AnokhiSafar - Amavasyathi Purnima Sudhi... - 2 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -2

Featured Books
  • અસવાર - ભાગ 3

    ભાગ ૩: પીંજરામાં પૂરો સિંહસમય: મે, ૨૦૦૦ (અકસ્માતના એક વર્ષ પ...

  • NICE TO MEET YOU - 6

    NICE TO MEET YOU                                 પ્રકરણ - 6 ...

  • ગદરો

    અંતરની ઓથથી...​ગામડું એટલે માત્ર ધૂળિયા રસ્તા, લીલાં ખેતર કે...

  • અલખની ડાયરીનું રહસ્ય - ભાગ 16

    અલખની ડાયરીનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ ૧૬          માયાવતીના...

  • લાગણીનો સેતુ - 5

    રાત્રે ઘરે આવીને, તે ફરી તેના મૌન ફ્લેટમાં એકલો હતો. જૂની યા...

Categories
Share

અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -2

“ સાવી..હાય..ગુડ મોર્નિંગ.. સાવીએ ઘડિયાળમાં જોઈ સરલા ..સારા.ને કહ્યું“ સારા અત્યારે બપોર
પતી 4 વાગવા આવ્યા…અહીંતો હમણાં થોડીવારમાં સાંજનું અંધારું થવા આવશે. તારી મોર્નિંગ હમણાં થઇ સારા? બોલ શું હતું? “ સારાએ આળસ મરડી હસતા હસતા કહ્યું“ હા યાર..નાઈટ શિફ્ટ કર્યા પછી ઉઠવાનું મોડુંજ થાય છે શું કરું ?...ચલ બીજી વાત પછી કરીશ મેં તને ખાસ એ કહેવા ફોન કર્યો છે ..તું ઓફિસમાંથી છૂટી તારા બિલ્ડીંગ નીચે મારી રાહ જોજે હું ત્યાં આવી જઈશ આજે આપણે સાથે ક્યાંક બહાર ડિનર લઈશું આમ પણ આજે ફ્રાઈડે છે વળી મારી નાઈટ શિફ્ટ કેન્સલ થઈ છે થોડી મજા કરી પછી ડિનર સાથે લઈશું અને આજની ટ્રીટ મારા તરફથી ..પછી હસીને બોલી આમ પણ આજે ઠંડી બહુ છે ..સમજી ?..ઓકે??”
સાવીએ કહ્યું“ ભલે..હું રાહ જોઇશ પણ તું લેટ ના કરીશ પ્લીઝ..પણ તારી નાઈટ શિફ્ટ કેમ કેન્સલ થઇ ?
કે તે કરી ? સારાએ કહ્યું “ના ના યાર બધી રૂબરૂ વાત ..ચલ આવું છું પછી તુંજ લેટ કરાવીશ..” એમ કહી ફોન કાપ્યો. સાવી પોતાનું કામ નિપટાવવામાં પડી સાથે સાથે સારાનાં વિચારોમાં ખોવાઈ..સારા જેમ્સ..સરલા ..
*********
સરલા તોરસેકર ઉર્ફે સારા ..સાવીની ઓફિસ નીચે આવી ગઈ હતી એ ઊંચા મલ્ટીસ્ટોરીડ બિલ્ડીંગનાં
