Talash 3 - 41 in Gujarati Thriller by Bhayani Alkesh books and stories PDF | તલાશ 3 - ભાગ 41

Featured Books
Categories
Share

તલાશ 3 - ભાગ 41

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.

"શું વાત છે સર, કેમ અચાનક મને યાદ કર્યો?" શ્રીવાસ્તવે પ્રધાનમંત્રીજી ને કહ્યું. એની સાથે આઈ.બીના ચીફ રાકેશ મિશ્રા પણ હતા.

"શ્રી વાસ્તવ જી એક ગંભીર મામલો સામે આવ્યો છે. મને હમણાં જ આર્મી ચીફનો ફોન આવ્યો હતો. તમારે અને મિશ્રાજી એ તમારી તમામ તાકાત લગાવવી પડશે." કહી અને પછી પ્રધાનમંત્રીજી એ કારગિલના નાના ગામના એક યુવકે જે જોયું હતું એ જણાવ્યું. અને ઉમેર્યું. "મિલિટરી ઇન્ટેલિજન્સને આજે બપોરે આ વાતની જાણ થઈ છે. પણ એ લોકોની તપાસ જેમ જેમ આગળ વધતી જાય છે એમ એમ મામલો ગંભીર જણાતો જાય છે. તમારી તમામ તાકાત ને કામ પર લગાવી દો અત્યારે વહેલી સ્વર્ણ 2.30 વાગ્યા છે બપોરે 12 વાગ્યા સુધીમાં વાસ્તવિકતા કેટલી ગંભીર છે એનો મને રિપોર્ટ જોઈએ છે. દેશના સાર્વભૌમત્વ નો સવાલ છે."

"સ્યોર સર, હું અને મિશ્રા હમણાં જ કામે લાગી જઈએ છીએ,"

"અરે તમે કંઈક દેશની ધરોહર ની વાત કરતા હતા, એ શું હતું અને તમે લોકો અત્યારે ઓફિસમાં... લાગે છે કંઈક ગંભીર મામલો છે." પ્રધાનમંત્રીએ કહ્યું.

"જી સર, દેશનો કેટલોક ઐતિહાસિક ખજાનો કે જે સદીઓ જૂનો છે એ દેશની બહાર મોકલવાનું ષડયંત્ર હમણાં આપણા સોર્સ ના ધ્યાનમાં આવ્યું છે એટલે." રાકેશ મિશ્રા એ કહ્યું.

"સમજી ગયો. તો એ કામ પૂરું થયું કે નહિ?" 

"જી સર, એના માટેની આવશ્યક સૂચના અપાઈ ગઈ છે. અને કામ ચાલુ થઇ ગયું છે. અને અશોક રાજગુરુ પોતે એ માટે શ્રી નાથદ્વારા જવા રવાના થઇ ગયા છે."

"ઓહ્હ. મતલબ શ્રી નાથદ્વારા મંદિરનો મામલો છે. એટલેકે કરોડો લોકોની આસ્થા થી જોડાયેલ મામલો છે એમને."

"હા સર, પણ કઈ ચિંતા જેવું નથી,મુખ્ય શકમંદ એક સ્થાનિક વગ વાળો માણસ છે."

"ગમે તે હોય, એ છૂટવો ન જોઈએ."

"યસ સર, એ ગમે તેવો ચમરબંધી હશે એને છોડવામાં નહીં આવે. 

xxx 

 શંકર રાવ વ્યગ્ર ચહેરે પોતાના બંગલામાં આટા મારી રહ્યો હતો, ધિરીયાનો કે હિમતસિંહનો કોઈ કોન્ટેક્ટ થઈ રહ્યો ન હતો. એને પોતાના અડ્ડે પણ તપાસ કરાવી લીધી હતી. પણ કઈ મેડ પડ્યો ન હતો. 'સા, હલકટ ક્યાં ગાયબ થઇ ગયા.લાગે છે કે એક સાથે 3 બાયું હાથમાં આવી છે તો મોજ કરવામાં પડ્યા હશે મેં એ લોકોને ના કહી હતી પહેલા જીતુભા પાસેથી શેરાનો કાંટો કઢાવી લેવાનો હતો પછી આરામથી એની બહેન અને પ્રેમિકા સાથે મોજ માણી હોય તો જીતુભા બિચારો શું રોકવાનો હતો. પોલીસ તો મારા ખિસ્સામાં જ છે. હવે આ લોકો ને ગોતવા તો પડશે જ, પણ ક્યાં? સા.. ઓલો લખન ગમે એવો હતો પણ કામનો માણસ હતો. એને સુઝકો હતો કે કયું કામ કેવી રીતે કરવું. લાગે છે કે મારે એને મનાવવો પડશે. એના માટે કોઈને મોકલવો પડશે.' આવું વિચારતા શંકર રાવે કોઈને ફોન જોડ્યો. 

