આરસર તેના બિસ્તર પર આડો પડ્યો હતો...તે રાતે ઉંઘી જ શક્યો ન હતો તેને એ વાતે ગભરાયેલો હતો કે તે માફિયાની ચંગુલમાં ફસાઇ ગયો છે અને ગ્રેનવિલ કરતા પણ તેની હાલત વધારે કફોડી છે હવે તેને તેનાં ગ્રેનવિલનાં નકલી અપહરણની યોજના બદ લ ખેદ થઇ રહ્યો હતો કારણકે જો તેણે એ ન કર્યું હોત તો આ મુસીબતમાં ફસાયો ન હોત...પણ હેલ્ગા સાથે બદલો લેવાની વાત અને વીસ લાખની લાલચે તેની અક્કલ આડે પરદો નાંખી દીધો હતો તેને એ વાતનો અફસોસ થઇ રહ્યો હતો કે તેણે આ નકલી અપહરણ માટે બર્ની જેવા ઠગની મદદ લીધી હતી....તેમાંય હવે હેલ્ગા પાસે જઇને ગ્રેનવિલને છોડાવવા માટે વીસ લાખને બદલે એક કરોડ આપવાની વાત કરવાનાં વિચારે જ તેને કંપારી ચડતી હતી.જો કે તેને ખબર હતી કે તેને આ વાત કર્યા વિના તેની પાસે બીજો કોઇ ઓપ્શન જ નથી..પણ તે વિચારતો હતો કે જ્યારે તે આ વાત કરશે ત્યારે તેની પ્રતિક્રિયા કેવી હશે..તે આમ તો એક કરોડ આસાનીથીા આપી શકે તેમ છે પણ તે આટલા રૂપિયા આપવા તૈયાર થશે ખરી એ વાતે તેને વિચારતો કરી મુક્યો હતો...જો એ એને જ લપેટામાં લેવાની વાત કરશે કે તેને પૈસા જ આપવાનો ઇન્કાર કરી દેશે તો અને બર્નીએ મને ગ્રેનવિલનો કાન કાપીને હેલ્ગા પાસે લઇ જવા કહ્યું તો....આરસરનાં મગજમાં સેંકડો સવાલો ઘુમરાઇ રહ્યાં હતા જેના તેની પાસે કોઇ જવાબ ન હતાં....
આરસર વિચારતો હતો કે જો બર્નીએ તેનો પાસપોર્ટ ન લીધો હોત તો હું રફુચક્કર થઇ જાત...આમ તો બર્નીએ તેને પાંચ લાખ આપવાનો વાયદો કર્યો છે પણ તેને તો દસલાખ મળવાની આશા હતી....જો કે વિચારોથી છુટકારો મેળવવા માટે તે પથારીમાંથી ઉભો થઇ ગયો અને ન્હાવા માટે ચાલ્યો ગયો જ્યારે તે બહાર આવ્યો ત્યારે સવા દસનો સમય થયો હતો અને તે જ વખતે ફોનની ઘંટડી રણકી ઉઠી તેણે ફોન ઉઠાવ્યો તો સામે બર્ની હતો જેણે તેને કહ્યું કે થોડીવાર બાદ તું હેલ્ગાને મળવા જજે મને વિશ્વાસ છે કે તું કામ પુરૂ કરીને જ પાછો આવીશ તે કોઇ મુસીબત ઉભી કરશે તેવું મને લાગતું નથી...
હેલ્ગાનાં મામલે કશું જ કહેવાય નહિ તે એકદમ તરંગી છે...
તો એમ કર તું ઠીક અગિયાર વાગે વિલા પહોંચ તું ત્યાં પહોંચીશ તેના અરધા કલાક બાદ હું ગ્રેનવિલની હેલ્ગા સાથે વાત કરાવીશ તેનાથી કામ સરળ થઇ જશે...કહીને બર્નીએ ફોન મુકી દીધો...
આરસર ત્યાં જ ટહેલવા માંડ્યો અને વિચાર્યું કે જો ગ્રેનવિલ હેલ્ગા સાથે ફોન પર સારી રીતે વાત કરશે તો તે પરાસ્ત થઇ શકે છે પણ તેના માટે એ જરૂરી છે કે હેલ્ગાને તેના માટે હજી આસક્ત હોય..તેને આ વાતે તો વિશ્વાસ બેઠો પણ તેને એ વિશ્વાસ ન હતો કે બર્ની તેને એક ફદિયુંય આપશે....બર્નીએ બેરર બોન્ડ માંગ્યા છે જો કે વિચારતો હતો કે હું એટલો મુર્ખ નથી કે હેલ્ગા પાસેથી બેરર બ ોન્ડ લઉં હું તો તેને મારી રકમ ખાતામાં ટ્રાન્સફર કરવાનું કહીશ...આમ થાય તો જ તેનો હાથ ઉપર રહેશે.તેને ત્યારે માત્ર પચાસ લાખ આપીશ અને બાકીનાં મારી પાસે રાખીશ અને ગ્રેનવિલને હું મારા હિસ્સામાંથી દસલાખ આપીશ...આ વિચારે આરસરનાં ચહેરા પર ચમક આવી ગઇ તેણે કપડા પહેર્યા અને બહાર આવીને મર્સિડિઝમાં સવાર થઇને તે હેલ્ગાને મળવા માટે રવાના થઇ ગયો...
ત્યાં પહોંચીને તેણે ઘંટડી વગાડી ત્યારે હિકલે દરવાજો ખોલ્યો અને તેને ઉપરથી નીચે સુધી ધ્યાનથી જોયો..