ગેટની બાજુમાં ઉભી હતી એણે પોતાના પર્સમાંથી સિગારેટનું પેકેટ કાઢી લાંબી સિગરેટ કાઢી બે પાતળા ગુલાબી હોઠ વચ્ચે મૂકી સ્ટાઈલથી ગોલ્ડન કલરનું લાઇટર કાઢી સળગાવી…એ ગેટ તરફ નજર નાખતી કસ મારી રહી હતી.એણે બ્લેક કલરનું ટાઈટ ટ્રેક ઉપર પિન્ક ટીશર્ટ અને એની ઉપર ચળકતું બ્લેક જેકેટ પહેરેલું અને ગળામાં ગુલાબી રંગનું મફલર.. છુટ્ટા વાળ.. એ ખુબ સુંદર લાગી રહી હતી.. એણે સાવીને આવતા જોઈ એનાં મારકણા હોઠ ફરક્યા.એની આંખો સાવીને ધારી ધારી જોઈ રહી હતી..
સાવી તો એના રૂટિન ઓફિસના ડ્રેસમાંજ હતી બ્લેક પેન્ટ બ્લેક કોટ અંદર બ્રાઉન શર્ટ હતું ગાળામાં
વહાઈટ નેક સ્કાર્ફ ..એ પણ ખુબ સુંદર લાગી રહી હતી..સારાને જોઈ એની આંખો ચમકી ઉઠી એ દોડીને એની નજીક પહોંચી ગઈ. સારાએ કહ્યું“ વાહ..સાવી તું તો આખા દિવસની ડ્યુટી પછી પણ એકદમ ફ્રેશ ફ્રેશ
લાગે..તારા હોઠની લાલી તો..છોડ મનેતો લુચ્ચાં વિચાર આવે છે. “ સાવીએ ખોટો ગુસ્સો કરતા કહ્યું“ ઓ મેડમ શું પ્રોગ્રામ છે એ કહો..એમ કહી એ પણ લુચ્ચું હસી..તમે શું નક્કી કરી આવ્યા છો ? કેમ તારી નાઈટ શિફ્ટ કેન્સલ થઈ ? “ સારાએ કહ્યું “ચાલ ક્યાંક શાંતિ થી બેસીએ રિલેક્સ થઈએ પછી બધી વાત કરીએ.” સાવીએ કહ્યું “હા હા ચાલ મારે પણ..ચલ પછી પહેલા એ કહે ક્યાં જવું છે? “ સારા કહે “અરે યાર અહીં સામેની લેનમાં..એ હજી આગળ બોલે પહેલા સાવીએ કહ્યું “ઓહ..તું પેલા બારમા જવા કહે? તું પણ ફ્રાઈડે આવે તારે આવુંજ ફ્રેશ થવું હોય. ઠીક છે ચલ..  સારાએ કહ્યું“ જો તારાંગાલ પર પણ લાલી આવી ગઈ.” એમ કહી હસી.સાવીએ કહ્યું “ એય લાલી વાળી આજે સવારે તો બચી ગઈ નહિતર કાલિમાં છવાઈ જાત..” સારાએ ચિંતિત સ્વરે પૂછ્યું“ ઓહ એવું શું થઇ ગયું? એનો ગુલાબી ચહેરો ચિંતાથી લાલ થઇ ગયો. સાવીએ કહ્યું “શાંતિથી બેસીને કહું છું ચલ..” ત્યાં ગોલ્ડન બાર આવી ગયો બંને અંદર પ્રવેશી ગયા. સારાએ સાવીનો હાથ પકડી લીધો અને કોર્નરનું ખાલી ટેબલ જોઈ બેસી ગયા. સારા ના ચહેરા પર હજી ચિંતા હતી..એણે સાવીને કહ્યું“ હું પહેલા
ઓર્ડર કરી દઉં પછી સીપ મારતાં વાત કરીએ છીએ. ત્યાં એક ઇન્ડિયન છોકરી લાલ રંગનું શોર્ટ સ્કર્ટ પહેરેલી આવી ઉપર ટાઈટ રેડ ટીશર્ટ પહેરેલું ગળામાં ઝૂલવાળો કપડાના પટ્ટા જેવું હતું એના ડાર્ક લાલ લિપસ્ટિક કરેલા હોઠ ફફડાવી બોલી “હાય સારા શું લાવું બોલ..”
સારાએ હસીને કહ્યું“ હાય લાલ પરી રુબી..મારુ તો નક્કીજ છે સ્ટ્રોંગ બિયર અને મારી સખી સાવીને..
પછી સાવી તરફ જોયું સાવીએ કહ્યું“ આજે તો તું જે પીશ એજ હું પીશ..” એમ કહી હસી..સારાએ કહ્યું "
