Premtrushna - 20 in Gujarati Love Stories by Rupal Jadav books and stories PDF | પ્રેમતૃષ્ણા - ભાગ 20

Featured Books
Categories
Share

પ્રેમતૃષ્ણા - ભાગ 20

અહી અવની ક્લાસ રૂમ માં આવે છે ત્યાં જુવે છે કે આખોય ક્લાસ રૂમ શાંત હોઇ છે .

“ શું થયું તમે બધા કેમ શાંત છો " અવની એ આરવી ને પૂછ્યું .

" કાઈ નઈ " આરવી એ ટુંકો ઉતર આપ્યો .

" તો આ સ્નેહા અને પાર્થ નું મોઢું કેમ ઉતરેલ છે ? " અવની એ સામે પ્રશ્નાર્થ કર્યો .

" કાઈ નઈ અલા , નવા પ્રોફેસર આવ્યા હતા તો આ બંને કઈક એમના ચાલું લેક્ચર માં વાત કરી રહ્યા હતા તો બંને ને ક્લાસ માં થી બહાર કાઢી મૂક્યા . " આરવી બોલી .

" નવા પ્રોફેસર કોણ ?? " અવની એ પૂછ્યું .

" તને ખબર નથી ?? " વિશાખા એ પૂછ્યું .

" અરે ... વિશાખા એને ક્યાં થી ખબર હોઇ એ તો કઈક કામ થી પ્રિન્સિપાલ સર ની ઓફીસ માં ગઈ હતી ને " આરવી બોલી . 

" પણ આ નવા પ્રોફેસર ને ... " અવની પ્રશ્નાર્થ ભરી નજરો થી આરવી ને જોઈ રહી .

" કાઈ નઈ , પેલા સાયકોલોજી ના પ્રોફેસર ના નહોતા આવવાના લેક્ચર લેવા ! " આરવી બોલી .

" હા તો " અવની બોલી .

" હા તો એ પ્રોફેસર આજે આવ્યા હતા પણ તું નહોતી તું કઈક કામ થી ઓફીસ માં ગઈ હતી તો તને નથી ખબર " આરવી બોલી .

" સાયકોલોજી ના નવા પ્રોફેસર આવી પણ ગયા ! " અવની એ પૂછ્યું .

" હા " વિશાખા બોલી .

" મને તો કોઈએ કાઈ કહ્યું પણ નહિ કે ના તો જાણ કરી ના તો પ્રિન્સિપાલ અંકલ એ ના તો પપ્પા એ " અવની થોડું માથું ખંજવાળતા ખંજવાળતા બોલી .

" એ તો હવે કોને ખબર " આરવી બોલી .

" ને તને ખબર છે અવની કે એને સીધે સીધા જ આ સ્નેહા અને પાર્થ ને ક્લાસ રૂમ માં થી બહાર કાઢી મૂક્યા " 

વિશાખા બોલી .

" પેલા ચેતવણી તો આપી હશે ને કે શાંત રહો બાકી તમને બંને ને ક્લાસ રૂમ માંથી જવું પડશે એમ " અવની બોલી .

" ના .. રે .. કાઈ નઈ એક વાર જોયા વાત કરતા પછી સીધે સીધા ક્લાસ રૂમ માંથી જ બહાર કાઢી મૂક્યા ." વિશાખા બોલી .

" અમાંરો એટલો કાઈ વાંક પણ નહોતો અમે તો ખાલી થોડીક એવું બોલ્યા ત્યાં અમારી સાથે આમ કર્યું " પાર્થ બોલ્યો .

" અને આખાય ક્લાસ રૂમ ની વચ્ચે થી સાવ ઝલીલ કરીને બહાર કોરિડોર માં ઉભા રાખ્યા " સ્નેહા એ સાથે સ્વર પુરાવ્યો .

" સાવ આમ " અવની એ પૂછ્યું .

" હા " સ્નેહા થોડી ઉદાસીનતા ભરા મુખે બોલી .

" આવુ તો સાવ ડો .મલ્હોત્રા પણ ના કરે હો " વચ્ચે વિશાખા કૂદી .

