Amidst the whirlwinds of doubt - 16 in Gujarati Women Focused by Jalanvi Jalpa sachania books and stories PDF | શંકા ના વમળો ની વચ્ચે - 16

Featured Books
Categories
Share

શંકા ના વમળો ની વચ્ચે - 16

લગ્ન ને માત્ર 10 દિવસ જ બાકી રહ્યા હતા, લગ્ન ની તૈયારી માં અને સ્કૂલ અને ટ્યુશન ના વર્ક પ્રેશર ને કારણે સોનાલી નું 10kg વજન ઘટી ગયું હતું, અને છેલ્લા 1.5 મહિના થી સ્પેશ્યલ સ્કીન કેર કરતી સોનાલી ખૂબ જ સુંદર અને આકર્ષિત લાગતી હતી, જે કોઈ એને જુએ એ જોતું જ રહી જાય એવી સુંદરતા નિખરી હતી, સોનાલી ને આમ તો બહુ ખાસ મેકઅપ નો શોખ નહોતો, એટલે તેણે ખાસ તે જે કાયમ બ્યૂટીપાર્લર માં જતી હતી ત્યાંજ લગ્ન ના દિવસે તૈયાર થવાનું રાખ્યું હતું, અને ખાસ કહી રાખ્યું હતું કે એકદમ લાઈટ મેકઅપ જ કરે, સોનાલી ને મહેંદી નો બહુ જ શોખ હતો, એ નાની હતી ત્યાર થી દરેક તહેવાર માં અને ઉનાળા તેમજ દિવાળી ના વેકેશન માં નિયમિત મહેંદી પોતાના હાથ માં મૂકાવતી, સોનાલી ખૂબ જ સરસ મહેંદી જાતે નાનપણ થી જ મૂકતા શીખી ગઈ હતી, તેણે તેના લગ્નમાં કોઈ પાર્લર વાળા પાસે નહીં પણ સ્પેશિયલ મહેંદી આર્ટિસ્ટ પાસે બુક કરાવ્યું હતું, સગાઈ માં તેણે મહેંદી નહોતી મૂકી, એની કસર એ પોતાના લગ્ન માં પૂરી કરી નાખવા માગતી હતી, સોનાલી એ લગ્ન માટે જેટલી કેઅર એના ફેસ ની નહોતી કરી એનાથી 10 ગણી તેણે તેના હાથ અને પગ ની કરી હતી, સોનાલી ને પહેલે થી જ કેમિકલ સ્કીન પર લગાવવું ગમે નહીં એટલે મોટે ભાગે તે નેચરલ વસ્તુ ઓ વધારે ઉપયોગ માં લેતી, છેલ્લા અઢી મહિના થી રેગ્યુલર હાથ અને પગ ની કેર કરતી સોનાલી એ તેના ફેસ કરતા પણ વધારે સુંદર તેના હાથ અને પગ બનાવી દીધા હતા, જેથી મહેંદી ની ડિઝાઇન અને કલર બંને સરસ રીતે એના હાથ અને પગ પર ખીલી ઊઠે, લગ્ન ના દિવસ ને બસ 5 દિવસ ની જ વાર હતી, સોનાલીએ મોટેભાગે પેકિંગ કરી દીધું હતું, થોડું બહાર કરાવ્યું હતું, થોડું જાતે કર્યું હતું અને થોડું તેની બધી બહેનપણીઓ એ રવિવારે આવી ને સવાર થી રાત સુધી સોનાલી ના ઘરે રોકાઈ ને બાકી નું બધું વસ્તુ નું પેકિંગ કરી દીધું હતું. લગ્ન ના પાંચ દિવસ પહેલા તેની બહેનપણીઓ સોનાલી ના ઘરે રોકાવા આવી ગઈ હતી, છેલ્લા છેલ્લા જોડે રહી લઈએ, મેરેજ પછી રહેવા મળે કે ન મળે, સાસરીવાળા સારા હોય તો રહેવા દે નહીંતો બરોડા માં આવીએ ત્યારે જ મળાશે એવા ગ્રુપ માં બધાના વિચારો હતા, સોનાલી ને એ દિવસો હસી મજાક માં પૂરા થઈ ગયા ખબર જ ના પડી, માંડવાં ના આગલે દિવસે સોનાલી