હિકલને જોઇને આરસરે જબરજસ્તી તેના ચહેરા પર સ્મિત લાવીને કહ્યું કે હેલ્લો હિકલ કદાચ મેડમ મારી રાહ જોતા હશે...
હિકલે ટુંકમાં કહ્યું જી.....અને તે તેને ઘરની અંદર લઇ ગયો જ્યાં હેલ્ગા બેઠી હતી...
હિકલે આરસરનાં આવવાની સુચના આપી અને હેલ્ગાએ આરસર તરફ જોયા વિના તેને ઇશારાથી બેસવા જણાવ્યું...હિકલે એ રીતે ખુરસી ગોઠવી કે તેઓ એકબીજાની સામે રહે...
હેલ્ગાએ હિકલને કહ્યું કે તું જઇ શકે છે...
યસ મેડમ કહીને હિકલ ત્યાંથી નિકળી ગયો...
હેલ્ગાના ચહેરા પર હાલમાં ગોગલ્સ ચઢાવેલા હતા અને આ જોઇને આરસર બેચેન થઇ ગયો કારણકે તે તેની આંખમાં જોઇને તેના મનમાં શું ચાલી રહ્યું છે તે સરળતાથી સમજી શકતો હતો પણ અત્યારે તેણે કાળા ગોગલ્સ પહેર્યા હતા અને તેના કારણે તેનાં મનમાં શું ચાલી રહ્યું છે તે કળી શકાય તેમ ન હતું.જો કે વાત શરૂ કરતા પહેલા આરસરે તેની પ્રસંશા કરતા કહ્યું કે તે આજે વધારે ખુબસુરત લાગે છે...જો કે હેલ્ગાએ તેની વાતનો કોઇ જવાબ આપ્યો ન હતો તેના બંને હાથ તેની ગોદમાં હતા અને તે આરામથી બેઠી હતી.....
હું એેક ખરાબ સમાચાર લઇને આવ્યો છું હેલ્ગા...હું તને એ વાત કરવા માંગતો ન હતો પણ હું મજબૂર છું કે મારા કલાયન્ટે રેન્શમની રકમ વધારીને એક કરોડ કરી દીધી છે..
જો કે હેલ્ગાએ તેની આ વાતનો પણ કોઇ જવાબ આપ્યો ન હતો અને જ્યારે લાંબો સમય સુધી તેણે કોઇ જવાબ ન આપ્યો તો આરસરે પુછ્યું કે તેની વાત તેણે સાંભળી કે નહિ...
હેલ્ગાએ જવાબ આપ્યો કે હું બહેરી નથી અને તેણે જે રીતે આ જવાબ આપ્યો તે સાંભળીને આરસર ચોંકી ગયો હતો...
આવું મારા કારણે થયું નથી હેલ્ગા હું તને ખાતરી આપું છું કે આમા મારો કોઇ હાથ નથી હવે એ કહે કે આ રકમ આપવા માટે તૈયાર છું કે નહિ...
હેલ્ગા તેના સ્થાનેથી થોડી હટી અને પુછ્યું કે તને એમાંથી કેટલા મળવાનાં છે....
આરસરે ગુસ્સાથી કહ્યું કે મારે તેની સાથે કોઇ સરોકાર નથી તું હાં કે ના માં જવાબ આપ....હેલ્ગાએ તેની સામે જોયું પણ આંખો પર ચશ્મા હોવાને કારણે તેની આંખોમાં શું ભાવ છે તે તે કળી શક્યો ન હતો..
માન કે મારો જવાબ ના છે તો...
આ સાંભળીને આરસર બેચેન થઇ ગયો...
એ તારા પર નિર્ભર કરે છે પણ હું તને એ કહેવા માંગું છું કે ગ્રેનવિલ બહુ ખતરનાક લોકો વચ્ચે સપડાઇ ગયો છે અને જો તે પૈસા આપવાનો ઇન્કાર કર્યો તો તેઓ તેનો કાન કાપીને મને તારી પાસે લાવવા માટે મજબૂર કરશે હું બહું ખતરનાક જંજાળમાં ફસાઇ ગયો છું...
હેલ્ગાએ તેની તરફ ઘુરતા પુછ્યું કે તું ખરેખર એક જંજાળમાં ફસાઇ ગયો છે એમ...
આરસરે કહ્યું કે હાં અને તને એ જણાવ્યું જ છે કે તેઓ ખતરનાક છે...
મને તારી દયા આવે છે...
આ સાંભળીને આરસરનાં ચહેરા પર શરમ અને રોષનાં ભાવ છવાઇ ગયા...
તું ખોટેખોટો સમય બરબાદ કરે છે તું હાં કે ના માં જવાબ આપ....
હેલ્ગાએ પુછ્યું કે તું ટીમોથી વિલ્સનનાં બારામાં શું જાણે છે....
આરસરે આશ્ચર્યથી પુછ્યું ટીમોથી વિલ્સન...હું તેવા કોઇ વ્યક્તિને ઓળખતો નથી..તું મને એ જવાબ આપ કે તું પૈસા આપવા તૈયાર છું કે નહિ...
હેલ્ગાએ હાથ લંબાવીને ત્યાં પડેલ સિગરેટ ઉઠાવી અને તેને હોઠ પર લગાવીને તે સળગાવી...
એક ટાઇમ હતો જ્યારે મને લાગતું હતું કે તું ખરેખર એક સમજદાર, અક્કલમંદ અને ચતુર વ્યક્તિ છું પણ જ્યારથી તું એક ફ્રોડ, લુટારો, બ્લેકમેલર અને હવે માફિયા બન્યો છું ત્યારથી તો હું તને એ યોગ્ય પણ ગણતી નથી કે તારી તરફ ધિક્કાર પણ રાખી શકાય...
