંજૂરીપત્ર લખી આપ્યો, જેનું લખાણઇંગ્લિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે વેપારીલાયસન્સ જેવું હતું. આ લાયસન્સ મુજબકંપની માત્ર પંદર વર્ષ સુધી ભારતમાંવેપાર કરી શકે તેમ હતી--અને વળીનિકાસવેપાર માટે ૬ કરતાં વધુ વહાણોવસાવવાની તેને છૂટ ન હતી. લાયસન્સજારી થયાના બે મહિના પછી ફેબ્રુઆરી,૧૬૦૧માં કેપ્ટન જેમ્સ લેન્કેસ્ટરનીઆગેવાની હેઠળ ચાર વહાણો ઇંગ્લિશઇસ્ટ ઇન્ડિયા કંપનીનો ધ્વજ લહેરાવતાંભારત જવા માટે નીકળ્યાં.પ્રાચીન યુરોપના બધા દેશો માટેભારતના મરીમસાલા અનિવાર્યજરૂરિયાત હતી. સ્પેનિશ, ડચ, પોર્ટુગિઝ,ફ્રેન્ચ, અંગ્રેજ વગેરે લોકો જન્મજાતપૂરેપૂરા માંસાહારી, એટલે તે ખોરાકનેલાંબો સમય તાજી હાલતમાં કેમજાળવવો એ તેમના માટે કાયમનો પ્રશ્નહતો. પંદરમી સદીના યુગમાં રેફ્રિજરેટરન હતાં તેમ ટીનના સીલબંધ ડબ્બામાંખોરાકને પેક કરવાની ટેક્નોલોજિ પણન હતી. પરિણામે ફક્ત મરીમસાલા વડેકામ ચલાવવું પડતું હતું. લવિંગ, તજ,કાળા મરી વગેરે તેજાના ભેળવ્યા પછીમાંસ કેટલોક સમય બગડે નહિ. અલબત્ત,ઉષ્ણ તથા સમશીતોષ્ણ કટિબંધના ભારતજેવા દેશો સિવાય બીજે મરીમસાલાનોભરપૂર પુરવઠો ન મળી શકે, એટલેયુરોપમાં તે દુર્લભ પદાર્થો અત્યંત મોંઘાદામે વેચાતા હતા અને યુરોપનાવહાણવટી સાહિસકો પણ એટલે જતેજાનાનું મૂળ વતન ગણાતા ભારતપહોંચવા અધીરા હતા.યુરોપમાં વર્ષે ૬૦,૦૦,૦૦૦ રતલ કાળા મરીવેચાતા હતા, જે પૈકી ૨૨% જથ્થોઇંગ્લેન્ડના વેપારીઓ ખરીદી લેતા હતા.૧૫૯૮માં ડચ વેપારીઓએ મરીનો ભાવવધાર્યો ત્યારે અંગ્રેજોને પોતાનું વ્યાપારીહિત જોખમાતું લાગ્યું. ભારત સાથેપરબારો ધંધો કરવાની તેમને તાલાવેલીજાગી અને તે માટે ૧૬૦૦માં તેણેઇંગ્લિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની શરૂ કરી.પાંચ વર્ષ પછી નેધરલેન્ડે પોતાની ડચઇસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી, તો૧૬૨૦માં ડેન્માર્કે અને ૧૬૬૪માં ફ્રાન્સેભારત સાથે નિકાસ વેપાર અર્થેપોતપોતાની કંપનીઓ સ્થાપી દીધી.પોર્તુગિઝ, ડચ, ફ્રેન્ચ, અંગ્રેજ વગેરેવિદેશી સોદાગરો ભારતમાં ધામા નાખીરહ્યા હતા ત્યારે દેશમાં મોગલસામ્રાજ્યનો સૂરજ મધ્યાહ્ન હતો.જહાંગીર અને શાહજહાં જેવા મોગલબાદશાહો દ્વારા પરવાનગી મળ્યા પછીજ દરેક પરદેશી કંપની ભારત સાથે વેપારકરી શકતી હતી. નિકાસ વેપાર વળીતેમણે માત્ર બંદરોમાં રહીને ચલાવવોપડતો હતો. મુખ્ય ભૂમિના આંતરિકપ્રદેશોમાં જવા પર કડક પ્રતિબંધ હતો.ઇંગ્લિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પહેલાંસુરતમાં પોતાનું વ્યાપારી મથક ખોલ્યાપછી ૧૬૩૯માં તેમને પૂર્વકાંઠે મદ્રાસબંદર વાપરવા મળ્યું. વખત જતાં મોગલદરબારે તેમને બંગાળનું કલકત્તા બંદરપણ વાપરવા દીધું. મુંબઇ હજી અંગ્રેજોનાહરીફ એવા પોર્ટુગિઝોના કબજામાં હતું.અંગ્રેજોનું નસીબ જો કે બળવાન, એટલેઇંગ્લેન્ડનો રાજા ચાર્લ્સ બીજો ૧૬૬૧માંપોર્તુગિઝ રાજકુમારી કેથેરિનને પરણ્યોત્યારે પોર્તુગાલે દહેજ તરીકે આખો મુંબઇટાપુ તેને ભેટ આપી દીધો. રાજા ચાર્લ્સેત્યાર પછી બેઠી આવક મેળવવા ઇંગ્લિશઇસ્ટ ઇન્ડિયા કંપનીને તે ટાપુ ૯૯ વર્ષમાટે ભાડે આપી દીધો.મુંબઈ, કલકત્તાઅને મદ્રાસ એમમહત્ત્વનાં ત્રણ બંદરો ખાતેઅંગ્રેજોએ પોતાનો મુકામસુરક્ષિત કિલ્લામાં રાખ્યોહતો એટલું જ નહિ, પણત્યાં શસ્ત્રસજ્જ સૈનિકોનાઅડ્ડા સ્થાપ્યા હતા.ઇંગ્લિશ ઇસ્ટ ઇન્ડિયાકંપની માત્ર વેપાર ચલાવે,જ્યારે તેના માણસોનેવિશાખાપટ્ટણમ્બંગાળનોતેમજ માલમત્તાને રક્ષણઆપનાર સૈનિકોઇંગ્લેન્ડની સરકારનાહતા. થોડાક મરીમસાલાને ખાતરકેટકેટલી જફા ! આમ છતાં, જે તજ-લવિંગ અને જાયફળના ૩,૦૦૦પાઉન્ડ ચૂકવ્યા હોય તેના બ્રિટનમાં૩૬,૦૦૦ પાઉન્ડ મળી રહેતા હતા.મૂડીરોકાણ સામે બાર ગણીઆવકનો બિઝનેસ કોને ન ગમે ?આ જાતનો વેપાર ચાલતો રહે તેમાંમોગલ સલ્તનતનો પણ સ્વાર્થ હતો, કેમકે પરદેશી કંપનીઓને વેપાર કરવા માટેપરવાનગી આપ્યાના બદલામાં તેઓમાલ પર વેરો નાખી કમાણી મેળવતાહતા. આ ક્રમ જો કે અઢારમી સદીનાઆરંભ સુધી ચાલી શક્યો. ૧૭૦૭માંછેલ્લો બળવાન મોગલ બાદશાહઔરંગઝેબ મૃત્યુ પામ્યો, એટલે મોગલસામ્રાજ્ય અચાનક પડી ભાંગવા લાગ્યું.