Talash 3 - 42 in Gujarati Thriller by Bhayani Alkesh books and stories PDF | તલાશ 3 - ભાગ 42

Featured Books
  • एक कब्र का रहस्य

    **“एक कब्र का रहस्य”** एक स्कूल का मासूम लड़का, एक रहस्यमय क...

  • Kurbaan Hua - Chapter 45

    अधूरी नफ़रत और अनचाहा खिंचावबारिश अब पूरी तरह थम चुकी थी, ले...

  • Nafrat e Ishq - Part 24

    फ्लैट की धुंधली रोशनी मानो रहस्यों की गवाही दे रही थी। दीवार...

  • हैप्पी बर्थडे!!

    आज नेहा अपने जन्मदिन पर बेहद खुश थी और चहक रही थी क्योंकि आज...

  • तेरा लाल इश्क - 11

    आशना और कृषभ गन लोड किए आगे बढ़ने ही वाले थे की पीछे से आवाज...

Categories
Share

તલાશ 3 - ભાગ 42

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.

"હવે આપણે શું કરવાનું છે.?" નાઝ પૂછી રહી હતી એ એક ખુરશી પર બેઠી હતી જયારે સામે પલંગ પર અઝહર અને શાહીદ બેઠા હતા.

"આપણે આપણું ઓપરેશન અટકાવવાનું નથી, કોઈ ઓફિશિયલ ઓર્ડર આપણને મળ્યો નથી. અને આમેય એમાં આપણોજ ફાયદો છે." અઝહરે કહ્યું.  

"હા એ તો બરાબર છે. પણ હમણાં અબ્બુનો ફોન હતો એ લોકો પણ આટલામાં જ છે એક સાઉથ આફ્રિકા કંપની તરફથી. એમને હેડક્વાર્ટર માંથી મેસેજ મળ્યો છેકે સવાર સુધીમાં આપણે બધાને મેસેજ મળી જશે બધા છુટા પડીને જ્યાં સૂચના મળે ત્યાં જવું પડશે." શાહીદે એ બેઉને જણાવ્યું.

"ઓહ્હ.. હાવ રીડીક્યુલસ, આપણું સાંવરિયા વાળું કામ પતવા જ આવ્યું છે. મામુ અને ચાચુને જરૂરી હેલ્પ પણ સાથે જ થઈ રહી હતી, મુલ્કને ફાયદાની સાથે જ લાખોનો ફાયદો આપણને સાઉથ આફ્રિકા કંપની તરફથી થવાનો હતો, વળી આ ગઈકાલે જે અંકલ મળ્યા એની દીકરી ને ભાણેજ વહુ એની સાથે મેં દોસ્તી કરી લીધી છે. કરોડપતિ પાર્ટી છે, એ બેઉએ હાથમાં પહેરેલી વીટી એકસરખી છે. કદાચ સગાઈમાં બનાવી હશે. લગભગ 7-8 લાખની કિંમતની હશે." નાઝે નિસાસો નાખતા કહ્યું.

"અરે ડાર્લિંગ ચિંતા શું કામ કરે છે. તને એ વીટીઓ પસંદ પડી હોય તો એ બેઉ વીટી તારી બસ" સહેજ હસતા અઝહરે કહ્યું અને શાહિદ પણ હસી પડ્યો

"હવે આમ ફાતડાની જેમ ખિખિયાટા શું કરો છો?" સહેજ ધૂંધવાતા નાઝે કહ્યું.

"એટલે ખિખિયાટા કરીએ છીએ કે અમે તારી નસ નસ જાણીયે છીએ. ડાર્લિંગ, અને મેં શાહિદ સાથે શરત મારી હતી કે આ છપ્પરપગી ખોટે ખોટી ઓલા અંકલને મળવા નથી ગઈ પણ કંઈક કમાવવાની સ્કીમ લઈને જ આવશે. હું શરત જીતી ગયો એટલે આ શાહિદ આજે સોફા પર સુઈને આપણે પલંગમાં જે પ્રેમક્રીડા કરશું એ લાઈવ જોશે. આજે હું તારો દેવર નહિ વર બનીશ."અઝહરે કહ્યું.

