Maru ghar, mari niyati chhe - 24 in Gujarati Motivational Stories by Dhamak books and stories PDF | મારુ ઘર, મારી નિયતિ છે - 24

The Author
Featured Books
Categories
Share

મારુ ઘર, મારી નિયતિ છે - 24

​તે દિવસે સવારે ચાઈલ્ડ કેરવાળા મેડમ ઇન્સ્પેક્શન કરવા આવવાના હતા. બધા ઘર સજાવવામાં લાગ્યા હતા અને વ્યવસ્થિત કપડાં પહેરીને તૈયાર હતા. ખાવાનું બધું ટેબલ ઉપર સજાવી દીધું હતું અને મયુરી અને મેડમની વાટ જોવા લાગ્યા.

​આ બાજુ વિજયાબેન અને ધનરાજ મીરાને મળવા વસ્તીની અંદર પોતાની કારમાં દાખલ થાય છે. ગરીબ વસ્તીના લોકોને જોઈને વિજયાબેન પોતાનો જીવ બારે છે અને મનમાં વિચારે છે કે મીરા આવી વસ્તીમાં રહેવા માટે મજબૂર છે. હવે હું તેને અહીં એક પણ ક્ષણ નહીં રહેવા દઉં. મીરાને ડિવોર્સ લેવાનું ડિસિઝન બરોબર હતું.

​હજી એની ભણવાની ઉંમર છે, તેના ઉપર તે હજી એક બીજી જવાબદારી લઈ ન શકે.

​આ બાજુ શારદાબેન ચિંતામાં છે. તે પ્રેમિલાબેનની વાટ જોઈ રહ્યા હતા. તે રમોલાના વિશે વિચાર પર ઝટ નિર્ણય લેવા માંગે છે. તે મીરાને એક સંજોગે પણ ખોવા માંગતા નથી.

​માનવ ઘરે આવી જાય છે અને કહે છે, "હમણાં મેડમ અને મયુરી આવશે, બધી તૈયારી થઈ ગઈ છે ને?"

​મીરા માથું હલાવીને હા પાડે છે, "તમે ચિંતા કરશો નહીં, બધી તૈયારી થઈ ગઈ છે." ત્યાં દરવાજાની ડોરબેલ વાગે છે.

​બધાને એમ થાય છે કે મયુરી આવી ગઈ. માનવ ડોર ખોલે છે તો સામે વિજયાબેન અને ધનરાજ દરવાજે ઊભા હોય છે.

​મીરા આશ્ચર્ય સાથે કહે છે, "અરે મોમ, તમે અહીં? વ્હોટ અ પ્રેઝન્ટ સરપ્રાઈઝ!" શારદાબેન કહે છે, "વેલકમ, આવો અંદર." પણ વિજયાબેન કંઈક અલગ જ મૂડમાં હતા. તે મીરાને સંબોધીને કહે છે, "મીરા, મારે તારી સાથે કંઈક વાત કરવી છે, પણ એકાંતમાં. શું આપણે વાત કરી શકીએ?"

​મીરા વિજયાબેનનો મૂડ સમજી જાય છે અને કહે છે, "કેમ નહીં? ચાલો આપણે ઉપર જઈને વાત કરીએ." મીરા માનવને કહે છે, "અમે બે મિનિટમાં પાછા આવીએ છીએ."

​પછી મીરા, વિજયાબેન અને ધનરાજને મયુરીના રૂમમાં લઈ જાય છે અને વિજયાબેનને બતાવે છે, "માનવે મયુરી માટે રૂમ તૈયાર કર્યો છે, કેટલો સુંદર છે."

​વિજયાબેન ખીજાઈને કહે છે, "મીરા, 15 વર્ષની દીકરીની મા થવા માટે તું થોડી ક નાની નથી? આટલી મોટી જવાબદારી સાથે તો તારી વકીલાતની પ્રેક્ટિસ, એજ્યુકેશન કેવી રીતે પૂરું કરીશ? તારા ઘરની જવાબદારી, મયુરીની જવાબદારી, માનવની જવાબદારી..."

​"એમાં તું તારી પોતાની ઇચ્છાઓ અને મહત્વાકાંક્ષાઓને કેવી રીતે પૂરી કરીશ? તું તારા લક્ષ્યથી ભટકી રહી છે. હું તને આ નહીં કરવા દઉં. તારે માનવને ડિવોર્સ આપીને મારી સાથે પાછું આવવું પડશે. હું તને અહીં બે મિનિટ નહીં રહેવા દઉં."

