સોહમે ગીત પૂરું કર્યું અને એણે સાવી સામે જોયું.. સાવીતો ગીત પૂરું થયું તરતજ બહાર દોડી ગયેલી .. એની પાછળ પાછળ સારા કાઉન્ટર પર પૈસા ચૂકવી નીકળી ગઈ. સોહમને ખુબ નવાઈ લાગી એ અવાચક થઇ ઉભો રહેલો એણે ધનુષ અને ભૈરવી સામે જોયું.. ધનુષ જાણે સમજી ગયો હોય એમ માહોલ બદલવા ઉભો થયો સોહમને વળગી બોલ્યો “વાહ સોહમ દોસ્ત.. તે મહેફિલ સજાવી દીધી જોરદાર..” બાર્ રૂમમાં બીજા ઇન્ડિયન્સે પણ સોહમને બિરદાવ્યો.. સોહમે ધનુષને કહ્યું“ હું એ છોકરીને ઓળખતોજ નથી પણ ખબર નહીં એને જોઈ મને આ ગીત સ્ફૂરી ગયું.. પણ એ કેમ ડિસ્ટર્બ થઇ બહાર દોડી ગઈ ખબર ના પડી.”
ભૈરવીની અનુભવી આંખોએ બધું જોયેલું..એ બોલી “ સોહમ તું એને નથી ઓળખતો પણ એ છોકરી ગીતને
ઓળખતી હતી એને એ સ્પર્શી ગયું..ચોક્કસ એને કોઈ ભૂતકાળ યાદ આવ્યો હશે..પણ તે પણ એનેજ જોયા કરી એની નજરમાં નજર મેળવીજ આખું ગીત ગાયું હું બધું માર્ક કરતી હતી ગીતના અમુક શબ્દો એને ખુબ સ્પર્શતા હતા..જો એ ક્યાંય એન્ગેજ નહીં હોય તો તમારું ફરી મિલન પાક્કું.” એમ કહી મીઠું હસી પછી ધનુષની સામે જોઈ બોલી “ તમને કેવું ફીલ થયું? હું તમને પણ જોતી હતી..” ધનુષે કહ્યું“ આ મારો મિત્ર આટલું મીઠું ગાય પછી જોવાનું હોય ? સીધું દિલને સ્પર્શે છે. મને તો એવું લાગે સોહમે મારેલું તીર સીધું લક્ષ્ય વીંધી ગયું છે..” સોહમે કહ્યું“ ઓ ધનુષભાઈ મારુ કોઈ લક્ષ્ય કે ઈરાદો નહોતો..બસ એને જોઈ ગીત સ્ફૂર્યું ગાઈ નાખ્યું..એની વે ભાઈ હું નીકળું ..તમે બેઉ શાંતિથી અહીં એન્જોય કરો..મારે થોડી વૉક લેવી છે વાતાવરણ સારું છે પગ ચલાવતા મનને થોડું…”
ધનુષ્ય કહ્યું“ ભલે તારા મૂડ પ્રમાણે એન્જોય કર હું મનોજ સાથે તારી વાત કરી લઈશ એ હમણાં અહીં આવશેજ એનો મેસેજ આવી ગયો છે.. તારું નક્કીજ સમજજે..તારે જે એક્સપિરિયન્સ જોઈએ છે એ ગોઠવાઈ જશે એની અહીં ખુબ મોટી કમ્પની છે વેલસેટ છે અને મારો ખાસ ફ્રેન્ડ છે અને એ ઇન્ડીઅનને સપોર્ટ કરવામાં માને છે..” સોહમે ધનુષને થેન્ક્સ કહ્યું અનેbબોલ્યો “તમારી મિટિંગ થયા પછી જે નક્કી થાય મને કહેજો હું એમને મળી લઈશ..અત્યારે મારુ મન બીજે ગયું છે સાચું કહું તો એ પણ આજે રિલેક્સ થવા અહીં આવે મારે કોઈ લોડ નથી આપવો. તમે પણ આજેને આજે વાત નહીં કરો તો ચાલશે..ચલો ભૈરવીબેન પછી મળશું..” ભૈરવીએ કહ્યું સોહમ તે મને બેન કહી બોલાવી મને ગમ્યું..મને પણ પુના આજે યાદ આવી ગયું છે..” ધનુષે કહ્યું“ ભાઈ આજે શું વાત છે બધાને બધું યાદ આવ્યું… હુંજ છું મને કશું યાદ નથી આવતું.મારે ભૂતકાળ કે કોઈ યાદોજ નથી.? યાર
હું એટલો..પણ હું પ્રેઝન્ટમા જીવવા વાળો છું મને કશું યાદ નથી.. યાદ કરવું નથી..” ભૈરવી ધનુષને જોઈ
સાંભળી રહેલી….
