આગળનાં ભાગ પાંચમા આપણે જોયું કે,
વિરાટની મમ્મીનો મેડીકલ રીપોર્ટ
વિરાટને અતિ ગંભીર કરી દે એવો આવ્યો છે.
આજે ડૉક્ટરે વિરાટ ને સાફ સાફ શબ્દોમાં કહી દીધું છે કે,
જો તેઓ પોતાની મમ્મીને બચાવવા માંગતા હોય તો
વધારેમાં વધારે છ કે આઠ મહિનાની અંદર કિડનીની વ્યવસ્થા કરવી પડશે.
હવે આ રિપોર્ટવાળી વાત જો વિરાટ ઘરે જઈને એની મમ્મીને કરે તો
ચિંતામાં ને ચિંતામાં એની મમ્મીની તબિયત તો અત્યારે છે, એનાથી પણ વધારે ગંભીર થઈ જાય.
અને જો વિરાટ આ રિપોર્ટવાળી વાત
એના પપ્પાને કરે તો
એતો પહેલેથી જ બ્લડ પ્રેશર ના દર્દી છે, એટલે એમને પણ જાણ કરાય એમ નથી.
પછી વિરાટ નક્કી કરે છે કે,
આ રિપોર્ટવાળી વાત હું ઘરમાં કોઈને નહીં જણાવું, ને આમેય મારી કોલેજ પુરી થઈ ગઈ છે, તો હવે મારી પાસે એવો સમય પણ છે કે હું મારી મમ્મીની કિડની માટે કોઈ રસ્તો શોધી શકું.
બસ મનમાં આટલું વિચારીને વિરાટ એ રીપોર્ટ ના પેપર ફાઈલ માંથી બહાર કાઢી, વાળીને પોતાના પેન્ટ નાં ખિસ્સામાં મૂકી દે છે.
અને ફાઈલ ફાડીને ફેંકી દે છે.
પછી વિરાટ પોતાના ઘરે પહોંચે છે, ઘરે પહોંચી ને વિરાટ જુએ છે તો એની મમ્મી બેડ પર સૂઈ રહ્યા છે, ને બેડ ની બાજુમાં ખુરસી પર વિરાટ ના મામા એટલે કે લક્ષ્મીચંદ બેઠા છે,
જે બહેનની ખબર પૂછવા આવ્યા હતા.
વિરાટ ને જોતા જ
મામા :- આવી ગયો ભાણા કોલેજથી ?
કેવો ચાલે છે તારો કોલેજનો અભ્યાસ ?
ત્યાંજ વિરાટની મમ્મી
મમ્મી - ભાઈ એનો કોલેજનો અભ્યાસ તો આજે પુરો થઈ ગયો, આજે એનો કોલેજનો છેલ્લો દિવસ હતો.
પછી વિરાટ સામે જોઈને
વિરાટ બેટા જઈ આવ્યો હોસ્પિટલ ?
લઈ આવ્યો મારો રીપોર્ટ ?
શું કહે છે ડૉક્ટર,
હું કેટલી જીવવાની છું હવે ?
વચ્ચે જ મામા
મામા :- એવું કેમ બોલે છે બહેન ?
તને કંઈ જ થવાનું નથી,
અરે હજી તો તારે વિરાટ ને પરણાવાનો છે, ને
એના છોકરાઓને રમાડવાનાં છે.
આટલું સાંભળી વિરાટ થોડો નોર્મલ થઈ હિંમત એકઠી કરી ને
વિરાટ :- મમ્મી મામા સાચું કહે છે
ડોક્ટરે પણ એમજ કહ્યું કે તને બે ચાર દિવસમાં સારું થઈ જશે.
ત્યાંજ મામા
મામા :- તો પછી વિરાટ તું એક કામ કર
તૈયાર થઈ જા, ને ચાલ મારી સાથે શહેરમાં
હું તને આજથી જ કોઈ સારા નોકરી ધંધામાં લગાવી દઉં
આમેય તારી કોલેજ પુરી થઈ ગઈ છે તો ખોટો સમય શા માટે બગાડવો ?
મામાની વાત સાંભળી વિરાટ ને હ્રદયમાં ધ્રાંસકો પડે છે, જાણે એના પગ તળે થી ધરતી સરકી રહી હોય એવું એને લાગે છે.
અને એવું કેમ ન થાય ?
કેમકે આજે ડોક્ટરના કહ્યા પ્રમાણે
એની મમ્મીની જીંદગી અને મોતનો સવાલ હતો,
જે રાઝ વિરાટે ઘરમાં નહીં જણાવીને પોતાના દિલમાં છુપાવી રાખ્યો હતો.
છતાં વિરાટ એ પણ જાણતો હતો કે,
મામાનો સ્વભાવ બહુ ગુસ્સા વાળો છે,
એટલે એમની વાતનો વિરોધ પણ નહીં કરી શકાય,
એટલે વિરાટ હમણાં તો મામાને પોતાની રીતે સમજાવી લે છે કે,
વિરાટ :- મામા આજે જ મારી કોલેજ પુરી થઈ છે, અને ડૉક્ટરે કહ્યાં પ્રમાણે મમ્મી ને પણ બે ચાર દિવસમાં સારું થઈ જાય એમ છે, તો તમે આજે જાવ,
હું ચાર પાંચ દિવસમાં આવી જઈશ.
જો કે હમણાં તો મામા વિરાટની વાત માની શહેર જવા નીકળી ગયા છે, પરંતુ...
પરંતુ વિરાટ એ વાત સારી રીતે જાણે છે કે,
જો હું મામાને કહ્યા પ્રમાણે ચાર પાંચ દિવસ પછી શહેર નહીં જાઉં,
તો મામા શું કરી શકે છે ?
એક બાજુ મામાનો ડર
બીજી બાજુ મમ્મીની ગંભીર બીમારી
ને વચ્ચે વિરાટ
એણે તો હમણાં એ વાતથી સંતોષ માન્યો હતો કે,
એની કૉલેજ પુરી થઈ ગઈ છે, તો હવે એની પાસે સમય જ સમય છે, અને આ સમયમાં એ મમ્મીની કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે કંઈ ને કંઈ રસ્તો શોધી જ લેશે.
પરંતુ જો એ મામાના કહ્યાં પ્રમાણે શહેરમાં નોકરી લાગી જાય, તો પછી એ બીજું કંઈ કરવાનો એને સમય ક્યાંથી મળે ?
અને એ પણ અજાણ્યા શહેરમાં ?
વધારે ભાગ સાતમાં