તું મારૂ ઘણું અપમાન કરી ચુકી છું હેલ્ગા અને દરેક વસ્તુની એક હદ હોય છે તું કાન ખોલીને સાંભળ કે તને તારો પ્રેમી પાછો જોઇતો હોય તો આ રકમનો બંદોબસ્ત કરીને જિનેવાનાં એક એકાઉન્ટમાં એ રકમ જમા કરાવી દે અને ન જોઇએ તો એવો જવાબ આપ...
હેલ્ગાનાં ચહેરા પર એક કટુ મુસ્કાન છવાઇ ગઇ..
મિસ્ટર ફટીચર આરસર તું એટલો મુર્ખ છે એવું હું વિચારી પણ શકતી નથી ... પહેલા હું તને ટીમોથી વિલ્સન અંગે જણાવું...તેનો બાપ એક મામુલી ગોલ્ફર હતો અને તેણે તેના પુત્રને પણ ગોલ્ફ શીખવાડ્યું અને તે ચાહતો હતો કે તેનો પુત્ર પણ પ્રોફેશ્નલ ગોલ્ફર બને...છોકરો બહું સુંદર અને મહત્વાકાંક્ષી હતો..તે આમ તો દાવો કરે છે કે તેણે કેમ્બ્રીજમાં અભ્યાસ કર્યો છે પણ વાસ્તવિકતા એ છે કે તેણે માત્ર સોળ જ વર્ષની ઉંમરે ઘર છોડી દીધું હતું અને પેરિસની એક હોટેલમાં વેઇટરનું કામ કરતો હતો જ્યાં તેણે ફ્રેન્ચ શીખી પણ હોટેલવાળા તેના કામથી સંતુષ્ઠ ન હતા એટલે તેને હોટેલમાંથી કાઢી મુક્યો...અહીથી તે ઇટાલી ગયો અને મિલાનમાં તેણે એક રેસ્ટોરન્ટમાં વેઇટરની નોકરી કરી જો કે અહી પણ તેનું કામ સંતોષજનક ન હતું એટલે તેને નોકરીથી કાઢી મુકાયો જો કે આ દરમિયાન તેણે ઇટાલિયન શીખી હતી જો કે તેને માત્ર મહિલાઓમાં જ રસ હતો...ઇટાલીથી તે જર્મની ગયો અહી પણ તેણે આલ્ડન હોટલમાં કામ કરવાની શરૂઆત કરી હતી અને અહીં તે જર્મન શીખ્યો હતો આ દરમિયાન એક આધેડ મહિલા તેના પર આસક્ત થઇ હતી અને તેણે તેની સાથે લગ્ન કર્યા અને બે વર્ષ સુધી તે એ જર્મન મહિલા સાથે રહ્યો પણ ત્યારબાદ તે તેનાથી કંટાળી ગયો એટલે તેને છોડીને અન્ય એક આધેડ મહિલાને ફસાવી લીધી અને તેની સાથે લગ્ન કર્યા જ્યાં તેણે તેનું નામ ટીમોથી વિલ્સનથી બદલીને ક્રિસ્ટોફર ગ્રેનવિલ રાખ્યું હતું.
આ સાંભળીને આરસર સ્તબ્ધ થઇ ગયો અને થોડીવાર બાદ તે કશુંક બોલવા ગયો ત્યારે હેલ્ગાએ તેને રોક્યો અને કહ્યું કે ગ્રેનવિલ ઉર્ફ વિલ્સનનો રિપોર્ટ મારી પાસે છે અને ત્રણવાર લગ્ન કરવા બદલ તે વોન્ટેડ છે...આરસર કશું જ બોલી શકે તેમ ન હતો તે પરસેવે રેબઝેબ થઇ ગયો હતો અને ત્યારે જ બીજા રૂમમાં ફોનની ઘંટડી વાગી હતી...
હવે એ બોલ કે તારી પાસે ચારેય એક્કા છે...
એ સમયે જ હિકલ ત્યાં આવ્યો અને કહ્યું કે મેડમ, મિસ્ટર ગ્રેનવિલનો ફોન છે તે તમારી સાથે વાત કરવા માંગે છે..જોકે હેલ્ગાએ વાત કરવાનો ઇન્કાર કર્યો અને આરસરની આશાની છેલ્લી કિરણ પણ આથમી ગઇ...
વેરી વેલ મેડમ એમ કહીને હિકલ અંદર ચાલ્યો ગયો અને આરસરે હિકલને કહેતા સાંભળ્યો કે મેડમ તેની સાથે કોઇ વાત કરવા માંગતી નથી.
હેલ્ગાએ તેની આંખ પરથી ચશ્મા ઉતાર્યા તેની આંખો આગ વરસાવતી હતી તેણે ફુંકારો મારતા કહ્યું કે હવે તું અહીંથી ચુપચાપ દફા થઇજા અને એ પાડ માનજે કે મે તને પોલીસનાં હવાલે કર્યો નથી જો હવે પછી ક્યારેય મારા ઘરની ડેલી પર પગ મુક્યો છે તો તે જ વખતે પોલીસને સોંપી દઇશ...
ત્યારેજ હિકલ ત્યાં આવ્યો અને આરસરને કોલરથી પકડીને ઉભો કર્યો અને ઢસડીને વિલાની બહાર લઇ ગયો હતો.આરસર જ્યારે તેની કારમાં બેસીને ચાલ્યો ગયો ત્યારબાદ હિકલ ઘરમાં આવ્યો જો કે ત્યારે પણ હેલ્ગા ગુસ્સાથી કાંપી રહી હતી તેનાં હાથની મુઠ્ઠીઓ ભીંચાયેલી હતી અને તેના હોઠ ક્રોધથી કાંપતા હતા...
