AnokhiSafar - Amavasyathi Purnima Sudhi... - 12 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -12

Featured Books
Categories
Share

અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -12

સાવીને મનમાં આજે આનંદ આવી રહેલો..પહેલા મનમાં નક્કી કરેલુંકે મારી વર્ષગાંઠ છે આજે કોઈને
અહીં નહીં કહું..સારા જોબ પરથી આવી એ પહેલાંજ એણે પોતાના ઘરે માં પાપા , કામિની ,શોભા આંટી અને તર્પણ અંકલ સાથે વાત થઇ ગઈ હતી એમના આશીર્વાદ લીધેલાં..એની ખાસ મિત્ર કામિની સાથે વાત થઇ ગઈ હતી..પછી જોબ પર નીકળી હતી..કામિની સાથેતો બે વાર વાત થઇ હતી.. કામિનીએ બીજી વારના ફોનમાં જૂનું જૂનું યાદ કરેલું. એને રસ પડેલો પણ ઓફિસનો સમય થઇ ગયેલો એને રોકવી પડેલી પછી તો બસમાં ગંદો અનુભવ થયો એનો વાત કરવાનો મૂડજ જતો રહેલો..અને પછી સારા સાંજે ઓફિસે નીચે આવી… એની સાથે
એ ફ્રેશ થઇ ગઈ..વળી અજાયબ બધુંબની ગયેલું…
સારાએ લિકર ઓર્ડર સોહમને પૂછીને આપ્યો…પોતે રેડ વાઈન.સોહમે બિયર ..સાવીએ સ્પષ્ટ ના પાડી.. સારાએ કહ્યું “ સાવી શું વિચારોમાં છે ક્યારની ? મને જવાબ આપે છે પણ તારું મન બીજે ક્યાંક છે અને તે
મને સવારથી કીધુંજ નહીં તારી બર્થડે છે કેમ ? હું મસ્ત ગ્રાન્ડ પ્રોગ્રામ બનાવત ને…” સાવીએ કહ્યું
“હું ઉઠી તૈયાર થઇ આવી ત્યારે તું ઘરે આવી ગયેલી પણ ઘસઘસાટ ઊંઘી રહી હતી..હું નીકળી ગયેલી ક્યારે કહું? પણ માંપાપા વગેરે સાથે વાત થઇ ગયેલી.. પછી તો તું મળી..ના પ્લાન કર્યો તોય બધું ગ્રાન્ડ સેલિબ્રેશનજ થઇ ગયું..”પછી સોહમની સામે જોઈ બોલી “ બાકી હતું સોહમે ઉજવી દીધું.. અને હવે અહીં…”સારા સાવી સામે જોઈ હસી બોલી “ એ બધી સાચી વાત પણ તે બધા સાથે વાત કરી લીધી સવારે પણ આ “વગેરે”..કોણ ? “ સારાનાં પ્રશ્નમાં સોહમને પણ રસ પડ્યો..એ જવાબ સાંભળવા અધીરો થયો.. ના જાણે કેમ એને સાવીમાં રસ પડવા માંડેલો.. સાવીએ કહ્યું “અરેભાઈ કશું કોઈ સ્પેશીઅલ વાત નથી.. મમ્મી પાપા મારા ખાસ શોભા આંટી તપન અંકલ સાથે અને મારી ખાસ ફ્રેન્ડ કામિની..બસ બીજું કોઈ નહીં …એ પછી વિશ કરવામાં તમે બે છો અને મારી બર્થડે ઉજવવામાં પણ તમે બેજ.”.એમ કહી એની નજર સોહમ પર પડી..