"હેલો ફુલચંદ, હું શંકર રાવ બોલું છું. એક કામ છે."

"અરે રાવ સાહેબ, હુકમ કરો, કેટલા દિવસે ફોન આવ્યો તમારો."

"અરે, તારે લાયક કામ આજે મળ્યું બાકી મોટા કામ તો ડાયરેક્ટ ઉપરી અધિકારી સાંભળી લે છે. અને હા તારો હિસ્સો હું દર વખતે મોકલું છું, મળે છે ને?"

"હા હુકમ વહેંચીને ખાવાની તમારી આ આદત અદભુત છે. કામ નાનું હોય કે મોટું બધાને એમની મહેનતનું આપવાનું તમે ચુકતા નથી. હવે એ બધું છોડો અને મારું કામ હોય એ બોલો."

"અત્યારે ક્યાં છે તું?" 

"અજબ તાલ, પોલીસ ચોકીમાં ડ્યુટી પર છું." સબ ઇન્સ્પેકટર ફૂલચંદે કહ્યું.  

"તું લખનને ઓળખે છે ને, મારો માણસ, નગર નિગમ માં છે એ."

"હા, બરાબર ઓળખું છું. હમણાં જ એ અને એના કાકા, એના કાકાના દીકરો મંગલ આજે ઘરે નથી આવ્યો એ પણ તમારા સાથે જ કામ કરે છે ને.?"

"હા, હવે સાંભળ એ તો પતી ગયો છે, અને લખને જ એનો નિકાલ કર્યો છે. પણ પછી લખન મારાથી નારાજ થઇ ગયો છે. મારે એનું અરજન્ટ કામ છે. એનું ઘર તારા જ પોલીસ સ્ટેશનની હદમાં આવે છે ને?"

"સમજી ગયો હુકમ, હું અર્ધો કલાકમાં એને લઈને તમેં કહો ત્યાં આવી જઈશ."

"તો પછી એને લઈને આપણો નવો મોલ બન્યો છે એની ઓફિસમાં આવ હું ત્યાં પહોંચું છું.પણ તું એને લાવીશ કઈ રીતે,"

"પોલીસના પાવર એટલા અદભુત છે કે ભલભલા પોલીસ કહે ત્યાં ચાલી નીકળે છે. ચિંતા ન કરો આવું છું." કહીને ફૂલચંદે ફોન કટ કર્યો અને બેલ મારી ને હવાલદાર ને બોલાવ્યો. અને જીપ તૈયાર કરાવવા કહ્યું. પોતાના માથા પર સબ ઇન્સ્પેક્ટરની કેપ પહેરીને પોલીસ ચોકી માંથી બહાર નીકળ્યો.