હિકલ સામાન પેક કર હું કાલે જ અહીંથી રવાના થઇ જઇશ...
તમે બહુ સમજદારી દાખવી રહ્યાં છો મેડમ કહીને હિકલ અંદર ચાલ્યો ગયો અને કબાટમાંથી તેની બેગ કાઢીને તેનો સામાન પેક કરવા માંડયો હતો.
જો કે ત્યારે હેલ્ગાને એ ક્ષણો યાદ આવતી હતી જે તેણે ક્રિસ સાથે વિતાવી હતી અને તેણે ખરેખર ત્યારે ચરમાનંદનો અનુભવ કર્યો હતો.જો કે તે વિચારતી હતી કે જો તે એક મર્ડરર હોત તો પણ તે ચલાવી લેત પણ તે એક દ્વિપત્નીક હતો...હે ભગવાન...તે ત્યાંથી હિકલની પાસે આવી અને તેણે તેનો આભાર માનતા કહ્યું કે જો તે મને ચેતવી ન હોત તો હું ખરેખર ભેરવાઇ ગઇ હોત....
તમારામાં સાહસ છે મેડમ અને જેમાં સાહસ હોય છે તે ક્યારેય હારતો નથી...
અંદર આવ...બર્નીનો ચહેરો ક્રોધથી તમતમતો હતો તેણે પુછ્યું કે તેણે ગ્રેનવિલનો ફોન કેમ ન લીધો...
આરસરનું હૃદય ધક ધક ધડકતું હતું અને તેનો ચહેરો સફેદ પડી ગયો હતો....તે અસ્થિર પગલે ચાલતા અંદર આવ્યો અને કહ્યું કે તે પૈસા નહિ આપે..
બર્નીએ કહ્યું કે તે જરૂર આપશે..તારામાં કોઇ અક્કલ જ નથી જેવુ તારૂ શરીર જાડુ છે તારી અક્કલ પણ એટલી જ જાડી છે જેના પર ચરબી ચડી ગઇ છે...હું તને જણાવું છું કે તે કેવી રીતે પૈસા આપશે...મારી સાથે ચાલ..આમ કહીને બર્ની તેને પોતાની કારમાં તેને એ જગાએ લઇ ગયો જ્યાં ગ્રેનવિલને રખાયો હતો...
આરસરને જોતા જ ગ્રેનવિલે પુછ્યું કે શું થયું તેણે મારી સાથે વાત કેમ ન કરી...
મને તો એ દિવસનો પસ્તાવો થાય છે જ્યારે હું તને મળ્યો હતો તું પુછે છે કે તેણે કેમ તારી સાથે વાત ન કરી કારણકે તું એક દ્વિપત્નીક છે અને જો મને ખબર હોત કે જો તું આ મામલે જર્મનીમાં વોન્ટેડ છું તો હું તારા પડછાયાથી પણ દુર રહેત...
તેના રહસ્યનો પર્દાફાશ થતા ગ્રેનવિલનો ચહેરો સફેદ પડી ગયો તેણે પુછ્યું કે હેલ્ગાને બધી વાત ખબર પડી ગઇ છે...
ખબર પડી ગઇ છે તેની પાસે જર્મન પોલીસ દ્વારા તૈયાર કરેલ રિપોર્ટની ફોટોકોપી છે અને તે રિપોર્ટમાં એ પણ જણાવેલું છે કે તારૂ નામ ટીમોથી વિલ્સન છે અને તે ત્રણવાર લગ્ન કર્યા છે અને તારી ત્રણેય પત્નીઓ જીવતી છે.....
ઓ ગોડ ...મારે તો અહીંથી ચાલ્યા જવું પડશે નહિતર તે મને પોલીસને સોંપી દેશે...
તું અહીંથી ભાગી જઇશ તે વાતને ભુલી જા...ઓરડામાં દાખલ થતા બર્નીએ કહ્યું કે તારા મનમાંથી એ ભ્રમ કાઢી નાંખ અને હું જોઉં છું કે તે કેમ પૈસા નથી આપતી...કહીને બર્નીએ સિટી મારી જે સાંભળતા જ સેજેટી અને બેલમોન્ટ ઓરડામાં આવ્યા...
તેણે બેલમોન્ટ અને સેજેટીને સંબોધતા કહ્યું કે તેણે પૈસા આપવાનો ઇન્કાર કર્યો છે તું એમ કર કે ગ્રેનવિલનો કાન કાપી નાંખ અને આરસરને સંબોધતા તેણે કહ્યું કે તારે એનો કાન લઇને તેની પાસે જવું પડશે...જો તે ત્યારબાદ પણ પૈસા આપવાનો ઇન્કાર કરે તો તારે તેની એક એક આંગળી લઇને તેની પાસે જવું પડશે..
તે પૈસા નહિ આપે...આરસરે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ બર્નીએ કહ્યું કે પ્રયાસ કરવામાં શું જાય છે...તેણે બેલમોન્ટ તરફ જોઇને કહ્યું કે તું એનો કાન કાપી નાંખ જેક્રોસ...
ગ્રેનવિલનો જીવ તો એ સાંભળીને જ તાળવે ચોટી ગયો...