"જવા દે અજય, મારો મૂડ નથી, આખો દિવસ તમને બસ એક જ વસ્તુ સૂઝે છે. મારા શરીરને ભોગવવા સિવાય કઈ વિચાર જ નથી આવતો, હરામખોરો" ગુસ્સાથી નાઝે કહ્યું.

"અરે ડાર્લિંગ તું તો નારાજ થઇ ગઈ, અને આ આજે કઈ પહેલીવાર થોડું.."

"ચૂપ" નાઝે એટલા જોરથી બમ પડી કે રૂમની બહાર સુધી અવાજ ગયો. 


"અરે, નાઝ શું થયું, કેમ આટલી નારાજ છે? જવા દે તારો મૂડ ન હોય તો, આતો 2-3 રાતથી તું મારી સાથે સુવે છે, તો મેં વિચાર્યું કે આજે.."  શાહિદે કહ્યું.


"એ વાત જ નથી, હકીકતમાં હું બહુ ઉદ્વેગ માં છું. મને છેલ્લા 2-3 કલાકથી મનમાં થઈ રહ્યું છે કે કંઈક અસહજ છે. કંઈક ખોટું થઇ રહ્યું છે. અને તમે બન્ને સહેજ પણ સિરિયસ થતા જ નથી." નાઝનો અવાજ હવે એકદમ ધીમો થઇ ગયો હતો. જે અઝહર અને શાહિદને પણ માંડ સંભળાતો હતો.

"પણ એવું કેમ લાગે છે તને" અઝહરે સિરિયસ થઈને પૂછ્યું. નાઝ ની મનોદશા જોઈને એને અને શાહિદને સમજાયું હતું કે કૈક સિરિયસ વાત છે અને આમેય નાઝની આંતરસ્ફૂર્ણાએ એ બેઉને અનેક વાર મુસીબતમાંથી ઉગાર્યા હતા.

"કેમ કે છેલ્લા 3-4 દિવસમાં આને કોઈ મુસીબતનો સામનો નથી કર્યો અરે, કારમાં પંચર પડવા જેવી મુસીબત પણ નથી પડી."

"હા એ તો સારી જ વાત છેને." બંને એ સાથે કહ્યું.

"ના એ સારી વાત નથી, જયારે બધું જ સારું થતું હોય ત્યારે હંમેશા કંઈક મોટી મુસીબત ધસમસતી આવવાની હોય છે. આપણે ત્રણે અહીંયા છીએ, મામી જાન અને ચાચી જાન સાથે અર્ધો કલાક પહેલા મેં વાત કરી એ બે મોજમાં છે. લેડીઝ કલબમાં મોજ કરી રહ્યા છે.  મામુ - ચાચુ ઉદયપુરમાં હોટલમાં પાર્ટીની મોજ માણે છે. આપણે ત્રણે અહીં હનીમૂન મનાવી રહ્યા છીએ, છેક પાકિસ્તાનથી આમ ભારતની વચ્ચોવચ અને કોઈ સાદી ઈન્કવાયરી પણ નહીં. આ મને ખુંચે છે. હવે સવાર પડતા આપણને અલગ અલગ ડ્યુટી મળી જાય તો સારું. નહીં તો મને લાગે છે કે આપણે ત્રણે ઉપરાંત મામુ અને ચાચુ પાંચેય એવી મોટી મુસીબતમાં ફસાઈ શું કે આ પહેલા કદી નહિ ફસાયા હોઈએ. અને દર વખતે આપણે એક બીજાથી દૂર હોઈએ એટલે કોઈ ફસાય જાય તો બચાવ કરી શકીએ છીએ પણ જો બધા સાથે ચક્કરમાં પડશું તો કોણ બચાવશે." નાઝની આ સિરિયસ વાત સાંભળીને અઝહર અને શાહિદ પણ વિચારે ચડ્યા.

xxx 

"લખન હવે બધો વિવાદ ભૂલી જ. ભૂલ મારી પણ હતી અને આ ફુલચંદ સા .. એને મેં નહોતું કહ્યું તારી બહેનના ઘરે જવાનું. જો એ પણ તારી માફી માંગે છે."

