Bili Bangalore - 2 in Gujarati Horror Stories by Dhamak books and stories PDF | બિલ્લી બંગલો - ભાગ 2

The Author
Featured Books
Categories
Share

બિલ્લી બંગલો - ભાગ 2

       છોકરી ડરી જાય છે. તે ડરતા-ડરતા ભયાનક ચહેરાવાળા માણસના

હાથમાં પાણીનું ડબલુ આપે છે. તે માણસ

એક ક્ષણમાં બધું પાણી પી જાય છે.

છોકરી ડબલુ પાછું કુવામાં નાખે છે

અને પાણી ભરેલું ડબલુ બહાર કાઢીને

પાછળ વળીને જુએ છે, તો ત્યાં કોઈ નથી.

તે ભયાનક ચહેરો ગાયબ થઈ ગયો હોય છે.છોકરી આસપાસ નજર કરે છે, પણ કોઈ દેખાતું

નથી. તે પાછી ગોજારા કુવામાં જુએ છે.

બીક લાગતી હોવા છતાંય હિંમત કરી પોતે

પાણી પી લે છે અને પછી બીજાઓ માટે લઈ જાય છે. મનમાં અનેક પ્રશ્નો ઉઠે છે—આ શું છે?

આ માણસ કે કંઈક બીજું? પણ તેને કોઈ જવાબ મળતો નથી.પછી તો આ ભૂતાવડ રોજનું નાટક બની જાય છે.

રોજ તે ભયાનક, કદરૂપો ચહેરો છોકરી પાસે પાણી માંગે, પાણી પી અને ગાયબ થઈ જાય. છોકરીને એ ચહેરો જોઈ ડર લાગે, પણ શું થાય? કહેવું કેવળ શક્ય નહોતું.

નાનાભાઈ ભાડુઓ પણ બી જી જાય.

એ વિચારે કે આ કઈ રીતનું અઘટિત છે,

પણ એ બાબત પર કોઈ વાત કરતા ડરે.થોડાક દિવસ ખુલા આકાશ નીચે સુતાં, પણ છત વગર કેટલું ચાલે?

જેમ તેમ દિવસો પસાર થતા જાય. પછી ધીરે-ધીરે પરિસ્થિતિ થોડી સુધરવા લાગે છે.

માણીયાને એક ઠેકાણે કબ્રસ્તાનમાં કબ્ર બનાવવાનું કામ મળી જાય છે. પણ એટલું પૂરતું કેમ હોય?

પાંચ પાંચ છોકરાઓ હતા, અને માથે છત પણ નહોતી.માણીયો ખૂબ મહેનતુ હતો. તેની પત્નીને નાના-મોટા કામ મળવા લાગે છે—રસોઈ કામ, ગોદડા સીવવાનું. દીકરીઓ કરતાં માણીયો વધારે મહેનત કરે.

જે કામ મળે તે કરી નાખે. રોજ સાંજે થાકેલો માણીયો ઘરે આવે અને છોકરી પાસે કૂવાના અજાણ્યા અનુભવ વિશે સાંભળે, પણ મનમાં તણાવ વધતો જાય.પછી તો એક દિવસ નવું થાય.છોકરી દરરોજ પાણી ભરવા જાય, અને તે ભયાનક ચહેરો દરરોજ પાણી પી ને ગાયબ થઈ જાય.

એક દિવસ

તે છોકરી અને તેનો નાનો ભાઈ બંને કુવા પાસે જાય છે 

ભાઈ થોડોક આઘો ઉભો રહે છે.

અને તેની બહેનને કહે છે તુ પાણી ભરી ને આવ હું અહીં જ ઉભો છું મોટી બહેન કહે છે કાંઈ વાંધો નહીં ઉભો રહે હું પાણી નો હાંડવો ભરતી આવું. 

નાનો ભાઈ કહે છે તો મને ચોકલેટ ક્યારે લઈ દેવાની છો? તો રોજ મને કહે છે હું તને ચોકલેટ લઈ દઈશ પણ તું મને લઈ નથી દેતી મોટી છોકરી નાના ભાઈ સાથે વાતો કરતા કરતા પાણી ના ડબલા નો દોરડો કૂવામાં ઘા કરે છે અને કહે છે આજે પૈસા મળશે ને એટલે પહેલા તને ચોકલેટ લઈ દઈશ બસ જેવું પાણીનું ડબલુ બહાર કાઢે છે એવો તરત જ પેલો ભયાનક ચહેરા વાડો‌ માણસ પાછળ ઉભો હોય છે.

મોટી છોકરી ચૂપચાપ તેને પાણી પાઇ દે છે મોટી છોકરી. 

એ માણસ માત્ર એટલું બોલે છે ત્યાં નીચે ધૂળમાં જો.

તે જોવે છે કે કુવા પાસે, ધૂળમાં, દરરોજ એક રૂપિયાનો સિક્કો પડેલો હોય. છોકરી એ સિક્કો ઘરે આવીને રોજ

તેની માંના હાથમાં આપી દે. પહેલા જમુના આશ્ચર્ય પામે છે, પણ પછી એ સિક્કાને સ્વીકારી લે છે.ચોમાસું નજીક હતું. માથા પર છત નહોતી. હવે માણીયો કડીયાના કામમાં લાગી જાય છે. પરિસ્થિતિ સુધરવા લાગે છે. માણીયો વિચારે છે—"ચોમાસું આવી રહ્યું છે, છત અને કાચી-પાકી દીવાલો કરવી પડશે." તે મનમાં જુસ્સાથી કામ કરવા માટેની તાકાત એકત્રિત કરે છે.માણીયાનું ધ્યાન ખંડેરની ચાર કમાનવાળા દરવાજાઓ તરફ જાય છે. તે તેની પત્ની જમુનાને કહે છે, "આને પથ્થર-ચૂનાથી ભરી દઈએ. પછી માથે ઘાસની છત બનાવી દઈએ. કેમ?"જમુના રાજી થઈને હા પાડે છે.થોડાક દિવસોમાં કમાનવાળા દરવાજાને પાણા, પથ્થર, અને ચૂનાથી પૂરીને ચાર દીવાલો ઊભી થાય છે.જમુના અને તેના છોકરાઓ મળીને ઘાસની છત તૈયાર કરી નાખે છે. હવે તેમની પાસે એક મજબૂત આશરો છે.બહુ સંઘર્ષ પછી, એક ઘર હવે કાયમનું થઈ ગયું. પણ શું કૂવાનો રહસ્ય હજી આખરે ખુલશે?

To be continued...