Ajab Premni Gazab Kahaani - 6 in Gujarati Love Stories by ︎︎αʍί.. books and stories PDF | અજબ પ્રેમની ગજબ કહાની - ભાગ 6

Featured Books
Categories
Share

અજબ પ્રેમની ગજબ કહાની - ભાગ 6

         [ આપે આગળના ભાગમાં જોયું કે વિશ્વા ગાડીમાં બેઠા બેઠા વિચારી રહી હતી. ત્યાં બાજુમાં વિવાન અચાનક બોલ્યો વિશ્વા શું વિચારે છે ?.. ]

હવે જુઓ આગળ..         

            વિવાનના બોલાવવાથી વિશ્વા અચાનક વિવાનના સામું જોઈને કહે છે " ના બસ કશું નહીં. "

          તેમ કહી પછી પોતાના બેગમાંથી શરાબની બોટલ કાઢી તે શરાબ પીવા લાગે છે..પછી વિવાને ગાડી સાઇડમાં રોકી લીધી.. 

વિશ્વા : કેમ અહીંયા ગાડી રોકી દીધી ?

વિવાન કશું બોલ્યા વગર વિશ્વાના હાથમાંથી તે શરાબની બોટલ છીનવી લે છે..

વિશ્વા : આ શું કરી રહ્યો છે તું ? બોટલ આપ પાછી મને..

વિવાના : મેં તારી મમ્મીને પ્રોમિસ કર્યું છે. હું તારી શરાબની લત છોડાવીને રહીશ. 

વિશ્વા : shut up વિવાન.. નથી છોડવી મારે લત બોટલ આપ પાછી મને...

વિવાન : જો વિશ્વા તારે મારી સાથે દોસ્તી તોડવી હોય તો તોડી શકે છે. મને નોકરી પરથી છુટો કરવો હોય તો પણ કરી શકે છે. પણ તારી આ ખરાબ આદત છોડાવીને જ જંપીશ..

વિશ્વા : excuse me તું હોય છે કોણ મારી સાથે આ રીતે વાત કરવાવાળો ? અને હું ગમે તેટલી શરાબ પીવું તારે શું લેવાદેવા છે...? તું શું કામ રોકે છે મને ?

વિવાન : કારણકે હું તને ... એટલું કહેતાં કહેતાં અટકી જાય છે.. 

વિશ્વા : What... what હું તને ..? ( ઉગ્રતાથી કહે છે. )

વિવાન : એ બધું છોડ... આમ પણ તું પણ જાણે છે અને હું પણ જાણું છું.. કે આપણી વચ્ચે હવે કેવી લાગણી બંધાઈ રહી છે.. પણ તું ચિંતા ના કરીશ હું મારા માપમાં જ રહીશ.. આમ પણ તું ક્યાં અને તું ક્યા..  હું માત્ર એક મામૂલી એવો તારો એમ્પ્લોય છું.. 

વિશ્વા : મતલબ ? કહેવા શું માંગે છે તું ? 

વિવાન : એ બધું છોડ વિશ્વા.. હું જે પૂછું તેનો જવાબ આપ.. આમ પણ આજે હું નક્કી કરીને બેઠો છુ. કે જાણીને જ રહીશ કે તારા જીવનમાં એવું શું બન્યું છે ? કે જેના કારણે તે પોતાની જાતને નશાની આદિ બનાવી દીધી છે.. 

વિશ્વા થોડીક વાર માટે ચૂપ થઈ જાય છે..

વિવાન : ( ફરીથી બોલે છે. ) .. બોલ હવે કંઈક આજે જણાવવું જ પડશે..

વિશ્વા : actually કોઈની પર વધારે પડતો વિશ્વાસ કરી લીધો... પ્રેમ કર્યો તેની સજા છે.. અને જે કંઈ પણ થયું તેના કારણે હવે ફરીથી પ્રેમ કરવાની મારી અંદર હિંમત નથી બચી..

actually પાંચ વર્ષ પહેલા..            