"રાવ સાહેબ એણે મારા બનેવી ને માર્યો છે. તમને મારા અહેસાનની કઈ પડી નથી તમારે ખાતર મેં મારા પિતરાઈ ભાઈને મરાવી નાખ્યો. હવે મારા કાકા કાકી અને એની દીકરીઓની જવાબદારી મારા માથે છે. છતાં."

"મેં ભૂલ કરી છે. લખન પણ માફ કરી દે. આ શંકર રાવે જીવનમાં કદી તુંકારો નથી સાંભળ્યો એ તને હાથ જોડે છે. કહે તો તારા પગ પકડી લાઉ. અને આ ફુલચંદ હમણાં જ તારી બહેનના ઘરે જશે અને તારા બનેવી ની માફી માંગશે. તારા બનેવીને છૂટ છે કે એને રોડ પર બેલ્ટ થી ફટકારે બસ." હવે તું બસ આપણા માણસો ક્યાં છે એનો પત્તો કર, ઉદયપુર એરપોર્ટ થી અહીં આવવાના રસ્તામાં ક્યાંક એ લોકો ગાયબ થયા છે." 

xxx 

એ રાત અનોખી હતી, લગભગ 30-35 કિલોમીટર માં એક બાજુ શંકર રાવ મરણીયો બનીને જીવનમાં પહેલીવાર કોઈની માફી માંગીને હાથમાંથી સરકતી બાજી ફરીથી પોતાના કબ્જે કરવા તત્પર થયો હતો. તો એના શોપિંગ મોલથી માંડ અર્ધો કિલોમીટર દૂર એક હોટેલમાં પ્રોફેશ ગુપ્તા અને એના સાથીઓ (હની -ઈરાની અને એના માણસો) પાર્ટી કરી રહ્યા હતા. તો શ્રી નાથદ્વારા ની ધર્મશાળામાં એક રૂમમાં નાઝ-અઝહર અને સાહિલ વિચારે ચઢ્યા હતા અને પાછળ 3-4 દિવસ યાદ કરી રહ્યા હતા કે ક્યાંય એ લોકો એ એવી કોઈ ભૂલ તો નથી કરીને કે પકડાય જવાય તો બાજુના રૂમમાં જ્યાં બા સવારે શ્રીનાથજી પાસે શું પ્રાર્થના કરવી એ વિચારી રહ્યા હતા. સુરેન્દ્રસિંહ બધું ભૂલીને ઊંઘવાની કોશિશ કરતા હતા. તો મોહિની અને સોનલ વિક્રમને જીતુભાનું શું અગત્યનું કામ હશે એ વિષે વિચારી રહ્યા હતા. ગિરધારી સવારે વહેલા ઉઠવા નું એલાર્મ લગાવી રહ્યો હતો તો જીતુભા સવારે વહેલું નાથદ્વારા જવું કે શું કરવું એ વિચારી રહ્યો હતો.  

