National Banana Day in Gujarati Science-Fiction by Jagruti Vakil books and stories PDF | રાષ્ટ્રીય કેળા દિવસ

Featured Books
Categories
Share

રાષ્ટ્રીય કેળા દિવસ


આરોગ્યપ્રદ પૌષ્ટિક ફળ- કેળું

               વિશ્વના સૌથી જૂના ફળોમાંનું એક એવું ફળ કેળાને આરોગ્યપ્રદ પૌષ્ટિક ફળ કહેવામાં આવે છે. દર વર્ષે એપ્રિલ મહિનાના ત્રીજા બુધવારને રાષ્ટ્રીય કેળા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેની શરૂઆત અમેરિકામાં થઈ. આજે અમેરિકામાં, કોલેજો અને યુનિવર્સિટીઓમાં યુવાનો કેળા ખાય છે અને કેળામાંથી બનાવેલી વિવિધ વાનગીઓ બનાવે છે અને વહેંચે છે. લોકો બનાના ડેની ઉજવણી માટે કેળાનો ડ્રેસ પણ પહેરે છે.

       એવું કહેવાય છે કે કેલ્શિયમનો સ્ત્રોત મનાતા એવા કેળાની ઉત્પત્તિ મલેશિયા, ઈન્ડોનેશિયા કે ફિલિપાઈન્સના જંગલોમાં થઈ હતી. આજે પણ, આ દેશોમાં ઘણા પ્રકારના જંગલી કેળા ઉગે છે, જેમાંથી ઘણા ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. બનાનાને આફ્રિકનો દ્વારા અંગ્રેજીમાં બનાના નામ આપવામાં આવ્યું હતું. બીજી તરફ, હિન્દીમાં બનાના શબ્દ અરબી શબ્દ 'આંગળી' પરથી આવ્યો હોવાનું માનવામાં આવે છે. કેળા એક એવું ફળ છે જે આપણે લગભગ દરરોજ ખાઈએ છીએ. કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં પોષક તત્ત્વો મોટી માત્રામાં મળી આવે છે, જે ચોક્કસપણે શરીરને સ્વસ્થ રાખવામાં ભૂમિકા ભજવે છે.

            કેળાની ઘણી જાતો ઉપલબ્ધ છે. ભારતમાં કેળાની લગભગ 33 જાતો ઉગાડવામાં આવે છે. આમાં કેળાની ઘણી જાતો ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. 12 જાતો તેમના વિવિધ કદ અને રંગો માટે પ્રખ્યાત છે. એલચી કેળાની ભારતમાં સૌથી વધુ માંગ છે. તે બિહાર, ઓડિશા વગેરે રાજ્યોમાં વ્યાપકપણે જોવા મળે છે. આ ઉપરાંત રાસ્થલી કેળા પણ કેળાની પ્રખ્યાત જાતોમાંની એક છે. તે ઝારખંડ અને બિહાર જેવા રાજ્યોમાં જોવા મળે છે. વિશ્વમાં કેળાની 1000 થી વધુ જાતો જોવા મળે છે. આ તમામ કેળાઓને લગભગ 50 જૂથોમાં વહેંચવામાં આવ્યા છે. કેળાના ફળમાંકીટકો થતા નથી. તેનું કારણ એ છે કે કેળાના ફળમાં સાઈનાઈડ નામનું કેમિકલ જોવા મળે છે. જેના કારણે આ ફળમાં જંતુઓ જોવા મળતા નથી. આ સિવાય વિટામિન B6, વિટામિન C, પોટેશિયમ વગેરે જેવા પોષક તત્વો કેળામાં મોટી માત્રામાં જોવા મળે છે. તે શરીરને ફિટ અને ચપળ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

             પૌષ્ટિક ફળોમાંથી એક ન્યૂટ્રિઅન્ટ્સ અને મિનરલથી ભરપૂર કેળા સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક હોય છે. કેળા ખાવાથી એનર્જી મળે છે. આ સિવાય કેળામાં આયર્ન હોય છે જેના બોડીમાં હીમોગ્લોબિન વધે છે અને એનિમિયા સામે રક્ષણ મળે છે. સાથે જ તેમાં ટ્રાઈપ્ટોફેન, વિટામિન બી6 અને વિટામિન બી પણ હોય છે.

કેળું એ દેશનાં સૌથી પ્રિય ફળોમાંનું એક છે. કેળાં પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. કાર્બૉહાઇડ્રેટ્સ જે શરીરને શક્તિ આપે છે અને પોટેશિયમ જે હૃદયને મજબૂત રાખે છે તે બંને કેળામાં ઉપલબ્ધ છે. આપણને ગળ્યાં અને પીળા રંગનાં કેળાં વધુ મળે છે.લીલાં/કાચાં કેળાં પણ આપણને મળી રહે છે. તેને શાક તરીકે પણ વાપરવામાં આવે છે. રોજ કેળાં ખાવાથી થતા ફાયદા :