સારા તરતજ બોલી પડી “ વાહ સાવી આ પહેલા તારી બર્થડે પર કોલેજમાં…આજે સોહમે ગાઈ એજ
ગઝલ તારા માટે કોઈ બીજાએ ગાઈ હતી.. અને કોઇ
સ્ટુડન્ટ તો જો આજે પણ તારી બર્થડે પર એજ ગઝલ કોઈ અજાણ્યાએ તને જોઈને ગાઈ..આતો કૈક અગમ્ય જ છેવાહ…આવું પણ થાય.. સાવી સારાને સાંભળી રહી પછી સોહમ તરફ જોયું અને ફરી થેંક્યુ બોલી.. સોહમને મનમાં પ્રશ્ન થયો એ તરત પૂછી લીધો..” ઓહ સાવી કેવું.. નમાની શકાય એવું અલૌકિક પણ થાય.. હું જાણી શકું એ કોણે ગાયેલી ગઝલ ? મિત્ર હશે ખાસ..આગ્રહ નથી જવાબ આપવો હોય તોજ આપજો “ પછી એણે સાવી સામે જોયા કર્યું.
સાવીએ સારા સામે જોયું..એને આ સારાએ એનું અંગત બધું કીધેલું અને સોહમનો પ્રશ્ન પણ ગમ્યો
નહોતો..છતાં કંઈક વિચારી સોહમની નજરમાં નજર પરોવી કીધું..” હાં મારી કોલેજનોજ એક વર્ષ સિનિયર
છોકરો હતો..પવન…પવન મલ્હોત્રા..અમારે કોઈ ફ્રેન્ડશીપ કે કોઈ સબંધજ નહોતો છતાં મારી બર્થડેનાં દિવસે કોલેજ કેન્ટીનમાં એણે મને જોઈ મારી આંખમાં આંખ પરોવી આજ ગઝલ ગાઈ હતી..ખુબ સરસ ગાઈ હતી..તમારી જેમજ..આપણે પણ કોઈ સબંધ ફ્રેન્ડશીપ નથીને..?? છતાં તમે એક અજાણી છોકરીને જોઈ આ ગઝલ ગાઈ એપણ નજરથી નજર મેળવીને..એ પણ સાવ અજાણ્યોજ હતો..મને નથી ખબર મારી સાથેજ કેમ એવું થાય છે…પાછળથી મને ખબર પડી કે એ છોકરો મને એક તરફી ચાહતો હશે હું બેડમીંગટન રમતી.. ત્યાં આવતો..કોઈ રીતે મારી બર્થડેટ જાણી લીધી હશે..એ દિ વસેપછી એ મારી પાછળ દોડી આવેલો માત્ર એટલું પૂછેલું ગઝલ ગમી? હેપિ ..બર્થડે…પછી નથી મળ્યો..નથી જોયો..અલોપ થઇ ગયો..મને જાણવા મળેલું કે એ કોલેજ છોડીનેજ ગયો કોઈ ફેમિલી કારણસર…” સાવીએ ટૂંકમાં ઘણું કહી દીધું..

સોહમ ખુબ ધ્યાનથી સાંભળી રહેલો..બોલ્યો” ઓહ..ઓકે મને પણ ખબર નહીં શું થયું બારરૂમમાં
આવ્યો ધનુષભાઈ સાથે..તમારી સાથે નજર મળી..મને શું થયું દિલનાં શબ્દો હોઠ પર આવી ગયા..તમારામા
ખોવાઈ મેં ગઝલ ગાઈ નાખી..મારા માટે પણ આશ્ચ્રર્ય હતું.આ છોકરીને હું ઓળખતો નથી અને મારુ દિલ ખેંચાય છે કેમ? સોર્રી ..પણ સાચું કહું છું તમે નીકળી ગયા પછી હું પણ ધનુષભાઈને સોરી કહી નીકળી ગયેલો..એલોકોને પણ મારે પ્રાયવસી આપવી હતી..હું મારી જૂની વાતો યાદો સાથે દરિયે ટહેલતો હતો..પછી અંધારું થયું મને થયું ઇન્ડિયન રેસ્ટોરાંમાં જમી રૂમ પર જાઉં અને ફરી તમે લોકો મળ્યા..ફરી કડી જોડાઈ ગઈ…”

સારાએ કહ્યું “ સારું થયું સોહમ..બધી ચોખવટ અને ઓળખાણ પાક્કી થવાની હશે એટલે..” એમ કહી સાવી સામે જોઈ આંખ મારી હસી અને આવી ગયેલા વાઈનની ચુસ્કી લીધી..સોહમે સારાએ સાવીને કરેલો ઈશારો જોયો હસી ચૂપ રહ્યો..સાવીએ લંબાણ પૂર્વક  જે કીધું એ જાણી સોહમે કહ્યું“ સાવી મને એવું લાગે…પછી થોડીવાર ચૂપ રહ્યો પછી બોલ્યો..કુદરત..ડેસ્ટીની કશુંક રાંધી રહી છે કંઈક બનવાનું બની રહ્યું છે“ એમ કહી એકસાથે બીયરનો આખો લાર્જ ગ્લાસ પીને ખાલી કર્યો ..

સારાએ હસીને કહ્યું “ કેમ એકી સાથે…શું થયું સોહમ ?” સોહમે સાવી સામે જોઈ કહ્યું “કશું નહીં ઓલ
વેલ..જીવનની આ અનોખી સફર ઘણીવાર નથી સમજાતી..ક્યાં સાથી ક્યાં પગલામાં પગલાં પાડનાર બદલાઈ જાય માત્ર યાદોજ રહી જાય..પણ નવી શરૂઆત ના સમજાય એવી હોય..એનું નામ ડેસ્ટીની..”

વધુ આવતા અંકે.પ્રકરણ-13 અનોખી સફર..