xxx 

"બ્રેકિંગ ન્યુઝ 

આજે વહેલી સવારે મુંબઈના પોશ એરિયામાં એક નનામા કોલ ના આધારે મુંબઈ પોલીસે એક બંગલામાં અચાનક સર્ચ ઓપરેશન કરીને એક મહિલાની ધરપકડ કરી છે. અમારા સૂત્રો જણાવે છે કે એ મહિલા એ બંગલાના માલિક અને વી સી એન્ટરપ્રાઈઝના ચેરમેન મિસ્ટર વિક્રમ ચૌહાણ ની ઓફિસમાં એમના કાકા ધર્મેન્દ્ર ચૌહાણની સેક્રેટરી છે. અહીં જણાવી દઈએ કે ધર્મેન્દ્ર ચૌહાણ વી સી એન્ટરપ્રાઇઝ માં જનરલ મેનેજર છે. અને એમણે જ ગઈ કાલે બગલાના કેરટેકરને સૂચના આપી હતી કે એના સેક્રેટરી મિસ કામિની ઓફિસની કેટલીક અગત્યની ફાઈલ બંગલાની અંદર જ આવેલી ઓફિસમાં પહોંચાડવા આવશે. જેથી વહેલી સવારે મિસ્ટર ધર્મેન્દ્ર ચૌહાણ બહારગામથી આવીને એ અગત્યના ડોક્યુમેન્ટ તપાસી શકે. પણ બંગલાના સિક્યુરિટી સ્ટાફ અને કેરટેકરને સમજાતું નથી કે એ કામિની ઓફિસમાં ફાઇલ મૂકીને ચાલી ગઈ હતી તો ફરીથી કેવી રીતે પહોંચી. અમારા અંદરના સૂત્રો જણાવે છે કે એ મહિલા અર્ધ બેભાન અવસ્થામાં મિસ્ટર વિક્રમના બેડરૂમમાં કે જ્યાં જવાની પરમિશન એમની મમી અને બાળપણની મિત્ર પૂજા સિવાય કોઈને નથી. મિસ્ટર ધર્મેન્દ્રને પણ નહિ."

વહેલી સવારે પોતાના ઘરે ચા નાસ્તો કરતા કરતા ટીવી પર ન્યુઝ જોઈ રહેલા પૃથ્વીએ આ સમાચાર વાંચ્યા ત્યારે આનંદ સાથે એક અફસોસ પણ થયો કે જો એ બેભાન ન થઇ હોત તો મોહનલાલની ટીમે એનો કબજો લઇ લીધો હોત અને કંઈક અગત્યની માહિતી એની પાસેથી કઢાવી શકાય હોત. પણ મોહનલાલના જણાવ્યા મુજબ જયારે પોલીસ ટીમ સાથે કંપનીની ટીમ પહોંચી ત્યારે એ બેભાન હતી અને એને તાત્કાલિક સારવારની જરૂર હતી. અન્યથા એ મરી જાય એવી શક્યતા પણ હતી આથી માત્ર એનો ફોન કબ્જામાં લઇ અને કંપની ટીમ પાછી ફરી જયારે પોલીસે કામિનીને પોલીસ નિગરાનીમાં હોસ્પિટલમાં એડમિટ કરાવી હતી. આ હાઈ પ્રોફાઈલ કેસ હોવાથી મુંબઈ પોલીસ કમિશનરે તાત્કાલિક એક સ્પેશિયલ ટીમ નિયુક્ત કરી હતી જેના વડા તરીકે જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ કે પી.સાળુંકેને નિયુક્ત કર્યા છે. 

xxx 

"હેલો મિસ્ટર વિક્રમ, હું જોઈન્ટ કમિશનર ઓફ મુંબઈ પોલીસ સાળુંકે બોલું છું. અત્યારે તમે ક્યાં છો?"

"સર, હું જસ્ટ દિલ્હી લેન્ડ થયો."

"તમારે અરજન્ટ મુંબઈ તમારા બંગલે આવવું પડશે, અને મને જણાવશો તમે ક્યાંથી દિલ્હી આવ્યા એ." સહેજ અવાજ કડક કરતા સાળુંકે એ પૂછ્યું. 

"જી સર, શું મામલો છે. એક્ચ્યુઅલ માં મારા મોમ યુરોપથી વેકેશન મનાવી આવી રહ્યા હતા એ વખતે દુબઈમાં અચાનક એમને હાર્ટ પ્રોબ્લેમ ઉભો થયો. અને એમને તાત્કાલિક દુબઈમાં એડમિટ કરવા પડ્યા મને ગઈ કાલે સવારે એ મેસેજ મળ્યા એટલે હું દુબઈ આવ્યો હતો. પણ વાત શું છે.?

"આ ધર્મેન્દ્ર ચૌહાણ કોણ છે?"

"જી તેઓ મારા કાકા છે. પણ કેમ આટલું બધું પૂછી રહ્યા છો સર, શું થયું મને કહો."