વાહ..ઓકે રુબી અમારા બન્ને માટે મારીજ બ્રાન્ડ લાવ..પછી હું રીલની તૈયારી કરીશ” એમ કહી હસી. રુબી ઓકે કહી હસતી હસતી જતી રહી. બારમાં હળવું ઈંગ્લીશ મ્યુઝિક વાગી રહેલું. બહુ ભીડ નહોતી પણ બધા ધીમે ધીમે આવી રહેલા. બે ત્રણ કપલ ડાન્સ ફ્લોર પર એકમેકને વળગી કિસ કરી રહેલા. સાવી અને સારા બધો માહોલ જોઈ માણી રહેલા..
સારાએ સાવીને પૂછ્યું“ બોલ પહેલા આજે તારી સાથે શું થયેલું ? ક્યાં થયું? “ સાવીએ કહ્યું“ યાર સવારે
મેટ્રો સ્ટેશન પહોંચવા બસ પકડી અને બસમાં..” સારાએ પૂછ્યું “બસમાં શું થયું? સવારે તો બસ કોઈવાર સાવ ખાલી હોય છે કોણ હતો ? ઓઝી..કે લેબો..? સાવીએ કહ્યું“ કહું છું યાર..કદાચ લેબો હશે મને ખ્યાલ નથી પણ ડ્રગ લીધું હશે કદાચ મારી બાજુમાં આવી બેસી ગયો સાવ ચીપકીને અને મને કિસ કરવા ગયો..” સારા એકદમ
ગુસ્સામાં ઉછળી પડી બોલી “તને કિસ કરી ? ઓહ નો..” સાવીએ તરત કહ્યું “ના ના બચી ગઈ પેલો મને સ્પર્શે ત્યાંજ આપણો ઇન્ડિયન છોકરો એપણ મુંબઇનો આવી ચઢ્યો એણે પેલાનો કોલર પકડી પાછળ ખેંચી લીધો..હું બચી ગઈ..”
સારાએ કહ્યું“ હાશ બચી ગઈ..પેલો ઇન્ડિયન કોણ હતો ? ઓળખાણ થઇ ? સાવીએ કહ્યું“ અરે સારો
માણસ હતો..એણે બચાવી લીધી.. બસ ધીરી થઇ પેલો ગોરીયો ઉતરી ગયેલો. પેલો ઇન્ડિયન મારી પાસે
આવ્યો..આપણો મુંબઇનોજ છે એ …” સાવી આગળ બોલે પહેલા સારાએ કહ્યું“ ઓહ પેલો ધનુષ તો નહોતો ? “
સાવીએ આષ્ચર્યથી પૂછ્યું“ ઓહ..હા હા એજ હતો પણ તને કેવી રીતે ખબર પડી ? તું ઓળખે છે? હા ધનુષ માહત્રે..
સારાએ કહ્યું“ હા હું ઓળખું છું સારી રીતે એ સવારની બસમાં મને પણ ઘણીવાર મળ્યો છે એ મૂળ દાદરનો
પણ કાંદિવલી રહે છે. સારો માણસ છે પણ એના ધંધા કંઈક સસ્પેન્સ જેવા છે પણ આપણે શું? મરાઠી છે અહીં ઘણા વર્ષોથી છે સેટ છે પેરામેટા રહે છે..એની સાથે કોઈ છોકરી હતી ? “ સાવીએ કહ્યું” ના..કોઈ નહોતું . મને બધું ડિટેઇલમાં એની ઓળખ આપી છે સીટીઝન છે. મને પણ પૂછેલું ક્યાં રહે છે કોની સાથે રહે છે પણ મેં ખુબ ટૂંકમાં જવાબ આપેલા મેં આપણી સ્ટ્રીટનું નામ પણ ના આપ્યું બસ એમજ કીધું મારી રૂમ મેટ સાથે ફોક્ષલ રોડ રહું છું.”
સારાએ કહ્યું “મારું નામ કે મારા વિષે કશું કીધું નથીને..? સારું કર્યું..આમ..તો એ અને ઘણા બધા ઓળખે છે..
સાવીએ હસતા હસતા કહ્યું “તને કોણ ના ઓળખે સારા જેમ્સ..” ત્યાં રુબી ઓર્ડર પ્રમાણે બિયર લઇ આવી..
વધુ આવતા અંકે…પ્રકરણ..3