Safar Mayanagrino - 2 in Gujarati Adventure Stories by Tejas Rajpara books and stories PDF | સફર માયાનગરીનો - ભાગ 2

Featured Books
Categories
Share

સફર માયાનગરીનો - ભાગ 2

જ્યારે તમે વિચારતા હો કે, હું એક ફોન કરીશ અને મારી સમસ્યાનું સમાધાન મળી જશે... એવા સમયે સામેના વ્યક્તિના સ્થાને ઓપરેટર આવું બોલે:

The person you are calling is currently unavailable to take your call.

तुम्ही ज्या व्यक्तीला कॉल करत आहात ती सध्या तुमचा कॉल घेण्यासाठी उपलब्ध नाही.

સવારે ભલભલાની ચાનો ટેકો નીચે ઉતરી જાય. તેમાં પણ મને સવારની ચા-કોફી મળી નહોતી. હું મારી કંપનીના HR ને વારંવાર ફોન કરી રહ્યો હતો, પરંતુ મને આ બે લાઇનથી વધુ કંઈ સાંભળવા મળતું નહોતું.

એક બાજુ વરસતો વરસાદ અને બીજી બાજુ શાક માર્કેટની ધમધમાટ. અધૂરામાં પૂરું આ મારી હાયરિંગ પ્રોસેસ પૂર્ણ કરનાર HR આ ત્રિવેણી સંગમે મને મારા ગુજરાતની યાદ બે જ કલાકમાં અપાવી દીધી હતી. મારું ગુજરાત હોત તો, મારે આ રીતે રસ્તા પર કોઈની રાહ જોવાનો વખત ન આવત. હા, એ વાત સાચી છે કે મુંબઈનો હરખ અને મનનો ઉત્સાહ આ પરિસ્થિતિ સામે લડવાની હિંમત આપતો હતો. મોટી વાત એ હતી કે આ હિંમત વરસાદ બંધ થતાની સાથે વધી જતી અને વરસાદની સ્પીડ વધવાની સાથે ઓછી થતી. આ સમયે સમજાયું કે મુંબઈના વરસાદને વિચિત્ર કેમ કહેવાય છે.

મારા મગજના વિચારો જ્યારે દિશાહિન બની ગયા હતા ત્યારે ડૂબતાને જેમ તણખલું મળે તેમ મને મારા ફોનની રીંગે એક આશાની કિરણ બતાવી. મારા ફોન પર મારા HR નો ફોન આવ્યો...

હું: "Ya hi, hello, Good morning."

HR: "Yes hi, Good morning..."

વાત શરૂ થતાની સાથે મારી આશા બાંધાઈ ગઈ કે ચાલો, કંઈક રસ્તો નીકળશે. મને થોડા સમયમાં મારા ગેસ્ટ હાઉસનું એડ્રેસ મળી જશે. હું આ વરસાદ અને શાક માર્કેટથી બચી જઈશ. પણ જ્યારે નસીબ પરીક્ષા લેવા બેઠું હોય ત્યારે સારા વિદ્યાર્થીઓ પણ પરીક્ષામાં પાસ થઈ શકતા નથી. મારા સાથે પણ એવું જ થયું કે, મારા એક ડોક્યુમેન્ટના કારણે ગેસ્ટ હાઉસ બુક થયું નહોતું. હું રસ્તા પર જ બેસી ગયો. મારો ઉત્સાહ નિરાશામાં ફેરવાઈ ગયો. હું વિચારે ચડ્યો કે હવે આગળ શું...?

બે થેલાઓને વરસતા વરસાદમાં સંભાળતો હું મારા પરિવારને જાણ કરું છું કે મારી સાથે આવી ઘટના બની ગઈ છે. પરિવાર સાથે વાત કરતા જેટલી હિંમત મેં બતાવી હતી, તેની બે ગણી ઓછી હિંમત મારી હતી. કેમ કે, "આગળ શું?" ના પ્રશ્ને મારો મગજ બંધ કરી દીધો હતો.