ને મહેંદી મૂકવા વાળા આર્ટિસ્ટ આવવાના હતા, તે લગભગ 9 :00 વાગે સવારે આવી ગયા, સોનાલી પણ બ્રેક ફાસ્ટ કરી નાહી –ધોઈ ને તૈયાર થઈ ને બેઠી હતી, મહેંદી મુકવાનું શરૂ થયું, બપોર થઈને 1:00 વાગ્યા ત્યાં સુધી માં સોનાલી આખી અકડાઈ ગઈ, હજુ તો મહેંદી નો એક હાથ જ પૂરો થયો હતો, સોનાલી એ બ્લાઉઝ ની બાંય જ્યાંથી શરૂ થાય ત્યાંથી મહેંદી છેક આંગળી ના ટેરવા સુધી મુકાવી હતી, એ લગ્ન ના દિવસે પાનેતર પહેરે તો ક્યાંય હાથ મહેંદી વગર નો ના દેખાય એવી રીતે આખા હાથ માં મહેંદી મૂકાવી હતી, હજુ બીજો હાથ બાકી હતો, અડધા કલાક ના બ્રેક પછી પાછી મહેંદી મૂકવાની ચાલુ થઈ અને છેક રાત્રે 10 :30 સુધી ચાલી, બંને હાથ અને પગ માં મહેંદી મૂકવાની પૂરી થઈ ત્યાં સુધી માં સોનાલી નું આખું શરીર એકધાર્યું બેસીને જાણે અકડાઈ ગયું, પણ મહેંદી ની ડિઝાઇન એટલી સરસ એટલી બારીક અને એટલી પરફેક્ટ હતી કે જોઈને જ કોઈ ના પણ મોઢાં માંથી વાઉ નીકળી જાય, આખા હાથ કે પગ માં 1cm જેટલી જગ્યા પણ છોડી નહોતી, એટલી પરફેક્ટ ઝીણી ડિઝાઇન મૂકી હતી, સોનાલી ને ખરેખર એ ડિઝાઇન અને મહેંદી જોઈ ને નક્કી કરેલા 9000 રૂપિયા એમની મહેનત પ્રમાણે બહુજ ઓછા લાગ્યા, એટલી સરસ બારીક ડિઝાઇન ચોક્કસાઈ થી મૂકી હતી, મહેંદી ના બધા જ શેપ દુલ્હન મહેંદી ના જ હતા, સોનાલી પોતાની મહેંદી જ ધારી ધારી ને જોયા કરતી, એને મહેંદી ના ફોટોગ્રાફ કરાવવામાં કોઈ જ રસ નહોતો, એણે એની મહેંદી ની એક એક ડિઝાઇન પોતાના માઇન્ડ માં કાયમ માટે સ્ટોર કરવી હતી, મહેંદી ના ફોટો પડી ગયા પછી સોનાલી ક્યાંય સુધી પોતાની મહેંદી નિરખી નિરખી ને ક્યાંય સુધી જોઈ રહી, આજે તેને બહેનપણીઓ એ બરાબર સાચવી હતી, ખાવા પીવા થી લઈને રાત્રે સુવા માં પણ સોનાલી ની કમ્ફર્ટ નું ધ્યાન રાખતી હતી, સોનાલી ને આ સર્વિસ દુનિયા ની અમેઝિંગ સર્વિસ લાગી, બધા હસી મજાક કરતા સૂઈ ગયા, થોડા મહેમાન પણ બહારગામ થી આજ સવાર થી જ આવી ગયા હતા, એટલે વધારે અવાજ નહીં કરતા બધા શાંતિ થી ગુસપુસ કરતા રાત ના 12 :00 વાગ્યા પછી સૂઈ ગયા, સવારે માંડવા મુહૂર્ત હતું સોનાલી ને થોડું વહેલું ઊઠવાનું હતું, સવારે 5 વાગ્યા એટલે સોનાલી ને જગાડી દીધી, તેની બહેનપણી એ મહેંદી ઉખાડવામાં મદદ કરી, મહેંદી પર નીલગીરી નું તેલ લગાવી સોનાલી નહાવા ગઈ, નાહી ધોઈ ને તૈયાર થઈ ને સોનાલી નીચે આવી, બધા તેની મહેંદી જોવા લાગ્યા, મહેંદી નો રંગ ખૂબ જ સરસ આવ્યો હતો, સોનાલી સાડી માં ખૂબ જ સુંદર લાગી રહી હતી, બધા તેની સામું જોયા જ કરતા, સોનાલી ને