ઢળતી સાંજમાં યાદોના ફૂલોથી એક સુંદર ગુલદસ્તાને બન્ને મિત્રો મળી સજાવી આજની સાંજને યાદગાર બનાવી રહ્યા હતા.કાલનો સૂર્યોદય આ બન્ને મિત્રોની સફરમાં એક નવુ નામ ઉમેરાવા જઈ રહ્યુ હતુ અને એ નામ હતુ અમન..
રિવરફ્રન્ટની એ પાળીએ બન્ને મિત્રોએ ખુલ્લા દિલે એકબીજાને આગળના ભવિષ્યની શુભકામનાઓ આપી.શુભેચ્છાઓ આપવા આરાધનાએ જ્યારે અનંતનો હાથ પકડ્યો ત્યારે બોલી ...
અરે, અનંત આવી ગરમીના સમયમાં તારો હાથ આટલો ઠંડો કેમ છે? આરાધના તેનો બીજો હાથ અનંતના હદય પર મૂકે છે, અનંતનુ હદય ફૂલ સ્પિડમાં દોડી રહેલી ટ્રેનની જેમ ધક...ધક..ધક...જોર જોરથી ધડકી રહ્યુ હતુ.
આ તારુ હદય આટલુ જોર જોરથી કેમ ધડકી રહ્યુ છે?
અરે, કઈ નહી આરાધના એ તો બસ અમસ્તા જ...તને એવુ લાગી રહ્યુ છે, બાકી એ તો મજામાં જ છે.તુ અત્યારે એની ચિંતા ન કર. આ તારુ મોઢુ કેમ પડી ગયુ છે? તારા મોઢા પરથી લાગી રહ્યુ છે કે તને ભૂખ લાગી છે.
ચાલ, મસ્ત તારું ફેવરેટ ડિનર તારી રાહ જોઈ રહ્યુ છે.અનંત આરાધના માટે એક મસ્ત ડિનર પ્લાન કરે છે.
આરાધના થોડીવાર માટે અચંબીત થઇ વિચારે છે ,નક્કી આ અનંત પાસે માઈન્ડ રિડીંગની કોઈ સ્પેશિયલ પાવસૅ છે,નહીંતર મારા મનમાં શું ચાલી રહ્યુ છે એ તેને કેવી રીતે ખબર પડી જતી હશે.મનમાં ને મનમાં અનંત પર આરાધનાને ગર્વ થાય છે કે ભગવાને તેને અનંત જેવો સમજદાર દોસ્ત આપ્યો. આરાધના અનંત સામે એક ગવૅભરી નજરથી જોઈ રહે છે.બન્નેના ચહેરા પર આજની સાંજ ખીલી હોય એવુ દોસ્તીભર્યુ સ્મિત હતુ.બન્નેના ચહેરા પર આજની સાંજે કરેલી વાતોનો સંતોષ હતો.
હા.....ચાલ ...ચાલ....મને બહુ કકડીને ભૂખ લાગી છે.આરાધના કહે છે.
બન્ને ચાલતા ચાલતા આરાધનાની ફેવરેટ ફૂડ પ્લેસ પર પહોચી જાય છે. હજુ તો ત્યા જઈને બન્ને બેસે છે.ત્યાં તો એક પછી એક આરાધનાની ફેવરેટ ફૂડ આઈટમ્સ આવવાની ચાલુ થઈ જાય છે.આરાધના નજર ફેરવી જુએ છે તો બધી તેની ફેવરેટ ફૂડ આઈટમ્સ જ હતી.ઘડીભર તો આરાધના વિચારમાં પડી જાય છે કે તેના માટે તેના ફેવરેટ ફૂડ તેની સામે કઈ રીતે સવૅ થવા મંડ્યા?
અનંત, તુ તો આપણે અહી આવ્યા ત્યારથી મારી સાથે જ છે, તો પછી આ બધા લોકોને મારી ફેવરેટ ફૂડ આઈટમ્સની કઈ રીતે ખબર પડી?
આ બધુ તે પહેલેથી જ મારા માટે પ્લાન કરીને રાખ્યુ હતુ ને અનંત... આરાધનાએ પુછ્યુ
અનંત આંખો ઢાળીને એક મીઠા સ્મિત સાથે આરાધનાના પ્રશ્નનો હામાં જવાબ આપે છે.
આરાધના ખૂશીની મારી ઊછળી પડે છે અને અનંતને ભેટી પડે છે.Thanks અનંત મને આટલી સુંદર એક સાંજ આપવા બદલ.આ સાંજ મારા જીવનની સૌથી યાદગાર અને સુંદર સાંજ છે ,જે આજ તે મને ભેટમાં આપી છે.અનંત આ સાંજ આપવા બદલ હું તારો દિલથી આભાર માનુ છુ.આરાધનાના શબ્દોમાંથી ઈમોશન્સ ટપકવા લાગે છે.
માણસનો દેખાવ જ જીવનમાં બધુ નથી હોતુ, આંતરિક સૌંદર્ય પણ આટલુ જ જરૂરી હોય છે.અને આરાધનાની આ સૌંદર્યસ્પર્ધામાં આરાધના સૌથી ખૂબસૂરત છોકરી હતી.
અનંતે આરાધનાને આટલી ખુશ ધણા ટાઈમ પછી જોઈ હતી. આરાધનાને આટલી ખુશ જોઈ અનંત પણ ખુશ થઈ ગયો હતો.નહીંતર પોતાના શ્યામ રંગને લીધે લોકોના મેણા ટોણા સાંભળીને થાકેલી આ શ્યામ રંગ છોકરી હંમેશા ઉદાસ રહેતી આરાધનાને જો આટલી ખૂશ રહેતા શીખી જાય તો તો આરાધનાનુ જીવન સ્વગૅ બની જાય.અનંતના વિચારો આરાધનાના આગળના જીવનને લઈ ચકરાયા.
બન્ને મિત્રો જમતા જમતા વાતોના સથવારે આ સુંદરમય સાંજને આખરી પણ અઢળક યાદોના સથવારે જીવનની પૂંજી બાંધી રહ્યા હતા.
કાલનો સૂર્યોદય આ મિત્રતાની પરિભાષામાં ટનૅ લાવી રહ્યો હતો.એ નામ હતુ અમન.
હવે, અનંતને જે સંબંધનો ડર મનમા છે, એ સંબંધ આગળ વધી રહ્યો હતો. અમન અને આરાધના કાલે સવેરે સગાઈના બંધનમાં બંધાવા જઈ રહ્યા હતા.શું કરશે અનંત આગળ? શું આ સંબંધ સુખી થશે કે આગળ વધી શકશે ??સગાઈના થોડા દિવસો પછી તો લગ્ન છે, અમનના ખરા ચહેર તો આરાધનાને ખબર જ નથી.આરાધના અનંત અને અમનની આ વાર્તામાં આગળ શું બને છે? વાંચતા રહો ....શ્યામ રંગ.....લગ્ન ભંગ......22