સોહમ પ્લીઝ યુ એન્જોય કહી નીકળી ગયો.. ભૈરવી સોહમને જતો જોઈ રહી એણે બિયરનો ગ્લાસ લીધો
સીપ મારી કીધું“ ધનુષ આ છોકરો ખુબ લાગણીશીલ છે પણ બતાવતો નથી..સંસ્કારી અને મર્યાદા વાળો છે.
સાચું કહું ધનુષ..આ પેલી છોકરી અને સોહામની જોડી જામે ખરી..મસ્ત.. શું કહે છે?” ધનુષે કહ્યું“ એ છોકરી જે રીતે દોડી ગઈ..કદાચ બીજે એનું..જે હશે એ તું આપણી જોડીની વાત કર..તારે આઈની સાથે વાત થઇ ? એમણે શું જવાબ આપ્યો? “ ભૈરવીએ કહ્યું “ કોઈ વાત નથી થઈ …મેં નથી કરી..હું કરી લઈશ..ચલ બીજું છોડ અત્યારે મૂડ રોમેન્ટિક છે“ એમ કહી ધનુષને કિસ કરી..
*******************
સોહમ ધનુષ અને ભૈરવીને બાય કરી બારની બહાર નીકળ્યો..એ ક્યાંય સુધી શૂન્ય મસ્તકે ચાલી રહેલો.. પરદેશની ધરતી પર પડતા પગ પગલાં પણ જાણે અજાણ્યા લાગી રહેલા..એના મનમાં વિચારો અને
યાદોનું તુમુલ તોફાન ચાલી રહેલું.. એણે સાવીને જોઈ ત્યારથી એનું મન વિચલિત થઈ ગયેલું..એને અહીંથી
હજારો કિલોમીટર દૂરની ધરતી યાદ આવી ગયેલી.. અત્યારે એનું મન એ યાદોને જોડવા તતપર થયેલું.. એને એ મીઠી યાદો વાગોળવી હતી..સાવીનો ચહેરો જોઈ એમાં કોઈ બીજો જાણીતો ચહેરો જોડવા પ્રયત્ન કરી રહેલો..હૃદય ઉછાળા મારી રહેલું..એજ લાગણી..એજ પ્રેમ સ્પંદનો આજે ઉઠી રહેલા..શાંત મનના સરોવરમાં યાદનો કાંકરીચાળો થયેલો અને એ સરોવરની સપાટી ઉપર ચહેરો ઉપસી આવેલો સાથેસાથે એ યાદોએ શરીરમાં મીઠી ધ્રુજારી આવી હતી એક એક રુવું ઉભું થઇ ગયેલું..દિલના ખૂણે સુસુપ્ત થઇ સુતેલી યાદો મીઠા શમણાં અચાનક જાગી ઉઠ્યા હતા..અહીંની સતત વ્યસ્ત જિંદગીમાં બધા વિચાર ,ટાર્ગેટ ,સંઘર્ષ વચ્ચે મીઠું યાદનું ઝરણું વહી ગયેલું..હવે એ યાદને સંવારવાનું પ્રેમ કરવાનું મન થતું હતું. વિચાર એના હટાવવા નહોતા પણ વધુ પોષવા હતા..કલ્પનાના ઘોડા પર બેસી ઉડવું હતું. માણવું હતું ભલે નિમિત્ત પેલી છોકરી બની પણ યાદોમાં ચહેરો ખુબ સ્પષ્ટ હતો..યાદોમાં પણ એની આંખો
લાગણી ભીની થઈ એ જાણે એની પાસેજ પહોંચી ગયો…
વધુ આવતા અંકે..પ્રકરણ-7