Aekant - 41 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 41

Featured Books
Categories
Share

એકાંત - 41

આઠ કપલ્સનું ગ્રુપ ચારુ મેડમે બનાવી દીધું હતું. સૌ સ્ટુડન્ટ્સ એનાં પાર્ટનર સાથે ડાન્સ કરી રહ્યાં હતાં. પ્રવિણ અને કાજલ દરેકને ડાન્સ કરતાં જોઈ રહ્યાં હતાં, કારણ કે તેઓ બન્નેમાંથી કોઈને પણ ડાન્સનો ડી પણ આવડતો ન હતો. તેઓ ચારુ મેડમનાં આવવાની રાહ જોઈ રહ્યાં હતાં.

ગીતા કુલદીપને ડાન્સ શીખવી રહી હતી, ત્યાં જ ડાન્સ કરતા કુલદીપ ભોંય પર પડી ગયો. કુલદીપને પડતાં જોઈને બાકીનાં સ્ટુડન્ટ્સ હસવાં લાગ્યાં.

કાજલને પણ કુલદીપને જોઈને હસવું આવી ગયું. પ્રવિણ કાજલને હસતાં જોઈને ખુદ હસવાં લાગ્યો અને મનોમન વિચારવા લાગ્યો : "હે સોમનાથ દાદા, કોઇ સુંદર યુવતી હસતી હોય તો શું ખરેખર આટલી સુંદર લાગતી હશે કે મારી નજરનો કોઈ ધોખો છે !"

"ત્યાં દૂર ઊભો ઊભો શું હસી રહ્યો છે ? તારો દોસ્ત પડી ગયો. એને બેઠા કરવાની જગ્યાએ હસી રહ્યો છે." કુલદીપે પ્રવિણ સામે જોઈને કહ્યું.

"સોરિ સોરિ યાર." પ્રવિણ કુલદીપ પાસે જઈને એનો હાથ પકડીને ઊભો કર્યૉ.

"તારો તો આ સુંદર ગર્લ્સની સામે પોપટ થઈ ગયો. આવડતું ન હોય તો આવાં સાહસ કરવાની જરૂર શું હતી ? બહુ બડાઈ ઝીકતો હતો કે પ્રોગ્રામમાં પાર્ટ લઈને ક્ષણને યાદગાર બનાવી દેવી છે. જો પહેલે દિવસે જ તે તારી આ ક્ષણને યદગાર બનાવી દીધી." પ્રવિણે હળવેકથી કુલદીપના કાનમાં વાત કરીને હસવા લાગ્યો.

"તું પ્રવિણ્યા, મારો દોસ્ત છે કે દુશ્મન. અહીં બધા વચ્ચે પડી જવાથી મારી આબરુ નિલામ થતાં બચી અને તને મસ્તી સુઝે છે. મેં હિમ્મત તો કરી મારાં પાર્ટનર સાથે ડાન્સ કરવાની. તારી તો તારાં પાર્ટનરનો હાથ પકડવાની હિમ્મત થતી નથી."

કુલદીપ પ્રવિણ સાથે હળવેકથી વાતો કરી રહ્યો હતો. પ્રવિણ આગળ કુલદીપને કશું બોલે એ પહેલાં ચારુ મેડમ ગ્રુપ પાસે આવી ગયાં.

ચારુ મેડમે દરેક સ્ટુડન્ટ્સને એમનાં પાર્ટનર સાથે ઊભા રાખી દીધાં. કેસેટ ચાલું કરવામાં આવી. સોન્ગનો અંતરા ચાલું થયો.

"એ વતન એ વતન હમકો તેરી કસમ, 
તેરી રાહોમેં જાન તક લુંટા જાયેંગે.
ફૂલ ક્યા ચીજ હૈ, તેરે કદમો પે હમ,
ભેટ અપની શિરો કી ચડા જાયેંગે."

સોન્ગનાં શબ્દોને ઝીલતાં ચારુ મેડમે એમનાં હાથનાં એક્શનથી સ્ટેપ ચાલું કરી દીધાં. બીજાં સ્ટુડન્ટ્સ એમનું અનુસરણ કરવાં લાગ્યાં. કાજલ અને પ્રવિણે હજું પ્રેકટીસ ચાલું કરી હતી નહીં. પ્રવિણ કાજલ સામે જોવાં લાગ્યો.