વિવિધ પ્રાંતોમાં તેના સૂબાઓને તેમજનવાબોને છૂટો દોર મળ્યો, તો બીજી તરફદરેક ઇસ્ટ ઇન્ડિયા કંપનીને પણ ફાવતુંમળ્યું. મોગલ સલ્તનતની ઐસીતૈસી કરીદરેક કંપનીએ સ્થાનિક નવાબને કે સૂબાનેજ ખુશ રાખવામાં ડહાપણ માન્યું, દા.ત.બંગાળનું કલકત્તા બંદર વાપરતી ઇંગ્લિશઇસ્ટ ઇન્ડિયા કંપની ત્યાંના નવાબઅલિવર્ધી ખાનને બારોબાર ભાડાના અનેવેરાના પૈસા મોકલવા લાગી. ઇ.સ.૧૭૫૬માં એ નવાબનું પણ અવસાનથયું ત્યારે ગાદી પર આવેલા તેના પૌત્રસિરાજ-ઉદ-દૌલાને વેરાની રકમ મળતીથઇ. બંગાળનું પાટનગર એ વખતેકલકત્તા નહિ, પણ કલકત્તાથી સોએકકિલોમીટર ઉત્તરે આવેલું મુર્શિદાબાદ હતું.આ વાતનો ચાલબાજ અંગ્રેજોએબરાબરનો ફાયદો ઉઠાવ્યો. સિરાજ-ઉદ-દૌલાને કલકત્તામાં શું ચાલી રહ્યું છે તેનાપૂરેપૂરા સમાચાર મળતા ન હતા.પરિણામે અંગ્રેજોએ તેને અંધારામાં રાખીકલકત્તા ખાતે પોતાના વ્યાપારી કિલ્લાફોર્ટ વિલિયમ્સનું ચણતર વધુ મજબૂતબનાવ્યું. નવાબને પૂછવાનું તો બાજુ પરરહ્યું, પરંતુ તેને જાણ સુદ્ધાં ન થાય એમગુપચુપ કામ પતાવ્યું. કિલ્લેબંધી મજબૂતબનાવવા પાછળનો હેતુ એ કે હવે મોગલસામ્રાજ્યનો જરીકે ડર રાખ્યા વગર તેઓબંગાળમાં પોતાનો વ્યાપારી પગદંડોસ્થાપી શકે તેમ હતા. સરવાળે ફ્રેન્ચ,પોર્તુગિઝ અને ડચ હરીફોને પણ હાંકીકાઢી સંપૂર્ણ વેપાર પોતાના હાથમાંલેવાનો તેમને સરસ ચાન્સ દેખાતો હતો.આ બધો પ્લાન બેંગાલપ્રેસિડન્સીના રોજર ડ્રેક નામના અંગ્રેજગવર્નરે ચાતુરીપૂર્વક ઘડી કાઢ્યો.સ્થાનિક શાહુકારોને વધુ ખટાવવામાટે તેણે એવો પણ માલખરીદવાનું શરૂ કર્યું કે જેની મંજૂરીનવાબે આપી ન હતી. શાહુકારોનીતિજોરી ભરચક બની, એટલે તેમનેનવાબ કરતાં અંગ્રેજો વધુ સારાલાગ્યા. ઇગ્લિશ ઇસ્ટ ઇન્ડિયાકંપનીએ પુષ્કળ માલામાલ કરીદીધેલા એક શાહુકારનું નામઅમીચંદ હતું. ભારતીયઇતિહાસમાં કાળા અક્ષરે લખાયેલુંતે નામ કદી ભૂલાવાનું ન હતું.સિરાજ-ઉદ-દૌલાને કેટલાકસમય પછી અંગ્રેજોના પેંતરાનોખ્યાલ આવ્યો કે તરત ગવર્નરરોજર ડ્રેકને તેણે મુર્શિદાબાદમાંહાજર થવાનું ફરમાન મોકલાવ્યું.પરંતુ ડ્રેકે જરાય દાદ ન આપી. ઊલટું,જવાબમાં લખ્યું કે નવાબને ગરજ હોયતો તે પોતે કલકત્તા પધારે ! સિરાજ-ઉદ-દૌલાનું મગજ ફટક્યું. ઊભાઊભ તેણેપોતાના ૩૦,૦૦૦ સૈનિકોનું લશ્કરતૈયાર કરાવ્યું અને કલકત્તા તરફઆગેકૂચ આદરી. લશ્કરની સ૨દા૨ી તેણેપોતે લીધી. અંગ્રેજ ગવર્નરને જીવતોપકડી તોપના મોઢે દેવાના પાકા મનસૂબાસાથે જૂન ૧૬, ૧૭૫૬ના રોજ તેણેકલકત્તામાં ફોર્ટ વિલિયમ્સ કિલ્લાને ઘેરોનાખ્યો. સિરાજ-ઉદ-દૌલા આવું પ્રચંડઆક્રમણ લાવે એ તો રોજર ડ્રેકે સ્વપ્નેયધાર્યું ન હતું. આથી કિલ્લા પર તોપોગોઠવેલી હોવા છતાં તેણે દારૂગોળાનોબંદોબસ્ત કરી રાખ્યો ન હતો. ઇગ્લિશઇસ્ટ ઇન્ડિયા કંપનીના અમુક ગોરાઅફસરો ભેગો તે કિલ્લાના પાછળનારસ્તે સમુદ્રકાંઠા તરફ અને પછી હોડીમાંબેસીને સમયસર ભાગી છૂટયો. કિલ્લામાંતેના સૈનિકો નવાબના લશ્કર સામે ચારદિવસ લડ્યા. અંતે શસ્ત્રોનો પુરવઠો ખૂટીપડતાં તેમણે કિલ્લા પર સફેદ વાવટોફરકાવ્યો અને શરણાગતિ સ્વીકારી લીધી.અલબત્ત, સિરાજ-ઉદ-દૌલાએ જરાયદયા ખાધા વગર ૧૪૬ જેટલા અંગ્રેજોનેવીંધી નખાવ્યા. ઇગ્લિશ ઇસ્ટ ઇન્ડિયાકંપનીનાં બાંધકામો તોડી પાડવામાંઆવ્યાં. નવાબે કલકત્તાનું નામ સુદ્ધાંબદલી પોતાના દાદા અલિવર્દીખાનનાનામે અલિનગર રાખ્યું અને એ નગરમાંમાત્ર ફ્રેન્ચોને ત્યાં વેપાર કરવા માટેપરવાનગી આપી.હારી ગયેલો અંગ્રેજ ગવર્નર રોજરડ્રેક જો કે નાસીપાસ થયો નહિ. કલકત્તાનીદક્ષિણે ફાલ્ટા ગામમાં આશરો લીધા પછીતેણે મદ્રાસ પ્રેસિડન્સીને લશ્કરી સહાયમાટે વહાણ દ્વારા સંદેશો મોકલ્યો. બધોવેપાર ફ્રેન્ચોના હાથમાં જતો રહે તેઅંગ્રેજોને પાલવે તેમ ન હતું, કેમ કેવર્ષેદહાડે તે વેપાર ૧.૫ કરોડનો હતો.આથી સહાય માગતો સંદેશો મદ્રાસપ્રેસિડન્સીને જેવો મળ્યો કે તરત એ બંદરેફોર્ટ સેન્ટ જ્યોર્જ કિલ્લાના ગવર્નરેપોતાના નૌકાસેનાપતિ એડમિરલવોટસનને જહાજી કાફલો તૈયાર કરવાજણાવ્યું. બ્રિટિશ સરકારના શસ્ત્રસજ્જસૈનિકો તે જહાજોમાં ગોઠવાયા. લડાઇમાટે તોપોનો અને દારૂગોળાનો જથ્થાબંધસરંજામ પણ જહાજમાં ખડકવામાંઆવ્યો. બ્રિટનની એ નાનકડી ફોજનોસરદાર હતો : રોબર્ટ ક્લાઇવ.હંમેશા આંધળુકિયાં કરવાને ટેવાયેલા રોબર્ટક્લાઇવનું જો અસ્તિત્વ ન હોત તોભારતીય તવારીખ કેવો વળાંક લેત ?