શરમ આવતી પણ શું કરે? બધા તેમના ઘર ના નજીક ના જ સગા હતા, સોનાલી બહુ વાર ત્યાં ઊભી રહી ન શકી તેણે તેની મમ્મી ને કહ્યું કે કામ હોય ત્યારે બોલાવજો તે ઉપર રેડી થઈ ને જ બેઠી છે, તે પછી તેના રૂમ માં જતી રહી, બ્રાહ્મણ આવ્યા વિધિ ચાલુ થઈ, સોનાલી ની જરૂર પડી ત્યારે જ તેને બોલાવી હતી, પછી નવગ્રહ શાંતિ માં સોનાલી ને પૂજા કરવા બેસાડી, સોનાલી નો આખો દિવસ પૂજા માં અને મહેમાનો ની વચ્ચે પસાર થયો, બધી વિધિ માં અને રીત –રિવાજો માં રાત થઈ ગઈ, રાત્રે સોનાલી ને વહેલા સૂઈ જવાનું પહેલે થી જ કહી રાખ્યું હતું, સવારે સાત વાગે જાન આવી જશે અને સાડા સાતે સોનાલી ની સગાઈ ની ચૂંદડી ઓઢવાનું મુહૂર્ત હતું પછી, સોનાલી ને બ્યૂટી પાર્લર માં 8 :00 વાગે તૈયાર થવાં જવાનું અને બપોરે 12 :00 હસ્ત મેળાપ તેમજ બપોરે 2 :30 વાગે જાન વિદાય નું મુહૂર્ત હતું, અમદાવાદ પહોંચ્યા પછી બધી વિધિ પતાવીને સોનાલી ને રિસેપ્શન માટે પાર્લર માં તૈયાર થવાનું હતું અને રાત્રે 7:00 વાગે રિસેપ્શન નો ટાઈમ હતો, આ બધા ટાઈમ સાચવવાના હતા, અને એટલે સોનાલી ના લગ્ન માં તેના પપ્પા એ ગરબા નું ફંક્શન રાખ્યું નહોતું, સોનાલી ને આ બધી ખબર હતી એટલે જમી ને થોડી વાર બધાની સાથે રહી ને 10 વાગે સુવા માટે ઉપર પોતાના રૂમ માં જતી જ હતી ત્યાં તેની બધી કઝીન બહેનો હાથ પકડી ને સોનાલી ને ઘર ની બહાર લઈ આવ્યા અને શરણાઈ અને ઢોલ વાળા ને કીધું કે વગાડો તમતમારે સોનાલી ને ફોર્સ કર્યો કે તારા લગ્ન છે એટલે તારે તો અમારી જોડે નાચવું જ પડે ચાલે જ નહીં, શરણાઈ અને ઢોલ વાગવાના ચાલુ થયા અને સોનાલી, અને એના ભાઈ –બહેનો અને બહેનપણીઓ બધા એ ભેગા થઈ ને ખૂબ ડાન્સ કર્યો, મન મૂકી ને નાચ્યા, એકાદ કલાક થયો હશે ત્યાં બધા મોટા વડીલો ના પાડતા કે સોનાલી ને સૂઈ જવા દો કાલે સવારે એને વહેલું ઊઠવાનું છે, પણ કોઈ સાંભળવાં તૈયાર નહોતા, સોનાલી પણ નહીં, બધા નો ડાન્સ અને એન્જોય ચાલુ જ રહ્યું, અંતે બીજા એકાદ કલાક પછી સોનાલી ના દાદા એ શરણાઈ અને ઢોલ બંધ કરાવ્યા અને બધાને પ્રેમ થી કીધું કે હવે માની જાવ તો સારું, કાલે તમારે જે કરવું હોય એ કરજો, બધા માની ગયા, સોનાલી સુવા માટે પોતાના રૂમ માં ગઈ, આજે દીકરી તરીકે એની આ છેલ્લી રાત આ રૂમ માં હતી, આવતીકાલે લગ્ન પછી બધું બદલાઈ જશે, સોનાલી ને આ ઘર અને રૂમ કશું જ છોડી ને જવું નહોતું, એ ખૂબ રડી, એની બહેનપણી ઓ એને માંડ માંડ શાંત રાખી, રડી રડી ને શાંત થયેલી સોનાલી રાત ના 1 :15 વાગ્યા ની આસપાસ માંડ માંડ સૂતી.