"તમે આ બધાં સામે ના જુઓ. મારી સામે જુઓ આપણે ડાન્સ કરવાનું ચાલું નહીં કરીએ તો આપણને મૂર્ખોનાં સરદાર માનવાં લાગશે. એ એવું નહીં વિચારે કે આપણે એકબીજાં સાથે અનકમ્ફર્ટેબલ ફીલ કરીએ છીએ. ઉલ્ટાનું એ લોકોને એમ થશે કે આપણે બુધ્ધિનાં બારદાન છીએ કે આવાં સહેલાં સ્ટેપ કરી શકતાં નથી. મેડમનું ધ્યાન આપણાં પર જાય અને કાંઈ બોલે એ પહેલાં આપણે ડાન્સ કરવાનું ચાલું કરી દેવું જોઈએ."

પ્રવિણે કરેલી વાત કાજલનાં મનમાં ઊતરી ગઈ. એણે હકારમાં માથુ હલાવ્યું અને પ્રવિણ સાથે ડાન્સ કરવાનું ચાલું કરી દીધું.

પ્રેકટીસનો પહેલો દિવસ હતો. પ્રવિણ અને કાજલ બન્ને એકબીજાંથી અપરિચિત હતાં. ડાન્સનાં સ્ટેપ ચાલું થયાં એ સાથે બન્નેનાં હૃદયનાં ધબકારાં વધવાં લાગ્યાં. વધુ બોલનાર પ્રવિણ કાજલનો હાથ પકડીને નિ:શબ્દ થઈને ચારુ મેડમે સુચવેલ અનુસાર સ્ટેપ કરવાની ટ્રાઈ કરવાં લાગ્યો.

પહેલો દિવસ હતો એટલે બન્નેને ખૂબ તકલીફ પડી. ધીરે ધીરે દિવસો વિતવાં લાગ્યાં. પ્રવિણે એની વાતોથી કાજલને ટેન્શન ફ્રી કરવામાં કામિયાબ થવાં લાગ્યો.

કાજલને છોકરાઓની નજીક જવાથી તકલીફ હતી. એ કાજલ હવે ડેયલિ એનાં ડાન્સ કલાસ શરુ થાય, એની રાહ જોયાં કરતી. પ્રવિણ મધુરભાષી હોવાથી એણે કાજલની સાથે ગીતાથી પણ સારી મૈત્રી કરી લીધી હતી. રિસેસનાં સમયે પ્રવિણ, કાજલ, ગીતા, કુલદીપ અને એ લોકોની સાથે ભુપત પણ એમના પ્રેકટીસમાં સાથ આપવાં લાગ્યો. સૌથી વધુ ડાન્સની પ્રેકટીસ ગીતાને આવડતી હતી. ગીતા અને કાજલ પ્રવિણની દોસ્તીનાં ગ્રુપમાં સામેલ થઈ ગયાં હતાં.

બોય્ઝનું ત્રણ લોકોનું ગ્રુપ હવે પાંચ વ્યક્તિઓનું બની ગયું હતું. દરેક વ્યક્તિઓ નિ:સંકોચપણે એકબીજાં સાથે વાતો કરવાં લાગ્યાં હતાં. પ્રવિણ મનોમન કાજલને પસંદ કરવાં લાગ્યો હતો પણ એનું પૂરું ફોકસ એનાં કરિયર પર હતું. એ સાથે એ એક ડર પણ હતો કે જો એ એનાં મનની વાત કાજલને કહી દેશે તો એમની દોસ્તી પણ તુટી શકે એવી ભ્રાંતિ હતી.

સ્વાતંત્ર્ય દિનને ત્રણ દિવસની વાર હતી. ચારુ મેડમને આઠ જોડીથી બનેલાં ગ્રુપથી પસંદ દેખાઈ રહ્યાં હતાં. એનું મેઈન કારણ એ હતું કે ચારુ મેડમે ધાર્યું એનાં કરતાં બેસ્ટ એમનાં સ્ટુડન્ટ્સે ડાન્સ કરીને બતાવ્યો હતો.

એક એક સ્ટેપ દરેક કપલ્સ કોઈપણ ભૂલ કર્યા વગર કરીને બતાવતાં હતાં. હવે તો ત્રણ દિવસ ચારુ મેડમને રિહસલ કરવાનાં હતાં.

સોન્ગને રિપિટ કરીને દરેક સ્ટુડન્ટ્સ ચારુ મેડમે શીખવેલ ડાન્સ પર રિહસલ કરવાં લાગ્યાં. રિહસલનાં સમયે કાજલ અને પ્રવિણની વાતો પણ ચાલું રહેતી હતી. 

"હવે તો બસ આ ત્રણ દિવસ છે. એ પછી હું સ્ટડિ પર સરખું ધ્યાન આપી શકીશ."

