Journey to Mayanagari - Part 3 in Gujarati Adventure Stories by Tejas Rajpara books and stories PDF | સફર માયાનગરીનો - ભાગ 3

Featured Books
  • बेटी - 2

    अब आगे -माधुरी फीकी मुस्कान के साथ सिर हिला देती है।दाई माँ...

  • दिल ने जिसे चाहा - 6

    रुशाली अब अस्पताल से घर लौट आई थी। जिस तरह से ज़िन्दगी ने उस...

  • शोहरत का घमंड - 156

    कबीर शेखावत की बात सुन कर आलिया चौक जाती है और बोलती है, "नर...

  • दानव द रिस्की लव - 37

    .…….Now on …….... विवेक : भैय्या..... अदिति के तबियत खराब उस...

  • Love or Love - 5

    जिमी सिमी को गले लगाकर रोते हुए कहता है, “मुझे माफ़ कर दो, स...

Categories
Share

સફર માયાનગરીનો - ભાગ 3

Your guest house has been booked, you can shift to the guest house. The address has been emailed to you.

આખરે રાત્રિની સફર અને સવારના સંઘર્ષ પછી એક ફોન આવે છે. આ ફોન આવ્યા પછી જાણે દરિયામાં પૂનમનો ઓટ આવતો હોય તેમ મારા મોઢા પર હરખની હેલી છવાઈ જાય છે. આ ફોન મારી કંપનીના એચ.આરનો હતો, જેમણે મને જણાવ્યું કે ‘તમારું ગેસ્ટ હાઉસ બુક થઈ ચૂક્યું છે.’ આ વાત ત્યારેની છે જ્યારે હું એક સંસ્થાની ડોર્મિટરીમાં રોકાયો હતો. ફોન આવતાં જ મને લાગ્યું કે આગળની સફર સુખદ રહેશે. મે વિચાર્યું કે હવે બધુ બરાબર છે તો આજુબાજુના વિસ્તારને જોઈ અને જાણી લઈશ.

હું ઝડપથી તૈયાર થયો અને બધું સમેટી આજુબાજુનો વિસ્તાર જોવા અને જાણવા માટે નીકળ્યો. બહાર નીકળી થોડે આગળ ચાલતાં મને એવું લાગ્યું કે મેં મુંબઈને અને મુંબઈએ મને અપનાવી લીધુ. નાના અને સુઘડ રસ્તાઓ, ઝડપથી દોડતાં વાહનો અને ખાસ કરીને મુંબઈની કાળી-પીળી ટેક્સીઓએ મન મોહી લીધું. વિપદાના વાદળો હટતાની સાથે ઘેરાયેલો વરસાદ પણ સોહામણો લાગવા લાગ્યો.

થોડી વારમાં આજુબાજુનો વિસ્તાર જોઈને હું ડોર્મિટરી પર પાછો આવ્યો, સામાન પેક કર્યો અને મારા ગેસ્ટ હાઉસ તરફ પ્રયાણ કર્યું. આ બધા વચ્ચે સારી વાત એ હતી કે, જ્યારે હું મુંબઈ પહોંચ્યો, તે ગણેશ ચતુર્થીનો સમય હતો. જે મહારાષ્ટ્રમાં જોરશોરથી ઉજવવામાં આવે છે. મને લાગ્યું કે, વિઘ્નહર્તાએ મારા તમામ દુ:ખ હરી લીધાને એટલે મને વધુ મુશ્કેલી સહન ન કરવી પડી. મે મારા બંને થેલા કાખમાં નાખ્યાને સંગીતની મુધર મજા સાથે મુંબઈના નજરાની મજા માણતા ગેસ્ટ હાઉસ સુધી પહોંચ્યો.

એ આનંદ પણ અનોખો હતો. મારું ગેસ્ટ હાઉસ લકઝરીથી કાઈ ઓછુ ન હતું. ટાઈટ સિક્યોરિટી વચ્ચે મારું વેરિફિકેશન થઈ રહ્યું હતુ. પણ મારી નજર તો કોરીડોરના સોફા અને ઈન્ટિરિયર ડિઝાઇન પર જ ટકી રહી હતી. સ્થળ બદલતાની સાથે મારા હાવ-ભાવ પણ ફરી ગયા. કાખમાં નાખેલા થેલા હાથોમાં આવી ગયા, જાણે હું કોઈ મોટો સાહેબ હોઉં.

ગેસ્ટ હાઉસે પહોંચીને મે ડોરબેલ મારી. દરવાજો ખુલતાની સાથે એક મોટો હોલ, ઓપન બાલકની જ્યાથી મુંબઈના વખણાતા સીલિંક બ્રિજનો નજારો જોવા મળી રહ્યો હતો. આ નજારો જોઈને મેને મારી સવારની થયેલી પરાજણ પણ ભૂલાઈ ગઈ. મારું સ્વાગત કરવામાં આવ્યું ત્યાના મેનેજરે મને મારો રૂમ બતાવ્યો. મે સૌથી પહેલા ઘરે વીડિયો કોલ કરી ગેસ્ટ હાઉસ મારા પરિવારને બતાવ્યો અને આનંદ વ્યક્ત કર્યો. મને મેનેજરે કહ્યું કે થોડો આરામ કરી લો, તમારા માટે ચા કોફી નાસ્તો કંઈ લાવવાની જરૂરત હોય તમને બોલાવી શકો છો. સારું ગાદલું જોતા મને પણ લાગ્યું કે મારે થોડો આરામ કરવો જોઈએ. મારે કંપનીમાં જોડાવાને બે દિવસ બાકી હતા. એટલે મારી પાસે બે દિવસ હતા ફરવા માટે. આમ જોવા જઈએ તો ઘર શોઘવા માટે બે દિવસ હતા. આ ગેસ્ટ હાઉસમાં મને એક અઠવાડિયાનું રોકાણ મળેલુ હતુ. આ સમયમાં મારે મારું ઘર અથવા પેઈન ગેસ્ટ શોધવાનું હતું.

થોડા આરામ કર્યા બાદ અને ફ્રેશ થયા પછી ઘર ગોતવાનો શુભારંભ કરવાનો હતો. પરંતુ કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા મને લાગ્યું કે મારે સિધ્ધિ વિનાયકના દર્શન કરવા જોઈએ. એટલે હું તૈયર થઈ સિધ્ધિ વિનાયક આશીર્વાદ લેવા માટે નિકળ્યો. મે ગેસ્ટ હાઉસના મેનેજર પાસેથી સામાન્ય જ્ઞાન લીધુ અને નિકળ્યો દર્શન માટે, જ્યાં મારે દરિયાને જોવાની તલબ પણ પુરી થવાની હતી. એટલા માટે આજનો દિવસ ફરવા માટે નિકળવાનો હતો. જોતજોતામાં બે દિવસ નીકળી ગયા, બે દિવસ હું શાંતિપૂર્વક આનંદમાં રહ્યો. બીજી બાજું ધીમે ધીમે પગલે મારા માટે ઘર પણ શોધતો રહ્યો. એ ગેસ્ટ હાઉસ કંપનીનું હતું એટલે તેમાં થોડા દિવસ રોકાવા માટે આવેલા બધા લોકો મારી કંપનીના હતા. જેમની સાથે મારી મિત્રતા થઈ ગઈ હતી.

બે દિવસ મારા શાંતિથી નિકળ્યા બાદ મારો ઓફિસનો પહેલો દિવસ કેવો રહ્યો, જાણવા માટે જોડાયેલા રહો.