1. આંતરડાંની મજબૂતી: કેળામાં ભરપૂર માત્રામાં પૅક્ટિન હોય છે જે આંતરડાંના કાર્યને સુધારે છે.તે આંતરડાંમાં રહેલા ખોરાકને ઝડપથી પચવામાં મદદ કરે છે.તેમાં રહેલ સોલ્યુબલ ફાઈબર શરીરમાં કૉલેસ્ટ્રોલ ઓછું કરે છે. કેળામાં ફાઈબર વધુ હોવાથી પેટ ભરેલું લાગે છે. તે પેટનું ફૂલવાનું પણ ઘટાડે છે.કેળામાં રહેલા કાર્બૉહાઇડ્રેટ્સ સરળતાથી પચી ન શકાય તેવા ખોરાકને પચાવવામાં મદદ કરે છે.તે આંતરડાંમાં શરીરને જરૂરી બૅક્ટેરિયાના વિકાસને પ્રોત્સાહન આપે છે.તે ફેટી ઍસિડ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે.

2. હૃદયને સ્વસ્થ રાખે છે: કેળામાં પૉટેશિયમ જેવાં સૂક્ષ્મ પોષકતત્ત્વો હોય છે.પૉટેશિયમ એ શરીરમાં સૌથી મહત્ત્વપૂર્ણ ઇલેક્ટ્રોલાઇટ્સમાંનું એક ગણાય છે.તે હૃદયના કામમાં સુધારો કરે છે. શરીરમાં પ્રવાહીનું સંતુલન જાળવી રાખે છે અને બ્લડ પ્રેશર (BP)ને નિયંત્રિત કરે છે.વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે પૉટેશિયમ બ્લડ પ્રેશર ઘટાડે છે અને હૃદયરોગના હુમલાને અટકાવે છે.

3. શરીરમાં બળતરા ઓછી કરે છે: કેળાં જઠરમાં બનતા ઍસિડને સંતુલિત કરે છે. તેમાં રહેલું લ્યુકોસાયનિડિન આંતરડાંનાં પાતળા અસ્તરને જાડું કરવામાં મદદ કરે છે.તે ઍસિડની અસર ઘટાડે છે.પાકેલાં કેળાં હાર્ટબર્નથી રાહત આપે છે.

4. કેળાં શરીરને ઊર્જા પ્રદાન કરે છે: કેળાં શરીરને ઊંચી કૅલરી ઊર્જા પ્રદાન કરે છે.અન્ય ફળોની સરખામણીમાં કેળાંમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે.ફાઈબરની સાથે સુક્રોઝ, ફ્રુક્ટોઝ, ગ્લુકોઝ શરીરને જરૂરી ઊર્જા પ્રદાન કરે છે. કેળાંમાં રહેલું પૉટેશિયમ સ્નાયુઓના હલનચલનમાં મદદ કરે છે અને તેમનું ખેંચાણ ઘટાડે છે.

5. તણાવ ઘટાડે છે: કેળાંમાં જોવા મળતું ટ્રિપ્ટોફન નામનું ઍમિનો ઍસિડ શરીર દ્વારા સૅરોટોનિનમાં પરિવર્તિત થાય છે, જે મગજને શાંત કરવામાં મદદ કરે છે.આ સૅરોટોનિન મગજને આરામ આપે છે. તે તણાવ દૂર કરે છે અને ઉત્સાહિત કરે છે.

          ડોક્ટરોના મતે ડાયાબિટીસના દર્દીઓએ સંપૂર્ણ પાકેલા કેળા ખાવાનું ટાળવું જોઈએ. તેના બદલે તમે કાચા કેળાના શાકનું સેવન કરી શકો છો. કાચા કેળાથી બ્લડ શુગર લેવલનું પ્રમાણ યોગ્ય રહે છે. બાકી પુખ્ત વ્યક્તિ એકથી બે કેળા ખાઈ શકે. ધ્યાનમાં રાખો કે વધુ પડતું સેવન કરવાનું ટાળો. તેના વધુ પડતા સેવનથી ઉલ્ટી, શરીરમાં સોજો, ગેસ, મેદસ્વીતા વગેરે થઈ શકે છે. જો તમારું વજન ઓછું હોય તો તમે રોજ નાસ્તામાં દૂધ સાથે કેળાનું સેવન કરી શકો છો. આયુર્વેદ અનુસાર, કેળા ખાધા પછી જ વ્યક્તિએ રાત્રે સૂવાનું ટાળવું જોઈએ કારણ કે તે કફ બનાવી શકે છે. આ સિવાય રાત્રે કેળા પચવામાં તકલીફ પડે છે કારણ કે આપણું મેટાબોલિઝમ (ચયાપચયની ક્રિયા)રાત્રે ઓછું થાય છે.ભૂખ સંતોષવા માટે કેળાને સુપર ફૂડ માનવામાં આવે છે, પરંતુ ખાલી પેટ ખાવાથી આપણા શરીરમાં મેગ્નેશિયમ અને પોટેશિયમનું સ્તર બગડી શકે છે.

       હાડકાં માટે જરૂરી એવું કેલ્શિયમનો સ્ત્રોત સમાન અન સસ્તુ ફળ કેળાં દરેકે પોતાની પ્રકૃતિ સમજીને અપનાવવું જોઈએ.