અંગ્રેજો ભારતમાં હકૂમત જમાવવા માટેઆવ્યા ન હતા. ઇંગ્લિશ ઇસ્ટ ઇન્ડિયાકંપનીને બ્રિટીશરાજે ફક્ત વેપાર કરવામાટેનું લાયસન્સ આપ્યું હતું અને રોબર્ટક્લાઇવ પોતે એ કંપનીનો મામૂલી નોકરહતો. ક્લાઇવ ખરેખર તો ભારતના કાંઠેપગ મૂકી શક્યો તે પણ નસીબનીબલિહારી હતી. સપ્ટેમ્બર ૨૯, ૧૭૨૪ના રોજ તેનો જન્મ થયા પછી ત્રીજે વર્ષેતેને વિષમજવ૨નો તાવ ચડ્યો. અઢારમીસદીના પૂર્વાર્ધમાં તબીબીશાસ્ત્ર પાસેઆવા રોગ માટે ઓસડ ન હતું.ચિકિત્સકોએ શક્ય એટલી સારવાર કર્યાબાદ છેવટે રોબર્ટ માટે આશા તજી દીધી,પરંતુ ભારતના તકદીરમાં લાંબીગુલામીનો પનોતીકાળ લખાયો હોવાનેલીધે રોબર્ટની તબિયત થોડા અઠવાડિયાંપછી આપમેળે સુધરવા લાગી.કિશોર વયે રોબર્ટ ક્લાઈવ તેનામાતા-પિતા અને શિક્ષકો માટે સમસ્યારૂપબન્યો. મિજાજનો તે વધુ પડતો આક્રમક,ભણતરમાં કાચો અને વર્તણૂંકે ગઠિયાકિસમનો હતો. હિંમત ઘણી હતી, પરંતુએ નાનાં-મોટાં દુષ્કૃત્યો પાછળ વપરાતીહતી. બ્રિટનના ભદ્ર કહેવાતા સમાજમાંઆવો નબીરો સમગ્ર કુટુંબ માટેલાંછનરૂપ બને, એટલે તે સત્તર વર્ષનોથયો ત્યારે મા-બાપે તેને ભારત જતા એકજહાજમાં બેસાડી દીધો. જહાજ મદ્રાસજવા હંકાર્યું એ પછી રોબર્ટ ક્લાઇવનેમોત સાથે બીજીવાર ચકમક ઝરી.બ્રાઝિલના કાંઠા પાસે હંકારતા જહાજપરથી તેણે એકાએક સંતુલન ગુમાવ્યું અનેતોફાની સમુદ્રમાં ગબડી પડ્યો. ક્લાઇવનેતરતા આવડતું ન હતું. ઊછળતાં મોજાંતેના પર ફરી વળ્યાં. અલબત્ત, ફરી વખતતેનું નસીબ સારું હતું અને ભારતનોપડિયો કાણો હતો. જળસમાધિની છેલ્લીક્ષણે તેનો માત્ર હાથ સપાટીની બહારરહ્યો ત્યારે જહાજના કપ્તાને ફેંકેલું દોરડુંઅનાયાસે તેના પંજામાં આવ્યું. ક્લાઇવેપોતાના સંસ્મરણોમાં વર્ષો પછી લખ્યુંકે, ‘કોઇ ખલાસીએ દોરડા સાથે ડોલબાંધી રાખેલી તે મારું સદ્ભાગ્ય, નહિતરવજનરહિત દોરડાનો છેડો મારા સુધીપહોંચવો મુશ્કેલ હતો.' ઇતિહાસસર્જવા માટે જન્મેલા ક્લાઇવને ત્યાંગુમાસ્તા જેવું મામૂલી કામ મળ્યું, જે તેનાઆક્રમક સ્વભાવને અનુરૂપ ન હતું. આનોકરી તેને નામોશીભરી લાગી. ઇંગ્લેન્ડછોડીને ભારત આવતી વખતે તેણેઅહીંના કુબેરભંડારો રાતોરાત ઉશેટીલેવાના ઊંચા મનોરથો સેવ્યા હતા, જ્યારેવાસ્તવમાં કંપનીની નોકરી ટીચી તેનેનિઃશુલ્ક ભોજન ઉપરાંત વાર્ષિક પાંચપાઉન્ડ લેખે જે પગાર મળતો તે ખિસ્સા-ખર્ચી જેટલો પણ ન હતો. ક્લાઇવનુંદિમાગ બીજા લોકો પર દાટી મારવાનેઘડાયું હતું, જ્યારે ઇગ્લિશ ઇસ્ટ ઇન્ડિયાકંપનીના વ્યાપારી ક્લિઅરીંગ હાઉસમાંઉપરી અમલદારો તેના ૫૨ હુકમચલાવતા હતા.ઇંગ્લેન્ડ પાછા જવા માટે તેણેકંપનીના ગવર્નરને અનેકવખત મંજૂરીની અરજીમોકલી.ગવર્નરેજવાબમાં દર વખતે તેનામાથે વધુ કામનો બોજોનાખ્યો. વતનથી દસહજાર કિલોમીટર છેટેરોબર્ટ ક્લાઇવેલાચારીભરી હાલતમાંચારેક વર્ષ ગુજાર્યા પછીઆખરે તેનું મગજવિફર્યું. એક સીનિઅરઅમલદાર સાથે તેમારામારી કરી બેઠો.આ ગેરશિસ્ત માટેગવર્નરે કંપનીના બીજાસૌ નોકરિયાતોનીહાજરીમાં તે અમલદારપ્રત્યે દિલગીરી વ્યક્ત કરવાની રોબર્ટ ક્લાઇવને ફરજ પાડી.મહત્ત્વાકાંક્ષી અને તેજમિજાજી ક્લાઇવમાટે તે હિણપત અસહ્ય હતી. કોઇનેભાગ્યે જ સંભળાય એવા ધીમા સાદે તેમાફીના શબ્દો બબડી ગયો, પરંતુ છડેચોકઅપમાનિત થયા પછી આવામોહતાજીભર્યા જીવનનો તેણે અંતલાવવાનું નક્કી કર્યું. ઇસ્ટ ઇન્ડિયાકંપનીના ખીલે બંધાયેલા જીવનમાંઆમેય તરક્કી થવાનાં ચિહ્નો તેને જણાતાંન હતાં. પોતાના રૂમમાં પાછા ફર્યા પછીટેબલના ડ્રોઅરમાંથી પિસ્તોલ કાઢી અનેલમણે તાકીને ઠંડે કલેજે ટ્રીગર દાબી.નિરર્થક અને બોજારૂપ જિંદગીનો અંતલાવવાનું એ પગલું ભરતી વખતે તેણેલેશમાત્ર ખેંચકાટ ન અનુભવ્યો. ખંચકાટપિસ્તોલને થયો, જે ફૂટી જ નહિ. ફાયરિંગપિન સહેજ માટે કારતૂસ પર ટીચાતીરહી જવા પામી. ક્લાઇવે પિસ્તોલતપાસી, સ્પ્રિંગનું જોડાણ ઠીકઠાક કર્યું.ફરી વખત નાળચું લમણા પાસે ધરીનેટ્રીગર દાબી. ‘ક્લીક’નો હળવો અવાજથયો, પરંતુ ગોળી ન છૂટી. ઇતિહાસેભારત માટે આગોતરી લખી રાખેલીકરુણ પટકથા અંતે હકીકત બને એટલાખાતર રોબર્ટ ક્લાઇવે હયાત રહેવું જરૂરીહતું. આ હતાશ ગોરો યુવક પોતાનેતકદીરનો ઓરમાયો સમજતો હતો,જ્યારે વાસ્તવમાં કરોડો ભારતીયો માટેક્યાંય વધુ કમનસીબીનો દાયકાઓ લાંબોદોર તેના પાપે શરૂ થવાનો હતો.