બેલમોન્ટે પોતાના ખિસ્સામાંથી અસ્તરો કાઢ્યો અને જેવો તે ગ્રેનવિલનો કાન કાપવા જતો હતો ત્યારે જ ગ્રેનવિલે કહ્યું કે થોભી જા હું તમને એવી સ્કીમ જણાવી શકું છું જેમાં તમે હેલ્ગા પાસેથી એક નહિ દોઢ કરોડ લઇ શકો છો...બર્નીએ બેલમોન્ટને રોકાઇ જવાનો ઇશારો કર્યો...તેની પાસે આવીને તેણે પુછ્યું કે શું સ્કીમ છે...અને ગ્રેનવિલે તેને જણાવ્યું.....
હેલ્ગાની જ્યારે આંખ ખુલી ત્યારે સવારના સવા આઠ થયા હતા તેણે એક આળસ મરડી અને ઓરડામાં ચારે તરફ જોયું તેને આ વિલા છોડવાનો કોઇ ખેદ ન હતો કારણકે તેની સાથે તેની કોઇ ખાસ યાદ સંકળાયેલી ન હતી તેને ક્રિસ યાદ આવ્યો પણ કોઇ ખાસ પીડા ન થઇ તેણે વિચાર્યુ કે થોડા સમયમાં જ તે તેને પણ ભુલી જશે અને તે માત્ર એક ધુંધળી યાદ બનીને રહી જશે...
ત્યારબાદ તેણે વિચાર કર્યો કે જ્યારે પણ કોઇને લાગે કે તેને પ્રેમ થઇ ગયો છે ત્યારે તેણે ઘણી સાવધાની રાખવી જોઇએ....પ્રેમ આખરે હોય છે શું...મારે એ સ્વીકાર કરવો જોઇએ કે મને પ્રેમ અંગે સાચે જ કોઇ ખાસ ખબર નથી...અને આગળ પણ મને તેની ખબર પડશે એવું લાગતું નથી...મને તો લાગે છે કે પ્રેમ એ અવાસ્તવિકતા છે ઘણાં પુરૂષો અને મહિલાઓને એવો વહેમ થાય છે કે તેમને પ્રેમ થઇ ગયો છે...પણ એક દિવસ તેમને જણાય છે કે તેઓ તો એકબીજાને ઓળખતા પણ નથી.તો ઘણાં લોકો એવા હોય છે જેમનાં જીવનનો પાયો જ પ્રેમ હોય છે ....જો કે મારા માટે તો શારીરિક સંતોષ જ પ્રેમ છે જે મારા જીવનમાં એક શાપ બની ગયો છે...મને લાગતું હતું કે મને ક્રિસ સાથે પ્રેમ છે પણ હિકલે મારી આંખો ખોલી નાંખી કે મધુરભાષી ક્રિસ એક દ્વિપત્નીક હોવાની સાથોસાથ એક નંબરનો ફ્રોડ અને ચારસો વીસ હતો....તેના માટેની લાગણીઓ પણ મરી ગઇ છે....
થોડા સમયમાં જ હું અહીંથી પેરેડાઇઝ સિટી તરફ રવાના થઇ જઇશ અને ફરી મારૂ નિરસ જીવન ચાલુ થઇ જશે...એ જ બિઝનેશની ઝંઝટો અને એ જ બોર્ડ મિટિંગો ....આગલા જુનમાં તો હું પિસ્તાલીસની પણ થઇ જઇશ..
હેલ્ગાએ ઘડિયાળ તરફ જોયું આઠ વાગીને ચાલીસ મિનિટ થઇ ગઇ હતી..હિકલ હજી કોફી લઇને આવ્યો ન હતો જો કે આવતો જ હશે..તેની ઉંઘ નહિ ઉડી હોય અને મને પણ કોફીની ખાસ તલપ લાગી નથી....
હેલ્ગાએ ફરીથી આંખો બંધ કરી અને જ્યારે ફરી તેની ઉંઘ ખુલી ત્યારે નવવાગીને દસ મિનિટ થઇ ગઇ હતી અને હિકલ હજી આવ્યો ન હતો..
હેલ્ગા બેડ પરથી ઉઠી અને ગાઉન પહેરીને હિકલને જોવા માટે કિચનમાં ગઇ જો કે હિકલ કિચનમાં પણ ન હતો...હેલ્ગાએ વિચાર્યુ કે કદાચ દુધ ફાટી ગયું હશે તો તે દુધ લેવા ગયો હશે આમ વિચારીને તે બહાર આવી પણ ત્યાં તેણે જોયું કે હિકલની કાર ત્યાં જ હતી..તે કિચનમાં પાછી આવી અને ફ્રીજ ખોલીને જોયું તો તેમાં દુધનાં ત્રણ કાર્ટન પડ્યા હતા તે તેને જોવા માટે તેના કવાર્ટરમાં ગઇ પણ ત્યાંયે હિકલ ન હતો...ત્યારબાદ તો તેણે આખો વિલા જોયો પણ ક્યાંય હિકલ ન હતો આથી તેણે પોલીસને આ મામલે સુચિત કરવાનું યોગ્ય લાગ્યું અને એમ વિચારીને જ તે તેના ઓરડામાં આવી તો તેના પગ ત્યાં જ થંભી ગયા કારણકે તેના ઓરડામાં એક ચહેરાથી જ દુષ્ટ લાગતો એક વ્યક્તિ બેઠો હતો જેના મોંઢામાં સિગારેટ હતી અને હાથમાં ડ્રીલ હતું...તેની આંખોમાં ક્રુરતા ઝલકતી હતી..હેલ્ગાએ પોતાની જાત પર અંકુશ મેળવતા પુછ્યું કોણ છો તમે અને અહીં કેમ આવ્યા છો...
મારે તમારી સાથે બિઝનેશની વાત કરવી છે પેલો નપાવટ તમને સમજાવી શક્યો નહિ એટલે મારે જ તમારી પાસે આવવું પડ્યું..
