The Author RACHNA JAIN Follow Current Read પરિણામ જાહેર By RACHNA JAIN Gujarati Short Stories Share Facebook Twitter Whatsapp Featured Books Love you Princess - Part 15 Rathore's pov:This 45 minutes has been worst time in my... THE CADET: A DREAM OF DUTY AND LOVE - 3 Chapter 1: Happy Faces“The birth of a dreamer.”June 6, 2003... Her Final Letter - 1 Episode -1 Between life and loss.. When maya born her m... ALLOWED ABUSES - 3 So friends wel come back and let's join our new episode... The Mystery of Murder Chapter 1: The Morning of the CityIt was 7 in the morning. T... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share પરિણામ જાહેર (1) 420 1.2k પરિણામ જાહેરસવારે ઉઠતાની સાથે જ કંઈક અલગ જ વાતાવરણ જોવા મળી રહ્યો હતો. ટીવી અને રેડિયોમાં એક જ અવાજ સંભળાઈ રહ્યો હતો આજે ધોરણ ૧૦નું પરિણામ જાહેર. સાંભળતા જ આખું વર્ષ કરેલી મહેનત આંખોની સામે યાદ આવે છે. રાતોના ઉજાગરા, કેવી રીતે અભ્યાસ કર્યો, કેટલા ક્લાસો ભર્યા, કેટલા પેપરો લખ્યા, કેટલી સમસ્યાઓનું નિવારણ કર્યું, ના સમજાયેલા મુદ્દા કે અઘરા વિષયો પર વધારે ભાર આપ્યો, રાત્રે મોડા સુધી એકના એક વિષય પર પ્રેક્ટિસ કરવી, મને યાદ છે કે એક વાર ગણિતમાં દાખલાનો સૂત્ર યાદ ન રહેતા સાહેબે ૧૦ થી ૧૫ વખત લખવા આપેલું.કોઈ વિષયનું પેપર રહી ગયું હોય તો ત્યાં બેસીને પૂરું કરવું, શાળામાં ફરજિયાત હાજરી આપવી,ઓછા માર્ક્સ આવે તો કેટલી વાર ફરિયાદ કરવામાં આવી. વગેરે વગેરે....આજે તો બધાની નજર મારા પર કેટલા ટકા આવશે આજુબાજુમાં પાડોશીઓ વધારે ચિંતામાં ફલાણાની છોકરીનું આજે રીઝલ્ટ છે.જોઈએ તો શું પરિણામ આવે છે? ઘરમાં ચિંતાજનક વાતાવરણ છવાયેલું. ઘરના બધા જ વેબસાઈટ ખોલી પરિણામ જોવા મથ્યા છે. મમ્મી ફટાફટ મંદિરે જઈને ભગવાનને પ્રાર્થના કરીને ઘરે આવે છે અને કહે છે આજે તો ભગવાનને પ્રાર્થના કરીને આવી છું હે ભગવાન મારી લાજ રાખજે અને ભાઈને કહે છે ચાલ ઝટ કરને શું પરિણામ આવ્યું? ભાઈ કહે "મમ્મી જોને નેટ જ પકડાતું નથી"પપ્પા ફોન પર પરિણામ અંગે પૂછપરછ કરતા આમ તેમ દોડાદોડ કરતા, મમ્મીને કહે છે અરે સાંભળે છે આપણા પેલા વિક્રમભાઈની છોકરીના કેટલા સારા માર્ક આવ્યા છે એમનો હમણાં જ મારા પર ફોન આવ્યો છે. ફરીથી ભાઈ બૂમ પાડે છે.મમ્મી મામાને ફોન કરીને પૂછોને મારું નેટ ચાલતું નથી.ચારે તરફ ગંભીર વાતાવરણ છવાયેલું .ઘરમાં કોઈને ખાવાની પણ સૂધ નહીં બધાને માત્રને માત્ર રીઝલ્ટ દેખાતું હતું. હા પણ કોઈને ખબર નહીં હું ક્યાં છું. હું તો ત્રીજા માળે રૂમ બંધ કરીને બધું સાંભળ્યા કરુંને મનમાં વિચાર કરું કે શું પરિણામ આવ્યું. એકદમથી ફરીથી ભાઈનો અવાજ સંભળાયો.આ શું પરિણામ આવ્યું ? ના હોય એવું બની જ ન શકે .મને તો વિશ્વાસ જ નથી થતો. ભાઈનો અવાજ સાંભળતા જ મારી આંખોની સામે અંધારું છવાઈ ગયું .મારા જીવમાં ધ્રાસકો પડ્યો. મેં ફટાક દઈને દરવાજાની કુંડી લગાવીને બંધ કર્યું. એટલામાં જ મામા ઘરે મીઠાઈ લઈને પહોંચી ગયા. અને કહેવા લાગ્યા આવું ન ચાલે પાર્ટી આપવી પડશે આટલા ખુશીના સમાચાર છે આજે તો જમ્યા વગર નહીં જઉં .આપણી રીતુના ૯૫ ટકા આવ્યા છે. ખરેખર ખૂબ જ મહેનત કરી છે રીતુએ. પણ રીતુ છે ક્યાં? મમ્મી કહે મેં તો સવારથી રીતુને જોઈ નથી ફોન પણ બંધ આવે છે. બહેનપણીને ફોન કરીને પૂછ્યું ત્યાં પણ નથી બધે શોધ્યું પણ ક્યાંય રીતુ દેખાઈ નહીં. મમ્મી ઘરમાં આગળ પાછળ જુએ છે ઉપરના રૂમમાં બારી-દરવાજા બંધ જોતા જ મમ્મી ત્યાં ને ત્યાં જ ઉભી રહી જાય છે અને જોર જોરથી દરવાજો ખટખટાવે છે. બેટા દરવાજા ખોલ જલ્દી ખોલ .જો તારું કેટલું સારું પરિણામ આવ્યું છે બેટા દરવાજા ખોલ. જો મેં તારા માટે આજે તારી પસંદનું દૂધપાક બનાવ્યું છે. અને મામા પણ મીઠાઈ લઈને આવ્યા છે. તારું કેટલું સરસ પરિણામ આવ્યું છે ૯૫ ટકા આવ્યા છે. વાહ બેટા વાહ તારી મહેનતથી તને સફળતા મળી છે. બેટા જલ્દી દરવાજા ખોલને. મમ્મીનો અવાજ સાંભળતા જ રીતુ દરવાજો ખોલે છે અને હૈયા ફાટ રુદન કરીને મમ્મીને ભેટી પડે છે. જો મામા સમયસર ના આવ્યા હોત તો આ દરવાજા ક્યારે ખુલી શક્યા હોત ખરા? ડૉ.રચના કુમારી જૈન એશિયા ઇંગ્લીશ સ્કુલ Download Our App