ક્લાઇવે પિસ્તોલ સામે નજર કરી.જિંદગીમાં ત્રીજી વાર પણ મોત ચારઆંગળ છેટું રહીને આળસી કેમ ગયું એતેને સમજાયું નહિ. બરાબર એ જ વખતેતેનો રૂમ પાર્ટનર બારણામાં પ્રવેશ્યો.ક્લાઈવે તેને પિસ્તોલ આપીને ખુલ્લીબારી વાટે સામેના મેદાન તરફ ફોડવાજણાવ્યું. મેદાનમાં દૂર રેતીનો ઢગ દેખાતોહતો. પાર્ટનરે કશો ખુલાસો માગ્યા વગર[23/07, 5:18 pm] Gautam Patel: એ ઢગનું નિશાન લીધું. પિસ્તોલે‘ગળા’માં અટવાયેલી ગોળીને તરતઓકી કાઢી ! રેતીની જરા સરખી ડમરીચડી અને ક્લાઇવ દિગ્મૂઢ ચહેરે ક્યાંયસુધી મેદાન સામે જોતો રહ્યો. દરમ્યાનજે ક્ષણો વીતી એમાં કાળચક્ર ફરી ગયું.ક્લાઈવે મગજ પર સવાર થયેલા મોતનાખ્યાલને તજી દીધો. પિસ્તોલ તેણે પાછીમાગી, સંભાળપૂર્વક ટેબલના ડ્રોઅરમાંમૂકી અને પાર્ટનરે ન માગેલો ખુલાસોસામે ચાલીને આપ્યો ‘લાગે છે કે મારુંભાગ્ય મને આટલો જલદી મોતનાહવાલે કરવા તૈયાર નથી. કોઇમહત્ત્વનું કાર્ય તે મારી પાસે કરાવવામાગે છે. તારા આવતા પહેલાં મારીખોપરી વીંધી નાખવા મેં ઉપરાઉપરીબે વખત ટ્રીગર દાબી હતી.’આ સફેદ ઠગનું ભાગ્ય સાચેજ તેનું જતન કરી રહ્યું હતું, કારણ કેથોડા દિવસ પછી ચોથી વારતેને લગભગ આંબી લેનાર મોતને જાકારો મળ્યો.બનાવ નાટકીય હતો. ઇંગ્લિશ ઇસ્ટઇન્ડિયા કંપનીએ મદ્રાસમાં પોતાનાઅંગ્રેજ સ્ટાફ માટે ક્લબ સ્થાપી હતી,જ્યાં સાંજ પડ્યે કંપનીના સીનિઅર તથાજુનિઅર સભ્યો એકઠા થતા હતા.કંપનીના માલનું રક્ષણ કરવા માટે બ્રિટિશતાજે મદ્રાસમાં કાયમી ડ્યૂટી પર ગોઠવેલાસૈનિકો પણ ત્યાં પત્તાનો જુગાર રમવાઆવતા હતા. ક્લાઇવે એક કર્નલ સાથેબાજી રમવાની ભૂલ કરી અને વર્ષો સુધીબચાવેલી રકમ એક જ બેઠકે હારી ગયો.ઘણી બાજી ખેલાયા પછી તેને ભાન થયુંકે કર્નલ હાથચાલાકી કરી રહ્યો હતો.ક્લાઇવે પત્તાં ઉલાળ્યાં, કર્નલની ઊંચીકાઠીને તેમજ ઊંચા હોદાને ગણકાર્યાવગર ગાળાગાળી કરી અને ગુમાવેલીબાજીના પૈસા આપવાની સાફ ના પાડીદીધી. પહેલાં બોલાચાલી અને પછીબાથંબાથી વડે પણ જ્યારે પૈસાનાવિખવાદનો ફેંસલો ન આવ્યો ત્યારે એજમાનાની યુરોપી પ્રથા મુજબ હિંસકદ્વંદ્વયુદ્ધ સુધી વાત પહોંચી. પ્રણાલિકાઅનુસાર તે યુદ્ધ તલવાર વડે ખેલવાનુંથાય, પરંતુ ક્લબમાં તલવાર ન હતી.પિસ્તોલ બન્ને જણા પાસે હતી.પહેલી ગોળી કોણ ચલાવે તે સિક્કોઉછાળીને નક્કી કરવામાં આવ્યું. ક્લાઇવતેમાં જીત્યો. ઓરડાના સામા છેડે ઊંધાફરીને ઊભા રહેલા પડછંદ કર્નલ સામેગોળીબાર કર્યો, પરંતુ નિશાન ખાલી ગયું.ઉત્તેજિત કર્નલ ભરી પિસ્તોલે તરતક્લાઇવ તરફ દોડ્યો અને તેના માથાપર નાળચું ટેકવ્યું. ક્લાઇવને હવે તેકાયદેસર રીતે ઠાર મારી શકે તેમ હતો,કારણ કે આવા યુદ્ધોમાં આગુ સે ચલીઆતી પ્રથા જ કાયદો ગણાતી હતી. આમછતાં જો પૈસા મળી જાય તો કર્નલ તેનાપ્રતિસ્પર્ધીને જીવતદાન આપવા તૈયારથયો. ક્લાઇવે પૈસા ચૂકવવાની મક્કમરીતે ના પાડી. મોતની પરવા કર્યા વગરતે બોલ્યો : ‘ગોળી ચલાવો, કારણ કેપૈસા આપીને હું છેતરાવા માગતો નથી.’પ્રતિસ્પર્ધીની મક્કમતાએ કર્નલનેહતબુદ્ઘ કરી દીધો. મોતની આટલી હદેઅવગણના કરનાર માણસ તેને પાગલલાગ્યો. પિસ્તોલ ખસેડીને તેણે જાહેર કર્યુંકે પાગલ વ્યક્તિનો જાન લેવાનું બ્રિટિશફોજના અફસરને કદી શોભે નહિ !સંભવિતપણે તો અફસરની હિંમત ભાંગીપડી હતી. કદાચ એમ પણ હોય કેહિંદુસ્તાનની ભાવિ તવારીખ સાવ જુદીજ રીતે લખવાનું નક્કી કરી બેઠેલીનિયતીની અદૃશ્ય કલમમાં પિસ્તોલકરતાં વધુ તાકાત હતી.નિયતીએ વર્ષો પછી ક્લાઇવ સાથેમોતનો પાંચમો અલપઝલપ મેળાપગોઠવ્યો ત્યારે મરચાંની ધૂણી જેવામિજાજનો એ દુઃસાહસિક યુવાનમદ્રાસમાં ઇંગ્લિશ ઇસ્ટ ઇન્ડિયાકંપનીનો મામૂલી ગુમાસ્તો હતો.દક્ષિણ ભારતમાં તેને ફોજમાં અફસરતરીકે સામેલ કરી દેવામાં આવ્યોહતો. દક્ષિણ ભારતમાં એ વખતેઇંગ્લિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથેવ્યાપારી સ્પર્ધા કરતી ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયાકંપની પોંડિચેરીમાં તેનું પહેલું મથકસ્થાપ્યા બાદ વધુ ભીતરી પ્રદેશો તરફપોતાની વગ ફેલાવવા માંડી ત્યારે રોબર્ટક્લાઇવે ફ્રેન્ચ લશ્કરના સરદાર એડમિરલજોસેફ દુપ્લેઇને સશસ્ત્ર લડત આપવાનુંનક્કી કર્યું. બ્રિટિશ તાજની કે મદ્રાસખાતેના બ્રિટિશ ગવર્નરની પણ મંજૂરીલીધા વગર તેણે એક નાની ટુકડી સાથેફ્રેન્ચ લશ્કરને પડકાર ફેંક્યો.