xxx 

જીતુભા સ્તબ્ધ થઈને ફોન ને તાકી રહ્યો હતો. હમણાં જ સોનલે એને ફોન પર કહ્યું હતું કે 'તું અર્જન્ટ વિક્રમ સાથે વાત કર,' 'પણ એનો નંબર.. અને શું કામ?' જીતુભાને પોતાની જ દલીલો પાંગળી લાગી હતી. 'જો તો એવા મોટા ઈન્ડસ્ટ્રી લીસ્ટ કે જે તારી બહેનને પરણવા પાછળ પડ્યો છે એનો કોન્ટેક્ટ નંબર એરેન્જ ન કરી શકતો હો તો શેનો પ્રાઇવેટ ડિટેક્ટિવ બનીને ફરે છે.' સહેજ તાડુકતાં સોનલે કહ્યું હતું પછી ઉમેર્યું કે 'એણે  3 દિવસ પહેલા હું એને મળવા ગઈ હતી ત્યારે, એણે મારા પર્સમાં એક કાગળ સરકાવી દીધો હતો, એમાં લખ્યું છે કે 'તારા ભાઈ જીતુભાને કહે કે મને અર્જન્ટ ફોન કરે, મારા જીવન મરણનો પ્રશ્ન છે.' સોનલ ફોન કટ કરીને પછી ધર્મશાળાના આજ્ઞામાં કે જ્યાં મોહિની અને નીના એની રાહ જોઈ રહ્યા હતા ત્યાં ચાલી ગઈ. અને જીતુભા સ્તબ્ધ થઈને ફોન ને તાકી રહ્યો. છેવટે મગજ ફ્રેશ કરવા એણે સિગારેટ સળગાવી અને વિચારવાનું ચાલુ કર્યું. 'આ વિક્રમ ના ભાથામાં હજી કેટલા તીર છે. કોણ છે એ શેરા? નિનાદે એનો સાથ શું કામ આપ્યો પોતાના પપ્પાની ઉપરવટ જય અને પોતાની જ કંપની પર હુમલો કરાવ્યો, પૃથ્વી અને મારા પ્રત્યે આટલી લાગણી હોવા છતાં એણે આવું શું કામ કર્યું. અને વિક્રમ ને મારુ એવું શું કામ છે? બારમા ધોરણના છેલ્લે દિવસે સોનલ સાથે શું થયું હતું? શંકર રાવ સાથે એને શું દુશ્મનાવટ છે? આ શેરા અને માંગ ને એની સાથે શું સંબંધ છે. કે એ શેરાનો જીવ બચાવવા માટે મને 5 કરોડ રૂપિયા આપવા માંગે છે? અને આ ફોન.. આ ફોનમાં એવું શુ છે?...  આ ફોન.. " એણે  ફોન ને ધ્યાન થી જોયો. નોકિયા 3210 મોડેલનો ફોન હતો. એને ફટાફટ ફોન ચેક કરવા માંડ્યો. ફોનમાં 50-60 કોન્ટેક્ટ નંબર સેવ કરેલા હતા. જેમાં શેરા, લખન અને શંકરરાવ ના નંબર મુખ્ય હતા. આ ઉપરાંત કેટલાક નંબર વિચિત્ર રીતે લખાયેલ હતા, જેમ કે આરસ પહાણ 15, ચાર ભુજા 60, ઘાને રાવ/ 15. કુંભલગઢ સેન્ચ્યુરી 14-26, ઝીલવાડા મિલ્ટ્રી કેમ્પ 19. શાદી 23, મૂંડેરી 34, આવી વિચિત્ર રીતે સેવ કરેલા નંબર જોઈને જીતુભાને નવાઈ લાગી. જનરલી મોબાઈલ નંબર 10 આંકડા ના હોય. એની બદલે 2-3 આંકડામાં વિચિત્ર રીતે લખાયેલા આ નંબરનું મંગળને શું કામ હશે. જીતુભાને કઈ સમજાતું નહોતું. આખરે કંટાળીને એને કાર ચાલુ કરી આખા દિવસની દોડધામ થી એ થાક્યો હતો. લગભગ કલાક પછી એ નીતા કોસ્મેટિક્સ ના ગેસ્ટ હાઉસે પહોંચ્યો. કાર વોચમેનને સોંપીને એ પોતાની રૂમ પર પહોંચ્યો. ફટાફટ શાવર લઈને એણે લંબાવ્યું ત્યારે રાત્રીના લગભગ 1 વાગવા આવ્યો હતો એ જ વખતે પીએમઓના ચીફ સેક્રેટરી પોતાની ઓફિસ પહોંચ્યા હતા. એમને અનોપચંદ નો ફોન આવ્યો હતો અને નાથદ્વારામાં ચાલી રહેલી ગરબડ વિશે જણાવ્યું હતું અને શંકર રાવનો એ આખા મામલ માં શું રોલ છે એ પણ કહ્યું હતું. એટલે જ શ્રીવાસ્તવે પોતાના ચપરાશી મુન્નીલાલને મોકલીને આઈબીના રાકેશ મિશ્રા અને ભારતીય પુરાતત્વ વિભાગ ના અશોક રાજગુરુને બોલાવ્યા હતા. એ જ વખતે દિલ્હીથી ફ્લોદી ટેક્સીમાં બેઠેલા પૃથ્વી એ કોઈકને ફોન લગાવ્યો હતો. 

xxx 

"એ અત્યારે ક્યાં છે? એ શોધીને એને અત્યારે જ કંપનીના 'ગેસ્ટ હાઉસ' માં શિફ્ટ કરો, એની ખાતીર બરદાસ્ત કરવી જરૂરી છે. થશે આ કામ?"

