અનંત અને આરાધના આમ તો બન્ને એક બીજાથી
સ્વભાવગત અને વ્યક્તિગત રીતે એકબીજાથી સાવ અલગ.અનંત ખરેખર આરાધના માટે તો અનંત પાણીના ધોધ જેવો.બસ, ઉંચેથી પછડાવ તો ય એકજ વાત કે , વહેતા રહો.મુશ્કેલી તો આ ધરતી ઊપર બધાને છે જ, એનો સામનો કરો અને આગળ વધો. ટુંકમાં જમાનાની દુનિયાદારીમાં સોસરવો નીકળીને દોસ્તી માટે જીવ આપી દે એવો પાક્કો મોજીલો અને એનાથી સાવ વિરૂદ્ધ. આરાધના ધિર ગંભીર,ઊંડાણ પૂવૅકની વિચારધારા ધરાવતી શાંત વહેતી નદી જેવી રિવર ફ્રન્ટની પાળીએ બેઠા બેઠા એક મિત્રમય સાંજને આરાધનાના લગ્ન થાય એ પહેલા ,બન્નેના રસ્તા અલગ થાય એ પહૈલા ખાટીમીઠી યાદોની ટોપલી ભરવા તેને સજાવી રહ્યા હતા.બન્ને એકસાથે જ ઝીંદગીના નવા ટનૅ પર ઊભા હતા.
આરાધના તને યાદ છે આપણે નાના હતા ત્યારે ક્ક્લાસમાં કવિતા ગાવાની કોઈ હરીફાઈ હોય ત્યારે રીહસૅલ કરવા તું અહી જ આવતી
હા, અનંત અને મારી સાથે હોય તું, મે સારુ ગાયુ, ખરાબ ગાયુ, ક્યા ભૂલ પડી, ક્યાં સુધારો કરવાની જરૂર છે, બધુ તું ધ્યાન રાખતો અને જ્યારે હુ એ હરીફાઈ જીતી જતી ત્યારે સૌથી પહેલા ઊભા થઈ અને લાંબો સમય તાલીઓ તારી જ વાગતી. કોમ્પિટિશનમાં ગાઈ રહી હોય હું અને વિનરમાં મારૂ નામ આવે ત્યારે દરેક વખતે ઓડિયન્સમાં ઊછળી ઉજળીને કૂદકા મારતો હોય તું......વાંદરાની જેમ.
પણ, અનંત સાચુ કહુ નાનપણથી લઈ આજ સુધી મને એમજ લાગ્યુ છે કે તું મારો જજ બની ને મારી સાથે હતો ને એટલે જ હું આત્મવિશ્વાસ થી ગાઈ શકતી અને જીત પણ મેળવતી.નહીંતર મારા જેવી કાળી કે શ્યામ છોકરીને કોઈ સાંભળે પણ નહી.તને યાદ છે અનંત તે એક વખત એક કવિતા લખી હતી અને એ મે કોમ્પિટિશનમાં ગાઈ હતી,અને એમાં આપણે પ્રથમ ક્રમાંક વિજેતા રહ્યા હતા.અનંત ત્યારે તે દિવસે તું જેટલો ખુશ હતો,એટલો ખુશ તો પછી ક્યારેય જોયો જ નથી.
કારણ, એમાં આપણે બન્ને હતાં આરુ.....(અનંત મનમાં બોલ્યો, આરાધના સાંભળી ન જાય એમ)
પણ,Thank you અનંત મારી દરેક મુસીબતમાં મારો સાથ આપવા માટે.આરાધના બોલી.
અરે, તારો અવાજ જ જાણે શિતળ હવામાં નુપુરનો રણકાર , જાણે ખડખડ.....વહેતુ ઝરણું . બસ, આંખ બંધ કરી એક ચિતે સાંભળત્તા જ રહેવાનુ મન થાય. આરૂ...તું જ્યારે ગાતી હોય છે ને ત્યારે હું તારી આસ પાસ હોવા છતા હોતો નથી. કોઈ ઈન્દ્રલોકમાં પહોચી ગયો હોય એવુ જ લાગે. આરૂ....હું તારા આ અવાજ અને ગાયકીને ખૂબ યાદ કરીશ.
તે હવે ગાવાનુ જો છોડી દીધુ છે.અનંતે આરાધના સામે ફરિયાદ કરતા કહ્યુ)
આરાધના તને યાદ છે એ વખતે હરીફાઈમાં ગાયેલી કવિતા.....આજ તને એક રિક્વેસ્ટ છે, એ કવિતા ફરી ગાઈ ને સંભળાવને પછી હું ક્યારે તને મળીશ એ ક્યાં નક્કી છે.
અરે, કહ્યું તો ખરી અનંત, મારા થનાર પતિદેવને આ સંગીતને એવુ બધુ નથી ગમતુ, એને આ બધો દેકારો લાગે છે.
એ.. તો....સારૂ લગાડો તમારા પતિદેવને , પણ તે મને કવિતા સંભળાવાની ના કહી આરુ.....😔
વાતો, વાતોમાં અનંતને એ મહેસૂસ થાય છે કે, આરાધના ખરેખર સાચ્ચા દિલથી અમનને પ્રેમ કરે છે અને તેના પ્રેમની સત્યતા તેની આંખમાં વંચાય રહી હતી.અનંત એ સમજી નહોતો શકતો કે અમને આરાધના પર શું જાદુ કર્યુ હતુ કે આરાધનાને અમનની દરેક વાતને આંખ બંધ કરીને માની રહી હતી આરું, તો શું ખરાબ શું સાચુ શું ખોટુ કઈ સમજી રહી ન હતી.કદાચ આરાધનાના જીવનમાં અમનની ખોટા સમયે એન્ટ્રી થઇ ગઈ હતી.અમન માટે આરાધના એક પોતાના મેલ ઈગો સંતોષવાનુ એક સાધન બનતી જતી હોય એવો આભાસ અનંતને વારંવાર થઈ રહ્યો હતો.અનંત ને વારંવાર આરાધના સાથે એકજ વાત સમજાવવા ઈચ્છતો હતો કે આરૂ.... અમન તારે લાયક છોકરો છે જ નહીં, તને કેમ નથી સમજાતુ કે , એ લુચ્ચો અમનીયો તારી ફરતે એક ખોટી લાગણીના નામનુ એક ઝાડુ ગુંથી રહ્યો છે.જેમા તું કદાચ એવી ફસાઈ જઈશ કે પછી એ ઝાડા માંથી નીકળવાનો કદાચ કોઈ રસ્તો નહીં બચે.(અનંતને જાણે અત્યારથી જ આરાધના અને અમનના લગ્ન પછીની તબાહીનો નજારો દેખાઈ રહ્યો હોય, એવો ડર .....પોતે અનુભવી રહ્યો હતો, પછી વિચારતો કે પ્રેમમાં ખૂબ તાકાત હોય છે, બની શકે કે આરાધનાનો પ્રેમ અમનને સૂધારી પણ દે.)
શું થશે આરાધનાના જીવનમાં? અનંતતો આરાધના સાથે રિવરફ્રન્ટ પર બેઠીને એ જ વિચારે છે કે શું થશે આરાધના નુ? મારી દોસ્ત નુ? વાંચવા માટે લગ્નમાં આવવુ પડશે? અનંતની દોસ્તી હવે શું કરશે?વાંચતા રહો શ્યામ રંગ...લગ્ન ભંગ.....,18