નિઝામના સૂબા જેવો આર્કોટપ્રાંતનો રાજા ફ્રેન્ચોના પક્ષે હતો, માટેઅંગ્રેજ ટુકડીએ તેની સામે પણ યુદ્ધખેલવાનું થયું. લડાઇ દરમ્યાન રાજાનાએક સૈનિકે લાગ શોધી પોતાનો તમંચોક્લાઇવ સામે તાક્યો. અંગ્રેજ લેફ્ટનન્ટટ્રેનવિથનું ધ્યાન અનાયાસે જ તે સૈનિકતરફ ગયું. ક્લાઇવને ચેતવવા તેણે બૂમપાડી. ફાયરિંગના અવાજોમાં તેનો સાદડૂબી ગયો ત્યારે લેફ્ટનન્ટ પોતે રાત્રિનાઅંધકાર વચ્ચે પેલા સૈનિક તરફ દોડ્યો.[24/07, 1:35 pm] Gautam Patel: જમીન પર છાતીભર લેટેલા એ સૈનિકનાતમંચાને ટ્રેનવિથે લાત મારી તે સાથેગોળી પણ છૂટી, પરંતુ રોબર્ટ ક્લાઇવવીંધાયો નહિ. સતત પાંચમી વખતસાબિત થયું કે મોત સાથે તેને કશીલેણાદેણી ન હતી.બ્રિટિશ તાજે ઈંગ્લિશ ઇસ્ટ ઇન્ડિયાકંપનીને માત્ર વેપાર કરવાનું લાયસન્સઆપ્યું હતું. ફ્રેન્ચો સામે તેને લડવાનીપરવાનગી ન હતી. ભારતીયો સામે તોલગીરે નહિ. ક્લાઇવે જે કર્યું એ પોતાનાયુદ્ધખોર માનસને આધિન રહીને કર્યું.ઓક્ટોબર ૧૩, ૧૭૫૬ના રોજરોબર્ટ ક્લાઇવને કંપનીની ફોજ સાથેકલકત્તા જવાનું કહેવામાં આવ્યું એ પહેલાંતે સામાન્ય અફસર હતો. ઇંગ્લિશ ઇસ્ટઇન્ડિયા કંપનીનો મદ્રાસ ખાતેનો કિલ્લોસાચવવા માટે તેને પગાર તરીકે નજીવીરકમ મળતી હતી. કિલ્લામાં સામાન્ય રીતેલશ્કરી ડ્યૂટી જેવું તો કશું હોય નહિ,એટલે તેણે માલનો સ્ટોક નોંધવાનું કાર્યબજાવવું પડતું હતું અને તે કામનો તેનેભારે કંટાળો હતો. આથી કલકત્તા જવાનોચાન્સ મળતાં તેણે છૂટકારાનો દમ ખેંચ્યો.ડિસેમ્બર ૧૫, ૧૭૫૬ની બપોરેએડમિરલ વોટસનનાં પાંચ વહાણો ફાલ્ટાપહોંચ્યાં. કલકત્તાની દક્ષિણે હુગલીનદીના જ કાંઠે આવેલા તે ગામમાં અંગ્રેજગવર્નર રોજર ડ્રેક સાથે લેફ્ટનન્ટ-કર્નલરોબર્ટ ક્લાઇવે ચર્ચા કરી અને કલકત્તાબંદર પાછું જીતી લેવા માટે યુદ્ધનો પ્લાનબનાવ્યો. આ દુષ્ટ ગોરાનું લશ્કર સાવનાનું હતું, છતાં સિરાજ-ઉદ-દૌલાનું જંગીસૈન્ય છેક મુર્શિદાબાદમાં પડાવ નાખીનેપડ્યું હોય ત્યારે ક્લાઇવને પડકારે કોણ ?હુગલી નદીનો આખો પ્રદેશ અંગ્રેજસૈનિકોએ જીતી લીધો. આ સમાચારમુર્શિદાબાદમાં નવાબને મળ્યા, એટલેઅંગ્રેજોને પાઠ ભણાવવા તેણે ફરીપોતાના સૈન્ય સાથે કલકત્તા તરફ કૂચ કરી. માત્ર ચોવીસ વર્ષના એનવાબે દુશ્મનોનું કાસળ પૂરેપૂરું કાઢીનાખવા ૨૫,૦૦૦ પગપાળા સૈનિકોનેતથા ૧૮,૦૦૦ શસ્ત્રસજ્જ ઘોડેસવારોનેસાથે લીધા. પચાસ હાથી, ચાલીસ તોપોઅને બીજા કેટલાક અનામત સૈનિકો પણખરા. ફેબ્રુઆરી ૩, ૧૭૫૭ના રોજ તેકલકત્તામાં દાખલ થયો, પરંતુ ક્લાઇવનુંસૈન્ય તેને ક્યાંય જોવા મળ્યું નહિ.આ સૈન્ય દૂર એક ખાડી પાસેછૂપાયેલું હતું, જેમાં ૭૦૦ અંગ્રેજ સૈનિકોઉપરાંત ૧,૫૦૦ ભારતીય સિપાહીઓહતા. ક્લાઇવે ૬ રતલી ગોળા ફેંકી શકતી૧૪ તોપો તૈયાર રાખી હતી એટલું જનહિ, પણ મદ્રાસથી આવેલાં વહાણોના૬૦૦ નાવિકોનેય તેણે લડવા માટે તમંચાઆપી દીધા હતા. ફાયરિંગનો હુકમ મળેએ સાથે તમંચા અને તોપો એકસાથેધડબડાટી બોલાવે તેવું આયોજન ક્લાઇવેકરી રાખ્યું હતું, પરંતુ જંગી લશ્કર લઇનેઆવેલો સિરાજ-ઉદ-દૌલા એકાદ ખોટુંપગલું ભરી બેસે ત્યાં સુધી ક્લાઇવ હુમલોકરવા માગતો ન હતો. નસીબનું પલ્લુંફરી એક વખત ક્લાઇવની તરફેણમાંવળ્યું અને યુદ્ધના નિર્ણાયક દાવપેચોનોબિનઅનુભવી નવાબ ભૂલ કરી બેઠો.અંગ્રેજ સૈન્ય કશે ન દેખાયું, એટલે તેણેમાની લીધું કે બધા સૈનિકો ડરીને નાસીગયા હતા. આથી મુર્શિદાબાદનો વળતોપ્રવાસ શરૂ કરતા પહેલાં એક વિશાળમેદાનમાં તેણે પોતાના સૈનિકોને આરામમાટે છાવણી નાખવા જણાવ્યું.આ છૂટ મળ્યા પછીનું દૃશ્ય થોડીજ વારમાં બદલાયું. કતારમાંઊભેલા શિસ્તબદ્ધ સૈન્યને બદલેજાણે કે ગામના મેળા જેવોમાહોલ સર્જાયો. ક્લાઇવને માટેતે એકદમ યોગ્ય મોકો હતો.છાપામારોની જેમ તેના સૈનિકોનવાબના ગાફેલ સૈન્ય પરત્રાટક્યા. ઓચિંતા હુમલાએનવાબના લશ્કરને હતબુદ્ધ કરીમૂક્યું. નવાબ પોતે જ કલકત્તાનાડમડમ વિસ્તાર તરફ પીછેહઠકરી ગયો, એટલે તેનું લશ્કર પણસાથોસાથ પોબારા ભણે એસ્વાભાવિક હતું.