​"હા, આ બધી એ લોકોની ચાલ છે. હું તને અહીં નહીં ફસાવા દઉં." પણ મીરા કહે છે, "મારી વાત તો સાંભળો મોમ. હું તમારી જેમ કરવા માગુ છું. મયુરીને મા-બાપ અને ઘર મળી જશે..." મીરાને બોલતી વચ્ચેથી અટકાવતા ધનરાજ કહે છે, "વિજયા, આ દિવસ માટે તે એને મોટી કરી હતી? હું તને કહેતો જ હતો કે આના ઉપર ભરોસો કરવા જેવો નથી. એ તને ક્યારેક દગો દેશે. બીજાના તે બીજાના, પોતાના ન થાય."

​વિજયાબેન આંખમાં આંસુ લઈ અને નીચેની તરફ જતા રહે છે. ધનરાજ તેમની પાછળ પાછળ અને મીરા રોકવા જાય છે તો ધનરાજ મીરાને રોકતા કહે છે, "આજથી તારો અને અમારો સંબંધ પૂરો. હવે પછી તું અમારી પાસે રોતા રોતા ન આવતી." એમ કહી ધનરાજ વિજયાબેનને કારનો દરવાજો ખોલીને અંદર બેસાડે છે.

​પ્રમીલાબેન અને નીતા ગેટ પાસે ઊભાં ઊભાં આ દ્રશ્ય જોતા હોય છે. મીરા ગાડીના કાચમાંથી રોતા રોતા વિજયાબેનને કહે છે, "મોમ, પ્લીઝ મારી વાત તો સાંભળો, મોમ..."

​ત્યાં કેસી દોડતી આવી અને મીરા પાસે ઊભી રહી જાય છે.

​વિજયાબેન કેસીને જોઈને વધારે ગુસ્સામાં આવી જાય છે અને મીરાને કહે છે કે, "હાથે કરીને તારા પગ ઉપર તું કુહાડી મારે છે, મીરા. આ લોકો તને બરબાદ કરી નાખશે." એમ કહીને કેસી સામે જુએ છે.

​ધનરાજ ડ્રાઈવરને કહે છે, "ચાલો." અને વિજયાબેનને કહે છે, "હવે બહુ થઈ ગયું. આજ પછી મીરા સાથે કોઈ સંબંધ રાખવાની જરૂર નથી."

​મીરા કારમાં તેની મોમને જતાં જોઈને રડતા રડતા જમીન પર બેસી જાય છે.

​કેસી મીરાના ખભા પર હાથ રાખીને કહે છે, "ભલે ગઈ, કંઈ વાંધો નહીં. હું છું, હું તારી મા છું. આપણે એવા લોકોની કંઈ જરૂર નથી." કેસીની આવી વાતથી મીરા ચીડાઈ જાય છે અને કહે છે, "મમ્મી, તમે થોડીક વાર માટે એકલી છોડી દો, પ્લીઝ."

​પ્રેમીલાબેન નજીક આવી અને મીરાને ઊભી કરે છે. નીતા તેના પર્સમાંથી રૂમાલ કાઢીને મીરાના હાથમાં આપે છે. પ્રેમીલાબેન કહે છે, "જે થયું તે બહુ ખોટું થયું. તું ચિંતા કરીશ નહીં. આજ સંબંધ બગાડ્યા છે તો કાલે સુધરી પણ જશે. તું કોશિશ કરતી રહેજે, તારી મોમ એક દિવસ માની જશે."

​"બેટા, ચાલ હવે અંદર. મયુરી માટે થઈને થોડીક તારે હિંમત રાખવી પડશે. એ લોકો આવતા જ હશે."

​મીરા કહે છે, "તમે લોકો અંદર જાઓ, હું આવું જ છું. મને થોડી ખુલ્લી હવાની જરૂર છે, ગભરામણ થઈ રહી છે."

​નીતા કહે છે, "મોમ, તમે લોકો અંદર જાઓ, હું મીરા પાસે છું." નીતા મીરાને ઘરની અંદરના ગાર્ડનમાં ખુરશી ઉપર બેસાડે છે. મીરાથી શ્વાસ લેવાતો નથી, તેને ગભરામણ થઈ રહી હતી.

​એટલી વારમાં માનવ, નીતા અને મીરા પાસે આવી પહોંચે છે. માનવ કહે છે, "મીરા, તું ઠીક છે?"

​"મયુરીને લઈને ઓલા લોકો આવી ગયા છે. એ લોકો અંદર આવી રહ્યા છે. તું જરા અંદર જઈને વ્યવસ્થિત ઠીક થઈ જા. હું તેમને લઈ આવું છું."

​પછી મીરા અને નીતા ઘરની અંદર જતી રહે છે. આ બાજુ માનવ મયુરી અને મેડમને લઈને ઘરની અંદર દાખલ થાય છે. મેડમ મયુરીનો રૂમ અને આખું ઘર ચેક કરે છે. એક પણ વસ્તુની કમી હોતી નથી. મેડમને બધું બરોબર લાગે છે.