તમે શું ચાહો છો....
દોઢ કરોડ રૂપિયા બોન્ડરૂપે...બર્નીએ ડ્રીલ વડે ટેબલ પર કાણું પાડતા કહ્યું કે તમારો નોકર હિકલ મારા કબજામાં છે અને ગ્રેનવિલે મને જણાવ્યું કે તે તમારા માટે ખાસ છે..
તે ક્યાં છે...
તમે અને હું તેને મળવા જઇશું પણ તે પહેલા હું તમને આ ડ્રીલ મશીન કેટલું ઉમદા કામ કરે છે તે બતાવવા માંગું છું જો તમે મને પૈસા આપવાની ના પાડશો તો હું તેનો જોરદાર પ્રયોગ કરી બતાવીશ તે જોઇને તો તમે પૈસા આપવાની આનાકાની નહિ જ કરો....ચલો મારી સાથ..
હું તારી સાથે ક્યાંય જવાની નથી...
બર્નીએ ભયંકર નજરે તેની તરફ જોતા કહ્યું કે મારી સાથે ચાલ જો તું મારી વાત નહી માને તો હું તારા નોકરનાં પગમાં એટલું મોટુ કાણુ પાડીશ કે તે ક્યારેય ચાલી નહિ શકે...
આ સાંભળતા જ હેલ્ગાનો ચહેરો ફિક્કો પડી ગયો...
હેલ્ગાએ તરત જ કહ્યું કે હું પૈસા આપવા માટે તૈયાર છું...
મને ખબર હતી કે તમે સમજદાર છો...તમારી બેંકમાં ફોન કરીને જણાવી દો કે દોઢ કરોડનાં બેરર બોન્ડ બનાવીને તમને મોકલી આપે...
હેલ્ગા ફોનની પાસે આવી અને બેંકમાં ફોન કરવાની હતી જ કે પાછળથી અવાજ આવ્યો કે હવે તેની કોઇ જરૂર નથી મેડમ...
હેલ્ગાએ પાછળ ફરીને જોયું તો દરવાજા પર હિકલ ઉભો હતો અને તેની આસપાસ બે સિપાહીઓ હતા જેના હાથમાં રિવોલ્વર હતી અને તેમણે બર્ની પર નિશાન સાધી રાખ્યું હતું અને બર્નીની નજર જેવી તેમના પર પડી કે તે ઉભો થઇ ગયો અને પોતાના હાથ ઉંચા કરી દીધા...તેઓએ તેને હથકડી લગાવી અને પોતાની સાથે લઇને નિકળી ગયા..
તે બહાર નિકળ્યા તે સાથે જ હેલ્ગા હિકલને વળગી પડી અને ધ્રુસકેને ધ્રુસ્કે રડવા માંડી ...હિકલે પણ પિતાની જેમ તેના માથા પર હાથ ફેરવીને તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો....
મેડમ તમે તમારી જાતને કન્ટ્રોલ કરો ...મોટા ઘરની મહિલાઓ પોતાની જાત પર સંયમ રાખે છે..તમે મોઢું ધોઇ લો હું તમારા માટે કોફી લઇને આવું છું...
થોડીવાર બાદ જ્યારે હિકલ જ્યારે કોફી લઇને આવ્યો ત્યારે હેલ્ગાએ જિદ કરીને તેને પોતાની પાસે બેસાડ્યો તેની હાજરીથી જ તેને જાણે કે સુરક્ષિત હોવાનું લાગતું હતું ....
હિકલ હવે મને બધી વાત કર...
હું તમને તમામ વિગતો જણાવું છું મેડમ...તમે તો જાણો છો કે મે મારા ભત્રીજા જમાઇને ગ્રેનવિલ વિશે વાત કરી હતી અને સાથોસાથ એ પણ જણાવ્યું હતું કે મિસ્ટર ગ્રેનવિલનું નકલી અપહરણ થયું છે અને મિસ્ટર આરસરે તેના બદલામાં વીસ લાખની રકમ માંગી છે...ફોકને સ્વિસ પોલીસને આ અંગે જાણ કરી હતી અને એક ઇન્સપેક્ટર આપણી વિલા પર નજર રાખતો હતો તે જાણવા માંગતો હતો કે આરસર અને ગ્રેનવિલ ક્યાં છે.પેલા દિવસ જ્યારે મે આરસરને કોલર પકડીને અહીંથી કાઢ્યો ત્યારબાદ પોલીસ તેની પાછળ લાગી હતી અને તે પેરાડિસો ગયો હતો જ્યાં આરસરે એક વિલા ભાડે રાખ્યો હતો ત્યાં બર્ની પણ નજરે પડ્યો હતો અને પોલીસ બર્ની પર પણ નજર રાખી રહી હતી પણ તેમને તેની વિરૂદ્ધ કોઇ નક્કર પુરાવો મળ્યો ન હોવાને કારણે તેની વિરૂદ્ધ કશું થઇ શક્યું ન હતું ત્યારબાદ પોલીસ બર્ની અને આરસરની પાછળ ગઇ અને તેમને એ જગા મળી જ્યાં ગ્રેનવિલને રાખવામાં આવ્યો હતો.બીજી તરફ જ્યારે બર્નીને લાગ્યું કે તમને આરસરમાં કોઇ રસ નથી ત્યારે તેમણે મારા અપહરણની યોજના બનાવી જો કે પોલીસને આ અંગે કોઇ ગંધ આવી ન હતી પણ તેઓ આપણાં વિલા પર નજર રાખતા હતા આથી ગભરાવાનું કોઇ કારણ ન હતું આથી આજે સવારે જ્યારે તેઓએ મને જ્યારે હું વિલા ખોલવા ગયો ત્યારે મને બંદી બનાવ્યો અને કારમાં બેસાડીને ત્યાં લઇ ગયા જ્યાં ગ્રેનવિલને રાખવામાં આવ્યો હતો અહી બર્ની પણ હતો જો કે પોલીસે ત્યારે કોઇ કાર્યવાહી કરી ન હતી ત્યારબાદ બર્ની અહી ધમકી આપવા આવ્યો એટલે જ તેને રંગેહાથ પકડવા માટે પોલીસ આવી હતી અને તે ત્યારે તે ધમકી આપી ચુક્યો હતો ત્યારબાદ તો શું થયું તે તમને ખબર છે...