મર્યાદિત સૈનિકો અનેશસ્ત્રો વડે ક્લાઈવે આખું કલકત્તાજીતી લીધું. જીતના થોડા દિવસપછી તેણે સિરાજ-ઉદ-દૌલાનેસંદેશો મોકલાવ્યો કે નવાબ જોઇસ્ટ ઇન્ડિયા કંપની જોડે સંધિકરે તો ગુમાવેલો પ્રદેશ યુદ્ધ ખેલ્યા વિનાતેને પાછો મળી શકે તેમ છે. સિરાજ-ઉદ-દૌલાએ પ્રસ્તાવ સ્વીકાર્યો અનેસંધિનો દસ્તાવેજ લખી દીધો. સંધિ મુજબઅંગ્રેજોને ફરી વખત કલકત્તા બંદરવાપરવાનો અધિકાર પ્રાપ્ત થયો, નવાબેતેમના માલ પર લેવાતી જકાત નાબૂદકરી અને કલકત્તામાં કંપનીના માલનીસુરક્ષા માટે કિલ્લેબંધી રચવા માટે પણછૂટ આપી. ઇંગ્લિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાટે ત્રણેય ફાયદા મહત્ત્વના હતા. ખાસતો કલકત્તામાં કિલ્લેબંધી રચ્યા પછી તેમાંગુપચુપ રીતે સૈનિકોની જમાવટ કરવાનુંક્લાઈવ માટે શક્ય બન્યું હતું.સિરાજ-ઉદ-દૌલા સામે લડેલાકાવતરાબાજ રોબર્ટ ક્લાઇવના લશ્કરમાંગોરા સૈનિકો માંડ ગણ્યાગાંઠ્યા હતા.બાકી તો અનેક ભારતીય સિપાહીઓ જબ્રિટિશ કુહાડાના હાથા બની તેના વતીલડ્યા હતા. પૈસાની લાલચે તેમણે દ્રોહકર્યો એમાં સમગ્ર બંગાળની પડતી દશાનોઆરંભ થયો, કેમ કે ભારતીય પ્રજાનેનાણાંના જોરે ખરીદી શકાય છે એવોરોબર્ટ ક્લાઇવના દિમાગમાં વસેલોખ્યાલ ત્યાર બાદ ઠોસ સ્વરૂપ પામ્યો હતો.કલકત્તા મેળવ્યા પછી આખા બંગાળ પરપગદંડો જમાવવાની ગણતરી માંડીનેબેઠેલા ક્લાઇવે પોતાની કુટનીતિનાપહેલા તબક્કામાં સૌ પહેલાં અમીચંદજેવા ભારતીય શાહુકારોને સાધ્યા, જેઓઇંગ્લિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને રેશમ,કાચું સૂતર, રંગબેરંગી કાપડ, સુરોખારતથા બીજી અનેક ચીજો વેચીને અઢળકકમાણી કરતા હતા. આ કંપનીનો વેપારસતત વધ્યા કરે એમાં જ તેમનો સ્વાર્થહતો. સામે કંપનીનો સ્વાર્થ એ વાતમાં કેઆખું બંગાળ તે જીતી લે, જેથી હરીફફ્રેન્ચો ત્યાંના એકપણ કારીગરનો માલખરીદી શકે નહિ. બંગાળીકારીગરોએ ભૂખે ન મરવું હોયતો અંગ્રેજ કંપની આપે તે પૈસામૂંગે મોઢે સ્વીકારવા રહ્યા.આખું બંગાળ કબજે લેવામાટે નવાબ સિરાજ-ઉદ-દૌલાસામે ફરી વખત લડવાનું થાયએ સ્વાભાવિક હતું અનેનવાબના સૈન્યનું સંખ્યાબળજોતાં આમનેસામનેના યુદ્ધમાંતેને હરાવવું મુશ્કેલ હતું,ક્લાઇવના શયતાની દિમાગે તેનેએક શોર્ટ-કટ રસ્તો સૂઝાડ્યો :નવાબના મુખ્ય સેનાપતિ મીરજાફરને કોઇક રીતે ખરીદીલેવાય તો યુદ્ધ સમયે તે કંપનીનીપડખે રહે અને જીતનું પલ્લુંઅંગ્રેજો તરફ નમાવી આપે.સેનાપતિ પોતાના કહ્યાગરાસૈનિકો ભેગો છાવણી બદલીનાખે, એટલે પછી સિરાજ-ઉદ-દૌલાનું રહ્યુંસહ્યું લશ્કર ઝાઝી લડત આપીશકે નહિ. સિરાજ-ઉદ-દૌલા અને મીરજાફર આમ તો સાળો-બનેવી હતા, માટેપહેલી નજરે જોતાં રોબર્ટ ક્લાઇવનોપ્લાન સફળ થવાની શક્યતા પાંખી હતી.ઊલ્ટું, મીર જાફર દગાબાજી ખેલવાનેબદલે સિરાજ-ઉદ-દૌલાના મોઢેકાવતરાનો બધો ભાંડો ફોડી દે એવીશક્યતા પૂરેપૂરી હતી. છતાં ક્લાઇવેજુગારી દાવ ખેલ્યો. ભારતીય નવાબો,રાજાઓ, સેનાપતિઓ અને બાદશાહોસત્તા માટે ગમે તેની પીઠમાં ખંજર ભોંકીશકે એ તેને ખબર હતી. મીર જાફરશરૂઆતમાં કદાચ આનાકાની કરે, પણબંગાળના નવાબ બનાવવાનું લેખિતવચન તેને અપાયા પછી અંગ્રેજોની વાતતે માની લે એવું ક્લાઇવ માનતો હતો.મીર જાફર નવાબપદ ઉપરાંત પૈસાનીમાગણી કરે, તો તેની એ માગણી પૂરીકરી આપવાની જવાબદારી અમીચંદજેવા શાહુકારોના શિરે નાખી ક્લાઇવેકુટનીતિના બીજા તબક્કાનો અમલ શરૂકર્યો. ઇગ્લિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના બેઅમલદારો વિલિયમ વોટ્સ અને લ્યુકસ્ટેટન તે સમયે તેના વિશ્વાસુ મદદનીશોહતા. બંને જણા તેના જેવા ખેપાની અનેશયતાનછાપ દિમાગના હતા. ક્લાઇવેતેમને પોતાની યોજના અંગે જાણ કરીઅને તેમણે પોતે શું કરવું એ પણસમજાવ્યું. આ ગોરા અમલદારોને મીરજાફરનો વ્યક્તિગત પરિચય ન હતો,માટે ક્લાઇવનો સંદેશો તેમણે કલકત્તાનાશાહુકાર અમીચંદ મારફત મુર્શિદાબાદમોકલાવ્યો. કેટલાક દિવસ બાદઅમીચંદનો ગુપ્ત સંદેશો મીર જાફરનેહાથોહાથ મળ્યો ત્યારે કાગળ વાંચીનેએ સેનાપતિ એવો મૂંઝાયો કે સંદેશોલાવનાર દૂતને ‘ના’ કે ‘હા’નો સ્પષ્ટજવાબ આપી શક્યો નહિ. મનમાંગડમથલ ચાલી. ઇગ્લિશ ઇસ્ટ ઇન્ડિયાકંપનીનું લશ્કર સાવ નાનું હતું, જ્યારેનવાબે કલકત્તાનું યુદ્ધ હાર્યા બાદ પોતાનીલશ્કરી તાકાત ખૂબ વધારી હતી. આથીકેટલાક સૈનિકોને કાવતરામાં સામેલ કરીનવાબ વિરુદ્ધ બાજી ગોઠવ્યા છતાં નવાબછેવટે મેદાન મારી જાય તો ? વિફરેલોનવાબ ત્યાર પછી તેને જીવતો છોડે નહિ.