ઘરેથી મારી ચિંતાને જોઈને કહ્યું કે, થોડા સમય માટે હોટેલમાં ચેક-ઈન કરી લે. હું હોટેલની શોધખોળમાં આગળ વધ્યો, ત્યારે ઘેરાયેલા વાદળો વચ્ચે ચમકતી વીજળી જેવો એક વિચાર મારા મગજમાં આવ્યો કે, મારી કોલેજમાં અભ્યાસ કરી ચૂકેલા મારા સિનિયર આજ કંપનીમાં છે. તો તેમની પાસેથી મદદ માંગી શકાય. વિચાર આવતાની સાથે જ એક ખૂણામાં મારા બંને થેલા ગોઠવ્યા અને ફોન લગાવ્યો મારા સ:કર્મીને...

માંડીને વાત કરતા મારી વ્યથા તેમને સમજાવી. મારી વેદનાને સાંત્વના આપતા તેમણે મારા માટે રસ્તો શોધવાનો વિચાર કર્યો. જેથી થોડો વખત મને સારી જગ્યા મળી શકે. ફોન પર થોડી વાર વાત કર્યા બાદ મને ફરી આશા બંધાઈ. તેમણે એક એવી જગ્યા સમજાવી જ્યાં ગુજરાતીઓ માટે ઉતારા મળે છે. પણ તેમણે કહ્યું કે આ જગ્યા દાદર વેસ્ટમાં છે. હવે નવી પડકાર એ હતી કે, હું વેસ્ટ સાઈડ છું કે ઈસ્ટ સાઈડ? કેમ કે હું તો ભીડ જોઈને સ્ટેશનની બહાર આવ્યો હતો. આસપાસના લોકો પણ મારી ભાષા સમજતા નહોતા. થોડીવાર પછી એક ભલા માણસે મને એડ્રેસ સમજાવ્યું અને ત્યાં પહોંચવાનો રસ્તો બતાવ્યો.

મને લાગ્યું કે ચાલો, પરીક્ષાનો અંત આવ્યો અને સુખદ સફર શરૂ થઈ. આ જગ્યા પર પહોંચીને મેં પૂછ્યું...

"સાંભળો સર, મારે બે કે ત્રણ કલાક માટે રૂમ જોઈતો છે."

તેમણે ટૂંકમાં જવાબ આપ્યો: "ના..."

મે વધુ વિનંતી કરતા કહ્યું: "સર, મને થોડા સમય માટે જ રૂમ જોઈતો છે, કંઈક કરી આપને કૃપા કરીને."

તેમણે જવાબ આપ્યો: "અત્યારે કોઈ પણ રૂમ ખાલી નથી."

આ સમયે તેમણે મને ડોર્મિટરીનો મતલબ સમજાયો.

તેમણે કહ્યું: "એક માણસ માટે આ ડોર્મિટરી મળી શકે, પણ અત્યારે તે પણ હાઉસફુલ છે."

નિરાશ થઈ, હું મારા થેલા સંભાળતો ફરી પગથિયા ઉતરી ગયો. થોડો સમય હું તે જ જગ્યાના પ્રાંગણમાં બેઠો રહ્યો અને વિચાર કરતો રહ્યો કે હવે આગળ શું?

વિચારોની ગૂંચવણમાં હું આમ તેમ જોઈ રહ્યો હતો, કે ક્યાંક સિક્યોરિટી મને અહીંથી બહાર તો નહીં કાઢી મૂકે? આમ તેમ કરીને થોડો સમય વિતાવ્યો. મને લાગ્યું કે કદાચ થોડા સમયમાં મારું ગેસ્ટ હાઉસ બુક થઈ જશે, તો હું સીધો ત્યાં જ ચાલી જઈશ. એવામાં મને જાણવા મળ્યું કે, હું જે જગ્યા પર હતો, ત્યાં ઓળખાણ હોય તો રહેવા માટે ડોર્મિટરી મળી શકે. આ જે જગ્યા હતી, તે જગ્યાના સંચાલકો મારા પપ્પાની ઓળખાણમાં પણ હતા. ફટાકથી પપ્પાને ફોન કરી, ઓળખાણ લગાવવાનો આગ્રહ કર્યો. બે કલાકની મહેનત બાદ અંતે મને રહેવા માટે છત અને આરામ કરવા માટે ગાદલું મળ્યું. પરંતુ આટલી મહેનત બાદ પર એ પશ્ન અકબંધ હતો કે મારા ગેસ્ટ હાઉસનું શું થશે?  મને હજુ મારા ગેસ્ટ હાઉસનું એડ્રેસ મળ્યું ન હતું.

આખરે કેવી રીતે મળશે મારું ગેસ્ટ હાઉસ જાણવા માટે જોડાયેલા રહો...