આમ આખી વાત એમ છે...ઇન્સપેક્ટરે મને જણાવ્યું કે ગ્રેનવિલને જર્મન પોલીસને હવાલે કરવામાં આવશે અને બર્ની અને તેના ગુંડાઓ વિરૂદ્ધ ચોરીનો માલ રાખવાનાં ગુના હેઠળ કાર્યવાહી થશે કારણકે તેના ઘરમાંથી ખાસ્સો માલ મળ્યો છે.ઇન્સપેક્ટરે મને કહ્યું કે હું અપહરણનો કેસ ન કરું નહિતર તમને મુશ્કેલી થશે...
અને આરસર...
મિસ્ટર આરસર પર કાયદેસર કાર્યવાહીમાં થોડી મુશ્કેલી છે કારણકે તે પોલીસની સામે ગમે તે બકવાસ કરી શકે છે આથી જેમ મિસ્ટર રાલ્ફે તેની વિરૂદ્ધ ફ્રોડની કામગિરી પર કોઇ કેસ કર્યો ન હતો તે જ રીતે આપ પણ તેની વિરૂદ્ધ કોઇ કાર્યવાહી ન કરશો...જો કે તેને સ્વીત્ઝર્લેન્ડમાંથી ડિપોર્ટ કરવાની કામગિરી જરૂર કરાશે...તે હવે ફરી અહી પાછો નહિ આવી શકે...
હેલ્ગાએ આદરણીય નજરે હિકલને જોયો અને વિચાર કર્યો કે તે કેટલો દુરંદેશી છે જે મારી ઇજ્જત બચાવવા માટે આરસર વિરૂદ્ધ કાર્યવાહી નહિ કરવાની સલાહ આપી રહ્યો છે..તેને એ ખબર હતી કે એક સમયે તે આરસર સાથે પ્રેમમાં હતી અને તેઓ એકબીજા સાથે શારીરિક સંબંધ પણ ધરાવતા હતા અને જો આરસર પર કોઇ કાર્યવાહી કરાય તો તે જાહેરમાં કહી શકે તેમ હતો કે એક સમયે તે તેની સાથે તેની ઓફિસમાં જ તેની સાથે રતિસુખ માણતી હતી.
હેલ્ગાએ નજર નીચી કરતા જણાવ્યું કે સારૂ થયું તમે તેની વિરૂદ્ધ કોઇ કાર્યવાહી ન કરી...તો હવે મામલો રફેદફે થઇ ગયો છે..
આ મામલો તો રફે દફે થઇ ગયો છે પણ હજી થોડું કામ બાકી છે ત્રણ વાગે તમારે ન્યુયોર્કની ફલાઇટ પકડવાની છે અને મારે હજી સામાન પેક કરવાનો છે...હિકલે કોફીની ટ્રે ઉઠાવી અને જરા રોકાઇને કહ્યું કે મેડમ હવે પછી દામ કરવામાં થોડી સાવધાની રાખજો હું એટલો મહત્વપુર્ણ પણ નથી કે તમે મારા માટે દોઢ કરોડ આપવા તૈયાર થઇ ગયા હતા જો કે તમારો ખુબ ખુબ આભાર કહીને હિકલ કિચનમાં ચાલ્યો ગયો...
ઇન્સપેક્ટરને જ્યારે બહુ વાચાળ જોયો ત્યારે આરસરને આશ્ચર્ય તો થયું જો તેને કહેવામાં આવ્યું ન હોત કે તે ઇન્સપેક્ટર છે તો તે માની શક્યો ન હોત...
આરસરને જ્યારે કહેવાયું કે તેની ધરપકડ કરાઇ નથી પણ તેને સ્વીત્ઝર્લેન્ડમાંથી ડિપોર્ટ કરાયો છે ત્યારે તેણે લાંબો શ્વાસ લીધો હતો ઇન્સપેક્ટર જ તેને કારમાં બેસાડીને એરપોર્ટ લઇ ગયો હતો જો કે તેને કહેવાયું હતું કે તેની લંડનની ફલાઇટ મોડી છે અને એ કારણે જ તેઓ લાઉન્જમાં બેસીને વાત કરતા હતા ત્યારે જ ઇન્સપેક્ટરે કહ્યું કે હવે પછી તમે સ્વીત્ઝર્લેન્ડમાં આવવાનો પ્રયાસ ન કરશો નહિતર...
મને ખબર છે આરસરે કહ્યું...
તમે બહુ ભાગ્યશાળી છો કે તમારી વિરૂદ્ધ નક્કર પુરાવાઓ હોવા છતાં મિસિસ રોલ્ફે તમારી વિરૂદ્ધ કાર્યવાહી ન કરી...
મિસિસ રોલ્ફે કેટલાક કારણોસર જ મારી વિરૂદ્ધ કાર્યવાહી કરી નથી...