         બધા મિત્રો કૉલેજમાં હતા. કોલેજમાં વેલેન્ટાઈન ડેનુ સેલિબ્રેશન હતું.. દીશા, નીલમ, મિલાપ, ચિંતન.. વગેરે આ બધા વિશ્વાના મિત્રો હતા..            

          બધા કોલેજની કેન્ટીનમાં બેસીને નાસ્તો કરી રહ્યા હતા. ત્યાં જ નીલમ બોલી વિશ્વા તારી અને રાજની લવ સ્ટોરી કેટલે પહોંચી..?           

           ( આખી કોલેજમાં ચર્ચા હતા કે વિશ્વા અને રાજ એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. પણ વિશ્વા તો રાજ કહેશે તેની રાહ જોઈ રહી હતી. અને રાજ બોલી રહ્યો ન હતો.. )

વિશ્વા : ક્યાંય પહોંચી નથી અમારી લવ સ્ટોરી.. રાજ શર્મિલો છે. એ ક્યારેય નહીં બોલે કે તે મને પ્રેમ કરે છે. તેથી મેં જ હવે એક પ્લાન બનાવ્યો છે. 

મિલાપ : શું પ્લાન બનાવ્યો છે ?

વિશ્વા : just wait and watch guys...         

              ( તેમ કહી વિશ્વા ત્યાંથી જતી રહે છે અને.. થોડીક વારમાં કોલેજના કેમ્પસમાં માઇક સ્પીકર વગેરે જેવી તૈયારી સાથે પહોંચી જાય છે.. અને માઈકમાં એનાઉન્સમેન્ટ કરે છે. ) 

વિશ્વા : hello guys.. હું આજે આખી કોલેજની વચ્ચે કોઈને કંઈ કહેવા માંગું છું.. તો સૌથી પહેલા રાજ તું જ્યાં હોય ત્યાંથી કેમ્પસમાં હાલ જ આવી જા...         

           ( વિશ્વાના આ રીતે અવાજ સાંભળીને રાજ કેમ્પસમાં તેની સામે આવી જાય છે.. )       

           રાજ મનમાં વિચારી રહ્યો હોય છે. આજે પ્રપોઝ કરીને છોડશે. હા હું પણ તેને પ્રેમ કરું છું. પણ આમ આટલા બધા લોકોની ભીડ સામે.. આખી કોલેજ જોઈ રહી હતી...         

             ( વિશ્વા બિલકુલ બેફિકર અને જીદ્દી છોકરી હતી.. તે કોઈપણ કામ તેવી રીતે કરતી કે તે કામ કર્યા પછી તેનું શું અંજામ આવશે તેની પરવા નહોતી કરતી. )

વિશ્વા : રાજ હું તને આજે બધાની સામે કંઈક કહેવા માગું છું.. મને ખબર છે. તું તો ક્યારે કહીશ જ નહીં. તો હું જ કહી દઉં છું....           

             અને વિશ્વા પોતાના ઢીંચણ ટેકવી નીચે બેસી એક હાથમાં રેડ રોઝ ફ્લાવર્સ લઈ.. તેમજ આજુબાજુમાં ઘણા balloons વગેરે જેવી વસ્તુઓથી ડેકોરેશન કર્યુ હતું. અને મોટ્ટા અવાજથી માઈકમાં announce કરી દીધું કે...

" I love you ... Raj ..... do you love me..? "   

             ત્યાં જમા થયેલ ભીડના લોકો વિશ્વાના આ રીતના પ્રપોઝ કરવાથી અચંબિત તથા ખુશ પણ હતા.

             અને હવે રાજનો જવાબ સાંભળવા બધા આતુર હતા..  બધા બુમો પાડી રહ્યા હતા " રાજ say yes say yes રાજ.. "         

 વિશ્વાએ આમ પ્રપોઝ કર્યો.. હવે રાજ વિશ્વાને શું જવાબ આપશે ? શું રાજ વિશ્વાનો પ્રેમ સ્વીકારશે ? જાણીશું હવે આપણે આવતા ભાગમાં...             

                  ત્યાં સુધી મિત્રો વાંચતા રહો             

                      ખુશ રહો સ્વસ્થ રહો

                        મસ્ત રહો ધન્યવાદ.. 🙏