કાજલ ખુશ થતાં પ્રવિણને કહેતી અને પ્રવિણને એની વાતો જરાય પસંદ આવતી નહીં. જેમ સ્વાતંત્ર્ય દિન નજીક અવતો તેમ પ્રવિણને કાજલથી દૂર થવાનું દર્દ વધતું જતું હતું. નાછુટકે એ એનાં દર્દને પોતાનાં હૃદયમાં સંઘરીને રાખતો હતો.

ડાન્સ પ્રેકટીસ પૂરી થઈ. કોલેજનો છુટવાનો સમય થઈ ગયો. પ્રવિણ, કુલદીપ અને ભુપત એ લોકો કાજલ અને ગીતાને ગુડ બાય કહીને એમનાં ઘરે જવાં નીકળી પડ્યાં. એ સમયે એ ત્રણેય દોસ્ત પાસે સાયકલ ના હોવાથી તેઓ ચાલીને એમનાં ઘર તરફ વાતો કરતાં નીકળી ગયા.

"હવે તો આ સ્વાતંત્ર્ય દિન જલ્દી આવે તો સારું. તમારાં બન્ને વગર ક્લાસમાં એક કલાક પણ મન લાગતુ નથી." નિરાશ થતાં ભુપતે કહ્યું.

"આવી વાતો ના કર. હું તો કહું છું હજી એક વર્ષ સુધી આ સ્વાતંત્ર્ય દિન ના આવે." કુલદીપે ભુપતની વાતને અવગણી.

"હા યાર, કુલદીપ્યાની વાત સાચી છે." પ્રવિણે આકાશ તરફ જોતા કહ્યું.

"આ તમને બન્નેને થઈ શું ગયું છે ? આ કુલદીપનું તો મને સમજાય છે. એને ભણવામાં ઓછો રસ છે પણ આ કુલદીપે તને આટલો બધો બગાડી દીધો કે તમને બન્નેને ડાન્સ સિવાય કાંઈ બીજું યાદ નથી આવતુ." ભુપતે ઊભા રહેતા કહ્યું.

"એ તું નહિ સમજે." પ્રવિણ અને કુલદીપ બન્ને એક સાથે બોલ્યા.

ભુપત તો પ્રવિણ અને કુલદીપની સામે આશ્ચર્યથી જોવા લાગ્યો. એને કોઈ અંદાજો ન હતો કે આ બન્નેએ એક સાથે આવું કેમ બોલ્યા હશે ?

બોલતા બોલાય ગયું પછી કુલદીપ અને પ્રવિણ એકબીજા સામે જોવા લાગ્યાં.

"હું જે વિચારુ છું, શું એ તું પણ વિચારે છે. પ્રવિણ્યા ?"

"મને શું ખબર કે તું શું વિચારે છે ?" પ્રવિણે કશું ના જાણતો હોય એવો ડોળ કર્યો.

"ઓય તું એટલો પણ ભોળો નથી કે જેટલો અમે તને સમજીએ છીએ. સાચું બોલ તને એક મહિનાની અંદર કાજલથી ઈલ્લુ ઈલ્લુ થઈ ગયું છે ?"કુલદીપે પ્રવિણ સામે પોલ ખોલી.

"હા તો મને પણ ખબર છે કે તું આ પ્રોગ્રામ એક વર્ષ સુધી ચાલે એવું કેમ કહી રહ્યો છે ? તું પણ પેલી ગીતાડી સાથે તારું જોડાણ કરી દીધું."

ભુપતને તો પ્રવિણ અને કુલદીપ શું વાતો કરી રહ્યા હતા ? એ બધી વાતો એના મગજની ઉપર જઈ રહ્યું હતું. એ તો હજી બાવો બનીને બધું સાંભળી રહ્યો હતો.

"એ તો એક મહિનાની અંદર કોઈ છોકરીની સાથે રહીએ તો આકર્ષણ થવાનું છે. આ આકર્ષણ પ્રેમમાં બદલતાં વાર નથી લાગતી. મેં એ ગીતાની નજીક જઈને જાણ્યું પણ હજી મેં મારાં મનની વાત એને કહી નથી. આ વાત પહેલાં મારાં નરાધમોને બતાવવી હતી અને પછી હું એને મારી ફીલીંગ કહેવાનો હતો." કુલદીપે એનો ગીતા માટેનો પ્રેમ જાહેર કર્યો.

"તું કુલદીપ, ત્યાં પ્રોગ્રામમાં પાર્ટ લેવા માટે ગયો હતો કે તારું સેટીંગ ગીતા સાથે કરવાં ગયો હતો ?"ભુપતને કુલદીપની વાત જાણીને નવાઈ લાગી.

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"