" હાં.... સાવ આવું જ ... એક વાત કહું અવની ડો .મલ્હોત્રા છે એ આખાય કોલેજ માં સૌથી વધુ સ્ટ્રિક્ટ છે ને પણ ડો.મલ્હોત્રા પણ એક વાર ચેતવણી તો દેઇ છે પણ આ સર .... આ સરે તો સીધે સીધા કહી જ દીધું કે ગેટ આઉટ " સ્નેહા થોડી ઉદાસીનતા સાથે બોલી રહી .

" ચાલો હવે એટલું મન ઉદાસ ના કર ..... " અવની એ સ્નેહા ના ખંભે હાથ મૂક્યો .“ 

આ પ્રોફેસર ને તો મારે જોવા પડશે એવા તે વળી ને કેવા પ્રોફેસર છે જે ડો .મલ્હોત્રા કરતા પણ સાવ સ્ટ્રિક્ટ છે " અવની બોલી રહી 

" મને કોઈ સહાનુભૂતિ દેશે !!! .... મને પણ બહાર કાઢ્યો હતો .... " પાર્થ થોડો બોલ્યો .

" અરે હા બસ તું પણ મન ઉદાસ ના કર ... " વિશાખા એ પાર્થ ને ખંભે હાથ મૂક્યો .

અહીં સાયકોલોજી ના નવા પ્રોફેસર કોરિડોર માંથી પસાર થતા થતા જઈ રહ્યા હોય છે ત્યાં એક પિયુન તેમને રોકે છે .

“ કોનું કામ છે ભાઈ , હોસ્પિટલ નીચે તરફ છે અને અહિંયા આમ કોલેજ ના કોરિડોર માં કેમ આંટા ફેરા મારો છો ખબર નથી પડતી કે મેડિકલ કોલેજ છે કોઈ બગીચો નથી કે ગમે તે આવી ને અહીં ફરી શકે “ પિયુન થોડા ગુસ્સા માં બોલ્યો .

“ મને સારી રીતે ખબર છે કે આ મેડિકલ કોલેજ ના એમડી વિભાગ નો ફ્લોર છે પણ લાગે છે કે અહીંયા ના સ્ટુન્ડેટસ તો ઠીક અહીંયા ના પિયુન માં પણ કોઈ તમીઝ નથી કે પ્રોફેસર સાથે કઈ રીતે વ્યવહાર કરવો  “ નવા આવેલા સાયકોલોજી ના પ્રોફેસર બોલ્યા .

“ હું અહીંયા કેટલાય વર્ષો થી કામ કરું છું ને બધા પ્રોફેસર ને ઓળખું છું અને તમે કયો ...... “ પિયુન બોલવા ગયો ત્યાં આ નવા આવેલા પ્રોફસરે તેને વચ્ચે અટકાવ્યો.

“ હું અહીંયા એક ગેસ્ટ પ્રોફેસર તરીકે આવ્યો છું સાયકોલોજી વિષય ના ડિપાર્ટમેન્ટ માં “ નવા સાયકોલોજી ના પ્રોફેસરે જવાબ આપ્યો .

“ સર તમે ... ??? મને નહોતી ખબર માફ કરશો “ પિયુન બોલ્યો .

“ હવે આ પ્રિન્સીપાલ ઓફિસ ક્યાં છે તે આપ મને જણાવશો “ નવા સાયકોલોજી ના પ્રોફેસરે પૂછ્યું .

“ હા , સર ચાલો હું તમને લઈ જાઉં છું " પિયુન બોલ્યો .

પિયુન નવા સાયકોલોજી ના પ્રોફેસર ને પ્રિન્સીપાલ ઓફિસ માં લઈ ગયો .

“ સર એક મિનિટ આપ અહીં ઊભા રહો હું પ્રિન્સીપાલ સર ને જાણ કરી ને આવું છું ” પિયુન બોલ્યો .

“ સારું પણ જલ્દી કરજો ” નવા સાયકોલોજી ના પ્રોફેસરે કહ્યું 

“ હા , સર “ આમ કહી પિયુન પ્રિન્સીપાલ ની કેબિન માં ગયો .