મીર જાફરનો વળતો જવાબ નઆવ્યો, એટલે રોબર્ટક્લાઇવે બીજી સોગઠીમારી. કલકત્તામાંસિરાજ-ઉદ-દૌલાનાનાયબ સેનાપતિ યારલતીફને તેણેનવાબપદની લાલચેફોડ્યો. યાર લતીફેકેટલાક સૈનિકોને પૈસાનોલોભ દેખાડવા માટેઅઢળક પૈસા માગ્યાત્યારે અમીચંદે શક્યએટલા પૈસા ધરી દીધા.ખૂટતાં નાણાં દુર્લભ શેઠ અનેજગત શેઠ નામના બેશાહુકારો ચૂકવવા તૈયારથયા. ક્લાઇવે જ તેમને એમાટે ફરજ પાડી હતી, એટલેપછી ના પાડવાનો તોસવાલ જ નહોતો. આ સોદોઅત્યંત ખાનગી રીતે પારપાડવામાં આવ્યો હતો, છતાંસનસનીખેજ ખબર ક્યારેયલાંબો સમય છૂપી રહી શકેખરી ? મુર્શિદાબાદમાંસેનાપતિ મીર જાફરને યારલતીફ અને અંગ્રેજો વચ્ચેનીસમજૂતીના સમાચાર મળ્યાત્યારે તેને મધલાળ છૂટી.બંગાળનું નવાબપદ મળેઅને વધુમાં અમુક રકમ પણ મળે તોસિરાજ-ઉદ-દૌલા વિરુદ્ધ લડવા માટે તેનીતૈયારી હોવાનો સંદેશો તેણે અમીચંદનેમોકલાવ્યો અને તે શાહુકારે સહેજ પણવખત ગુમાવ્યા વિના જાફરને ક્લાઇવનાપક્ષે કરી લીધો.મુર્શિદાબાદ ૫૨ સશસ્ત્ર હુમલોકરવામાં વિલંબનું હવે કોઇ કારણ ન હતુંઆથી જૂન ૧૩, ૧૭૫૭ની વહેલી સવારેરોબર્ટ ક્લાઇવ પોતાના લશ્કર સાથેરવાના થયો. માર્ગમાં ચંદરનગર ગામેતેણે ફ્રેન્ચ ઇસ્ટઇન્ડિયા કંપનીનુંજંગી વ્યાપારીમથક જીતી લીધુંત્યારે જ તેનાઆગમન અંગેનાસમાચાર મુર્શિદા-બાદમાં સિરાજ-ઉદ-દૌલાને મળ્યા.સંધિ થયા પછી અંગ્રેજો તેનો ભંગ કરેએવું તો નવાબે કદી ધાર્યું પણ ન હતું.અંગ્રેજ હુમલાખોરોને જવાબ આપવામાટે ૫૦,૦૦૦ પગપાળા સૈનિકો અને૨૮,૦૦૦ ઘોડેસવાર સૈનિકો સાથે તેદક્ષિણ તરફ નીકળી પડ્યો. સેનાપતિ મીરજાફરને તેણે સૈન્યમાં સૌથી આગળરાખ્યો. નવાબને શી ખબર કે અમીચંદતથા બીજા શાહુકારો મીર જાફરને પટારાભરાય એટલી સોનામહોરો પહોંચાડીચૂક્યા હતા અને લાલચુ સેનાપતિઅણીના મોકે ફસકી જવાનો હતો ?જૂન ૨૩, ૧૭૫૭ના રોજ સવારે૮:૦૦ વાગ્યે બંને લશ્કરો છેવટે જ્યાંઆમનેસામને આવ્યાં તે સ્થળ પલાશનુએટલે કે ખાખરાનું વન હતું. વૃક્ષોછૂટાંછવાયાં હતાં અને જમીન તદન સૂકીહતી. અંગ્રેજોના લશ્કરમાં સૈનિકો ફક્ત૩,૦૦૦ જેટલા હતા, માટે સિરાજ-ઉદ-દૌલાને પોતાનો વિજય હાથવેંતમાંલાગ્યો. સેનાપતિ મીર જાફરને તેમજનાયબ સેનાપતિ યાર લતીફને તેણેઘોડેસવારો સાથે આગળ ધસી જવા માટેહુકમ આપ્યો. એકસામટા સેંકડો ઘોડાદડબડાટી બોલાવતા દોડ્યા, પરંતુઅધરસ્તે પહોંચ્યા બાદ અચાનક બે ભાગેવહેંચાયા અને જમણી તથા ડાબી તરફવળી ગયા. મીર મદન અને મોહન લાલનામના બે નાયબ સેનાપતિઓ છેવટસુધી તેને વફાદાર રહી અંગ્રેજો સામેઝઝૂમ્યા. બપોર સુધીમાં તો નવાબનું પલ્લુંજીત તરફ નમવા લાગ્યું, પરંતુ ત્રણેકવાગ્યે તેનો બહાદુર નાયબ સેનાપતિ મીરમદન અચાનક દુશ્મન તોપના ગોળાનોભોગ બન્યો--અને તે સાથે યુદ્ધનો તખ્તોપલટાઈ ગયો. મીર મદન અત્યંતબાહોશીપૂર્વક સૈનિકોને દો૨વણી આપતોહતો, માટે તેના મૃત્યુ પછી સૈન્યમાંઅંધાંધૂંધી વ્યાપી. સૈનિકોનો જુસ્સોઓસરી જવા લાગ્યો અને સાંજે પાંચવાગતા સુધીમાં તો પ્લાશીનું ઐતિહાસિકયુદ્ધ પૂરું થયું. નવાબ તેમાં બૂરી રીતે હાર્યોઅને જાન બચાવવા ઉત્તર-પશ્ચિમદિશામાં નાસી છૂટ્યો.કસાઇ જેવો રોબર્ટ ક્લાઇવ જો કેતેને જીવતો મૂકવા તૈયાર ન હતો. મીરજાફરને તેણે નવાબ પાછળ ઘોડેસવારોદોડાવવાનો હુકમ આપ્યો. સત્તાનાઆંધળા લોભમાં મીર જાફરે નવાબનોપીછો કરાવ્યો, કેમ કે નવાબનો ખાત્મોથાય તો જ બંગાળની ગાદી તેને મળીશકે તેમ હતી. દિવસો સુધી નવાબસિરાજ-ઉદ-દૌલા બંગાળના અનેબિહારના ભેંકાર પ્રદેશમાં ભાગતો રહ્યો.ભવિષ્યમાં નવું લશ્કર રચી તેનેપરાજયનો બદલો લેવો હતો, પરંતુ તેનુંસ્વપ્ન પૂરું થઇ શકે એ પહેલાં જ એકસ્થળે મીર જાફરના ઘોડેસવારોએ રાતનાસમયે તેને ઘેરી લીધો. સાંકળો વડે બાંધીખૂબ અત્યાચારો ગુજાર્યા અને છેવટેઘાતકી રીતે મારી નાખ્યો.સિરાજ-ઉદ-દૌલા સામે પ્લાશીનુંયુદ્ધ ક્લાઇવ પોતાની મુનસફી અનુસારખેલ્યો હતો. બ્રિટિશ તાજને કે સરકારનેએ યુદ્ધ અંગે બિલકુલ જાણ ન હતી.વિજયના સમાચાર આપતો ક્લાઇવનોપત્ર ઘણાં અઠવાડિયાં પછી ઇંગ્લેન્ડપહોંચ્યો, જેમાં તેણે લખ્યું હતું :‘માનવંતા સાહેબો, આજે બપોરેપ્લાશીના વનમાં નવાબના જંગી લશ્કરને મેં હરાવ્યું.નવાબના અનેક સૈનિકો ઉપરાંત ૩ હાથીઅને ૫૦૦ ઘોડા ખુવાર થયા, જ્યારેઆપણી ખુવારી વીસ કરતાં વધુ નથી.’