AnokhiSafar - Amavasyathi Purnima Sudhi... - 16 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -16

Featured Books
Categories
Share

અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -16

સોહમ ભૈરવી અને ધનુષને બાર રૂમમાં એન્જોય કરો કહી ત્યાંથી નીકળી ગયો ..સોહમને જતો ભૈરવી
જોઈ રહી હતી એણે ધનુષને પણ કહ્યું“ ધનુ આ છોકરો અને પેલી છોકરી સાવીની જોડી જામે ખરી..બેઉ એકમેકને લાયક છે વળી તારો મિત્ર થોડો ઈમોશનલ છે…એને હું જેટલીવાર મળી છું મને દરેક મુલાકાતે કંઈક જુદોજ લાગ્યો છે..એ ધરતી પર નહીં પણ હવા સાથે વાત કરતો હોય લાગણી અને પ્રેમની જ વાતો કરતો હોય..કોઈની કાયમ શોધમાં હોય એવું લાગ્યું છે અને આજે આ છોકરીને એણે જોઈ એના હાવભાવ બદલાઈ ગયા..જાણે એને એની મંઝિલ મળી ગઈ હોય એવું લાગ્યું..છોકરીને જોતાજ એણે કેવી સરસ ગઝલ ગાઈ..એના શબ્દો..એમાં રહેલ ઈમોશન કંઈક અલગજ હતા..એ જાણે.. એ છોકરીને ઓળખતોજ હતો બસ પાછી મળી ગઈ
હોય… પહેલી મુલાકાતમાંજ શબ્દો સાથે કેટલી લાગણી હતી ..ભાવ હતો કહેવું પડે..પ્રેમ આવોજ હોય”

ધનુષ ભૈરવીને શાંતિથી સાંભળી રહેલો..એ એકપછી એક પેગ પુરા કરી રહેલો..ભૈરવીને પ્રેમના નશા
સાથે બોલ્યો..” આ છોકરો સોહમ મને અકસ્માતે ભટકાયેલો…ઓળખાણ થઇ ખાસ મિત્ર થઇ ગયો ખુબ હુંશિયાર અને મહેનતુ છે..સંસ્કારી સારો છોકરો છે..મુંબઇનો ...વિલેપાર્લેનો છે..એ લોકોના કોઈ ઋણ …ઋણ ….શું શબ્દ છે યાર.. ભૈરવીએ કહ્યું“ ઋણાનુબંધ… ધનુષ્ય કહ્યું “હા હા ઋણાનુબંધ એ લોકોના હશે તો ફરી મળશે અને એક થશે નહિ તર.પણ ભૈરવી તારી આઈ સાથે વાત કરી? શું કીધું? અને તારી બહેન માહીનું શું થયું? પેલો પ્રમોદ કદમ
હજી હેરાન કરે છે? સરોજ તાઇને આ ઉંમરે કેવા દિવસ જોવાના આવ્યા છે? એ કદમને કારણે તાઈ આઈ મીન તારી આઈ આપણને કશું કહેતી નથી..” ધનુષ એકદમ સોહમ પરથી એમની વાત પર આવી ગયો.

ભૈરવી કહે“ મેં હજી આઈને ફાઇનલ નથી કીધું..પણ તારી વાત કરી ત્યારે વિરોધ નહોતો કર્યો એ
સ્વીકારશેજ પણ માંહિનો કેસ બગડ્યો એમાં…એ દૂધની દાઝેલી ચા ફૂંકી ફૂંકીને પીએ છે પણ કાલે હું
વીડિયોકોલ કરી તારી.. આઈ સાથે વાત કરાવી લઈશ.તારા જેવો જમાઈ આઈને ક્યાંથી મળવાનો? “ ધનુષે હસીને કહ્યું “ સરોજતાઇને હું મારી આઈ જેવી જ સમજુછું..માંહિ ને પૂછી લે એને અહીં આવવું હોય પેલા હલકાને છોડી દે અહીં હું કંઈક જુગાડ કરુ.”
ભૈરવી થોડી ગંભીર થઇ ગઈ પછી બોલી “ માંહીં ખુબ સહન કરે છે..હવે હદ થઇ ગઈ છે પ્રમોદ દારૂડિયો
બની ગયો છે ના કમાવાનું.. ના ઘરે આવવાનું બસ પીધા કરે છે અને…માંહિનો કોઈ સાથે સોદો કરેલો.. સાલો ઘાટી …માહીએ પોતાની જાત કેવી રીતે બચાવી. મને કહે ભૈરવી…. હું હવે હારી ગઈ છું પ્રમોદને છોડી આઈ પાસે આવી ગઈ છું એની સાથે નહીં રહેવાય એ પિશાચ હલકટાઇનાં છેલ્લે પાટલે બેઠો છે..મારી જાત બચાવવા મારે જીવ આપવો પડશે પણ પ્રમોદને ફર્ક નહીં પડે. એ પુનામાં ગોરખધંધા માટે કુખ્યાત છે.”
“ ભૈરવી તું બચી ગઈ છે…તું અહીં આવી એનાં માટે તારે કેવા કેવા પાપડ બેલયા?” ભૈરવીએ કહ્યું“ છે
તે હુંજ જાણું છું એમાં તું મને મળી..” ઘણું એ કશું યાદ ના કર એક બિહામણા સ્વપ્નને છિનાળું હોય એમ ભૂલવા માંગુ છું ..એ યાદ આવતાજ થથરી જાઉં છું.તે મને જોબ ના અપાવી હોત ..તારી સાથે ના રાખી હોત તો મારું શું થાત આ અજાણ્યા દેશમાં? “ ધનુષે કહ્યું“ મારું મન જાણે છે હું અહીં કેવી રીતે આવ્યો.. કેટલું સ્ટ્રગલ કર્યું..બાપ્પાની કૃપાથી બચ્યો અહીં સેટ થયો.. એના માટે કેવા કેવા કામ કાર્ય કેવા ઊંધા ધંધા કર્યા ..ક્યારેય સીધી આંગળીએ ઘી નથી નીકળ્યું કાયમ આંગળી મારે ટેઢી કરવી પડી છે મને કશા ખોટા કામનો છોછ પણ નથી રહ્યો..તું મળી પછી હું થોડો બદલાયો.. કોઈ મારું છે એવો એહસાસ થયો..કાયમ બધાએ મારો ઉપયોગજ કર્યો છે પણ હું અહીં આવતા કોઈપણ ને મદદ કરવા તૈયાર હોઉં છું..મને જશ કે પૈસા મળે કે ના મળે મને કોઈ અગમ્ય સંતોષ થાય છે..પણ હવે આટલા વર્ષે તારા મળ્યા પછી લગ્ન કરી ઠરીઠામ થવું છે..