થોડી વાર રહી ને તે બહાર આવ્યો .

“ સર , આપ અંદર આવી શકો છો “ પિયુને નવા સાયકોલોજી ના પ્રોફેસર ને અંદર આવવા કહ્યું .

આમ સાયકોલોજી ના પ્રોફેસર પ્રિન્સીપાલ ઓફિસ ની અંદર આવ્યા .

“ હેલ્લો સર , તમારું સ્વાગત છે અમારી જે જે શાહ મેડિકલ કોલેજ માં “ આમ કહેતા પ્રિન્સીપાલ સર ઊભા થયા .

“ આભાર સર “ નવા સાયકોલોજી ના પ્રોફેસરે ટૂંકો જવાબ આપ્યો .

“ બેસો અહીં " પ્રિન્સીપાલ સર બોલ્યા .

નવા સાયકોલોજી ના પ્રોફેસર બેઠા .

“ બોલો સર , અહીં આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને " પ્રિન્સીપાલ સરે પૂછ્યું. 

“ ના સર કઈ તકલીફ નથી પડી “ નવા સાયકોલોજી ના પ્રોફેસરે જવાબ આપ્યો .

“ તો સારું , અરે ડો . મલ્હોત્રા તમે આવો આવો અંદર આવો જુવો તો કોણ આવ્યું છે “ પ્રિન્સીપાલ સર બોલ્યા .

“ હા .. સર “ ડો . મલ્હોત્રા આ નવયુવાન ને જોતા જોતા અંદર આવ્યા .

“ કોણ છે આ નવયુવાન પેહલા તો અહીં નથી જોયા ? “ ડો મલ્હોત્રા ખુરશી પર બેસતા બેસતા બોલ્યા .

“ તમે પૂછતા હતા ને કે સાયકોલોજી ના નવા પ્રોફેસર ક્યારે  આવશે તો જુવો આવી ગયા “ પ્રિન્સીપાલ સર બોલ્યા .

ડો .મલ્હોત્રા એ થોડું અચંબા થી પેલા નવયુવાન સામે જોયું .

“ હેલો “ ડો . મલ્હોત્રા બોલ્યા .

“ હેલ્લો “  પેલા નવયુવાને ડો . મલ્હોત્રા તરફ જોયું .

“ તમે આજ અહીં કોઈ પણ આગોતરી જાણ કર્યા વગર આમ અચાનક આવી ગયા " પ્રિન્સીપાલ સરે પૂછ્યું . 

" ના , આગોતરું કઈ નહીં સાયકોલોજી ના લેક્ચર માટે આજ થી શરૂવાત કરવાની હતી તેની જાણ મને આજે કરવામાં આવી હતી અને હું મારા સમય પર જ છું “ નવા સાયકોલોજી ના પ્રોફેસરે કહ્યું .

“ હા , એ તો મેં જ તમને ઈ મેઈલ માં બધી ડિટેલ્સ મોકલી હતી પણ આતો તમે વેલ્કમ સેરિમની માં ના આવ્યા એટલે અમને એવું કે તમે સમિટ ના કામ માં વ્યસ્ત હશો “ 

“ ના એવી કોઈ વાત નથી “ નવા સાયકોલોજી ના પ્રોફેસરે જવાબ આપ્યો .

" તો તમે વેલ્કમ સેરિમની માં કેમ ના આવ્યા “ ડો મલ્હોત્રા બોલ્યા .

" તમારા કોલેજ તરફ થી મને ડિટેલ્સ મોકલી એ મુજબ મારું કામ અહીં સાયકોલોજી ના લેક્ચર્સ લેવાનું છે અને આવી વેલ્કમ સેરિમની ની કોઈ ખાસ ઔપચારિકતા કરવાની જરૂર નહોતી આમ પણ મારે અહીં બહુ જ કામ છે અને આવા ઇવેન્ટ્સ માં હું મારો સમય ના વેડફી શકું “ પેલા સાયકોલોજી ના પ્રોફેસરે ધડક જવાબ આપ્યો .

