આજના સૂરજ ની ચમક કંઈક અલગ જ હતી કારણ કે આજે આરાધના ના જીવનના સમીકરણો બદલાવા જઈ રહ્યા હતા. આજે આરાધના ખૂબ જ ખુશ હતી કારણ કે આરાધનાને પોતાને પણ ખબર નહી હોય કે કેટકેટલા વ્રત અને ઉપવાસ કરી નાખ્યા હશે એક સારા અને સાચા જીવનસાથી માટે.આજ એ બધા વ્રતની શ્રધ્ધાના ફળ રૂપે અમન સાથે તેની સગાઈ થવા જઈ રહી હતી.આરાધના અમનના કાળા કામથી, મેલી મુરાદથી અજાણ હજુપણ ઐવુ જ માની રહી હતી કે દરેક પુરુષ અથવા છોકરાને એવી જ ઈચ્છા હોય કે તેની પત્નિ રૂપ રૂપનો અંબાર હોય અને પોતાને સાચા દિલથી ચાહે.આરાધના તેના શ્યામ રંગને લીધે હંમેશા લોકોની નજરમાં ટીકાપાત્ર બની રહેતી.છોકરી છે તો ગોરી હોવી જરૂરી છે,આ સામાજિક જડતાએ આરાધનાને અંદરથી મૂઢ બનાવી દીધી હતી. ધીરે ધીરે તે એવુ માની બેસી હતી કે તેના શ્યામ રંગને લીધે તેને કોઈ લગ્ન માટે સારુ પાત્ર નહી મળે.એવા સમયે આરાધનાના જીવનમાં અમનની એન્ટ્રી થાય છે.અમન ને આરાધનાનો સ્વભાવ ગમે છે અને તે ધીમે ધીમે તે આરાધના પોતાના તરફ આકર્ષિત કરવાના પ્રયત્નો શરુ કરી દે છે અને તેમા તેને સફળતા પણ મળે છે.સામે પક્ષે છે અમન.અમન લગ્ન માત્ર સામાજિક અને કૌટુંબિક દબાણમાં આવી કરી રહ્યો હતો.તેને આરાધનાના રૂપરંગ કે આરાધનાના ટેલેન્ટ કે આરાધનાના સપનાંઓ સાથે કોઈ જ નિસ્બત નથી.તેને એક એવી છોકરીની તલાશ હતી જે પોતાની ઐયાશી જુગારીને સામે એક શબ્દ પણ ન ઉચ્ચારે અને બધુ હસતા મોઢે સ્વિકારે.આરાધના માટે અમન અત્યારે ભગવાનથી કમ નથી કારણ કે અમને આરાધનાને પોતાનો શ્યામ રંગ હોવા છતા તેને પ્રેમ આપ્યો અને હવે સગાઈ લગ્નનુ સન્માન પણ આપી રહ્યો હતો.પરંતુ આ તો અમન દ્વારા ખડુ કરવામાં આવેલ એક લાગણીની જાળ હતી , જેમા ધીમે ધીમે અજાણી રીતે આરાધના ફસાવા જઈ રહી હતી.આ રીતે અમન અને આરાધનાનો ગુંચવણ ભર્યો સંબંધ આગળ વધે છે.
આ બાજુ આરાધનાનો બાળપણનો મિત્ર અનંત છે જે આરાધના નો ખાસ મિત્ર છે અને પહેલેથી જ આરાધના અને અમન સાથેના આ સંબંધનો વિરોધી પણ હતો. કારણ કે તે અમન ની સચ્ચાઈ જાણતો હતો. અનંત જાણતો હતો કે અમન આરાધના સાથે સગાઈ માત્ર સામાજિક દેખાડા માટે જ કરી રહ્યો છે ખરેખર તો તેને આરાધનામાં કોઈ રસ ના હતો. અમનને તેના ઘરમાં તેની સાથે એક ચાલતી ફરતી અને કઈ પણ સામા પ્રશ્નો કર્યા વગર માત્ર તેના ઘરનું કામ કર્યા કરે એવી એક કઠપૂતળીની જરૂર હતી. અને આ બાજુ હતી સાવ ભોળી આરાધના જેના માટે અમન જ તેના માટે તેની આખી દુનિયા હતો.પરંતુ અનંત અત્યારે ચૂપ છે કારણ તેની મજબૂરી એ હતી કે આરાધના પર અમનનો એવો જાદુ છવાયેલો હતો કે તે અમન વિશે ખરાબ બોલનારને પોતાનો દુશ્મન માનતી અને આ વાત અનંત ખૂબ સારી રીતે સમજતો હતો.અનંતે એક વખત આરાધનાને અમનની હકીકત બતાવાની કોશિશ પણ કરી હતી.અને અનંતને મનમાં ક્યાંક ઉડેને ઉડે એ બાબતનો ભાસ થતો હતો કે આરાધના પણ અમન જે આરાધનાના રૂપરંગ ને લઈ ગુસ્સામાં જે તેને મેણા મારવાની જે આદત છે તેનાથી આરાધના ખૂબ હર્ટ થતી પણ અનંત પોતાની રંગે શ્યામ પણ દિલથી સુંદર દોસ્ત આરાધના પોતાની કોઈ વાતથી હર્ટ ન થાય તે બાબતે ખાસ ધ્યાન રાખી રહ્યો હતો.આમ, પણ અનંતને આજે વધારે બીજુ કઈ જ વિચારવુ ન હતુંવ
બસ, તેની દોસ્તના સગાઈના સુંદર પ્રસંગને માણવો હતો અને આરાધનાનુ આગળનુ જીવન સુખમય પસાર થાય એ જ કામના કરી કહ્યો હતો.આજથી અનંત અને આરાધના ની દોસ્તીમાં એક ત્રીજુ નામ પણ જોડાઈ ગયુ હતું અને તે નામ હતું અમનનુ
અમન, એક મંગેતર તરીકે અનંત અને આરાધનાની દોસ્તીને સમજી શકશે? લાગણીઓના તાણા વાણા સંબંધને ગુંથશે કે ગુંચવશે?પુરુષ પ્રધાન સમાજની વચ્ચે આરાધના પોતાના કેવી રીતે સ્થાપિત કરશે?અનંત જે કોઈ પણ પરિસ્થિતિમાં દોસ્તની સાથે ઊભા રહી , મિત્ર ધર્મ નિભાવવામાં માને છે. શું હશે આગળ આ ત્રણ અલગ જ લાગણીઓ લઈ ને જીવવા મથતા લોકોની?કહ્યુ છે કે વિધીના વિધાનને કોઈ બદલી શકતુ નથી તો આ વુધીના વિમાનનો તારો શુ હોય શકે?? તો વાંચતા રહો. શ્યામ રંગ....લગ્ન ભંગ......23