"અર્ધો કલાક મને આપ."

"મોહન લાલજી આ જે મારી જીતુભા અને કંપની સાથે થઇ રહ્યું છે એનો એક છેડો આ મને ફોન કરનારના હાથમાં છે. એ છેડે થી ગુચ ઉકેલતા જશું તો ગુચ નીકળી જશે." પૃથ્વી એ કહ્યું.

"આ એક છે ડો હશે પણ એક્ચ્યુઅલ માં એ આખી ગુંચના ઘણા બધા છેડા છે. કેટલાક નિનાદે અને જીતુભાઇ ઉકેલવાનું શરૂ કર્યું છે. આ છેડાની સારસંભાળ હું લઉં છું."

"ઓકે. હું વહેલી સવારે ઘરે પહોંચિશ પછી બાપુ અને માં સાહેબને મળીને તરત જ શ્રી નાથદ્વારા જવા નીકળી જઈશ કાલે જારેજા મને ત્યાં બપોરે મળવાનો છે."  

xxx 

"ભાઈ લખન ક્યાં છે તું?" ફૂલચંદે લખનને ફોન કરીને પૂછ્યું. 

"અરે ફુલચંદ જી મારા ભાઈના કઈ ખબર મળ્યા?" 

"હા, તું એક કામ કર, શંકર રાવજીના નવા મોલની ઓફિસમાં આવી જા 10 મિનિટમાં.હું તને ત્યાં કહીશ કે તારો ભાઈ કેવી રીતે મરાયો અને એના હત્યારા કોણ છે."

"ફુલચંદ, યાદ છે તને રોડ પર દોડાવીને મેં માર્યો હતો, જીવતો જવા દેવાની ભીખ તે માંગી હતી અને તારી વર્દીનો શર્ટ ઉતારીને એનાથી મારી બાઈક સાફ કરી હતી."

"લખનીયા, ઈ દિવસ બીજો હતો. તારા પર રાવજીના ચાર હાથ હતા, અને મેં નશામાં રાવજીનું અપમાન કર્યું હતું. આજે ન તો હું નશામાં છું કે ના રાવજી તારી સાથે એટલે ચુપચાપ 10 મિનિટમાં મોલ ની ઓફિસમાં પહોંચી જ."

"અને ન આવું તો?" લખને રાડ પડતા પૂછ્યું.

"જો ભાઈ આવવું ન આવવું એ તારી મરજી છે. આતો મને શંકર રાવે કહ્યું કે તું એનાથી નારાજ છે અને એ તને મનાવવા માંગે છે તને કઈ તકલીફ દેવા નથી માંગતા તો મેં વિચાર્યું કે તમારું સમાધાન કરાવી દઉં. પણ તારા ઘરે આવતો ત્યાં રતામાં મને તારી બહેનનું ઘર દેખાયું. અને હું એત્યારે એના ઘરમાં બેઠો છું હા તારો બનેવી જુવાન લોહી એ હોશિયારી કરવા ગયો તો મારા સિપાઈઓએ એને થોડો ઠમઠોર્યો છે. અને મારો સિધ્ધાંત છે કે દોસ્તની બહેન એ મારી સગ્ગી બહેન. પણ શંકર રાવને તો તું જાણે જ છે. અને જો તું નહીં આવે ને તારી બદલે હું તારી બહેનને લઇ જઈશ તોય શંકર રાવ મને લાખ રૂપિયા તો આપશે જ. વિચારીને મને બે મિનિટમાં કહે કે તું મોલનો ઓફિસમાં 10 મિનિટમાં મળીશ, કે પછી તારી આ બહેનને હું શંકરરાવનો ગુસ્સો શાંત કરવા લઇ જાઉં?"  ફૂલચંદ ની આ ધમકીથી લખનના મોતિયા મરી ગયા. 

 

ક્રમશ:  

 આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ - સૂચનો અવશ્ય મોકલજો.