“ બોલો બીજી કોઈ તકલીફ તો નથી થઈ ને તમને અહીં " પ્રિન્સીપાલ સર બોલ્યા .

“ ના કોઈ ખાસ તકલીફ નહીં પણ તમારા જે સ્ટુડન્ટ્સ છે એમડી ના અને પિયુન  સ્ટાફ ને બસ થોડા બેઝિક મેનર શિખવાડી દેજો કે કઈ રીતે પ્રોફેસરો સાથે વ્યવહાર કરવો અને કઈ રીતે રહેવું . પિયુન સ્ટાફ તો ચાલો ને ઠીક પણ એમડી ના સ્ટુડન્ટ્સ તમારી કોલેજ ના આવા મેનરલેસ છે આવી મને આશા નહોતી કે તમારી આટલી નામના ધરાવતી કોલેજ માં તમે એક સ્ટુડન્ટ્સ ને બેઝિક મેનર નથી શિખવાડી શકતા . વિચારવા જેવી વાત છે કે આવા સ્ટુડન્ટ્સ ભવિષ્ય ના ડોક્ટર અને પ્રોફેસર બનશે એ પણ હોમીયોપેથી ના , સીરિયલી ! " નવા સાયકોલોજી ના પ્રોફેસરે બેધડક જવાબ આપ્યો અને બધી ઘટના વર્ણવી .

પ્રિન્સીપાલ સર અને ડો .મલ્હોત્રા આ નવયુવાન ના બેધડક પણા ને જોઈ રહ્યા .

" તમને જે અગવડ થઈ એ બદલ હું અમારા વિધાથીર્ઓ ને સમજાવી દઈશ અને અમારા વિધાથીર્ઓ કે સ્ટાફ થી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરશો પણ તમે નવા છો અને આમ અચાનક જાણ વગર આવી ગયા તો તેમને કઈ ખ્યાલ નહીં રહ્યો હોય બાકી અમારા સ્ટુડન્ટ્સ અને સ્ટાફ બહુ સારો છે " પ્રિન્સીપાલ સર બોલ્યા .

“ સારું " સાયકોલોજી ના પ્રોફેસરે ટૂંકો જવાબ આપ્યો .

“ સર , એ બધું છોડો હવે તમે આવી ગયા તો હું તમને પરિચય કરાવું છું આ ડો .મલ્હોત્રા છે અમારી કોલેજ ના મટેરિયા મેડિકા ના હેડ  “ પ્રિન્સીપાલ સરે વાત વાળતા ડો મલ્હોત્રા તરફ ઈશારો કરતા બોલ્યા .

“ હેલ્લો , માયસેલ્ફ ડો . મલ્હોત્રા હું અહીંયા ના ... “ ડો .મલ્હોત્રા પોતાનો પરિચય આપે એ પેહલા જ નવા સાયકોલોજી ના પ્રોફેસરે તેમને વચ્ચે અટકાવ્યા .

“ સર , પરિચય માટે ખૂબ લાંબો સમય છે તમારી પાસે  પણ હાલ મારી પાસે એટલો સમય નથી માફ કરજો મારે સમિટ માં જવાનું હોવાથી મારે હાલ જવું પડશે આમ પણ તમારા અહીં ના  સ્ટુડન્ટ્સ અને સ્ટાફે મારો ઘણો બધો સમય વેડફી નાખ્યો છે તો આ પરિચય આપણે પછી કરીશું “ પેલા સાયકોલોજી ના પ્રોફેસર ઊભા થયા અને ઘડિયાળ માં જોયુ અને કેબિન માંથી જતા બોલ્યા .

“ સારું આપ જાઓ “ ડો મલ્હોત્રા અને પ્રિન્સીપાલ સર બને પણ ઊભા થયા .

" પણ તમારું નામ .... " ડો . મલ્હોત્રા એ પ્રશ્નાર્થ કર્યો. .

પેલો નવયુવાન કેબિન ના દરવાજા તરફ પહોંચી ગયો હતો અને ત્યાં થી પાછળ વળી ને બોલ્યો .

“ ડો . પ્રૅ ...... "