"ગઈકાલે અમને એક કોલ આવ્યો કે કેમ્પસ કોર્નરના પોશ એરિયામાં એક બંગલામાં કંઈક અજુગતું બની રહ્યું છે. અમે તપાસ કરાવી તો એક યુવતી બેભાન અવસ્થામાં તમારા બેડરૂમ માંથી મળી. કેરટેકર ઘનશ્યામના કહેવા મુજબ એ ધર્મેન્દ્ર ચૌહાણની સેક્રેટરી છે. અને અમુક ફાઈલો એમના માટે મુકવા રાત્રે 8 વાગ્યે આવી હતી અને ફાઈલ મૂકીને 8.20 વાગ્યે પછી નીકળી ગઈ હતી. પછી સવારે 3.40 વાગ્યે અમે તપાસ કરી ત્યારે એ તમારા બેડરૂમની અંદર  બેહોશ હાલતમાં મળી. ઉપરાંત તમારા ઘરના સીસીટીવી કેમેરામાં પણ છેડ છાડ થઇ છે, અને કેટલાક કેમેરાઓ તમારા અને તમારા મોમના બેડરૂમમાં લોડ કર્યા છે. બહુ ગંભીર મામલો છે."

"સોરી, મને આ મામલે કઈ ખબર નથી અને કાકા તો બેંગ્લોર છે. તેઓ ગઈ સાંજે આવી જવાના હતા પણ એમની ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ હમણાં સવારે પોણા સાતની ફ્લાઇટ એ પકડશે.અને મુંબઈ લગભગ પોણા નવ વાગ્યે પહોંચશે."

"ઓકે તમે ક્યારે મુંબઈ આવો છો?"  

"મોમ સાજા થઇ જાય એ માટે મારે મિત્ર અને થનારી પત્ની પૂજાએ શ્રીનાથજીના દર્શન કરવાની માનતા માની હતી. એટલે અહીંથી સીધા નાથદ્વારા જઈશું પછી કાલે બપોર સુધીમાં મુંબઈ આવશું." વિક્ર્મનું આ વાક્ય સાંભળીને પૂજા અને સુમતિ ચૌહાણના આનંદનો પાર ન રહ્યો. છેલ્લા 4-5 મહિનાથી સોનલ માટે પૂજાને ઠુકરાવનાર વિક્રમે આજે સૌની સામે જાહેરમાં પૂજાનો પોતાની થનારી પત્ની તરીકે સ્વીકાર કર્યો હતો. આ વાક્ય સાંભળીને સુમતિ ચૌહાણ પૂજા ઉપરાંત શેરા ખુશ થયા હતા જયારે રાજીવ નું દિલ તૂટી ગયું હતું. એના જીવનની સૌથી મોટી તક (પૂજાને પરણવાની) એના હાથમાંથી છીનવાઈ ગઈ હતી.

xxx 

જે વખતે પૃથ્વી દિલ્હી એરપોર્ટથી ફલોદી જવા માટેની ટેક્સી બુક કરી એ જ વખતે દિલ્હી એરપોર્ટ પર એની જ ફ્લાઇટમાંથી ઉતરેલ એક લગભગ 60ની ઉંમરે પહોંચેલા પણ એકદમ રફટફ અને ફિટ એવા એક માણસ પોતાની બેગ ની રાહ જોઈ રહ્યો હતો. એ હતો સજ્જન સિંહ, પૂજા નો મામો અને કામિની નો અજ્ઞાત બોસ, કે જેણે ધર્મેન્દ્ર ચૌહાણને વીસી એન્ટરપ્રાઇઝ માં 50 % પાર્ટનર બનાવવાની લાલચ આપીને એક એવા ષડયંત્રમાં પોતાનો સાથી બનાવ્યો હતો કે જેનાથી જીતુભા, પૃથ્વી, વિક્રમ, પૂજા, સુમતિ ચૌહાણ, સોનલ, મોહિની, જયા બા, સુરેન્દ્ર સિંહ, ખડકસિંહ, અનોપચંદ એન્ડ કુ. બધાની ઊંઘ હરામ થઈ ગઈ હતી. 

 

ક્રમશ:  

 આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ - સૂચનો અવશ્ય મોકલજો.