ભૈરવી એ ધનુષનો હાથ પકડી લીધો એની નજીક ખસી અને એને પ્રેમથી ચૂમી લીધો..હું તૈયારજ છું તને
સમર્પિત થવા..તું કેટલો બધાનો મદદગાર છે મારી તો જિંદગી બનાવી મને બચાવી લીધી નહિતર મારું શું થાત?

આઈને હું સમજાવી લઈશ આપણા લગ્ન બને એટલા જલ્દી કરી લઈશ.. હું આઈ સાથે આજેજ વાત
કરીશ ઘરે જઈને..આમ તો હું તને તન મન જીવથી સંપૂર્ણ સમર્પિત થઇજ ચુકી છું બસ એક થપ્પોજ મારવાનો છે બાકી તે તો મને…સંપૂર્ણ જોઈ..તપાસી ભોગવી લીધી છે.” .એમ કહી હસવા લાગી..ધનુષ ભૈરવીને લુચ્ચી આંખથી જોઈ રહ્યો બોલ્યો “ એય લુચ્ચી આજે તો હું તને..ખુબ લુંટવાનો છું લુંટાવાનો છું..એમ કહી ભૈરવીને બાહોમાં ભરી લીધી એના હોઠ પર હોઠ મૂકી ચૂમી રહેલો..ત્યાં કોઈ એના ટેબલ નજીક આવ્યું….
ધનુષ અને ભૈરવી એકમેકમાં પરોવાયેલા તનથી તન ભીંસી પ્રેમ કરી રહેલા..આવનાર થોડીવાર ઉભો
રહ્યો પછી બાજુની ખુરસી ખેંચી એમની નજીક બેસી ગયો..ટેબલ પર પડેલી વાઈન પીવા લાગ્યો..શાંતિથી
એલોકોને પ્રેમ કરતા જોઈ હસી રહેલો…ત્યાં ભૈરવીએ એને જોયો એ એકદમ ધનુષથી અલગ થઇ…પેલાએ કહ્યું “ ભાભી કેરી ઓન …હું રાહ જોઉં છું” એમ કહી હસ્યો..ધનુષે એને જોઈ કહ્યું “સાલા હરામી કબાબ મે હડ્ડી..હમણાંજ આવવાનું હતું? “ પેલાએ કહ્યું“ ભાઈ તેજ બોલાવેલો..હું સમજ્યો પાર્ટી આપે છે પણ.. તું તારી પાર્ટી કરી રહ્યો છે કઈ નહિ તુંએન્જોય કર પછી મળીશું..પણ તારે….”
ધનુષે કહ્યું“ ઉભો રહે તું એમ ફરી હાથમાં નહીં આવે..મારી જાન એટલી સંમોહક છે હું ભાન ભુલ્યો એમ કહી ભૈરવી સામે આંખ મારી બોલ્યો “ મનોજ મારા ખાસ મિત્ર સોહમ માટે કામ હતું.બેસ હું તારા માટે મસ્ત નવી બ્રાન્ડ મંગાવું છું..” એમ કહી બેરાને બોલાવ્યો…

વધુ આવતા અંકે. પ્રકરણ-17 અનોખી સફર..