મોટા લોકો કોઇને કોઇ કારણસર જ હંમેશા ચુપ રહેતા હોય છે એ તો હું સારી રીતે સમજું છું..
એ સમયે જ લાઉન્જમાં થોડી હલચલ મચી ગઇ હતી.તમામની નજર લાઉન્જનાં એન્ટ્રીગેટ પર ગઇ હતી. આરસરે જ્યારે તે તરફ જોયું તો તેનું હૃદય ધબકારો ચુકી ગયું કારણકે હેલ્ગા અંદર આવતી હતી અને એરપોર્ટનો સ્ટાફ તેની આસપાસ હતો અને પ્રેસ ફોટોગ્રાફરો તેની તસ્વીર લેવા માટે ધક્કામુક્કી કરી રહ્યાં હતાં...
આ તો મિસિસ રોલ્ફ છે બહું સુંદર છે....
હેલ્ગાનો અંદાજ જોઇને આરસરનો ચહેરો પડી ગયો હતો તે વિચારતો હતો કે હેલ્ગા ગ્રેનવિલને ભૂલી ચુકી છે તેના ચહેરા પર દુખનું કોઇ નામોનિશાન નથી ઉલ્ટાનું તેના ચહેરાની ચમક વધી ગઇ છે....કેટલી ચતુર છે જો મારી અપહરણની યોજના સફળ ગઇ હોત તો અત્યારે હું વીઆઇપી લાઉન્જમાં હોત અને આખો સ્ટાફ મારી આગળ પાછળ હોત.....
ખરેખર ખુબ જ સુંદર ઔરત છે...મેં સાંભળ્યું છે કે એક સમયે તમે પણ તેમની સાથે કામ કરતા હતા..આરસરે ઇન્સપેક્ટરની વાત સાંભળી ન હતી તેનું ધ્યાન તો એક મનોહર વ્યક્તિ તરફ હતું જે લાઉન્જમાં પ્રવેશી રહ્યો હતો...તે વ્યક્તિ કદમાં લાંબો હતો અને તેનો ચહેરો અંડાકાર હતો, કાન લાંબા હતા, માથું પહોળું હતું, હોઠ ગુલાબી હતા, વાળ કાળા હતા અને ઘુંઘરાળા હતા તેની પર્સનાલિટીમાં જ કોઇ અજબ આકર્ષણ હતું પેલા ઇન્સપેક્ટરની નજર પણ આરસરની નજરનો પીછો કરતા તેની તરફ ગઇ જેને જોતા તે બોલ્યો કે અચ્છા તમારી નજર મોન્સ્યોર હેનરી દા વિલિયર પર છે એ તો ફ્રાંસનાં સૌથી મોટા ઉદ્યોગપતિ છે અને તેમનાં વિશે કહેવાય છે કે તેઓ નજીકનાં ભવિષ્યમાં જ અમેરિકામાં ફ્રાંસનાં રાજદૂત બનશે...બે ફોટોગ્રાફર તેની તરફ ધસ્યા હતા અને તેમની તસ્વીર લીધી હતી જે જોઇને તેણે સ્મિત આપ્યું હતું..તેને જોઇને એરપોર્ટનો એક અધિકારી ત્યાં પહોચ્યો હતો અને તેમને લઇને લાઉન્જમાં ગયો હતો..આરસર તેને જોઇ રહ્યો અને તેન મ્હોંમાંથી ઇર્ષ્યાનો સિસકારો નિકળી ગયો..
તે સમયે જ માઇક પર ન્યુયોર્કની ફલાઇટની જાહેરાત થઇ હતી..જુઓ તે જઇ રહ્યાં છે ઇન્સપેક્ટરે આરસરની તરફ જોતા કહ્યું...
આરસર વિમાનની તરફ આગળ વધતી હેલ્ગાને જોઇ રહ્યો હતો તેની થોડા પાછળ જ દા વિલિયર ચાલતા હતા તેની પાછળ બે માણસો ચાલતા હતા અરધા રસ્તે અચાનક જ હેલ્ગાનાં હાથમાંથી કશું પડ્યું હતું કદાચ તે રૂમાલ હતો હવે એ રૂમાલ પડ્યો હતો કે પાડ્યો હતો તે આરસરને સમજાયું નહિ પણ તે રૂમાલ વિલિયરે ઉઠાવ્યો અને થોડા ઝડપથી ચાલતા હેલ્ગાની પાસે પહોંચ્યો..હેલ્ગા પણ રોકાઇ તો વિલિયરે રૂમાલ તેને આપ્યો જે તેના હાથમાંથી લઇને તે આભારપુર્વક તેની તરફ સ્મિત વેરી રહી હતી.ત્યારબાદ બંને વચ્ચે કોઇ વાતચીત થઇ અને બંને સાથે જ વિમાન તરફ આગળ વધ્યા જે જોઇને ઇન્સપેક્ટર બોલ્યો બહું તેજ ઓરત છે આટલી જલદી તેની સાથે સંબંધ પણ બનાવી લીધો...
તે પેહેલેથી તેજ છે અને આગળ પણ રહેશે...આરસરે પણ તેમની તરફ જોતા કહ્યું....
એટલામાં જ લંડનની ફલાઇટની પણ જાહેરાત થઇ જે સાંભળતા ઇન્સપેક્ટરે તેને અલવિદા કરી અને આરસરે તેનો આભાર માનીને વિમાન તરફ આગળ વધ્યો જો કે તે જાણતો હતો કે ઇન્સપેક્ટરની શુભકામનાઓ પણ તેના ભાગ્યચક્રને બદલી શકે તેમ નથી......
સમાપ્ત...