​પછી બધા મળીને જમવા બેસે છે. બધા ડાઈનિંગ ટેબલ ઉપર બેઠા હોય છે, એટલી વારમાં મીરાના પિતા નશામાં ધુત ઘરની અંદર દાખલ થાય છે. તેની સાથે એક માણસ હોય છે. તે કહે છે, "માનવભાઈ, તમારા સસરા ગટરમાં પડી ગયા હતા અને કોઈ બીજા ભાઈ સાથે ઝઘડો કરી રહ્યા હતા. આ તો હું તેમને ઓળખી ગયો એટલે તમારા ઘર સુધી મૂકવા આવ્યો." ઇન્સ્પેક્શન કરવાવાળા બેન મીરાના પિતાને જોઈને કહે છે, "મીરા, મારે હવે નિર્ણય વિચારીને લેવો પડશે. આવા માહોલમાં હું મયુરીને ન મોકલી શકું." મીરા મેડમ પાસે હાથ જોડીને કરગરે છે, "પ્લીઝ મેડમ, મને એક ચાન્સ આપો. હું બધું બરાબર કરી દઈશ. હું મારા પપ્પાને આ ઘરમાં નહીં રાખું. તેમને જુદા ઘરમાં રાખીશ. પ્લીઝ મેડમ." પણ મેડમ માનતા નથી. માનવ મેડમને હાથ જોડીને વિનંતી કરે છે, "પ્લીઝ મેડમ, મયુરીને એક મા-બાપ મળી જશે. તમે જેમ કહેશો તેમ નિયમોનું અમે પાલન કરશું. પ્લીઝ મેડમ."

​મયુરી મીરા અને માનવને વળગીને કહે છે, "મારે પાછું ત્યાં નથી જવું, પ્લીઝ મને રોકી લો, પ્લીઝ..." અને રડવા લાગે છે.

​મેડમ ત્યારે તો ત્યાંથી મયુરીને લઈને ચાલ્યા જાય છે અને મીરાને નિરાંતે ફોન ઉપર વાત કરવાનું કહે છે.

​મીરા બધો ગુસ્સો તેના પપ્પા ઉપર ઉતારે છે અને કહે છે, "તમે મારી તો જિંદગી બગાડી છે, પણ આ છોકરીની જિંદગી તમે બગાડી નાખી. તમે ક્યારે સુધરશો? મને નથી લાગતું તમે આ જિંદગીમાં સુધરો. તમારા માટે થઈને મેં મારું ઘર છોડ્યું, આ વસ્તીમાં આવીને રહી, તમને બધી સારી સુવિધાઓ અપાવી, પણ તમે તેના લાયક નથી."

​એમ કહીને મીરા ઉપરની તરફ તેના રૂમમાં જતી રહે છે.

​શારદાબેન અને પ્રેમીલાબેન કેસીને કહે છે, "તારા વરને ન સાચવી શકી."

​કેસીને ગુસ્સો આવે છે અને તે મીરાના પપ્પાને પકડીને તેના રૂમમાં લઈ જાય છે અને તેને ખૂબ ખરી-ખોટી સંભળાવે છે. પણ મીરાના પપ્પા નશામાં હોવાથી તે કંઈ જ સમજતા નથી અને તે પલંગ ઉપર પડીને સૂઈ જાય છે. કેસી એક ખૂણામાં રોતી રહે છે.

​નીતા કહે છે, "મમ્મી, આપણે પાછા કાલે આવશું, અત્યારે આપણે અહીંયાથી જવું જોઈએ." પ્રેમીલાબેન કહે છે, "ઠીક છે, શારદાબેન, હું તમને સાંજે મળવા આવીશ."

​માનવની બંને બહેનો ટેબલ ઉપરથી બધું સાફ કરી અને રસોડામાં કામે લાગી જાય છે અને અંદરોઅંદર વાતો કરે છે, "મીરાના પપ્પાએ બધું બગાડી નાખ્યું."

​માનવની મોટી બહેન મનમાં બોલે છે, "હવે તો મને નથી લાગતું મયુરીની કસ્ટડી માનવને મળે. મારા દીકરા જેવા ભાઈને આ લોકો બધા મળીને દુઃખ દે છે."

​"હું તો પહેલેથી જ ના પાડતી હતી કે આ હાઈ-ફાઈ ઘરની છોકરી આપણા ઘરમાં ન સમાય, અને ઉપરથી તેના મા-બાપને પણ સાચવવા..."

​(હવે આગળ શું થશે? શું મીરાને મયુરીની કસ્ટડી મળશે? શું મીરા સાથે વિજયાબેનના સંબંધ સુધરશે?)