એક પ્રમાણભૂત નોંધ મુજબઅંગ્રેજોની ખુવારી ૨૨ જેટલી હતી.ક્લાઇવે ખેડેલા દુ:સાહસ બદલ તેના માથેબ્રિટનમાં માછલાં ધોવાયાં, જ્યારે બીજીતરફ ભારતમાં ખુદ ઇંગ્લિશ ઇસ્ટ ઇન્ડિયાકંપનીએ તેને બંગાળના ગવર્નર તરીકેચૂંટી કાઢ્યો. આ પદ માટે તેની સિફારિશકરવા માટે કંપનીનો સ્થાનિક એજન્ટવોરેન હેસ્ટિંગ્સ મોખરે હતો ભારતમાંશી ઉથલપાથલ ચાલી રહી છે તે અંગેબ્રિટિશ સરકાર અંધારામાં રહી તેનુંસ્વાભાવિક કારણ એ કે ૧૮મી સદીનોયુગ ઝડપી સંદેશાવ્યવહારનો ન હતોએટલું જ નહિ, પરંતુ જહાજી વ્યવહારનેઝડપી બનાવતી સુએઝ નહેર હજી ખૂલીન હતી. આ મર્યાદાને લીધે રોબર્ટક્લાઇવનો બીજો પત્ર જ્યારે ઘણા વખતપછી બ્રિટનના વડા પ્રધાનને મળ્યો ત્યારેતે પત્ર તેમને બેહદ આશ્ચર્યજનક લાગ્યો.પત્રમાં લખ્યું હતું : ‘મારો વિચાર ભારતસાથે માત્ર વેપાર કરવાને બદલે અહીંબ્રિટિશરાજ સ્થાપવાનો છે અને તેપ્રક્રિયાનો આરંભ પણ મેં બંગાળ જીતીનેકરી લીધો છે. આપની સરકારનોઅભિપ્રાય શો છે ?’વડા પ્રધાનનો અભિપ્રાય પ્રતિકૂળહતો. ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જ ત્રીજાનેપ્રસ્તાવ ગમ્યો, પરંતુ ભારત જેવડા દેશપર રાજ કરી શકાય એ વડા પ્રધાનનીદૃષ્ટિએ અશક્ય વાત હતી. ઇંગ્લિશ ઇસ્ટઇન્ડિયા કંપનીને તેમણે ભારતમાં વધુલશ્કરી અભિયાનો ચલાવવાની સ્પષ્ટમનાઇ કરી એટલું જ નહિ, પણ રોબર્ટક્લાઇવને ઇંગ્લેન્ડ પાછા આવવા માટેફરમાન મોકલ્યું. અલબત્ત ક્લાઇવઅંગ્રેજ પ્રજાના હીરો તરીકે જ પાછો ફર્યો,કારણ કે તેના સરસામાનમાં લગભગ૩,૦૦,૦૦૦ પાઉન્ડ મૂલ્યનાં ઝવેરાત,રત્નો, સોનામહોરો તથા આભૂષણોનાટનબંધ પટારાનો સમાવેશ થતો હતો.આ સફેદ લૂંટ સામ્રાજ્યવાદી માનસધરાવતી અંગ્રેજ પ્રજાને ભારત પ્રત્યેલોભાવવા માટે પૂરતી હતી.અને હાથમાં આવેલી બાજીસરી જાય એ બીકે રોબર્ટ ક્લાઇવનેપાછોમોકલાવા સરકાર પર દબાણઆવ્યું. બીક સાચી હતી, કેમ કેબંગાળ પર અંગ્રેજ?સોદાગરોની પકડઢીલી પડી રહી?હતી.વડા પ્રધાનની લાખ અનિચ્છા છતાં તેમણે‘કમાઉ દીકરા’ને પાછો ભારત મોકલવોપડ્યો, જ્યાં એ લાટસાહેબ મોગલબાદશાહ શાહ આલમની ઓફરસ્વીકારીને બંગાળનો દીવાન બન્યો.ભારતમાં બ્રિટિશ પગદંડો કેમ જમાવવોતેના ગુરુમંત્રો તેણે પોતાના કરતાં સાતવર્ષ નાના કંપની એજન્ટ વોરેનહેસ્ટિંગ્સને શીખવ્યા અને પછી ૧૭૬૭માં છેલ્લીવાર ભારતની વિદાય લીધી.વધુદુર્ભાગ્યે ભારત માટે પનોતીકાળનોત્યાર પછી પણ અંત ન આવ્યો, કેમ કેરોબર્ટ ક્લાઇવ બળ કરતાં કળ અનેતો છળ વાપરીને આપણે ત્યાં બ્રિટિશસામ્રાજ્યનો વાવટો ખોડી ગયો હતો. આવાવટો ૧૯૦ વર્ષ સુધી ભારતમાં ફ૨કતોરહ્યો અને તેને ઉખાડી ફેંકવા માટે મંગલપાંડેથી માંડીને ગાંધીજી સુધીના અનેકદેશભક્તોએ લોહી-પસીનો રેડ્યો.ભારતમાંથી બ્રિટિશ વાવટો સંકેલવામાંસરવાળે તો બ્રિટનમાં યોજાયેલી ચૂંટણીજવાબદાર બની. ભારતને ગુલામ રાખવામાગતો રૂઢિવાદી પક્ષ તે ચૂંટણીમાં હાર્યોઅને મજૂર પક્ષના નવા નેતા ક્લેમેન્ટએટલીએ ભારતમાં બ્રિટિશ હકૂમતનોઅંત લાવવાનું નક્કી કર્યું. માઉન્ટબેટનનેતેમણે ભારતના છેલ્લા વાઇસરોય તરીકેનીમ્યા અને ભારે દબદબા સાથેભારતમાંથી બ્રિટિશ વાવટો સંકેલવાનોઆદેશ તેમને આપવામાં આવ્યો. આદેશજ્યાં અપાયો તે સ૨કા૨ી મકાનલિડનહોલ સ્ટ્રીટના પેલા મકાનથી ફક્તત્રણ કિલોમીટર છેટે હતું કે જ્યાં સપ્ટેમ્બર૨૪, ૧૫૯૮ના રોજ ચોવીસ અંગ્રેજવેપારીઓ ઇંગ્લિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીસ્થાપવા માટે ભેગા મળ્યા હતા!રોબર્ટ ક્લાઇવનું ભારતમાંઆગમન થયું જ ન હોત તો ઇતિહાસકંઇક જુદો જ વળાંક લેત, પરંતુ એવું નબન્યું. આ અંગ્રેજ ધૂતારો ભારત સુધીપહોંચી શક્યો એ ઘટનનાને આકસ્મિકવળાંકોનો સિલસિલો જ માનવો જોઇએ.ક્લાઇવના મા-બાપે તેને વંઠેલ સમજીભારત મોકલી આપ્યો ન હોત, પાંચવખત તેણે મોતને હાથતાળી દીધી નહોત, ભારતમાં તે ગુમાસ્તાને બદલેલશ્કરી અફસરનો હોદો પામ્યો ન હોત,બ્રિટિશ સરકારને અંધારામાં રાખી તેણેપોતાની મુનસફી મુજબ ફ્રેન્ચો તેમજબંગાળના નવાબ સામે યુદ્ધ કર્યું ન હોતઅને છેવટે અહીં લૂટેલા ખજાનાનોમધપૂડો સ્વદેશમાં બ્રિટિશ પ્રજાને દેખાડ્યોન હોત તો ભારતનો ઇતિહાસ કેવાપ્રકારનો લખાત એ પ્રશ્નનો જવાબઆપવો સહેલો નથી.